Monday 13 March 2017

🔆🔅 પાટણની પ્રભુતા🔅🔆

🌺👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🌺

🎯પુસ્તકનુંનામ   :-    પાટણની પ્રભુતા
🎯લેખકનુંનામ     :-     કનૈયાલાલ માણેકલાલ મુનશી
🎯સાહિત્ય પ્રકાર  :-    ઐતિહાસિક નવલકથા

💐 ‘પાટણની પ્રભુતા’ (૧૯૧૬) કનૈયાલાલ માણેકલાલ મુનશીની એ ઐતિહાસિક નવલકથા છે.

💐 જેમાં પાટણ શહેર કેન્દ્રસ્થાને છે.

💐ગુજરાતના સોલંકીયુગના ઇતિહાસ પર આધારિત કથાવસ્તુ છે.

💐કર્ણદેવ સોલંકીના મૃત્યુસમયે પાટણમાં જૈન શ્રાવકો અને મંડલેશ્વરો વચ્ચે ચાલતી સત્તાની સાઠમારી તથા મુંજાલથી પોતે વિશેષ પ્રભાવશાળી ને મુત્સદ્દી છે એવું દેખાડવાની મીનળદેવીની ઇચ્છા એ બે ઘટનાકેન્દ્રોમાંથી નવલકથાનું સમગ્ર કથાનક આકાર લે છે.

💐 મુંજાલનો પ્રભાવ ઘટાડવા મીનળદેવી આનંદસૂરિના અભિપ્રાયો પ્રમાણે ચાલવા જતાં મુશ્કેલીમાં મુકાય છે.

💐 આખરે થાકીહારીને તે ફરી મુંજાલની શક્તિ ને બુદ્ધિનો આશ્રય સ્વીકારીને, ઊભી થયેલી વિકટ પરિસ્થિતિમાંથી છુટકારો મેળવે છે.

💐એટલે વાસ્તવમાં આ નવલકથા રાજ્કીય પૃષ્ઠભૂમાં આકાર લેતી, સ્ત્રીના વૈયક્તિક અહં અને પતનની કથા બની રહે છે.

💐પાટણ પર આક્રમણ કરનાર અવંતીના સેનાપતિ ઉલક સાથે સંજોગવશાત્ કરવામાં આવતી સંધિ, પાટણની ડામાડોળ દશાનો લાભ લઈ ભીંસ દેવા મથતા જૂનાગઢના રા’નવઘણની હાર એ આ નવલની મુખ્ય રાજ્કીય ઘટનાઓ છે; પણ વાસ્તવમાં કૃતિ કાકની પરાક્રમગાથા છે.

💐પાટણના રાજ્યતંત્ર અને એ રાજ્યતંત્રની આસપાસ વીંટાયેલી વ્યક્તિઓના અંગત જીવન સાથે.

💐એમાં જૂનાગઢના રા’નવઘણના પાટણના રાજ્ય સાથેના ઘર્ષણની, પાટણ અને માળવા વચ્ચેની સંધિની તથા તેના રાજ્કીય દાવપેચની વાત છે; જયદેવના પ્રણયસંબંધની વાત છે; ઉદા મહેતાના મંજરીને પોતાની પત્ની બનાવવાના ઉધમાતની વાત છે; મુંજાલના પુનર્લગ્નની વાત છે; કીર્તિદેવના કુળના રહસ્યની વાત છે; મુંજાલ મહેતા અને કીર્તિદેવ વચ્ચે રહેલી રાજ્કીય વિચારસરણીના મતભેદની વાત છે; અને તેમ છતાં આખી કથામાં આ બધી વાતોનું સ્થાન ગૌણ છે.

💐 કથામાં ખરેખર ધ્યાન તો ખેંચે છે ભૃગુકચ્છ-લાટથી આવેલો ભટ્ટ કાક અને તેના પ્રણય-પરાક્રમની કથા.

💐અન્ય ઘટનાઓ એખ યા બીજી રીતે કાકનો પ્રભાવ ઉપસાવવામાં નિમિત્ત બને છે.

💐નવલકથાનું માળખું કાકની ભ્રમણકથાનું છે.

💐 ભ્રમણને અંતે પોતાના પરાક્રમથી કાક પ્રાપ્ત કરે છે પાટણના રાજ્યતંત્રમાં પોતાનો પ્રભાવ અને મંજરીનો પ્રેમ.

💐 કાક ભૃગુકચ્છથી ત્રિભુવનપાળની સાથે પાટણ આવે છે ત્યાંથી કથાનો આરંભ થાય છે.

💐પહેલા ભાગમાં કાક પોતાનાં બુદ્ધિ-ચાતુર્યથી રા’નવઘણનો પરાજય કરે છે અને ઉદા મહેતાના હાથમાંથી, ખંભાતમાંથી, મંજરીને છોડાવે છે.

💐મંજરીના સૌંદર્યથી કાક એના પર મુગ્ધ થાય છે, પરંતુ પોતાની વિદ્વત્તાના અભિમાનમાં મસ્ત મંજરી અભણ કાકને દયાભાવથી જુએ છે.

💐બીજા ભાગમાં કાક પોતાની વિચક્ષણ બુદ્ધિથી મુંજાલને પ્રભાવિત કરે છે, જયદેવની પ્રિયતમા માટે સંદેશો લઈ જાય છે અને પાટણમાં ઉદાના માણસોના હાથમાંથી મંજરીને છોડાવે છે.

💐 ઉદાથી બચવા વિદુષી મંજરીએ કાક સાથે અનિચ્છાએ લગ્ન કરવાં પડે છે, પણ લગ્નની રાતે જ તે કાકને તિરસ્કારે છે.

💐ત્રીજા ભાગમાં કાક ફરી વખત ઉદાના હાથમાં કેદ પકડાયેલી મંજરીને છોડાવે છે અને કીર્તિદેવના કુળને જાણી લાવે છે.

💐કીર્તિદેવને મોઢે કાકની શક્તિની પ્રશંસા સાંભળી મંજરીનો કાક પ્રત્યેનો તિરસ્કાર ઓસરે છે.

💐 ચોથા ભાગમાં રા’ખેંગારને પકડવા નીકળેલો કાક રા’ખેંગારનો મિત્ર બને છે, ખેંગારની પ્રતિજ્ઞા પૂરી થાય ત્યાં સુધી એ ખેંગારની કેદમાં રહે છે, ખેંગારને રાણકદેવી સાથે જૂનાગઢ નાસી જવામાં મદદ કરે છે અને જેના વર્ગનું સંપૂર્ણ ખંડન થયું હતું તે મંજરીનો હૃદયસ્વામી બને છે.

💐અપ્રસ્તુત વિદ્વતચર્ચા, ચિંતન તથા લાંબાં સ્થળકાળનાં વર્ણનો ને પાત્રોના જન્મ-ઉછેર-સ્વભાવની વિગતપૂર્ણ માહિતી આપવાની લઢણોનો ત્યાગ કરી, ઘટનાઓને નાટ્યાત્મક બનાવીને વાર્તારસ જમાવવા તરફ ધ્યાન કેન્દ્રિત કરી આ નવલકથાએ ‘સરસ્વતીચંદ્ર’ પછી ગુજરાતી નવલકથાની કાયાપલટ કરવામાં મહત્વનો ફાળો આપ્યો છે.

💐અલબત્ત, ઐતિહાસિકને બદલે કાલ્પનિક પાત્ર કાકનું ઔચિત્યથી વધારે ગૌરવ, કાકનાં રોમાંચક પરાક્રમો અને એને પરિણામે તેને પ્રાપ્ત થતો મંજરીનો પ્રેમ, કીર્તિદેવના ભૂતકાળ પાછળ છવાયેલી રહસ્યમયતા ઇત્યાદિ તત્વોને લીધે આ નવલકથા પણ ‘પાટણની પ્રભુતા’ની માફક ‘ઐતિહાસિક રોમાન્સ’ની છાપ ચિત્ત પર પાડે છે.

🏵🌺જ્ઞાન કી દુનિયા 🌺🏵

No comments:

Post a Comment