Wednesday 5 April 2017

🍃🍂 રામ નવમી 🍂🍃

🌺👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🌺

🍃🍂 રામ નવમી 🍂🍃

⏰મહત્વ
✔રામનો જન્મ
✔રામ અને સીતાના લગ્ન

🐾ભારતીય ઉપખંડના મહત્વના એવા હિંદુ ધર્મના શાસ્ત્રોમાં વર્ણવ્યા અનુસાર જયારે સમાજમાં સત્‍ય ઉપર અસત્‍ય, પ્રમાણિકતા ઉપર અપ્રમાણિકતા, સદાચાર ઉપર દુરાચાર અને ઋષિ સંસ્‍કૃતિ ઉપર દૈત્‍ય શકિતઓ હાવી થવા લાગી ત્‍યારે શ્રી રામે તેમને પરાસ્‍ત કરવા માટે જન્‍મ લીધો.

🐾 તે સમય હતો બપોરના બાર વાગ્‍યાનો અને તીથિ હતી ચૈત્ર સુદ નવમી.

🐾 શ્રી રામના આ જન્‍મ દિવસને ઉત્તર થી દક્ષિ‍ણ અને પૂર્વથી પશ્ચિમ સુધી બધા રામનવમી તરીકે આજે પણ ધામધુમથી ઉજવે છે.

🐾આ રામનવમી માત્ર શ્રી રામના જીવનની જ નહી પણ એક એવા પુત્રની શરુઆત થયાની આપણને યાદ અપાવે છે, જેમાં એક વ્‍યકિતએ પિતા, માતા, ગુરુ, પત્નિ, નાનાભાઈ ભાડું પ્રત્‍યેની ફરજો ઉપરાંત કુટુંબ તેમજ સમાજ પ્રત્‍યેની ફરજો નિષ્‍ઠાપૂર્વક બજાવવા સાથે પણ એક મર્યાદા પુરુષોત્‍તમ સાથે એક પૂર્ણ પુરુષનું અજરમાન જીવન વ્‍યતિત કર્યુ.

🐾આ રામનવમીના પાવન દિવસે સંવત ૧૮૩૭માં અયોધ્યા પાસેના છપિયા ગામમાં રાત્રે ૧૦-૧૦ કલાકે ભગવાન સ્વામિનારાયણનું પ્રાગટ્ય થયું હતું.

🐾 આથી જ આ દિવસે સ્વામિનારાયણ સંપ્રદાયના દેશ વિદેશના મંદિરોમાં એમનો જન્મોત્સવનો ઉત્સવ ખુબ જ ધામધુમથી ઉજવવામાં આવે છે.

🐾શ્રીરામનવમીનું માહાત્મ્ય અનેરું, અનોખું અને અદ્વિતીય છે.

🐾 ‘રામનામ’ અદ્ભુત સંજીવની છે, અમોધ શસ્ત્ર છે, મહાન શક્તિ છે.

🐾એકવાર ‘રામ’ના સ્મરણથી માણસનો ઉદ્ધાર થઈ જાય છે.

🐾 ‘રામ’ ને બદલે ‘મરા મરા’ બોલનાર વાલિયો લૂંટારો મહાન કવિ અને રામાયણના રચયિતા મહર્ષિ વાલ્મીકિ બની ગયો.

🐾અાપણને ખબર છે કે સપ્તર્ષિઅોઅે અા લૂંટારાને ‘રામ નામ’નો મહિમા સમજાવ્યો, તેને તેની લગની લાગી.

🐾રોમ રોમમાંથી રામ-રામ-મરા-મરાનો જાપ થઈ રહ્યો, શરીર પર માટીના રાફડા એટલે સંસ્કૃતમાં ‘વાલ્મીક’ જામ્યા, તેથી બન્યા વાલ્મીકિ.

👁‍🗨જ્ઞાન કી દુનિયા 👁‍🗨
🌺👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿🌺

🌺👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🌺

🐾રામનવમીના દિવસે અાપણે ઉપવાસ કરીઅે, અાખો દિવસ શ્રીરામની સમીપ રહીઅે તો તે ચોવીસ કલાકનો સાચો ઉપવાસ કહેવાય.

🐾તુલસીદાસજી શ્રીરામને લોકવિશ્રામા કહે છે કારણ કે પ્રભુ રામ અે સંસારનો વિશ્રામ છે. જીવ માત્ર રામને શોધતો રહે છે કેમ કે ‘રામ’ ન મળે તો અારામ કે વિરામ બંને ન મળેને!

🐾‘રામ’ શબ્દમાં ૨, અ, મ – અા ત્રણ અક્ષરો છે. ‘ર’ અે અગ્નિનું બીજ છે. તે શુભ અશુભ કર્મને બાળી નાખે છે.

🐾 ‘અ’ અે સૂર્યનું બીજ છે. તે મોહાંધકારનો નાશ કરે છે અને જ્ઞાનનો પ્રકાશ કરે છે.

🐾 ‘મ’ અે ચંદ્રનું બીજ છે તે ત્રિવિધ તાપ, અાદિ, વ્યાધિ અને ઉપાધિને હરે છે. સર્વ પ્રકારના સંતાપને હરે છે.

🐾 ‘ર’ કાર બ્રહ્મમય છે. ‘અ’ કાર િવષ્ણુમય છે અને ‘મ’ કાર શિવમય છે.

🐾અા રીતે ‘રામનામ’ બ્રહ્મા,વિષ્ણુ,મહેશનું સાક્ષા્ત સ્વરૂપ છે. ‘રામનામ’ અે તો ‘અોમકાર’ સમાન છે. અોમકાર જ બ્રહ્મા છે, અોમકાર અાત્મારૂપ છે, અોમકારની ઉપાસના, શ્રીરામ નામની સાધના, પરમધામની ચૈત્રીનવરાત્રી અારાધના અે સાધકો માટે સાક્ષાત્કારનું સાધન છે.

🐾ભગવાન શ્રીરામ મર્યાદા પુરુષોત્તમ હોવાથી રામાયાણમાં આવેલી રામકથામાં અાપણે ડૂબી જઈઅે. રામાયણનાં ચરિત્રોનો પ્રતિકાર્થ ગુરુજીના શબ્દોમાં જ જોઈઅે.

🐾‘રામ અાનંદ સ્વરૂપ છે, સુખનું મૂળ છે, સત્ ચિત્ અાનંદ છે, તે અાપણા હૃદયમાં રમણશીલ છે. એટલે જ જે રામના ચરિત્રનું અાપણે રામાયણમાં અધ્યયન કરીઅે છીઅે, તે વાસ્તવમાં અાપણું પોતાનું િવશુદ્ધ અાત્મસ્વરૂપ છે.

🐾તો જેમની સાથે રામનાં લગ્ન થાય તે સીતા કોણ છે? તે સાક્ષાત્ શાંતિ છ, વિદેહસુતા છે, સહચારિણી છે, પરમશાન્તિ છે, અાપણા અાનંદ સ્વરૂપની નિત્યસંગિની છે.

🐾 અયોધ્યા અાપણો હૃદયપ્રદેશ છે જ્યાં શાંતિ અને અાનંદ એક સાથે રહે છે. રામાયણમાં રાવણ અને કુંભકર્ણને હણવા રામચંદ્રજીને સમુદ્ર અોળંગવો પડ્યો. અા સમુદ્ર અવિદ્યા અને અવિવેકનો મહાસાગર છે.

🐾અાપણી અંદર બેઠેલા શત્રુઅોને નષ્ટ કરવા અાપણે તેને અોળંગવો જ પડે! રુચિ, અરુચિ, ઇચ્છા, ક્રોધ અે બધા અંતઃકરણમાં બેઠેલા અાપણા જ શત્રુઅો છે.

🐾અાપણા હૃદયમાં પેસી ગયેલી અા અવાંછિત વૃત્તિઅોને અાપણે કાઢી મૂકીઅે તો જ અાપણને પૂર્ણ શાંતિની પ્રાપ્તિ થઈ શકે.’

🐾રામને જ્ઞાનનું સ્વરૂપ અને સીતાજીને ભક્તિ પણ કહેવાય છે. રાવણ અવિદ્યા અને અવિવેક, અહં અને અભિમાનનો સાક્ષાત્ અવતાર છે, જેનો વધ કેવળ રામ જ કરી શકે, કેમ કે રામ વિશુદ્ધ જ્ઞાન સ્વરૂપ છે.

🐾 લક્ષ્મણ વૈરાગ્યના, ભરત પ્રેમના અને શત્રુઘ્ન નિષ્કામ સેવાના સાક્ષાત્ અવતાર છે.

🐾 હનુમાનજી ભક્તિ, સમર્પણ, સેવા, વૈરાગ્ય, શક્તિ, વિનય, જ્ઞાન અને બધા સદ્ગુણોના સાક્ષાત્ અવતાર છે.

🐾રામસેનાના બીજા વાનરો અાપણા અનેકાનેક વિચારોનું પ્રતીક છે, જેમાંના કેટલાક પરમાત્મા તરફ નિરંતર ખેંચાતા નથી. અાધ્યાત્મિક નિયમોના અનેક રૂપોનું પણ વિચારો પ્રતિનિધિત્વ કરે છે, જેમ જપ, પવિત્રતા, દાન અાપણે ફક્ત અાધ્યાત્મિક પ્રયોજનથી જ નથી કરતા! પણ અામ કરવું જોઈઅે નહીં.

🐾અાપણો સમગ્ર અાધ્યાત્મિક પ્રયત્ન કેવળ પ્રભુ પ્રાપ્તિને સમર્પિત હોવો જોઈઅે. પ્રતિષ્ઠા, સમૃદ્ધિ અથવા સત્તા મેળવવા અાવો પ્રયત્ન ન કરાય.

🐾અાપણે જે કરીઅે તે બધું નારાયણ ભગવાન માટે જ કરું તેવો ભાવ રાખીને અાપણે અાપણાં સઘળા કામ કરીઅે તો અાપણને સાચું રામરાજ્ય, પ્રસન્નતા, શાંતિ, સુખ અને સમૃદ્ધિનું સામ્રાજ્ય નિશ્ચિત પ્રાપ્ત થાય.

🐾ગુરુદેવની અાંખોથી જોઈઅે તો રામાયણ અાદર્શ જીવનનું સાક્ષાત દૃષ્ટાંત છે. રામાયણમાં બધા પ્રકારનું જ્ઞાન છે તો છે જ પણ તે ઉપરાંત અાજના અભ્યાસ ક્રમના અર્થશાસ્ત્ર, યુદ્ધશાસ્ત્ર, મેનેજમેન્ટ સાયન્સ અને મોટીવેશન બધું જ રામાયણમાં છે.

🐾રામાયણ વેદોનું જ રૂપાંતર છે. અા અેક એવો શાસ્ત્રીય ગ્રંથ છે જેમાં અાત્મજ્ઞાન પ્રગટ કરવામાં અાવ્યું છે. એટલે જ કહ્યું છે કે જે બધાના હૃદયમાં રમણ કરે છે તે રામ છે.

☂🎁સમીર પટેલ 🎁☂
💐👁‍🗨જ્ઞાન કી દુનિયા 👁‍🗨💐

No comments:

Post a Comment