Thursday, 23 March 2017

🏵વિશ્વ ક્ષય નિવારણ દિન 🏵

🌻👆🏿👆🏿 માર્ચ  ૨૪ 👆🏿👆🏿🌻

🏵વિશ્વ ક્ષય નિવારણ દિન 🏵

🥀પ્રતિ વર્ષ ૨૪મી માર્ચ ‘ વિશ્વ ક્ષય દિન’ તરીકે વિશ્વભરમાં ઉજવણી કરવામાં આવે છે.

🥀૨૪ માર્ચ ૧૮૮૨માં જર્મની વૈજ્ઞાનિક ડૉ. રોબર્ટ કોકએ ટી.બી.ના જંતુ શોધ્યા હતા. તેની યાદમાં આ દિવસ ઉજવાય છે.

🥀અગાઉના સમયમાં આજના સમય જેટલું વિજ્ઞાન વિકસ્યું નહોતું અને તબીબી વિજ્ઞાના પણ આજની કક્ષાએ કાર્યરત નહોતું. ત્યારે કેટલાક જીવલેણ રોગોમાં મોટી સંખ્યામાં માનવમૃત્યું થતાં હતા.

🥀એ સમયમાં જેના નામ માત્રથી ભયભીત થવાતું તેવો ચિંતાજનક રોગ ક્ષયનો હતો જેને ટી.બીના નામે ઓળખવામાં આવતો હતો.

🥀આજે વિજ્ઞાના ટેકનોલોજીના અતિ આધુનિક વિકાસની સાથે તબીબી નિદાન સારવારના ક્ષેત્રે પણ ઘણી સારી શોધો થઇ છે. અને માનવજીવનને વધુ સ્વાસ્થ્યપૂર્ણ  નીરોગી, સલામત, દીર્ઘાયુ બનાવવાની દિશામાં સિદ્ધિ મેળવી શકાઈ છે.

🥀લોકશિક્ષણની સાથે જનજાગૃતિ વધી છે. રોગ થતાં પહેલાની સાવચેતી અપનાવવામાં આવે છે. અને થયેલા ગંભીર રોગને શરૂઆતના તબક્કે જ યોગ્ય સારવાર આપી શકાય છે.

🥀 વિશ્વ આરોગ્ય સંસ્થા ડબલ્યૂ એચ ઓ (WHO)દ્વારા વિવિધ રોગોની જાગૃતિ માટે વિવિધ પ્રચાર પ્રસાર કરે છે.

🥀 આપણા દેશમાં પ્રત્યેક દિવસે દર દોઢ મીનીટે એક માનવીનું મૃત્યું ટી.બી.ને કારણે થાય છે. અને ૪૦,૦૦૦થી વધુ વ્યક્તિઓ ચેપ મલાગતાં દરરોજ ૫૦૦૦ લોકો આ રોગનો ભોગ બંને છે.

🥀આ કારણે આપણા દેશમાં દર વર્ષે રૂ. ૧૨,૦૦૦ કરોડનું આર્થિક નુકસાન થાય છે.

🥀સમગ્ર વિશ્વમાં આ રોગને ઉગતો જ ડામવા માટે જાગૃતિના પ્રસાર માટે, એના નિયંત્રણ માટે વિવિધ સ્તરે કાર્ય કરવામાં આવિ રહ્યું છે.

🥀 પ્રત્યેક વ્યક્તિ સમાજના, રાજ્ય,રાષ્ટ્રના જવાબદાર અંગ તરીકે આ દિશામાં જાગૃત બંને તો જ સાચા અર્થમાં વિશ્વ ક્ષય દિનની ઉજવણી સાર્થક બને.

🥀 આ રોગ સામે એક પ્રકારની લડતનું આંદોલન જગાવવામાં આવ્યું છે. ગુજરાતમાં પણ આરોગ્ય તંત્ર દ્વારા આ અંગે ઘનિષ્ઠ કામગીરી કરવામાં આવે છે. અને વિવિધ પગલાં થકી આ રોગના ભોગ બનેલ વ્યક્તિઓને શોધી યોગ્ય સારવાર થકી તેમણે ક્ષયમુક્ત કરવામાં આવે છે.

🥀સરકારી આરોગ્ય સાથે સંકળાયેલ કર્મચારીઓ, તથા સ્વૈચ્છિક સંસ્થાઓ પોતાની નૈતિક જવાબદારીના ભાગરૂપે આ અભિયાનમાં જોડાયેલ છે.

🥀 ટી.બી.ની ગળફા તપાસ દ્વારા નિદાન અને ડોટ્સ પદ્ધતિની સારવાર બાબતે શ્રેષ્ઠ કામગીરી માટે *ગાંધીનગર* જિલ્લાએ આર.એન.ટી.સી.પી.ની કામગીરીમાં રાજ્ય કક્ષાનો એવોર્ડ એનાયત થયેલ છે.

🥀જાગૃત નાગરિક તરીકે આપણે પણ આસપાસમાં ક્યાંય પણ ક્ષયનો કોઈ દર્દી હોવાનું જણાય તો તેમના માટે યોગ્ય સારવાર ઉપલબ્ધ કરાવી આપણે સમાજની મોટી સેવા કરી શકીએ.

🎯સમીર પટેલ 🎯
🌺🏏જ્ઞાન કી દુનિયા 🏏🌺

📚📚🏆દિનકર જોષી🏆📚📚

:
📚📚🏆દિનકર જોષી🏆📚📚

"જે જે થતો પ્રાપ્ત ઉપાધિયોગ,
બની રહો એ જ સમાધિયોગ.”
–  પ્રેરક અવતરણ

👉🏻બહુ ચર્ચિત નવલકથા – ‘ પ્રકાશના પડછાયા’ ના સર્જક

👉🏻ગુજરાત સાહિત્ય અકાદમીએ 2017 નો ગૌરવ પુરસ્કાર શ્રી દિનકર જોશીને આપવાની જાહેરાત કરી છે.

👉🏻શ્રી જોશીની સુદીર્ઘ કારકીર્દી અને ભાષાંતર ક્ષેત્રે તેમણે કરેલ મહત્ત્વના પ્રદાન બદલ આ ગૌરવ પુરસ્કાર આપવામાં આવ્યો છે.

👉🏻રાજ્યના સાંસ્કૃતિક મંત્રીશ્રી રાજેન્દ્ર ત્રિવેદી

👉🏻📚📚• નવલકથા - શ્યામ એક વાર આવોને આંગણે, પ્રકાશનો પડછાયો, એક ટૂકડો આકાશનો (નર્મદના જીવન પર આધારિત), ખેલો રે ખેલ ખુરશીના (કટોકટી કાળ આધારિત), અગીયારમી દિશા, ૩૫ અપ ૩૬ ડાઉન, પ્રતિનાયક, પ્રશ્નપ્રદેશની પેલે પાર, સમી સાંજના પડછાયા, અ-મૃતપંથનો યાત્રી, અમૃતયાત્રા, મહામાનવ સરદાર ઈત્યાદિ.

• વાર્તાસંગ્રહો - સરવાળાની બાદબાકી, વગડાઉં ફૂલ, વ.

• સંપાદન - મહાભારતના ૨૦ ગ્રંથો, સ્વામી આનંદના પત્રો તથા નિબંધોના ૪ ગ્રંથો, ઈત્યાદિ

• અભ્યાસ ગ્રંથો - મહાભારતમાં માતૃવંદના, મહાભારતમાં પિતૃવંદના, રામાયણમાં પાત્રવંદના, ચક્રથી ચરખા સુધી, કૃષ્ણં વંદે જગદ્ ગુરુમ્, ગાંધીજીની ગીતા : હિન્દ સ્વરાજ

• અંગ્રેજી - Glimpses Of Indian Culture, Αn Etertnal Journey, Quaid Azam Mohmmad Ali Jinnah, Mahatma Vs Gandhi, Sardar, The Sovereign Saint તથા હિન્દી, મરાઠી, તેલુગુ, તમિળ, કન્નડ, મલયાલમ, ઓરિયા, બંગાળી અને જર્મન ભાષાઓમાં કુલ ૫૨ ગ્રંથો (અનુવાદિત)

👉🏻👑સન્માન
🏅• ગુજરાત રાજ્ય સાહિત્ય અકાદમી પુરસ્કારો

🎖• ગુજરાત સાહિત્ય પરિષદ - ઉમા- સ્નેહરશ્મિ પારિતોષિક

🥇• મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી - જીવન ગૌરવ પુરસ્કાર

🏆• ગુજરાત રાજ્ય સાહિત્ય અકાદમી દ્વારા પાંચ વાર પુરસ્કાર.

🏆• ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા બે વાર પુરસ્કૃત.

🥈• ગુજરાત  થીયોસોફીકલ સોસાયટી દ્વારા મેડમ બ્લેવેટેસ્કી પારિતોષિક.

🥇• સંસ્કાર એવોર્ડ.

🥇• બૃહદ મુંબઈ ગુજરાતી સમાજ દ્વારા ગિરનાર એવોર્ડ.

👉🏻👍🏻‘સરદારવલ્લભાઇ પટેલે રજવાડાઓના વિલીનીકરણનું કાર્ય પાર પાડ્યું હતું અને રજવાડાઓના સાલિયાણા બાંધ્યા હતા. સરદાર વચનધ્ધ થયા બાદ પણ બંધારણીય જોગવાઇ ફેરવીને ફકત વીસ વર્ષમાં સાલિયાણા બંધ કરી દેવાયા ખરેખર મોટું પાપ છે.’ તેવો વસવસો જાણીતા સાહિત્યકાર દિનકર જોષીએ વ્યક્ત કર્યો હતો.

સરદાર પટેલના જીવન અને કાર્યોના પ્રખર અભ્યાસુ તેમજ ‘મહામાનવ સરદાર’ પુસ્તકના લેખક દિનકરભાઇ જોષી

Wednesday, 22 March 2017

🌻🌻 રોબર્ટ સી.ગેલો 🌻🌻

🏵🏵🌿 માર્ચ 23 🌿🏵🏵
🌻🌻 રોબર્ટ સી.ગેલો 🌻🌻

🌺🐝એક્વાયર્ડ ઈમ્યુનો ડેફીયન્સી સિન્ડ્રોમ ( એઈડ્ઝ) માટે જવાબદાર વિષાણું એચ.આઈ.વી .(હ્યુમન ઈમ્યુનો ડેફીયન્સી વાયરસ) જે માણસને રોગ પ્રતિકારક શક્તિ નાશ કરે છે.

🌺🐝આ એઈડ્ઝનો શિકાર બંને છે. આ દર્દી છેવટે ટી.બી., મલેરિયા જેવા સામાન્ય રોગોનો શિકાર બની મોતને ભેટે છે.

🌺🐝 એચ.આઈ.વી. વાયરસના શોધક રોબર્ટ સી.ગેલોનો જન્મ તા. ૨૩/૩/૧૯૩૭ના રોજ થયો હતો.

🌺🐝 તેઓ બાયોમેડીકલ સંશોધક હતા. ઈ.સ. ૧૯૫૯ માં તેમણે બી.એસ.સી.ની બાયોલોજીના વિષય સાથે ડીગ્રી મેળવી હતી.

🌺🐝ત્યારપછી ઈ.સ. ૧૯૬૩માં જેફરસન મેડીકલ કોલેજમાંથી એમ.ડી. થયા. આ ઉપરાંત મેડીકલ રેસીડન્સી એન્ડ ઇન્ટરશીપ શિકાગો યુનિવર્સિટીમાંથી પ્રાપ્ત કર્યું હતું.

🌺🐝તેઓ ઇન્સ્ટીટયુટ ઓફ હ્યુમન વાઈરોલોજીના સંસ્થાપક અને નિયામક હતા.

🌺🐝એઈડ્ઝના ચેપ માટે જવાબદાર જીવાણું શોધ્યા પહેલા ગોલોએ માણસોને કેન્સર થવા માટે જવાબદાર હ્યુમન લ્યુકેમિયા વાયરસ ( એચટીએલવી)ને સૌપ્રથમ ઓળખી બતાવ્યો હતો.

🌺🐝ઈ.સ. ૧૯૭૬માં તેમણે સાથી  સંશોધકોના સહયોગથી ‘ ઇન્ટરલ્યુકીનર’ની શોધ કરી હતી.

🌺🐝 કેન્સર અને ક્યારેક એઈડ્ઝના રોગમાં આ થેરાપીનો ઉપયોગ થાય છે.ઈ.સ.૧૯૮૬માં ગેલોની ટીમે કેટલાક નવા હ્યુમન હર્પીસ વાઈરસ શોધ કાઢ્યા.

🌺🐝 છેલ્લા ૨૫ વર્ષ કરતાં વધુ સમયમાં એચએલવી-૩ની શોધ સર્વપ્રથમ થઇ. પાછળથી આ વાઈરસ થકી રોઝીઓલા તથા વ્યાપકપણે થતાં સોરાઈસીસ થતો હોવાનું જણાવ્યું હતું.

🌺🐝ઈ.સ.૧૯૮૭માં એઇડ્સ  માટે લોહીનો ટેસ્ટ કરવાની પધ્ધતીના પેટન્ટ અધિકારો મળતા ફ્રાંસના સંશોધકોએ કાગારોળ મચાવી પરંતુ સમગ્ર માનવજાત માટે ખતરારૂપ રોગ સામે લડવાના વિવાદમાં બધાને નુકસાન થવાનું છે.

🌺🐝 એટલે તે સમયના અમેરિકન પ્રમુખ રોનાલ્ડ એગન અને ફ્રાન્સના પ્રમુખ ચિરાકે આ વિવાદમાં દખલગીરી કરી. એક સમારંભમાં તેમણે એઈડ્સના વાયરસની શોધને સંયુક્ત ગણાવી. બંને દેશના વૈજ્ઞાનિકોને પ્રતિષ્ઠાના હકદાર બનાવ્યા. અને આ વિષાણુઓ એચઆઈવી નામે ઓળખવા લાગ્યા.

🌺🐝કિશોરવસ્થામાં  હતા ત્યારે તેમની ૬ વર્ષની બહેન લ્યુકેમિયા-કેન્સરમાં અવસાન પામી હતી. ત્યારથી વિજ્ઞાન અને તબીબીશાસ્ત્રમાં એમને પ્રથમ રસ જાગ્યો.

🌺🐝તેમની તેમની બહેનની સારવાર કરનાર ડોકટરોમાં તેમના પર ખૂબ જ પ્રભાવ પડ્યો. અને તેમણે આ ભયંકર રોગનો ઈલાજ શોધવાની દિશામાં વૈજ્ઞાનિક શોધકાર્ય માટે સમર્પિત કરી દીધું.

💐🎯જ્ઞાન કી દુનિયા 🎯💐

🎆🎆*વિશ્વ જળ દિવસ*🎆🎆

🌊🌊🌊🌊🌊🌊🌊🌊
*વિશ્વ જળ દિવસ*
🌊💦🌊💦🌊💦🌊💦🌊
(સંપૂર્ણ માહિતી PDF)

🌊22 માર્ચના દિવસને વિશ્વમાં ‘વર્લ્ડ વોટર ડે’ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે વિશ્વમાં પાણાની વિવિધ સમસ્યાઓ અંગે વિશ્વમાં અનેક જુદા જુદા કાર્યક્રમો કરીને લોકોમાં પાણી પ્રત્યેની જાગૃતતા લાવવાનો પ્રયાસ કરવામાં આવે છે, તેમજ લોકોના જીવનમાં પાણીનું શું મૂલ્ય છે, તેને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવે છે.

🌊દર વર્ષે ૨૨ માર્ચ ના દિવસે વિશ્વ જળ દિવસ મનાવવામાં આવે છે. ર૦, માર્ચ, ૧૯૯૨ ના દિવસે બ્રાઝીલના રીયો ડી જાનેરો શહેરમાં ‘‘અર્થ સમિટ'' યોજાયેલ જેમાં સંયુક્‍ત રાષ્‍ટ્રના તમામ સભ્‍યોના રાષ્ટ્ર પ્રમુખ હાજર રહેલ હતાં. સમિટના છેલ્લા દિવસે એટલે કે ૨૨ માર્ચ ના રોજ પાણી સંબંધિત ઘોષણાપત્ર જાહેર થયેલ.

👉🏻In 2017, the theme is "Why waste water?"💧🙏🏻

🌊ભારત  દેશના ભુગર્ભ જળમાં ફ્‌લોરાઇડ, નાઇટ્રેટ, આર્સેનીક, લેડ, જેવા ઝેરી તત્‍વોનું પ્રમાણ વધતું જાય છે. જેના લીધે ભારતના અમુક રાજયોમાં અલગ અલગ રીતની બિમારીઓ વધતી જાય છે. .

🌊વિશ્વમાં ૧૦ વ્‍યક્‍તિઓમાં થી ૨ વ્‍યક્‍તિઓને પીવા માટેનું શુદ્ધ પાણી મળતું નથી.

💧⛱ વિશ્વમાં દર વર્ષે ૩ અબજ લીટર પાણીનું પ્‍લાસ્‍ટિકની બોટલમાં વેચાણ થાય છે. અને આ પ્‍લાસ્‍ટિકના ખાલી બોટલો નદિયો, જમીન અને તળાવો ને પ્રદુષિત કરે છે.

🌊મનુષ્‍ય ને પ્રતિદિન ૩ લીટર અને પશુઓને ૫૦ લીટર પાણીની જરૂરિયાત હોય છે.

🌊💦💧પૃથ્‍વી ગ્રહ પર ૭૦% થી વધુ ભાગ પાણીનો છે. જેમાં ૧ અબજ ૪૦ ઘન કિલોલીટર પાણી છે. પરંતુ પાણીની આ વિશાળ પ્રમાણમાં પીવાલાયક પાણીનું પ્રમાણ ખુબજ ઓછું છે. જેમાં ૯૭.૩% પાણી દરિયાનું પાણી સિમુદ્રીં છે જે ખારું હોય છે. ફક્‍ત ૨.૭% પાણી પીવાલાયક છે જેમાંનો ૭૫.૨% ભાગ ધ્રુવીય છેત્ર અને ૨૨.૬% ભૂગર્ભ જલના સ્‍વરૂપમાં છે. અને બાકીનું ભાગ ઝીલ, નદીઓ, કુવો, વાયુમંડળ બાષ્‍પ રૂપે જોવા મળે છે.

💧💦સાબરમતી નદીના કિનારે મુખશુદ્ધિ કરવા પૂ.ગાંધીજી રોજ માત્ર એક નાની લોટી જેટલું જ પાણી વપરાતા, એ જોઈ કોઈએ અમને પૂછ્યું:’બાપુ,આવડી મોટી નદીમાં પાણીની ક્યાં ખોટ છે તે તમે આવડો લોભ કરો?’ત્યારે મહાત્મા એ આપેલો જવાબ આજે આપણે પણ સમજવા જેવો છે,તેમણે કહ્યું કે “ભાઈ,આ નદી મારી એકલાની થોડી છે?પશુ,પંખી,જીવજંતુ,અન્ય મનુષ્યોનો પણ એના પર હક છે ને ભાગ છે.ને આમ પણ જો હું મારા હક કરતા એક પણ ટીપું વધુ લઉં તો હું ઈશ્વરનો ગુનેગાર જ ગણાઉ ને?”કહેવાનો મતલબ એ છે કે જીવનમાં કંજુસાઈ નહિ પણ કરકસર ખુબ જરૂરી અને અપનાવવા જેવો ગુણ છે.જો આપણે ખાસ કરીને પાણીની બાબતમાં આ ગુણ કેળવીએ તો પાણી બચાવોના અભિયાનો હાથ ન ધરવા પડે કે ન તો ભવિષ્યમાં પાણી બાબતે થનારા ત્રીજા મહાયુદ્ધની ચિંતા સેવવી પડશે. તમામ જીવ સૃષ્ટિ પાણીમાં જ ઉદભવી છે એ તો નિર્વિવાદ સત્ય છે.

💦🌊🌎આજે વૈજ્ઞાનિકો પૃથ્વી સિવાયના અન્ય ગ્રહો પર જીવસૃષ્ટિ શોધવા માટેના સંશોધનોમાં પ્રથમ પાણીની શોધને પ્રાધાન્ય આપે છે.કેમકે પાણી વગર જીવ તાકી જ ન શકે.

🗿🗿🌊આદિમાનવ જયારે સ્થિર જીવન ન જીવતો ત્યારે પણ પાણી મળે તે જગ્યાએ પડાવ નાખતો.આમ મોટાભાગની સંસ્કૃતિ પાણી મળે તેવા કિનારે જ વિકસી છે...આમ ‘જળ એ જ જીવન છે’

🌊💦વિકાસ પામી રહેલા દેશોમાં છેલ્લા દશ વર્ષમાં શહેરોમાં ૯૫% વસતિ વધારો થયો છે. છેલ્લા દશકામાં વિશ્વના દેશોમાં ૮૨૭.૬ મિલિયન લોકો શહેરોમાં વિસ્થાપિત થયેલા છે અને તેઓ પીવાના પાણીની અછત અને સ્વચ્છતાના મુદ્રે પ્રભાવિત થયેલા છે. વિશ્વમાં આજની તારીખે ૨૭% લોકો ઘરે પાઇપલાઇનથી પાણી મેળવી શકતા નથી. વિશ્વના મેગા સીટીમાં દર વર્ષે ૨૫૦-૫૦૦ ઘનમીટર પાણી પાઇપલાઇનમાંથી લીકેજ થતું રહે છે. વિશ્વના ચારમાંથી દરેક એક સીટીમાં ૭૯૪ મિલિયન લોકોને સેનીટેશન અંગેની યોગ્ય સગવડતા મળતી નથી જેને કારણે કોલેરા, મલેરિયા અને ડાયેરિયા જેવા રોગો વારંવાર માથું ઊંચકે છે.

💦💧વિશ્વમાં પાણીને બે પ્રકારે ઓળખવામાં આવે છે ગ્રીન વોટર અને બ્લુ વોટર. આપણે જાણીએ છીએ કે, ખોરાક ખેતીના પાક ઉત્પાદન દ્વારા મળે છે અને તેના માટે જમીનની સાથે પાણીની જરૂરિયાત રહે છે. આ પાણી વરસાદ(ગ્રીન વોટર) અને નદી, તળાવો વેટલેન્ડસ અને એકિવફર(બ્લુ વોટર) દ્વારા પ્રાપ્ત થાય છે. સમગ્ર વિશ્વમાં ખેતીમાં ૭૦% બ્લુ વોટરનો ઉપયોગ કરવામાં આવે છે. વિશ્વમાં ખેડી શકાય તેવી જમીનમાંથી ૨૦% જમીન પિયતખેતીની છે જે વિશ્વના ૪૦% ખોરાક માટેના ઉત્પાદનો રળી આપે છે. આની સામે તળાવો અને વેટલેન્ડસના પાણીમાંથી પણ ફૂડ સિકયુરિટી મળે છે. જો આવા તળાવો કે વેટલેન્ડસનું પાણી ખેત ઉત્પાદન માટે વાપરી નાખવામાં આવે તો તેમાંથી મળતી ફૂડ સિકયુરિટી નષ્ટ પામે!

🌊💦• પાણી પણ લોહીની જેમ એવું કુદરતી તત્વ છે જેને પ્રયોગશાળામાં બનાવી શકાતું નથી. આથી પાણીનો કરકસરથી ઉપયોગ કરવાનો મેસેજ આપવા ૨૨ માર્ચે વિશ્વ જળ દિવસ ઉજવવામાં આવે છે. પૃથ્વી પરના સમુદ્રો તથા મહાસાગરોમાં ૧૩૭૦ મિલિયન ઘનફૂટ જળ છે. જે કુલ જળ જથ્થાના આશરે ૯૭.૨૫% જેટલું છે. હિમક્ષેત્રોમાં આશરે ૨.૧% જેટલો જળ જથ્થો છે. જ્યારે ૧% જેટલો જળ

Tuesday, 21 March 2017

🐝🐝ત્રિભુવનદાસ લુહાર 🐝🐝

💐👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿💐

🐝🐝ત્રિભુવનદાસ લુહાર 🐝🐝

🔵જન્મઃ  
✔૨૨/૩/૧૯૦૮

🔵જન્મસ્થળઃ–
✔કાનમ નામે ઓળખાતા ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના મિંયામાતર ગામમાં થયો હતો .

🔵દાદા
✔કેશવલાલ લુહાર

🔵પિતાઃ
✔પુરપેાત્તમદાસ લુહાર

🔵માતા
✔ઉજમબા

🔵અભ્યાસઃ  
✔ પ્રાથમિક શિક્ષણ ભરૂચ કેળવણી મંડળની રાષ્ટ્રીય શાળમાં,
✔ગુજરાત વિદ્યાપીઠમાંથી ‘ભાષા વિશારદ’ થયા.

🔵દીકરીઃ
✔સુધાબેન

🔵ઉપનામઃ
✔‘સુન્દરમ ’
✔‘ ત્રિશુળ’

🔵વ્યવસાયઃ
✔‘દક્ષિણા’ અને ‘બાળદક્ષિણા’ જેવા સામાયિકમાં તંત્રી તરીકે અને પત્રકારત્વના ક્ષેત્રમાં ઉજજવળ કાર્ય કર્યું છે.

🔵વિશેષતાઃ
✔૧૯૪૫ થી મૃત્યુ પરીયંત પાંડિચેરીના અરવિંદ આશ્રમમાં રહ્યા.

🔵પારિતોષિક
✔ રણજિતરામ સુવર્ણચંદ્રક (૧૯૩૪)
✔સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર (૧૯૬૮)

🔵પહેલું સર્જનઃ
✔‘કોયા ભગતની કડવી વાણી’ અને ‘ગરીબોનાં ગીતો’

🏵કૃતિઓ🏵

🎯કાવ્યસંગ્રહ 🎯
✔ કોયા ભગતની કડવી વાણી
✔કાવ્યમંગલા(૧૯૩૩)
✔વસુધા
✔યાત્ર(૧૯૩૪)
✔વરદા
✔મુદિતા
✔ઉત્કંઠા
✔લોકલીલા
✔પલ્લવિતા
✔ નિત્યશ્લોક

🎯બાળકાવ્યો 🎯
✔રંગરંગ વાદળિયાં

🎯નવલિકા 🎯
✔હીરાકણી અને બીજીવાતો
✔પિયાસી
✔ઉન્નયન
✔ખોલકી અને નાગરિકા
✔તારિણી

🎯વાર્તાસંગ્રહ 🎯
✔ પિયાસી (૧૩ વાર્તાઓ )
✔ઉન્નયન
✔ તારિણી

🎯વિવેચન 🎯
✔ અર્વાચીન કવિતા
✔ અવલોકના(૧૯૬૫)

🎯પ્રવાસનિબંધ 🎯
✔દક્ષિણાયન (૧૯૩૫)

🎯એકાંકીસંગ્રહ 🎯
✔વાસંતીપૂર્ણિમા
✔ઐસી હૈ જિંદગી

🎯નાટક નાટકો 🎯
✔ભગવદજજકીય
✔મૃછકટિકમ
✔કાયા પલટ

🎯ચિંતન 🎯
✔ મનનઃ ચિદંબરા
✔સાહિત્ય ચિંતન
✔સમર્ચના

🎯અનુવાદ 🎯
✔ઐસી હે જિંદગી
✔સંસ્કૃતમાંથીઃમૃછકટિકમ્‌
✔ભગવદજજુકીયમ્‌
✔મહાયોગી શ્રી અરવિંદ

🔊 ‘હીંચકાની દોર ’🔊

🥀 ‘કોણે હીલોડી આ હીંચકાની દોર ,

મારી કોણે હીલોડી આ હીંચકાની દોર ?’🥀

🙏🏻💐 અવસાનઃ ૧૩ / ૧ / ૧૯૯૧

🌺સમીર પટેલ 🌺
🌿જ્ઞાન કી દુનિયા 🌿

🔊22 માર્ચ આજનો દિવસ🔊

🔊22 માર્ચ આજનો દિવસ🔊

🎯આજે કવિ સુંદરમનો જન્મદિવસ છે.

🎯ત્રિભુવનદાસ કરસનદાસ લુહારનો જન્મ ૨૨-માર્ચ-૧૯૦૮માં  થયો હતો.

🔵વર્લ્ડ વોટર ડે🔵

✔આજે વર્લ્ડ વોટર ડે છે. જે સયુંકત રાષ્ટ્રો દ્વારા ૧૯૯૨માં ઠરાવ કરી ૧૯૯૩થી આ દિવસને ઉજવવામાં આવે .

🌺જ્ઞાન કી દુનિયા 🌺

🏵🏵🌿 મકરંદ દવે 🌿🏵🏵

🥀👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🥀

🏵🏵🌿 મકરંદ દવે 🌿🏵🏵

🌺જન્મ
🎯13/11/1922

🌺જન્મસ્થળ
🎯સૌરાષ્ટ્ર્ના ગોંડલ

🌺પિતા
🎯વજેશંકર દવે

🌺માતા
🎯વ્રજકુંવરજીબા

🌺અભ્યાસ
🎯 પ્રાથમિક શિક્ષણ અને માધ્યમિક શિક્ષણ સૌરાષ્ટ્ર્ના ગોંડલ માંથી લીધુ.
🎯ઇન્ટર આર્ટસ રાજકોટ માંથી લીધુ.

🌺વિશેષતા
🎯1942 ની લડતમાં જોડાયા.

🌺વ્યવસાય
🎯પત્રકાર : ‘કુમાર’
🎯‘ઊર્મિ– નવરચના’
🎯જ્ય હિંદા– દૈનિકમાં જોડાયા

🌺પારિતોષકા
🎯રણજિતરમ સુવર્ણચંદ્ર્ક (1979)
🎯નરસિંહ મહેતા એવોર્ડ,
🎯મેઘાણીચંદ્ર્ક (1976)
🎯ગુજરાતી સાહિત્ય અકાદમી પુરસ્કાર (1999)

🌺સંસ્થા
🎯“નંદિગ્રામ” નામની  સંસ્થાની સ્થાપના કરી.

🌻સાહિત્ય પ્રદાન :🌻

🏵કાવ્યસંગ્રહ
✔તરણાં (1951)
✔જયભેરી (1952)
✔ગોજર (1957)
✔સુરજમુખી (1961)
✔ સંજ્ઞા(1964)
✔સંગતિ (1968)

🏵બાળકાવ્યસંગ્રહ :
✔ઝ્બુક વીજળી ઝ્બુક (1995)

🏵ગીત નાટીકા :
✔શ્રેણી વિજાનંદ (1956)

🏵નવલકથા :
✔ માટીનો મહેકતો સાર

🏵બાળનાટ્ય સંગ્રહ :
✔બે ભાઇ
✔ તાઈકો

🏵ભજનસંગ્રહ :
✔સંત કેરી વાણી

🏵આધ્યાત્મિક ચિંતન :
✔અંતર્વેદી
✔યોગપથ
✔સહજને કિનારે
✔ગર્ભદીપ
✔ભાગવતી સાધના

🔊પ્રખ્યાતકાવ્ય :🔊

🐝 “ગમતાંનો કરીએ ગુલાલ”
ગમતું મળે તો અલ્યા, ગુંજે ન ભરીએ :
ગમતાંનો કરીએ ગુલાલ. 🐝

💐જ્ઞાન કી દુનિયા 💐