Wednesday 5 April 2017

📮ચંદ્રવદન. ચી . મહેતા📮

🛍👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🛍

⏰ ૬ એપ્રિલ
🌿ચં. ચી. મહેતા
                 
🍃🔜ગુજરાતી કવિ, નાટ્યકાર, આત્મકથાકાર, વિવેચક, પ્રવાસલેખક ચંદ્રવદન ચીમનલાલ (ચં. ચી. મહેતા) નો જન્મ તા. ૬/૪/૧૯૦૧ના રોજ સુરતમાં થયો હતો.

🍃🔜પ્રાથમિક શિક્ષણ વડોદરામાં અને  માધ્યમિક શિક્ષણ સુરતમાં મેળવ્યું હતું.

🍃🔜 ઈ.સ.૧૯૧૯માં મૅટ્રિક ની પરીક્ષા પાસ કરી ઈ.સ.૧૯૨૪ માં મુંબઈ ઍલ્ફિન્સ્ટન કૉલેજમાંથી ગુજરાતી વિષય સાથે બી.એ. પાસ થયા.

🍃🔜 ઈ.સ.૧૯૩૩ થી ૧૯૩૬ સુધી મુંબઈની ન્યૂ એરા હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે જોડાયા.

🍃🔜 મુંબઈ તેમ જ અમદાવાદ ‘આકાશવાણી’ના નિયામક તરીકે સેવા આપી હતી.

🍃🔜નિવૃત્તિ બાદ મ.સ. યુનિવર્સિટી અને ગૂજરાત વિદ્યાપીઠના નાટ્યવિભાગ સાથે સંકળાયેલ રહ્યા હતા.

🍃🔜તેમણે ‘અખો’ , ‘મૂંગી સ્ત્રી’ , ‘અખો વરવહુ અને બીજાં નાટકો’ , ‘આગગાડી’, ‘રમકડાંની દુકાન’ , ‘નર્મદ’ , ‘નાગાબાવા’ , ‘પ્રેમનું મોતી અને બીજાં નાટકો’ , ‘સીતા’, ‘શિખરિણી’ , ‘પાંજરાપોળ’ , ‘મેના પોપટ અથવા હાથીઘોડા’ , ‘રંગભંડાર’ , ‘સોનાવાટકડી’ , ‘માઝમરાત’ , ‘મદીરા’ (મિડિયા) , ‘કિશોર નાટકો’- ભા. 1-2 , સતી’ (૧૯૬૦), ‘કરોળિયાનું જાળું’ , ‘ધરાગુર્જરી’, ‘અંદર અંદર’ , ‘સંતાકૂકડી’  જેવા  ઓગણત્રીસ જેટલા નાટ્યગ્રંથો આપ્યા છે.

🍃🔜નાટકકાર તરીકેની એમની સિદ્ધિ હાસ્યરસમાં છે અને હાસ્યરસમાં પણ એમને અટ્ટહાસ વિશેષ ફાવે છે.

🍃🔜તેમણે ‘યમલ’ ચૌદ સૉનેટોનો સંચય છે. ‘ઇલાકાવ્યો’ માં ‘યમલ’નું પુનમુર્દ્રણ અને ‘કંચનજંઘા’ની સૉનેટમાલા સમેત કુલ પાંત્રીસ સૉનેટ છે.

🍃🔜‘ચાંદરણાં’ બાલગીતસંગ્રહ છે તો ‘રતન’  સળંગ પૃથ્વી છંદમાં ૧,૬૩૬ પંક્તિનું કથાકાવ્ય છે.

🍃🔜‘ખમ્મા બાપુ’ અને ‘વાતચકરાવો’ કથાસંગ્રહો છે; તો ‘મંગલમયી’ (૧૯૭૫)માં ત્રણ સત્યકથાઓ સંચિત થયેલી છે.

🍃🔜એમણે ‘જીવતી પૂતળીઓ’ નવલકથા પણ આપી છે.

🍃🔜 ઈ.સ.૧૯૭૮માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ પસંદગી થઇ.

🍃🔜 ઈ.સ.૧૯૩૬માં રણજિતરામ સુવર્ણચંદ્રક, ઈ.સ.૧૯૪૨-૪૬નો નર્મદચંદ્રક અને ઈ.સ.૧૯૫૦માં કુમારચંદ્રકનો અસ્વીકાર કર્યો.

🍃🔜આ ઉપરાંત ઈ.સ.૧૯૭૧માં સાહિત્યઅકાદમી, દિલ્હી નો પુરસ્કાર પણ એનાયત થયો હતો.

🌺સમીર પટેલ 🌺
🥀🎈જ્ઞાન કી દુનિયા 🎈🥀

🌿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🌿
🌹 Today Birth

📮ચંદ્રવદન. ચી . મહેતા📮

⏰જન્મઃ
✔ ૬ / ૪ / ૧૯૦૧

⏰જન્મસ્થળઃ
✔સુરત

⏰વતનઃ
✔ સુરત

⏰પિતાઃ
✔ ચીમનલાલ મહેતા

⏰અભ્યાસઃ
🔜માધ્યમિક શિક્ષણ સુરતમાંથી,

🔜બી.એ મુંબઇ એલ્ફિન્સ્ટ કોલેજ માંથી.

⏰વ્યવસાયઃ 
🔜વડોદરા મહારાજા સયાજીરાવ યુનિ.સંચાલિત ડાન્સ અને ડામેટિકલ કોલેજના અઘ્યાપક

🛍કૃતિઓઃ

👁‍🗨‘અખો’ (૧૯૨૭),
👁‍🗨 ‘મૂંગી સ્ત્રી’ (૧૯૨૭),
👁‍🗨‘અખો વરવહુ અને બીજાં નાટકો’ (૧૯૩૩),
👁‍🗨‘આગગાડી’ (૧૯૩૩),
👁‍🗨‘રમકડાંની દુકાન’ (૧૯૩૪)
👁‍🗨‘નર્મદ’ (૧૯૩૭),
👁‍🗨 ‘નાગાબાવા’ (૧૯૩૭),
👁‍🗨‘પ્રેમનું મોતી અને બીજાં નાટકો’ (૧૯૩૭),
👁‍🗨 ‘સીતા’ (૧૯૪૩),
👁‍🗨‘શિખરિણી’(૧૯૪૬),
👁‍🗨‘પાંજરાપોળ’ (૧૯૪૭),
👁‍🗨 ‘મેના પોપટ અથવા હાથીઘોડા’ (૧૯૫૧),
👁‍🗨‘રંગભંડાર’ (૧૯૫૩),
👁‍🗨‘સોનાવાટકડી’ (૧૯૫૫),
👁‍🗨‘માઝમરાત’ (૧૯૫૫),
👁‍🗨‘મદીરા’(મિડિયા) (૧૯૫૫),
👁‍🗨 ‘કિશોર નાટકો’- ભા. 1-2 (૧૯૫૬),
👁‍🗨‘હોહોલિકા’ (૧૯૫૭),
👁‍🗨‘કપૂરનો દીવો’ (૧૯૬૦),
👁‍🗨‘પરમ માહેશ્વર’ (૧૯૬૦),
👁‍🗨 ‘સતી’ (૧૯૬૦),
👁‍🗨 ‘કરોળિયાનું જાળું’(૧૯૬૧),
👁‍🗨 ‘શકુંતલા અથવા કન્યાવિદાય’ (૧૯૬૬),
👁‍🗨‘ધરાગુર્જરી’ (૧૯૬૮),
👁‍🗨 ‘અંદર અંદર’ (૧૯૬૯),
👁‍🗨‘અબોલા રાણી’ (૧૯૭૨),
👁‍🗨 ‘સંતાકૂકડી’ (૧૯૭૨),
👁‍🗨‘ચંદ્રવદન મહેતાનાં પ્રતિનિધિ એકાંકીઓ’ (૧૯૭૪),
👁‍🗨 ‘અંતર-બહિર અને બીજાં નાટકો’ (૧૯૭૫).
👁‍🗨 ‘ખમ્મા બાપુ’ (૧૯૫૦) અને ‘વાતચકરાવો’ (૧૯૬૭) કથાસંગ્રહો 
👁‍🗨‘મંગલમયી’ (૧૯૭૫)
👁‍🗨‘બાંધ ગઠરિયાં’- ભા. ૧-૨ (૧૯૫૪),
👁‍🗨‘છોડ ગઠરિયાં’ (૧૯૫૬),
👁‍🗨‘સફર ગઠરિયાં’ (૧૯૫૬),
👁‍🗨‘ભમિયે ગુજરાતે ન રેલપાટે ન વાટે’ (૧૯૬૨),
👁‍🗨 ‘રંગ ગઠરિયાં’ (૧૯૬૫),
👁‍🗨 ‘રૂપ ગઠરિયાં’ (૧૯૬૫),
👁‍🗨‘નાટ્ય ગઠરિયાં’ (૧૯૭૧),
👁‍🗨 ‘અંતર ગઠરિયાં’- ભા.૧-૨ (૧૯૭૩)
👁‍🗨‘ધ્રુવ ગઠરિયાં’ (૧૯૭૬)
👁‍🗨 ‘લિરિક’ (૧૯૬૨),
👁‍🗨 ‘લિરિક અને લગરિક’ (૧૯૬૫),
👁‍🗨‘નાટ્યરંગ’ (૧૯૭૩),
👁‍🗨 ‘અમેરિકન થિયેટર’ (૧૯૭૪),
👁‍🗨 ‘યુરોપના દેશોની નાટ્યસૃષ્ટિ’(૧૯૭૪),
👁‍🗨‘જાપાનનું થિયેટર’ (૧૯૭૫),
👁‍🗨 ‘વાક્’ (૧૯૭૫)

🔊પ્રખ્યાત કાવ્ય

🌿મા‘ વ્હલી માતા ! શિશુસમયમાં બોલતો કાલું

🌿ચાંદાપોળી-વિવિધ રમયને દીધ લ્હાણી અનેરી . ’

💐અવસાનઃ ૮ / ૫ / ૧૯૯૧

😊સમીર પટેલ 😊
🌺🎀જ્ઞાન કી દુનિયા 🎀🌺

No comments:

Post a Comment