Tuesday 20 June 2017

👳🏼 *કવિ પૂજાલાલ* 👳🏼

👳🏼👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👳🏼

📡 *૧૭ જૂન*
👳🏼 *કવિ પૂજાલાલ* 👳🏼
                       
📮➖મહર્ષિ શ્રી અરવિંદના પૂર્ણયોગના સાધના સાથે નિરંતર કાવ્યસાધના કરનાર આધ્યાત્મિક ગુજરાતી કવિ પૂજાલાલનો જન્મ તા. ૧૭/૬/૧૯૦૧ના રોજ પંચમહાલ જિલ્લાના ગોધરામાં થયો હતો.

📮➖તેમનું મૂળ વતન ખેડા જીલ્લાનું નાપા ગામ હતું.

📮➖પિતાનુંનામ રણછોડદાસ દલવાડી હતું. 

📮➖પ્રાથમિક શિક્ષણ ગોધરામાં જ પ્રાપ્ત કર્યું.

📮➖ શ્રી અરવિંદ ના પ્રબળ આકર્ષણથી તેઓ પોંડિચેરી આશ્રમ નિવાસી બન્યા હતા.

📮➖એમની કવિતા ઉપર બળવંતરાયના પ્રબળ પ્રભાવ જોવા મળે છે.

📮➖તેમણે ઈ.સ. ૧૯૩૯માં *‘ પારિજાત’* પ્રશિષ્ટસંસ્કૃતિ નિરૂપણની અસર ઝીલતાં કાવ્યસંગ્રહ પ્રગટ કર્યો હતો.

📮➖ *‘ પ્રભાત ગીત’* , *શ્રી અરવિંદ વંદના’* અને ત્યારપછી પણ *‘સાવિત્રીપ્રશસ્તિ’* માં શ્રી *અરવિંદપ્રશસ્તિ* ‘ ના કાવ્યો આપનાર આ કવિએ *‘ જપમાળા’, ‘ ગીતિકા’,’ શુભાવરી’, ‘ આરાધિકા’, ‘ મા ભગવતી’* ના કાવ્યોનો સંયુક્ત સંચય *‘ મહાભગવતી’* પ્રગટ કર્યો હતો.

📮➖આ ઉપરાંત બાળકો અને કિશોરકાવ્યો, ‘ કીશોર્કુંજ’, કિશોરકાનન’ અને કિશોરકેસરી’ જેવા સંગ્રહો આપ્યા .

📮➖આઠમાં દાયકામાં અધ્યાત્મક અને વિરભાવના મુક્તકો દુહાઓના એમના સંગ્રહો છે.

📮➖વૈજયંતી થી આરંભી ‘ દુઃખગાથા ‘ સુધીના કાવ્યસંગ્રહોમાં રાષ્ટ્રપ્રેમ અને અધ્યાત્મક ભાવની અભિવ્યક્તિ કરી છે.

💥🦋 *સમીર પટેલ* 🦋💥

No comments:

Post a Comment