Tuesday 20 June 2017

💐સાબરમતી આશ્રમને 100 વર્ષ પૂર્ણ💐

💥👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿💥

📮💥💥💥💥💥💥📮

💥 *વિશ્વ પ્રસિદ્ધ સાબરમતી આશ્રમને 17મી જુન 2017ના રોજ 100 વર્ષ પૂર્ણ થાય છે* 💥

📑➖ગાંધીજીની કલ્પનાના ભારત અને આશ્રમની સ્થાપનાના ઉદ્દેશ્યનો સુભગસમન્વય સધાયો છે.દેશની આઝાદી અને અહિંસક સમાજરચના માટે રચનાત્મક પ્રવૃતિઓ તથા એકાદશ વ્રતો દ્વારા જીવનઘડતરની પ્રવૃતિઓનું આશ્રમ કેન્દ્રસ્થાન બન્યું. ખેતી, ખાદી, ગ્રામોદ્યોગો, ગોપાલન, નયી તાલીમ, અસ્પૃશ્યતા નિવારણ, રાષ્ટ્રીય એકતા, સમરસ સમાજરચના વગેરે પ્રવૃતિઓનો આરંભ ગાંધીજીએ અહીંથી કર્યો💥

📑➖સત્ય અહિંસાની શોધ અર્થે સમર્પિત આશ્રમવાસીઓએ રાષ્ટ્રપિતાના માર્ગદર્શનમાં અહી સમૂહજીવનનો ઉચ્ચ આદર્શ ખડો કર્યો💥

📑➖આમજનતામાં તો 1930ની 12મી માર્ચે યોજાયેલ દાંડી-યાત્રાથી આશ્રમ વધુ યાદગાર છે. “સ્વરાજ વિના આશ્રમમાં પાછો ફરવાનો નથી” એવી પ્રતિજ્ઞા કરીને ગાંધીજીએ આશ્રમમાં રહેતા 14 પ્રાંતોના 78 આશ્રમવાસીઓ સાથે પગપાળા ઐતિહાસિક દાંડીયાત્રાનો આરંભ કર્યો💥

📑➖એ રાષ્ટ્રીય જાગૃતિમાં 60,000 જેટલા સત્યાગ્રહીઓએ જેલો ભરી દીધી.લોકોની માલમિલકત જપ્ત થઈ. એમની સહાનુભૂતિમાં ગાંધીજીએ આશ્રમને વિખેરી દેશભરમાં આશ્રમવાસીઓને પોતાના સેવાક્ષેત્રોમાં સઘન સેવા કરવા પ્રેરણા આપી. આશ્રમવાસીઓની ધરપકડો થઈ. આશ્રમભૂમિ નિર્જન બની💥

📑➖છેલ્લા એક સૈકાની સાબરમતી આશ્રમની સફર અને કાર્યપ્રણાલી ઉપર નજર નાખીએ તો આશ્રમ દેશ અને વિદેશના લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે💥

📑➖સાબરમતી આશ્રમમાં ચાલતી વિવિધ પ્રવૃતિઓમાં ગાંધીજીના માર્ગદર્શન હેઠળ કન્યાકેળવણી,
પશુપાલન,
ખાદીઉત્પાદન
અને સંવર્ધન ઉપરાંત ગૃહઉદ્યોગની ગતિવિધિઓ શરુ કરવામાં આવી હતી💥

📑➖આજે આશ્રમમાં ગૌશાળા છે જેમાં 450થી પણ વધુ ગાયોની સેવા-સુશ્રુષા થાય છે તો કન્યાકેળવણીને પણ અહી પ્રોત્સાહન અપાઈ રહ્યું છે. સાથોસાથ ખાદી અને ગ્રામોદ્યોગ વણાટ-કામ જેવા સાબુ ઉત્પાદન, ફર્નીચર બનાવા જેવી વિવિધ પ્રવૃત્તિથી આશ્રમ આજે પણ ગાંધી ચિંધ્યા માર્ગે કાર્યરત છે💥

📑➖સાબરમતી આશ્રમની ઉજવણી અત્યંત સાદગીપૂર્ણ થશે તેમ જણાવતા ‘અપના ગુજરાત’  સાથેની વિશેષ વાતચીતમાં સેક્રેટરી અમૃતભાઈ મોદીએ જણાવ્યું હતું કે ગાંધીજીના પૌત્ર ગોપાલ કૃષ્ણ ગાંધીના હસ્તે વૃક્ષારોપણ ઉપરાંત ‘મારું જીવન એ જ મારો સંદેશ’ નામક એક ગેલેરીનો પણ શુભારંભ કરવામાં આવશે💥

📑➖ આ ઉપરાંત સર્વધર્મ પ્રાર્થના, પ્રાસંગિક પ્રવચનો, ‘લેટર ટુ ગાંધી’ ગ્રંથ વિમોચન, ગોપલ કૃષ્ણ ગાંધીનું વક્તવ્ય તથા ‘ચરખા ગેલેરી’નો લોકાર્પણ કરવામાં આવશે💥

📑➖માત્ર 2 જ કલાકના સમારોહની પુર્ણાહુતી સુશ્રી વિદ્યા રાવની સંગીત સંધ્યા સાથે થશે💥

💥 *જ્ઞાન કી દુનિયા* 💥

📮💥💥💥💥💥💥📮

 

No comments:

Post a Comment