Tuesday 23 May 2017

🎞 *ડૉ.પી. સી. વૈધ* 📜

📜💭📜💭📜💭📜💭📜💭

⏰ *૨૩ મે* ⏰
🎞 *ડૉ.પી. સી. વૈધ* 📜
             
📑➖ગુજરાતના સમર્થ ગણિતજ્ઞ, આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત વૈજ્ઞાનિક, આજીવન સંનિષ્ઠ શિક્ષક અને લેખક પ્રહલાદભાઈ ચુનીલાલ વૈધ ( ડૉ. પી.સી.વૈધ)નો જન્મ તા. ૨૩/૫/૧૯૧૮ના રોજ જુનાગઢના શાપુરમાં થયો હતો.

📑➖સામાન્ય પરિવારમાં જન્મેલા પી.સી.વૈધનું બાળપણ દામનગર, ધોલેરા અને રાણપુરમાં વિત્યું હતું.

📑➖માત્ર ચાર વર્ષની નાની વયે માતા અને તેરમાં વર્ષે પિતાની છત્રછાયા ગુમાવી.

📑➖ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ભાવનગરમાં મેળવ્યું હતું.

📑➖મેટ્રિક સુધીનો અભ્યાસ ભાવનગરની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં કર્યો.

📑➖ઈ.સ.૧૯૩૩માં મોટાભાઈ સાથે મુંબઈ આવ્યા અને ત્યાં કોલેજ્શીક્ષણ મેળવ્યું હતું.

📑➖ઈ.સ.૧૯૩૮માં ગણિતશાસ્ત્ર સાથે બી.એસ.સી.ની ઉપાધી પ્રથમ વર્ગ સાથે ઉત્તીર્ણ થયા.

📑➖તેમાં તેમણે સાપેક્ષવાદનો વિષય રાખ્યો હતો.

📑➖ ઈ.સ. ૧૯૪૦માં એમ.એસ.સી.ની ડીગ્રી પ્રથમ સ્થાન મેળવી હતી. ઈ.સ.

📑➖૧૯૪૨માં તેઓ બનારસ ગયા ત્યાં પ્રા. નારલીકરના માર્ગદર્શક હેઠળ તેમણે સાપેક્ષવાદમાં પી.એચ.ડી. માટે સંશોધન કામ શરૂ કર્યું.

📑➖આ સંશોધનમાં સૂર્યને ગુરુત્વાકર્ષણ ગણવા માટે આઇન્સ્ટાઇના સમીકરણનો આધાર લીધો.

📑➖સૂર્યને અપ્રકાશિત ઠંડા પિંડને બદલે કિરણોત્સારી તારા તરીકે લીધો. આ સુઝાવ પી.સી.વૈધનો હતો આથી તે ‘ વૈધ મેટ્રિક’ તરીકે ઓળખાયા.

📑➖આ સંશોધનલેખનને ઈ.સ.૧૯૪૩માં લંડનની રોયલ એસ્ટ્રોનોમીકલ સોસાયટીમાં પ્રકાશન માટે મોકલ્યો ત્યારે તેનો અસ્વીકાર થયો, પણ એ પછી વીસ વર્ષ બાદ ઈ.સ.૧૯૬૪માં યુ.એસ.ની આંતરરાષ્ટ્રીય પરિષદમાં તેનો સ્વીકાર થયો.

📑➖તેમણે ગણિતનું શિક્ષણ અને અભ્યાસક્રમોનું ધોરણ સુધારવા ભગીરથ પ્રયત્નો કર્યા.

📑➖ ‘ ગુજરાત ગણિત મંડળ’ સ્થાપના કરી. ગણિત સામયિક ‘ સુગણિતમ’ શરૂ કર્યું.

➖વિદ્યાર્થીઓ માટે ગણિતસ્પર્ધાઓ શરૂ કરી. શિક્ષકો અને અધ્યાપકોને ગણિતની તાલીમ આપી. ડૉ.વિક્રમ સારાભાઇએ તેમના સહકારથી અમદાવાદમાં કોમ્યુનીટી સાયન્સ સેન્ટરની સ્થાપના કરી હતી.

📑➖તેઓ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનના ચેરમેનપદે નિમાયા. ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ તરીકે પણ નિમાયા હતા.

📑➖ચુસ્ત ગાંધીવાદી એવા ડૉ.પી.સી.વૈધનું ૧૨મી માર્ચ ૨૦૧૦માં અમદાવાદમાં અવસાન થયું.

🗞🎙 *જ્ઞાન કી દુનિયા* 🎙🗞

No comments:

Post a Comment