Friday, 10 March 2017

💐સુજાતા મહેતા🌷

💐સુજાતા મહેતા🌷

March 11
                
🐠ગુજરાતી રંગમંચ અને હિન્દી ફિલ્મની સુપ્રસિદ્ધ અભિનેત્રી સુજાતા મહેતાનો જન્મ તા. ૧૧/૩/૧૯૫૯ના રોજ નવસારીમાં થયો હતો.

🐠તેમના પિતા પ્રહલાદરાય સ્વાતંત્ર્યસેનાની  અને માતા રેખાબહેન મનોવિજ્ઞાન વિષય સાથે સ્નાતક થયા હતા. તેમનો પરિવાર અભિનય સંસ્કારો ઝીલીને તેમણે બાળપણથી જ તેઓ રંગભૂમિ પર અભિનય કરવા પ્રેરાયા હતા.

🐠 માત્ર ૧૩ વર્ષની વયે અંગેજી નાટક ‘ વેઇટ અન્ટીલ  ડાર્ક’માં તેમણે અંધ છોકરીની ભૂમિકા કરી હતી. આઈ.એન.ટી.ના બાળનાટકમાં તેમ જ હિન્દી વિડીયો ફિલ્મોમાં અભિનય કર્યો.

             
🐠  મુંબઈની રંગભૂમિ તેમણે માટે તાલીમશાળા બની રહી પોતાના કાર્યમાં ઊંડા રસ અને નિષ્ઠાએ તેમણે અભિનય સમૃધ્ધ  બનાવ્યા.

🐠કાંતિ મડીયાના ‘ અમે બરફના પંખી’માં યાદગાર અભિનય આપ્યો હતો. ઉપેન્દ્ર ત્રિવેદી સાથે ‘ પેરેલિસિસ’ માં દૂરદર્શનના ટીવી નાટકોમાં તેમ જ પ્રવીણ જોશીના આઈ.એન.ટી.માં પણ યાદગાર અભિનય આપ્યો હતો. ‘ ચિત્કાર’ નાટકમાં તેમનો અભિનય ચિરકાલીન સ્મરણીય બની રહ્યો.

🐠 દૂરદર્શનની શરદબાબુની ‘ શ્રીકાંત’ નવલકથા પર આધારિત શ્રેણીમાં રાજ્લક્ષ્મીનું પાત્ર જેવા અનેક અવિસ્મરણીય પાત્રો તેમણે સફળતાપૂર્વક ભજવ્યા હતા.

🐠સુજાતાએ હિન્દી ફિલ્મ ‘ પ્રતિઘાત’માં યાદગાર ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત કેતન મહેતાની ‘ સરસ્વતીચંદ્ર’ ઉપરાંત હિન્દી ફિલ્મોમાં અભિનય કરી યશ પ્રાપ્ત કર્યો છે.

💐એચ.ટી.પારેખ📚

💐એચ.ટી.પારેખ📚
March 10
                                                  

  ભારતના ઔદ્યોગિક અને નાણાંકીયક્ષેત્રના અગ્રણી વહીવટકર્તા હસમુખભાઈ ટી. પારેખનો જન્મ તા. ૧૦/૩/૧૯૧૧ના રોજ સુરત પાસેના રાંદેરમાં  થયો હતો. પિતાનું નામ ઠાકોરભાઈ હતું.

તેમણે ઈ.સ. ૧૯૩૩માં મુંબઈ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્ર વિષય સાથે બી.એ.ની પરીક્ષા પ્રથમ વર્ગમાં પાસ થયા.

ઈ.સ. ૧૯૩૬માંલંડન સ્કૂલ ઓવ ઇકોનોમિક્સમાં બેન્કિંગ અને નાણાશાસ્ત્રના વિષય સાથે બી.એસ.સી. થયાં.

ઈ.સ. ૧૯૩૭મ મુંબઈની શેરદલાલની એક પ્રતિષ્ઠિત પેઢીમાં જોડાયા તે જ સમય દરમિયાન તેમણે મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં અર્થશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે સેવાઓ આપી.

ઈ.સ. ૧૯૫૬માં તેમની નિમણૂક ભારતીય ઔદ્યોગિક ધિરાણ અને રોકાણ નિગમ લિમિટેડ માં નાયબ જનરલ મેનેજર ઈ.સ. ૧૯૬૯મ નાયબ ચેરમેન અને મુખ્ય સંચાલક તરીકે અને ઈ.સ. ૧૯૭૨માં નિયામકમંડળના ચેરમેનપદે કરવામાં આવી.

જુન ૧૯૭૮માં તેમણે ચેરમેનપદેથી નિવૃત્તિ સ્વીકારી. ઈ.સ. ૧૯૭૭માં તેમણે હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઈનાન્સ કોર્પોરેશન લિ. ની સ્થાપના કરી.

જેનો હેતુ જરૂરિયાતમંદને પોતાની માલિકીનું રહેઠાણ કરવાની આકાંક્ષા સંતોષવામાં નાણાકીય સહાય પૂરી પાડવાનો હતો.

હસમુખભાઈને આર્થિક વિકાસ , ઔદ્યોગિક ધિરાણ,મૂડીબજાર વગેરે વિષયોમાં ઊંડો રસ હતો. તેમણે આંતરરાષ્ટ્રીય નાણાંભંડારમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્ય હતું.

વિકાસલક્ષી દેશોની આર્થિક પ્રગતિ અને ઓદ્યોગિક વિકાસ માટેના આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિમંડળોમાં તેમણે ભાગ ભજવ્યો હતો.

તેઓ અનિલ સ્ટાર્ચ પ્રોડકસ લિ., અટીક ઇન્ડસ્ટ્રીઝ લિ., ચોકસી ટ્યૂબ કું, કેલ્વીનેટર ઓવ ઇન્ડીયા લિ. , મફતલાલ ઇન્ડસ્ટ્રીઝ લિ. વગેરેના નિયામકપદે સેવા આપી હતી. તેમણે અનેક પુસ્તકો પણલખ્યા છે.

ઈ.સ. ૧૯૮૩માંઇન્સ્ટીટયુટ ઓવ ફાઈનાન્શિયલ મેનેજમેન્ટ એંજ રિસર્ચની સ્થાપનામાં અગ્રભાગ લેવા બદલ સંસ્થાના ગ્રંથાલયનું  ‘ એચ.ટી.પારેખ ગ્રંથાલય ‘ નામકરણ કર

Wednesday, 8 March 2017

💐નવલરામ પંડ્યા💐

💐નવલરામ પંડ્યા💐

                   

🍎    ગુજરાતી સાહિત્યના આદ્ય વિવેચક,નાટ્યકાર, કવિ અને નિબંધકાર નવલરામ પંડ્યાનો જન્મ તા.૯/૩/૧૮૬૮ ના રોજ સુરતમાં થયો હતો.

🍎 પિતાનું નામ લક્ષ્મીરામ અને માતાનું નામ નંદકોર હતું. તેઓ જ્ઞાતિએ વિસનગરા નાગર બ્રાહ્મણ હતા. તેમણે ઈ.સ.૧૮૫૩માંમેટ્રીકની પરીક્ષા પાસ કરી. તેઓ ગણિતમાં ખૂબ જ હોંશિયાર હતા.

🍎ઈ.સ.૧૮૫૪ થી સુરતની અંગ્રેજી હાઈસ્કૂલમાં મદદનીશ શિક્ષકબન્યા ત્યારપછી ઈ.સ. ૧૮૬૧ થી ડીસાની એંગ્લો વર્નાક્યુલર સ્કૂલના મુખ્યશિક્ષક તરીકે સેવા આપી ઈ.સ.૧૮૭૦ થી અમદાવાદનીટ્રેનિંગ કૉલેજના વાઈસ-પ્રિન્સિપાલ અને ઈ.સ.૧૮૭૬ થી રાજકોટની ટ્રેનિંગ કૉલેજનાપ્રિન્સિપાલ તરીકે કામગીરી કરી. ‘ગુજરાત શાળા પત્ર’ના તંત્રી. બાળવિવાહનિષેધક મંડળીના મંત્રી તરીકે રહ્યા.વૈદ્ય ‘નિર્દભકર આનંદકર’ તેમના ઉપનામ હતા.

                 
🍎    ગુજરાતી સાહિત્યને પોતાની પૂરી શક્તિથી સમૃદ્ધ બનાવવા મથામણ કરી હતી. ‘ ભટ્ટનું ભોપાળું’ નામનું નાટક મૂળ ફ્રેંચ નાટકનું વેશાંતર હોવા છતાં મૂળ કૃતિ જેટલું જ લોકપ્રિય બન્યું છે.

🍎આ ઉપરાંત ‘ વીરમતી’ નાટક પણ તેમણે રચના કરી હતી. ગુજરાતી સાહિત્યની પ્રથમ નવલકથા ‘ કરણઘેલો’ ના વિવેચનથી ગ્રંથ વિવેચનનો પ્રારંભ કર્યો હતો. ‘ ગુજરાત શાળાપત્ર’ના તેઓ તંત્રી હતા.

🍎‘ બાળલગ્ન બત્રીસી  અને બાળ ગરબાવલી’માં સમાજ સુધારણાલક્ષી  કવિતા તેમણે આપી છે. ‘ મેઘદૂત’નું ભાષાંતર પણ તેમણે કર્યું છે.        

🍎અર્વાચીન સાહિત્યના આરંભકાળે સ્વસ્થ , કર્તવ્યનિષ્ઠ વિવેચના મારફતે તેમણે ગુજરાતી વિવેચનનો પાયો નાખ્યો. તેઓ પંડિત , કવિ, વિવેચક અને ચિંતક હતા એમ કહીને નરસિંહરાવ દિવેટીયાએ યોગ્ય જ મૂલ્યાંકન કર્યું છે.

🍎તેમની વિવેચનાને ‘ મધુકરનો ગુંજારવ’ તરીકે ઉચિત રીતે જ ઓળખાવાઈ છે. એમણેપ્રેમાનંદકૃત ‘કુંવરબાઈનું મામેરું’ (૧૮૭૧)નું સંપાદન પણ કર્યું છે.

🍎એમના સમગ્રસાહિત્યનું સંકલન કરીને  ગોવર્ધનરામે‘નવલગ્રંથાવલિ’ (૧૮૯૧) નામે સંપાદન કર્યું છે.

🍎નવલરામ પંડ્યા સાતમી ઓગસ્ટ ૧૮૮૮ના રોજ અવસાન થયું હતું.

*💭💭તિર્થગામ / પાવનગામ યોજના💭💭*

*💭💭તિર્થગામ / પાવનગામ યોજના💭💭*

*➖⚪ઉદેશો:-*

*➖🌷રાજ્યના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં રહેતા લોકો વચ્‍ચે પરસ્‍પર સદ;ભાવના વધુ પ્રબળ બને, ગામમાં એકતા જળવાય, ટંટો ફરિયાદ ન રહે અને ગામનો સર્વાંગી વિકાસ થાય તેવા ગામલોકોના પ્રયાસોને ઉત્તેજન આપતી યોજના એટલે તીર્થગામ યોજના.*

*➖🌷આ અંગે તિર્થગામ તરીકે જાહેર થનાર ગામને ૨.૦૦ લાખનું પ્રોત્સાહક અનુદાન અને પાવનગામ તરીકે જાહેર થનાર ગામને એક લાખનું પ્રોત્સાહક અનુદાન .*

*➖🌷સને : ૨૦૦૪-૦૫ થી યોજનાનું અમલીકરણ શરૂ થયું. તીર્થગામ/ પાવનગામ માટે નું પ્રોત્સાહક અનુદાન મેળવવાના ધોરણો નીચે પ્રમાણે છે.*

*➖🌷છેલ્લા પાંચ વર્ષમાં એકપણ ફોજદારી ગુન્હો નોંધાયેલ ન હોય તેને તીર્થગામ અને છેલ્લા ત્રણ વર્ષમાં એકપણ ફોજદારી ગુન્હો નોંધાયેલ ન હોય તો તેને પાવનગામ જાહેર કરવાની મુખ્ય જોગવાઇ છે.*

*➖🌷તે ઉપરાંત સમરસગામ, સ્વચ્છતા, કન્યાકેળવણી નો ઉંચો દર, ગામમાં દલિત અને આદિજાતિ વિસ્તારમાં ગામમાં અન્ય વિસ્તારો, જેવી જ પ્રાથમિક સુવિધાઓ, જળસંચય ની જાગૃતતા, જેવી મહત્વની બાબતોમાં ગામની સ્થિતિ આધારિત માર્ક ના આધારે પસંદગી સમિતિ દ્વારા જાહેર કરવાની જોગવાઇ છે. યોજનાના ઝડપી અને અસરકારક અમલ માટે તાલુકા કક્ષાએ પ્રાંત અધિકારી ની અધ્યક્ષતા માં પસંદગી સમિતિ દ્વારા નિર્ણય કરવામાં આવે છે.*

Tuesday, 7 March 2017

💃આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ💃

💃આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ💃

March 8

💃નારી તું નારાયણી, સ્ત્રી એટલે કરુણા, સહનશીલતાની મૂર્તિ, આદર્શ ગૃહિણી, સ્ત્રી એટલે માતા… આવા અનેક વિશેષણોથી સ્ત્રીને ગૌરવાન્વિત બનાવવામાં આવે છે. સંસ્કૃત સુભાષિતમાં પણ કહ્યું છે કે,

🙋યત્રનાર્યસ્તુ પૂજયન્તે રમન્તે તત્ર દેવતા – જ્યાં સ્ત્રીઓની પૂજા (સન્માન) થઈ છે ત્યાં દેવતાઓ આનંદ પામે છે જ્યાં એનું સન્માન થતું નથી ત્યાં સઘળી  ક્રિયા નિષ્ફળ જઈ છે. આમ પ્રાચીન સમયથી જ સ્ત્રીને ગૌરવની વાત પર ભાર મૂકવામાં આવ્યો છે. પ્રાચીનકાળથી અર્વાચીન કાળ સુધી સૌએ સ્ત્રી વિષે ચિંતન જરૂર કર્યું  છે.

💆 એક સમયે  સ્ત્રી અબળા કહેવાતી  સ્ત્રીનું સ્થાન ઘરની દીવાલોમાં હતું. એને બાળકો અને પરિવાર જ સાચવવાનો હતો, પણ હવે સ્ત્રી અબળામાંથી સબળા બની છે. ઘરની ચાર દીવાલમાંથી બહાર નીકળી વિકાસ કરતી વિશાળ આકાશમાં ઉડ્ડયન કરી રહી છે.

😎સર્વપ્રથમ ઈ.સ. ૧૯૧૦માં ડેન્માર્કના કોપનહેગન    શહેરમાં સ્પેશિયા લીસ્ટ ઇન્ટરનેશનલની મીટીંગમાં સ્ત્રીઓને સમાનતા અને સાર્વગિક મતાધિકાર અપાવવાની માગણી કરવામાં આવી.

🙅ઈ.સ. ૧૯૧૪માંઆઠમી માર્ચે મહિલાઓએ યુરોપમાં રેલી કાઢીને આંતરરાષ્ટ્રીય મહિલા દિન મનાવ્યો હતો. 

👰સંયુક્ત રાષ્ટ્રસંઘે વર્ષ ૧૯૭૫નાં વર્ષને ‘ મહિલા વર્ષ’ ત્તરીકેજાહેર કર્યું હતું.

*Akki*

*ઋગ્વેદ*

*ઋગ્વેદ*

🌹 અતિ પ્રાચીન ગ્રંથ છે. સંસ્કૃતની સાહિત્યીક ભાષામાં લખાયેલ છે

🌹 10 મંડળ,1028 સુકતો,10580 ઋચાઓમાં વિભાજીત છે

🌹જગતની ઉત્તપ્તિ અંગેના નાસદીય સુક્તનો ઉલ્લેખ ૠગ્વેદ માં છે

🌹 સૂર્યની ઉપાસના માટેનો ગાયત્રીમંત્ર કે જેની રચના વિશ્વામિત્ર ઋષિએ કરેલી છે. તેનો ઉલ્લેખ ત્રીજા મંડળમાં છે.

🌹 10 માં મંડળમાં પુરુષ સુક્તમાં વર્ણવ્યવસ્થા (બ્રહ્મમણ,ક્ષત્રિય,વૈશ્ય,શુદ્ર)નો ઉલ્લેખ છે.

🌹 મનુભાઈ પંચોલી (દર્શક) એ ૠગ્વેદને આર્યોની જનજીવનની આરસી કહી છે
〰〰〰〰〰〰〰〰〰〰
📡✍🏻🅿♈®✍🏻📡

Monday, 6 March 2017

*💭સુરેન્દ્રનગર જિલ્લો💭*

*_➖➖➖➖➖➖➖➖_*

*પોસ્ટ બાય……*
          *જી.કે એન્ડ આઈક્યૂ ટેસ્ટ*

*_➖➖➖➖➖➖➖➖_*

*💭સુરેન્દ્રનગર જિલ્લો💭*

*🗯➖સુરેન્દ્રનગર જિલ્લાની રચના 1 મે, 1960ના રોજ કરવામાં આવી હતી*

*🗯➖સુરેન્દ્રનગર જિલ્લામાં કુલ 10 તાલુકાઓ આવેલા છે.*

👆🏻👇🏻👆🏻👇🏻👆🏻👇🏻👆🏻👇🏻

😘: *💭સુરેન્દ્રનગર જિલ્લામાં💭*

*➖🗯વઢવાણ ભોગાવો,*
*➖🗯લીંબડી ભોગાવો,*
*➖🗯કંકાવતી,*
*➖🗯રૂપેણ,*
*➖🗯ફાલ્કુ*

*વગેરે નદીઓ આવેલી છે.*
👆🏻👇🏻👆🏻👇🏻👆🏻👇🏻👆🏻👇🏻

😘: *💭💭સુરેન્દ્રનગર જિલ્લાની વિશેષતા💭💭*

*➖🗯સુરેન્દ્રનગરના તરણેતરમાં ગુજરાતનો સૌથી મોટો લોકમેળો ભરાય છે.*

*➖🗯સુરેન્દ્રનગરના વઢવાણનાં 'મરચા' વખણાય છે*

*➖🗯ગુજરાતમાં સૌથી વધુ પાતાળ કૂવા સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા છે.*

*➖🗯નળ સરોવર અને કચ્છના નાના રણ વચ્ચેનો સુરેન્દ્રનગર જિલ્લાનો વિસ્તાર 'ઝાલાવાડ' તરીકે ઓળખાય છે.*
👆🏻👇🏻👆🏻👇🏻👆🏻👇🏻👆🏻👇🏻

😘: *💭લોકમેળા💭*

*➖🗯ભાદરવા સુદ ચોથ, પાંચમ અને છઠનો તરણેતરનો મેળો, તરણેતર*
*➖🗯અષાઢી બીજનો દૂધરેજનો મેળો, દૂધરેજ*
👇🏻👆🏻👇🏻👆🏻👇🏻👆🏻👇🏻👆🏻

😘: *💭સુરેન્દ્રનગર જિલ્લાના જોવાલાયક સ્થળોમાં💭*

*➖🗯વઢવાણ,*
*➖🗯વાઘેશ્વરી માતાનું મંદિર,*
*➖🗯 ચોટીલા,*
*➖🗯ત્રિનેત્રેશ્વર મહાદેવ,* *➖🗯થાનગઢ,*
*➖🗯સાયલા*

*વગેરેનો સમાવેશ થાય છે.*

*➖➖➖➖➖➖➖➖*
*તમારા બધા મિત્રોને આ પોસ્ટ મોકલો*
*➖➖➖➖➖➖➖➖*

😘: *💭અભયારણ્ય💭*

*➖🗯નળ સરોવર પક્ષી અભયારણ્ય, તા. લખતર*
*➖🗯 ઘુડખર અભયારણ્ય, તા. ધ્રાંગધ્રા*
👆🏻👇🏻👆🏻👇🏻👆🏻👇🏻👆🏻👇🏻