Thursday 23 August 2018

*😓👉 રજની વ્યાસનું નિધન😓*

*🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻*

*😓👉 રજની વ્યાસનું નિધન😓*

*જાણીતા ચિત્રકાર અને સાહિત્યકાર રજની વ્યાસનું અવસાન*

*ગુજરાતના જાણીતા ચિત્રકાર અને અનેક ગ્રંથોના સર્જક રજની વ્યાસનું 22 ઓગસ્ટ, 2018, રાત્રે સવા નવ વાગ્યે 85 વર્ષની વયે દુઃખદ અવસાન થયું છે*.
*‘નવચેતન’ સામયિકના તંત્રી તરીકે તેમ જ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના ‘બાળવિશ્વકોશ’ના કલા-નિર્દેશક તરીકે કાર્યરત રજની વ્યાસે ગુજરાતનાં વિવિધ દૈનિકોમાં વર્ષો સુધી કલાવિભાગ સંભાળ્યો હતો. લેખક અને ચિત્રકાર તરીકે એમણે ગુજરાતી બાળસાહિત્યમાં દોઢસોથી વધુ ચિત્રોમય પુસ્તકોનું સર્જન કર્યું. ‘ગુજરાતની અસ્મિતા’, ‘ગરવા ગુજરાતી’, ‘વિશ્વજ્ઞાનકોશ’, ‘એક સો અગિયાર ગુજરાતીઓ’, ‘2000 મિલેનિયમ ફ્લેશબેક’ જેવાં અત્યંત કલાસભર અને માહિતીપ્રદ ગ્રંથો એમણે પ્રગટ કર્યાં. વર્ષો પૂર્વે એમણે ગુજરાતી સાહિત્ય વિશે ‘સરસ્વતીને તીરે તીરે’ અને ગુજરાતનાં મહત્ત્વનાં સ્થળો વિશે ‘ગુણિયલ ગૂર્જર દેશ’ નામના બે વિડિયો તૈયાર કર્યાં હતા. જેણે ગુજરાતના સાહિત્ય, કલા અને સંસ્કૃિતનો ગુજરાત અને અન્ય દેશોમાં પણ પ્રસાર કર્યો*.
*જે. જે. સ્કૂલ ઓફ આર્ટ્સમાં કલાનું શિક્ષણ પામેલા રજની વ્યાસે બ્રિટનની ગુજરાતી લિટરરી એકેડેમીના નિમંત્રણથી બ્રિટનનો પ્રવચન-પ્રવાસ કર્યો હતો અને ત્યાર બાદ નોર્થ અમેરિકાની ગુજરાતી લિટરરી એકેડેમીના નિમંત્રણથી ગુજરાતી ભાષા, સાહિત્ય અને સંસ્કૃિત વિશે અમેરિકા અને કેનેડામાં વ્યાખ્યાનો આપ્યાં હતાં. ગુજરાતી સાહિત્યના અનેક ગ્રંથોના મુખપૃષ્ઠ એમની કલાથી શોભાયમાન બન્યાં હતાં. ‘બુલબુલ’ અને ‘રમકડું’ જેવાં બાળસામયિકોનું તંત્રીપદ એમણે સંભાળ્યું હતું*.

*'ગુજરાતી સાહિત્ય અકાદમી' રજની વ્યાસની સ્મૃિતને સહૃદય વંદના કરે છે.*

No comments:

Post a Comment