Tuesday 20 June 2017

💭 *પી. ખરસાણી* 💭

🦋👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🦋

🎙 *૧૯ જૂન જન્મ* 🎙
💭 *પી. ખરસાણી* 💭
                         
📮➖કલાજગતનો વડલો અને ગુજરાતી રંગભૂમિના પીઢ કોમેડિયન કલાકાર પી. ખરસાણીનો જન્મ તા. ૧૯/૬/૧૯૨૬ના રોજ કલોલના ભાટવાસમાં થયો હતો.

📮➖તેમનુ મૂળ નામ પ્રાણલાલ ખરસાણી હતું.

📮➖પિતાનું નામ દેવજીભાઈ ખરસાણી અને માતાનું નામ વાલીબા હતું.

📮➖તેઓ આજીવન પી. ખરસાણી તરીકે ઓળખાતા હતા.

📮➖પી. ખર્સાલી માત્ર ગુજરાતી ફિલ્મો જ નહી પરંતુ નાટકોમાં ય પોતાની અમીટ છાપ મૂકી છે.

📮➖તેમને ચિત્રકલામાં ખૂબ જ શોખ હતો અને ચિત્રકલા જ તેમને રંગમંચ સુધી દોરી ગઈ હતી.

📮➖અભિનેતા તરીકે કામ કરતાં પહેલાં રંગભૂમિના પ્રેમથી આકર્ષાઈ મેક-અપ આર્ટીસ્ટ તરીકે કામ કર્યું.

📮➖આ ઉપરાંત ચાની લારીમાં ,ઓફિસમાં કારકુન, રસોઈયા, દરજીકામ, લાઈટ મંડપ ડીઝાઈન જેવા અનેક કામો કર્યા હતા.

📮➖ઈ.સ. ૧૯૪૬માં તેમનું પ્રથમ નાટક ‘ રક્ષાબંધન’માં અભિનય કર્યો. અને એમણે પોતાની એકટર તરીકેની ઓળખ પ્રસ્થાપિત કરી દીધી.

📮➖ત્યારપછી ક્યારેય પાછું વાળીને જોયું નથી.  નાટક જ એમને ફિલ્મો સુધી લઇ ગયું.

📮➖ગુજરાતી ફિલ્મોના સુવર્ણકાળમાં તેમણે  *‘ વાલો નામોરી’, ‘ નારી તું નારાયણી’, ‘ ગોરલ ગરાસણી’, ઘર દીવડી’, ‘ ભાથીજી મહારાજ’, ‘ હાલો ભેરૂ ગામડે’ અને ‘ લાખો ફુલાણી’* જેવી અનેક સુપરહીટ ફિલ્મોમાં યાદગાર અભિનય આપ્યો હતો.

📮➖ તેમની વિશિષ્ઠ તળપદી બોલી, સદાય હસતો હસાવતો ચહેરો કોમેડિયન તરીકે ભારે લોકચાહના મેળવી હતી.

📮➖ તેમણે ૧૦૦ થી વધુ નાટકોમાં શો કરેલા તે પછી સ્વતંત્રરીતે પણ ૫૦૦ થી વધુ શો કરેલા.

📮➖ તેમના નાટકો જોવા અમદાવાદની મિલના શેઠિયાઓ ગાડીયોની લાઈન લગાવતા હતા.

📮➖તેમણે ઈ.સ. ૧૯૫૮ થી ૨૦૦૮ સુધી ફિલ્મો કરી હતી. તેમણે ફિલ્મો અને નાટકોમાં એક સાથે સતત કામ કાર્ય હતું.

📮➖ગુજરાતી ફિલ્મોમાં શિષ્ટ હાસ્યના યાદગાર પાત્રો આપ્યા હતા.

📮➖સ્ટેજની તમામ બાબતો વિષે તેમણે જાણકારી જ નહી પણ માસ્ટરી હતી.

📮➖જયશંકર સુંદરીથી લઈને ઓજસ ઠક્કર સુધી દરેક દિગ્દર્શક સાથે તેમણે કામગીરી કરી હતી.

📮➖પી. ખરસાણી દાદાજીનો રૂઆબદાર રોલ કરે અને નાટકના અંતમાં દાદાજીનું અવસાન થાય ત્યારે અડધા હોલના પ્રેક્ષકો તો રડતા હોય એ પછી થોડાક લોકો લોકો ખરસાણી દાદાને મળવા આવ્યાને વિનંતી કરી કે આટલું શાનદાર પાત્ર નાટકના અંતમાં મારી જાય છે તે પ્રેક્ષક તરીકે અમને પસંદ નથી આવતું. એટલે નાટકનો અંત બદલાવો જોઈએ.

📮➖ત્યારપછી પી.ખરસાણીએ આ અંત બદલી નાખ્યો એ ત્યારપછી નાટકમાં જ્યાં પણ ભજવાયું ત્યાં દાદાજીનું પાત્ર જીવંત જ રાખ્યું.

📮➖ તેમણે હંમેશા સમયની કિંમત સમજતા હતા. તેઓ વટથી કહેતા કે એમને જીંદગીમાં ક્યારેય કોઈનો સમી બગાડ્યો નથી અલબત એમને પોતાના હાસ્યના માધ્યમથી હંમેશા લોકોના સમયને સુધાર્યો ને સંવાર્યો છે.

📮➖ રન્મંચ અને ફિલ્મોમાં કલાની હરતી ફરતી યુનિવર્સિટી સમાન પી. ખરસાણીનું તા. ૨૦મી મે ૨૦૧૬ને શુક્રવારની સાંજે ૫.૧૪ કલાકે અમદાવાદમાં અવસાન થયું.

📡 *જ્ઞાન કી દુનિયા* 📡

No comments:

Post a Comment