Thursday 18 May 2017

📇 *નિરંજન ભગત* 📇

📜👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿📜

💭 *૧૮ મે* 💭
📇 *નિરંજન ભગત* 📇
                        
📑➖ગુજરાતી કવિ, વિવેચક નિરંજન ભગતનો જન્મ તા. ૧૮/૫/૧૯૨૬ ના રોજ અમદાવાદમાં થયો હતો.

📑➖પિતાનું નામ નરહરીભાઈ અને માતાનું નામ મેનાબાઈ હતું.

📑➖તેમના દાદા ભજનકીર્તન કર્તાને ભક્તિમંડળીમાં જોડાયેલા તેથી તેઓ ‘ભગત’ તરીકે ઓળખાયા.

📑➖   તેમણે પ્રાથમિક શિક્ષણ અમદાવાદની કાલુપુર શાળા નં. ૧માં અને માધ્યમિક શિક્ષણ પ્રોપ્રાઇટરી તથા નવચેતન હાઈસ્કૂલમાં મેળવ્યું હતું.

📑➖ઈ.સ. ૧૯૪૨ની સ્વાતંત્ર્યચળવળના કારણે  અભ્યાસ છોડ્યો.

📑➖ ઈ.સ.૧૯૪૪માં મૅટ્રિકની પરીક્ષા પાસ કરી.

📑➖ ઈ.સ.૧૯૪૪-૪૬ દરમિયાન અમદાવાદની એલ.ડી. આર્ટસ કૉલેજમાં બે વર્ષનું શિક્ષણ લઈ ઈ.સ. ૧૯૪૮માં મુંબઈની ઍલ્ફિન્સ્ટન કૉલેજમાંથી એન્ટાયર અંગ્રેજી વિષય સાથે બી.એ થયા.

📑➖ઈ.સ. ૧૯૫૦માં એલ.ડી. આર્ટસ કૉલેજમાં દાખલ થઈ અંગ્રેજી મુખ્ય અને ગુજરાતી ગૌણ વિષયોમાં એમ.એ. થયા.

📑➖ઈ.સ.૧૯૫૦થી ૧૯૮૬સુધી અમદાવાદની વિવિધ આર્ટસ કૉલેજોમાં અંગ્રેજીના અધ્યાપક તરીકે કામગીરી કરી.

📑➖ઈ.સ.૧૯૫૭-૫૮માં ‘સંદેશ’ દૈનિકના સાહિત્યવિભાગના સંપાદક તરીકે જોડાયા.

📑➖ત્યારપછી ઈ.સ. ૧૯૭૭માં ‘ગ્રંથ’ માસિકનું સંપાદન અને ઈ.સ.૧૯૭૮-૭૯માં ત્રૈમાસિક ‘સાહિત્ય’ના તંત્રીપદે રહ્યા હતા.

📑➖ તેમણે ઈ.સ.૧૯૪૬માં સૌપ્રથમ કાવ્યસંગ્રહ ‘ પ્રવાલદ્વીપ’ પ્રગટ થયો.

📑➖ત્યારપછી તેમણે ‘ છંદોલય’, કિન્નરી’, ‘અલ્પવિરામ’,’ ૩૩ કાવ્યો’, બૃહદ છંદોલય’ વગેરે તેમના કાવ્યસંગ્રહો છે.

📑➖ ‘ છેન્ડોલય’ કાવ્યસંગ્રહમાં ઈ.સ.૧૯૪૩ થી ૧૯૪૮ સુધીના કવિતામાં પ્રણય અને પ્રકૃતિ કાવ્યના વિષયો તરીકે નિરૂપણ કરવામાં આવ્યું છે. 

📑➖નિરંજન ભગત ઈ.સ.૧૯૪૭ પછીથી ગુજરાતી કવિતામાં દેખાતી આધુનિકતાના ઘણા લક્ષણો એમની કવિતામાં પ્રથમ વખત જોવા મને છે.

📑➖તેમણે ‘ મુંબઈ નગરી ‘ કાવ્યમાં મુંબઈ શહેર નિમિત્તે આધુનિક નગર સભ્યતાનું ‘ પ્રવાલદ્વીપ’ શિર્ષક હેઠળના નગર કાવ્યોમાં નિરૂપણ કર્યું છે.

📑➖મિલનની માધુરી કરતાં પ્રાપ્તિની ઝંખના , આર્ત અને વિરહની વેદના કવિએ તેમના કાવ્યોમાં વ્યક્ત કરી છે.

📑➖ પ્રણયનો ઉલ્લાસ કે ઉઘાડ તેમની કવિતામાં અત્યંત ઉજાસભર્યા વાતાવરણમાં વ્યક્ત કરે છે.

📑➖ ઈ.સ.૧૯૪૯માં કુમારચંદ્નક, ઈ.સ.૧૯૫૭માં નર્મદચંદ્રક અને ઈ.સ. ૧૯૬૯માં રણજિતરામ સુવર્ણચંદ્રક અને ઈ.સ.૧૯૫૩-૫૭માં ‘ છંદોલય’ કાવ્યસંગ્રહને નર્મદ સુવર્ણચંદ્રક આપી સન્માનિત કરવામાં આવ્યા છે.

🎞🗞 *જ્ઞાન કી દુનિયા* 🗞🎞

No comments:

Post a Comment