Thursday 18 May 2017

🎤 *પંકજ ઉધાસ* 🎤

👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿

🍫 *જન્મ ➖૧૭ મે ૧૯૫૧* 🍫

🎤 *પંકજ ઉધાસ* 🎤

👉🏿પંકજ ઉધાસ (જન્મ : ૧૭ મે ૧૯૫૧)

👉🏿 ભારત દેશના એક જાણીતા ગાયક કલાકાર છે.

👉🏿 તેઓ ગઝલ ગાયક તરીકે ઓળખાય છે.

👉🏿ભારતીય સંગીત ઉદ્યોગમાં તલત અઝીઝ અને જગજીત સિંહ જેવા અન્ય સંગીતકારો સાથે ગઝલ શૈલીને લોકપ્રિય સંગીતના દાયરામાં લાવવાનું શ્રેય એમને ફાળે પણ જાય છે.

👉🏿પંકજ ઉધાસને તેમણે ફિલ્મ નામ (૧૯૮૬ ચલચિત્ર)માં ગાયેલા ગાયનોને કારણે ખુબજ પ્રસિદ્ધિ મળી, જેમાં એમનું એક ગીત ચિઠ્ઠી આઈ હૈ અત્યંત લોકપ્રિય થયું.

👉🏿 ત્યાર બાદ એમણે ઘણા બધાં ચલચિત્રો માટે પાર્શ્વ ગાયક તરિકે પોતાનો અવાજ આપ્યો છે.

👉🏿 આ ઉપરાંત એમણે ઘણા ગઝલના આલ્બમ પણ રેકોર્ડ કર્યાં છે અને એક કુશળ ગઝલ ગાયકના રૂપમાં આખી દુનિયામાં પોતાની કલાનું પ્રદર્શન કરી ચુક્યા છે.

👉🏿 ઈ.સ. ૨૦૦૬ના વર્ષમાં પંકજ ઉધાસને પદ્મશ્રી વડે સન્માનિત કરવામાં આવ્યા.

📜 *પ્રારંભિક જીવન* 📜

👉🏿પંકજ ઉધાસનો જન્મ ગુજરાતનાં રાજકોટ પાસે જેતપુરમાં એક ચારણ(ગઢવી) પરિવારમાં થયો હતો.

👉🏿 તેઓ ત્રણ ભાઈઓમાં સૌથી નાના છે.

👉🏿તેમનાં પિતાનું નામ કેશૂભાઈ ઉધાસ અને માતાનું નામ જીતૂબેન છે.

👉🏿 તેમના બંને મોટા ભાઈઓ મનહર ઉધાસ અને નિર્મલ ઉધાસ પણ પ્રખ્યાત ગઝલ ગાયક છે.

👉🏿તેમનો પ્રારંભિક અભ્યાસ ભાવનગરમાં કર્યા પછી, પરિવાર મુંબઈમાં સ્થાયી થતાં તેઓએ આગળનો અભ્યાસ મુંબઈની સેંટ ઝેવિઅર્સ કોલેજમાંથી કર્યો...

    
    💐💐 વારિશ 💐💐

🌍📚 *જ્ઞાન કી દુનિયા* 📚🌍

No comments:

Post a Comment