Friday, 12 May 2017

✔ *અમેરિકાના ‘વ્હાઈટ હાઉસ’ વિષે.*

👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿

✔ *અમેરિકાના ‘વ્હાઈટ હાઉસ’ વિષે.*

👉🏿‘વ્હાઈટ હાઉસ’ સંયુક્ત રાજ્ય અમેરિકા ના ‘વોશિંગ્ટન ડીસી’ માં સ્થિત એક ભવન નું નામ છે. આ અમેરિકાના રાષ્ટ્રપતિ નું અધિકારિક (સરકારી) નિવાસ સ્થાન અને મુખ્ય કાર્યાલય છે.

👉🏿વ્હાઈટ હાઉસને આયરીશ મૂળના અમેરિકી આર્કિટેક્ચર જેમ્સ હોબને વાસ્તુ મુજબ ડીઝાઇન કર્યું છે. આની પહેલી ઈંટ ૧૭૯૨માં નાખવામાં આવી હતી. આને તૈયાર કરવાનો સમય ૮ વર્ષનો લાગ્યો હતો.

👉🏿કહેવામાં આવે છે વ્હાઈટ હાઉસમાં દર અઠવાડિયે ૬૫,૦૦૦ ચિઠ્ઠીઓ આવે છે. જયારે પ્રતિદિન ૨,૫૦૦ – ૩,૫૦૦ ફોન કોલ્સ, ૧,૦૦૦ ફેક્સ અને ૧,૦૦,૦૦૦ EMAIl આવે છે.

👉🏿વ્હાઈટ હાઉસ ને સામાન્ય માણસો પણ જોવા જઈ શકે છે. આને જોવા માટે તમારે પૈસા નથી આપવા પડતા પણ છ મહિના અગાઉ
👉🏿અરજીપત્રક આપવું પડે છે.

👉🏿આ ભવ્ય રાષ્ટ્રપતિ ભવન માં કુલ ૧૩૨ રૂમો છે. ઉપરાંત ૩૫ બાથરૂમ, ૪૧૨ દરવાજા, ૧૪૭ બારીઓ, ૨૮ સ્ટોવ (રસોઈ બનાવવાનું સાધન), ૮ દાદર અને ૩ લીફ્ટ છે.

👉🏿આ ૫૫,૦૦૦ જેવા આલીશાન ક્ષેત્રફળ માં બનેલ છે. જમીન થી ૭૦ ફૂંટની ઊંચાઈએ સ્થિત આની પહોળાઈ ૧૭૦ ફૂંટ અને ઊંડાઈ ૮૫ ફૂંટ છે. આ ૧૮ એકર જમીનમાં ફેલાયેલ છે.

👉🏿આ સુંદર ભવ્ય ઈમારતનું નિર્માણ ૧૩ ઓક્ટોબર ૧૭૯૨માં શરુ કરવામાં આવ્યું અને સમાપન ૧ નવેમ્બર ૧૮૦૦માં થયું હતું.

👉🏿 રાષ્ટ્રપતિ જોર્જ વોશિંગ્ટન જ એકમાત્ર એવા રાષ્ટ્રપતિ હતા જે ક્યારેય વ્હાઈટ હાઉસ રહ્યા નથી. તેઓ કામ માટે જ આના કાર્યાલય નો ઉપયોગ કરતા.

👉🏿વ્હાઈટ હાઉસ જેવી જ સેમ કોપી ટુ કોપી દુનિયામાં હજુ પણ બે ઈમારત છે, ફ્રાંસમાં અને આયર્લેન્ડ (ડબ્લીન) માં.

👉🏿 આ છ માળનું છે. જેમાં ૨ ભોયતળીયા, ૨ પબ્લિક માળ અને બાકીના માળનો ઉપયોગ રાષ્ટ્રપતિ અને તેમની ફેમિલી કરે છે.

👉🏿આ શાનદાર ભવન માં ૧૪૦ મહેમાનો એકસાથે ભોજન કરી શકે તેવી સુવિધા છે. ઉપરાંત આ તમામ સુખ-સુવિધા થી સજ્જ છે. આમાં ટેનીસ કોર્ટ, જોગીંગ ટ્રેક, સ્વીમીંગ પુલ, મુવી થીયેટર અને બૌલીંગ લેન છે.

👉🏿વ્હાઈટ હાઉસ ની આજુબાજુ એટલી બધી લીલીછમ હરીયાળીઓ છે કે આપણે અહીના વાતાવરણ ને ૧૦૦ % પ્રદૂષણ મુક્ત કહી શકીએ.

👉🏿આશ્ચર્યની વાત છે કે વ્હાઈટ હાઉસની ફક્ત બહાર કલર કરવા ૫૭૦ ગેલન રંગની જરૂર પડે છે. ૧૯૯૪માં કલર કરવાનો ખર્ચો ૨,૮૩,૦૦૦ ડોલર એટલેકે ૧ કરોડ ૭૨ લાખ કરવા વધારે રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો હતો.

👉🏿આમાં ૫ ફૂલટાઈમ પ્રોફેશનલ શેફ (રસોઈયા) કામ કરે છે.

👉🏿મોટાભાગે લોકો આ વાત નથી જાણતા કે આમાં રહેતા રાષ્ટ્રપતિ ને રહેવા બદલ ખર્ચો સરકારને આપવો પડે છે. રાષ્ટ્રપતિ અને તેની ફેમિલીને ભોજન, ટુથપેસ્ટ, ડ્રાઈ ક્લીનીંગ વગેરે વસ્તુનું દર મહિનાની છેલ્લી તારીખે પૈસાનું બીલ આપવું પડે છે.

💐 *વારિશ* 💐

✔ *Sports જગત વિષે*

✔ *Sports જગત વિષે*

👉🏿સમગ્ર વિશ્વમાં ફૂટબોલ સૌથી વધારે જોવાયેલ રમત છે. આના ૧ બિલિયન (અરબ) કરતા પણ વધારે ફેંસ છે.

👉🏿ઓલમ્પિક રમતમાં સૌથી વધુ મેડલ જીતનાર સોવિયેત ના જીમ્નાસ્ટ ‘લેરીસ લેટીની’ નું નામ સૌથી ઉપર આવે છે. લેરીસે ૧૯૫૬ થી ૧૯૬૪ સુધી કુલ ૧૮ મેડલ્સ જીત્યા છે.

👉🏿 ફૂટબોલ ના બોલને ચામડાના ૩૨ ટુકડા સાથે જોડીને ૬૪૨ ટાંકા લઈ સિલાઈ કરી જોડયા બાદ તૈયાર થાય છે.

👉🏿 ક્રિકેટનો બોલ બનાવવા બોલમાં ૬૫ થી ૭૦ ટાંકા લીધા બાદ તૈયાર થાય છે.

👉🏿 ગોલ્ફ એકમાત્ર એવો ખેલ છે જેણે ચંદ્રની સપાટી પર રમવામાં આવ્યો છે. છે ને ખરેખર ચોકાવનારી વાત!

👉🏿 સૈફ અલી ખાન ના દાદા ઇફ્તીહાર અલી ખાન પટૌડી ક્રિકેટના એકમાત્ર એવા પ્લેયર હતા જેમણે ટેસ્ટ મેચ બે દેશો તરફથી રમી છે. તેમણે ભારત અને ઇંગ્લેન્ડ બંને ટીમ માંથી મેચ રમી છે.

👉🏿 ઓલમ્પિક (Olympics) રમતની શરૂઆત ‘ઓલમ્પ્સ’ નામના યુનાની દેવતા ના સમ્માનમાં સૌપ્રથમ ૭૭૬ ઈ.સ. પૂર્વે થઇ હતી. તે સમયે આમાં નાટક, સંગીત, સાહિત્ય, કળા અને જીમ્નાસ્ટીક જેવી રમતો આયોજિત થતી હતી.

👉🏿૮૦ % કરતા પણ વધુ ફૂટબોલ પાકિસ્તાન માં બનાવવામાં આવે છે.

👉🏿 ઓલમ્પિક રમત નું આયોજન દર ચાર વર્ષ પછી કરવામાં આવે છે.

👉🏿રસપ્રદ! ઇંગ્લેન્ડના બેટ્સમેન એલેક સ્ટેવર્ટ (Alec Stewart) નો જન્મ 8-4-63 માં થયો હતો અને તેમણે પોતાના ટેસ્ટ કરિયરમાં 8463 રન બનાવ્યા હતા.

👉🏿વોલીબોલ રમતની શોધ વર્ષ ૧૮૯૫માં અમેરિકાના ‘વિલિયમ જ્યોર્જ મોર્ગને’ કરી હતી..

💐વારિશ 💐

🎯ભોજા ભગત ( જન્મ )

📚📚📚📚📚📚📚📚
*Gyan Ki Duniya*
*Hemanshu Tilavat*
📚📚📚📚📚📚📚📚
👉 આજનો દિવસ :-
🎯ભોજા ભગત ( જન્મ )
ભોજા ભગત (૧૭૮૫-૧૮૫૦), જેઓ ભોજલ અથવા ભોજલરામ તરીકે જાણીતા છે, ગુજરાત, ભારતના હિંદુ સંત કવિ હતા.

🎯 જન્મ ૧૭૮૫
ફતેપુર અથવા દેવકી ગલોળ, ગુજરાત, ભારત

🎯 મૃત્યુ ૧૮૫૦
વીરપુર, ગુજરાત, ભારત

🎯 વ્યવસાય ખેડૂત, સંત, કવિ
માતાપિતા કરસન સાવલિયા, ગંગાબાઇ સાવલિયા

👉 જીવન :
ભોજા અથવા ભોજોનો જન્મ ૧૭૮૫માં લેઉઆ કણબી જ્ઞાતિમાં ફતેહપુર અથવા દેવકી ગલોળ ગામમાં જેતપુર નજીક સૌરાષ્ટ્રમાં થયો હતો. તેમનાં પિતાનું નામ કરસનદાસ અને માતાનું નામ ગંગાબાઇ હતું. તેમની કૌટુંબિક અટક સાવલિયા હતી. ૧૨ વર્ષની ઉંમરે તેઓ તેમનાં ગુરૂને મળ્યાં જેઓ ગિરનારના સંન્યાસી હતી. જ્યારે તેઓ ૨૪ વર્ષના થયા ત્યારે તેમનું કુટુંબ અમરેલી નજીક ફતેપુર ગામમાં સ્થાયી થયું. તેઓ પછીથી ભોજા ભગત અને ત્યારબાદ ભોજલરામ તરીકે જાણીતા થયા.
વ્યવસાયે તેઓ ખેડૂત હતા. અભણ હોવા છતાં તેમનાં ગિરનારી ગુરૂના આશીર્વાદથી તેમણે કવિતાઓ અને ગીતો લખ્યા જેમાં સામાજિક દૂષણો પરનો વિરોધ હતો, તે ભોજા ભગતના ચાબખાઓ તરીકે પ્રખ્યાત છે.
૧૮૫૦માં વીરપુર મુકામે ૬૫ વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું હતું, જ્યાં તેઓ તેમના શિષ્ય જલારામ બાપાની મુલાકાતે ગયા હતા. તેમનું સ્મારક મંદિર (ઓતા તરીકે જાણીતું) વીરપુરમાં આવેલું છે.

👉 સર્જન:
તેમના પદોમાં તેઓ પોતાનો ભોજલ તરીકે ઉલ્લેખ કરતા હતા. કવિ અને ફિલસૂફ તરીકે તેમણે આરતીઓ, ભજનો, ધૂન, કાફી, કિર્તન, મહિમાઓ, પ્રભાતિયા, હોરી, સરવડા, ગોડી અને પ્રભાતિયાં લખ્યા છે પરંતુ તેમના ચાબખાઓ સૌથી વધુ પ્રખ્યાત છે. આ કટાક્ષમય રચનાઓ ભોજા ભગતના ચાબખાઓ તરીકે ગુજરાતીમાં જાણીતી છે. સામાજીક વિસંગતતાઓ પર તેમણે તેમની ભાષામાં કટાક્ષ કર્યો છે. તેમના પદોમાં તેમની કોમળ ભાષા દેખાઇ આવે છે. ભક્તમાળામાં ગોપીઓથી વિખૂટા પડતા કૃષ્ણનું વર્ણન છે. ચાલૈયાખ્યાન અને તેમનું ભજન કાચબો અને કાચબી જાણીતાં છે. તેમનું સર્વદાન વિશ્વ સાથે તાદાત્મય અંગે છે.

👉 પ્રભાવ:
તેમનાં અનુયાયીઓ ફતેપુરના દર્શને જાય છે જ્યાં તેમણે તેમના જીવનનો મોટા ભાગનો સમય ગુજાર્યો હતો. ભોજા ભગતના આશ્રમમાં તેમની પાઘડી, ઢોલિયો અને પાદુકાઓ રાખેલ છે. તેમનું ઇંટોનું બનેલું મૂળ ઘર એમનું એમ છે અને તેમની અંગત વસ્તુઓ ત્યાં રાખવામાં આવી છે. આશ્રમને ગાદી-પતિ કહેવાતા મહંત સંભાળે છે.
તેમને ઘણાં શિષ્યો હતા જેમાં સૌથી વધુ પ્રભાવશાળી અને જાણીતાં સંતોમાં વીરપુરના જલારામ અને ગારીયાધારના વાલમરામનો સમાવેશ થાય છે.

👉 હાલો ને કીડીબાઇની જાનમાં – ભોજા ભગત
કીડી બિચારી કીડલી ને કીડીના લગનીયા લેવાય
પંખી પારેવડા ને નોતર્યા…હે કીડી ને આપ્યા સન્માન
હાલો ને કીડીબાઇની જાનમાં….
મોરલે બાંધ્યો રૂડો માંડવો રે, ખજુરો પિરસે ખારેક
ભુંડે રે ગાયાં રૂડાં ગીતડાં…હે પોપટ પિરસે પકવાન,
હાલો ને કીડીબાઇની જાનમાં….
મંકોડાને મોકલ્યો માળવે રે લેવા માંડવીયો ગોળ
મંકોડો કેડે થી પાતળો…હે ગોળ ઉપડ્યો ન જાય
હાલો ને કીડીબાઇની જાનમાં….
મીનીબાઇને મોકલ્યાં ગામમાં રે એવા નોતરવાં ગામ
હામા મળ્યા બે કૂતરા…હે બિલાડીના કરડ્યા બે કાન
હાલો ને કીડીબાઇની જાનમાં….
ઘોડે રે બાંધ્યા પગે ઘુઘરા રે, કાકીંડે બાંધી છે કટાર
ઉંટે રે બાંધ્યા ગળે ઢોલકા…હે ગધેડો ફુંકે હરણાઇ
હાલો ને કીડીબાઇની જાનમાં….
ઉંદરમામા હાલ્યા રે રીહામણે ને, બેઠા દરીયાને પેટ
દેડકો બેઠો ડગમગે…હે મને કપડાં પેહરાવ
જાવું છે કીડીબાઇની જાનમાં….
વાંસડે ચડ્યો એક વાંદરો રે, જુએ જાનની વાટ
આજતો જાનને લુટવી…હે લેવા સર્વેના પ્રાણ
હાલો ને કીડીબાઇની જાનમાં….
કઇ કીડીની કોની જાન છે રે, સંતો કરજો વિચાર
ભોજા ભગતની વિનતી…હે સમજો ચતુર સુજાણ
હાલો ને કીડીબાઇની જાનમાં….
કીડી બિચારી કીડલી ને કીડીના લગનીયા લેવાય
પંખી પારેવડા ને નોતર્યા…હે કીડી ને આપ્યા સન્માન
હાલો ને કીડીબાઇની જાનમાં…..
- ભોજા ભગત
📚📚📚📚📚📚📚📚
*Gyan Ki Duniya*
*H€M@N$HU TiL@V@T*
📚📚📚📚📚📚📚📚

💐 *આન્ધ્ર પ્રદેશ* 💐

👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿

💐 *આન્ધ્ર પ્રદેશ* 💐 

👉🏿ભારતની દક્ષીણ-પૂર્વ માં આવેલ રાજ્ય છે.

👉🏿આન્ધ્ર પ્રદેશની સીમાએ મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઓરિસ્સા, તમિલનાડુ અને કર્ણાટક આવેલા છે.

👉🏿તે ભારત મા ક્ષેત્રફળ ની રીતે ચોથો અને

👉🏿વસતી ની રીતે પાંચમો ક્રમાંક ધરાવે છે.

👉🏿તેનું પાટનગર અને સૌથી મોટુ શહેર હૈદરાબાદ છે.

👉🏿 આન્ધ્ર પ્રદેશ નો વિસ્તાર ક્રૃષ્ણા અને ગોદાવરી નદીઓથી ફળદ્રુપ છે.

👉🏿આ રાજ્ય ભારત માં ૯૭૨ કિમી(૬૦૪ માઇલ) લાંબો દરિયાકિનારો ધરાવે છે,જે બધા રાજ્યો માં બીજો ક્રમાંક ધરાવે છે.

👉🏿ફેબ્રુઆરી ૨૦૧૪માં, ઉત્તર-પશ્ચિમ આંધ્રપ્રદેશના દસ જિલ્લાઓને ભેળવી અને તેલંગાણા રાજ્યની રચના માટે, આંધ્રપ્રદેશ પુનઃરચના કાનૂન, ૨૦૧૪ (Andhra Pradesh Reorganisation Act, 2014) નામે કાયદો ભારતીય સંસદમાં પસાર કરવામાં આવ્યો હતો. 

👉🏿દસ વર્ષ માટે બંન્ને રાજ્યની સહિયારી રાજધાની તરીકે હૈદરાબાદને રાખવામાં આવ્યું છે.

👉🏿 નવું રાજ્ય તેલંગાણા ૨ જૂન ૨૦૧૪ના રોજ, ભારતના રાષ્ટ્રપતિની મંજૂરી પછી અસ્તિત્વમાં આવ્યું.

👉🏿બંધારણમાં ફેરફાર કરવાથી બચવા માટે, બેઉ રાજ્યોના નામ "તેલંગાણા" અને "આંધ્રપ્રદેશ" રાખવામાં આવ્યા.

👉🏿આંધ્ર પ્રદેશ રાજ્યમાં કુલ ૨૩ જિલ્લાઓ આવેલા હતા, ૨ જૂન ૨૦૧૪ના રોજ બે રાજ્ય, આંધ્રપ્રદેશ (સિમાંધ્ર) અને તેલંગાણામાં વિભાજન પછી આંધ્રપ્રદેશમ નીચેના ૧૩ જિલ્લાઓ આવેલા છે.

➖અનંતપુર જિલ્લો
➖ચિત્તૂર જિલ્લો
➖પૂર્વ ગોદાવરી જિલ્લો
➖ગુન્ટૂર જિલ્લો
➖કડપ્પા જિલ્લો
➖કૃષ્ણા જિલ્લો
➖કુર્નૂલ જિલ્લો
➖નેલ્લોર જિલ્લો
➖પ્રકાસમ જિલ્લો
➖શ્રીકાકુલમ જિલ્લો
➖વિશાખાપટનમ જિલ્લો
➖વિજયનગર જિલ્લો
➖પશ્ચિમ ગોદાવરી જિલ્લો

👉🏿જ્યારે નીચેના ૧૦ જિલ્લાઓ હવે તેલંગાણા રાજ્યમાં આવેલા છે.

➖અદિલાબાદ જિલ્લો
➖કરીમનગર જિલ્લો
➖ખમ્મમ જિલ્લો
➖મહેબૂબનગર જિલ્લો
➖મેદક જિલ્લો
➖નાલગોંડા જિલ્લો
➖નિઝામાબાદ જિલ્લો
➖વારંગલ જિલ્લો
➖રંગારેડ્ડી જિલ્લો
➖હૈદરાબાદ જિલ્લો..

💐 *વારિશ* 💐

💐💐 મીરાંબાઈ 💐💐

👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿

💐💐 મીરાંબાઈ 💐💐

✍🏿મીરાંબાઈ (૧૪૯૮-૧૫૪૭) એક કૃષ્ણભક્ત હતાં જેમણે ભગવાન કૃષ્ણને પોતાના પતિ તરીકે સ્થાપ્યા હતાં અને તેને અનુલક્ષીને અનેક ભજનો રચ્યાં છે.

✍🏿આ ભજનો મુખ્યત્વે સાખ્ય ભાવમાં રચાયેલાં છે. 

✍🏿મેવાડના વતની અને એક સમયે રાજરાણી મીરાંબાઈએ કૃષ્ણ પ્રત્યેની ભક્તિ માટે તમામ સુખ સાહ્યબીઓ પાછળ છોડીને ગામેગામ ફરી કૃષ્ણભક્તિના ગીતો ગાનાર સાધ્વીનું રૂપ લઈ લીધું હતું.

✍🏿 મીરાંબાઈએ કૃષ્ણભક્તિની અનેક ગુજરાતી કાવ્ય રચનાઓ આપણને આપી છે.

✍🏿મુખ્યત્વે મીરાંબાઈનાં મૂળ પદો વ્રજ ભાષા અને મારવાડી ભાષામાં મળે છે.

📮 જીવન પરિચય 📮

✍🏿મીરાંબાઈનો જન્મ સંવત ૧૪૯૮માં જોધપુરમાં મેડતા નજીક આવેલા કુડકી (કે કુરકી)ગામમાં (હાલના રાજસ્થાનના પાલી જિલ્લામાં) થયો હતો. 

✍🏿તેમના પિતા રતન સિંહ ઉદય પુરના સ્થાપક રાવ રાઠોડના વંશજ હતાં.

✍🏿જ્યારે મીરાં માત્ર ત્રણ વર્ષના હતાં ત્યારે તેમના ઘેર એક સાધુ આવ્યા અને તેમણે કૃષ્ણની એક રમકડાંની મૂર્તિ તેમના પિતાને આપી હતી. તેમના પિતાએ આ મૂર્તિ આશિર્વાદ સમજીને સ્વીકારી લીધી.

✍🏿શરૂઆતમાં તેમણે તે મીરાંને ન આપી કેમકે તેમને લાગ્યું કે કદાચ નાની બાલિકાને તે નહીં ગમે. પરંતુ પ્રથમ દૃષ્ટી પડતાં જ આ મૂર્તિ મીરાંના મનમાં વસી ગઈ.

✍🏿 જ્યાં સુધી તેને તે મૂર્તિ ન મળે ત્યાં સુધી તેણે કાંઈ પણ ખવાપીવાની મનાઈ કરી દીધી.

✍🏿 મીરાં માટે આ મૂર્તિ જાણે કૃષ્ણનું જીવંત અસ્તિત્વ બની ગઈ. તેણે કૃષ્ણને આજીવન સખા, પ્રેમી અને પતિ બનાવવાનો નિર્ણય કર્યો.

✍🏿 પોતાના બાળપણના આ અભિગ્રહને તેણે પોતાના સમગ્ર ઝંઝાવાતી જીવન દરમ્યાન પાળ્યો.

🙏 મીરાંબાઈના ગુરુ 🙏

✍🏿ઘણા લોકોનું માનવું છે કે મીરાંબાઈના કોઈ ગુરુ નહોતા.

✍🏿 પરંતુ મીરાંબાઈએ ગુરુની શોધ આદરી હતી અને તેઓ અનેક સંતો-ભક્તોને મળ્યાં.

✍🏿 આખરે સંત રૈદાસજી (ઉત્તર ભારતમાં જેઓ સંત રવિદાસજીના નામે સુખ્યાત છે) ઉપર તેમનું મન વિરમ્યું.

✍🏿 મીરાંબાઈએ પોતાની ઘણી વાણીઓમાં પોતાના ગુરુ સંત રૈદાસજીનો ઉલ્લેખ કરેલો છે,

👉🏿"નહિ મૈં પીહર સાસરે, નહિ પિયાજી રી સાથ.
મીરાંને ગોબિંદ મિલ્યા જી, ગુરુ મિલ્યા રૈદાસ."

ખોજત ફિરૂં ભેદ વા ઘર કો, કોઇ ન કરત બખાની,
રૈદાસ સંત મિલે મોહિં સતગુરુ, દીન્હી સુરત સહદાની.

ગુરુ રૈદાસ મિલેં મોહિં પૂરે, ધૂર સે કલમ ભિડી,
સતગુરુ સૈન દઇ જબ આકે, જોત મેં જોત રલી.

ગુરુ મિલ્યા મ્હાને રૈદાસ, નામ નહીં છોડું.

કાશી નગરના ચોકમાં, મને ગુરુ મિલા રૈદાસ.

ગુરુ મિલિયા રૈદાસજી, દીન્હી જ્ઞાન કી ગુટકી.

📜 રચિત ગ્રંથો 📜

👉🏿મીરાંબાઈએ ચાર ગ્રંથોની રચના કરી હતી:

✍🏿બરસી કા માયરાગીત
✍🏿 ગોવિંદ ટીકા
✍🏿રાગ ગોવિંદ
✍🏿રાગ સોરઠ કે પદ

✍🏿આ સિવાય મીરાબાઈના ગીતોનું સંકલન 'મીરાબાઈ કી પદાવલી' નામના ગ્રંથમાં કરવામાં આવ્યું છે...

💐✍🏿 વારિશ ✍🏿💐

⚫ નરસિંહ મહેતા ⚫

👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿

     ⚫ નરસિંહ મહેતા ⚫


✍🏿નરસિંહ મહેતા ગુજરાતી ભાષાના પ્રથમ કવિ હતા.

✍🏿આથી તેઓ આદ્ય કવિ કહેવાય છે.

✍🏿તેમણે લખેલી રચનાઓમાં ભજન વૈષ્ણવ જન ખૂબ જાણીતું છે, જે મહાત્મા ગાંધીનું ખૂબ પ્રિય હતું.

✍🏿આ ભજનમાં સારા માનવીના ગુણો (મૂલ્યો)નું સરસ રીતે વર્ણન કરેલું છે.

💐 જીવન 💐

✍🏿નરસિંહ મહેતાનો જન્મ ભાવનગર જિલ્લાનાં તળાજા ગામમાં ઈ.સ.૧૪૧૪ માં નાગર બ્રાહ્મણ શ્રી કૃષ્ણદાસ મહેતાને ત્યાં થયો હતો.

✍🏿 તેઓ પછી જુનાગઢ (ત્યારનું જુર્ણદુર્ગ) ખાતે સ્થાયી થયા હતા.

✍🏿 ૫ વર્ષની ઉંમરે તેમણે માતા-પિતાને ગુમાવ્યા હતા.

✍🏿તેઓ ૮ વર્ષની વય સુધી બોલી શકતા નહોતા.

✍🏿તેમનો ઉછેર તેમની દાદી જયગૌરી દ્વારા થયો હતો.

✍🏿તેમના લગ્ન કદાચ ૧૪૨૯માં માણેકબાઇ સાથે થયા.

✍🏿 તેઓ અને તેમની પત્નિ તેમના ભાઇ બંસીધરને ત્યાં જુનાગઢમાં રહેતા હતા.

✍🏿તેમને શામળશા નામનો પુત્ર અને કુંવરબાઇ નામની પુત્રી હતી.

💐 સર્જન 💐

✍🏿નરસિંહ મહેતાએ શામળદાસનો વિવાહ, કુંવરબાઇનુ મામેરુ, નરસિંહ મહેતાના બાપાનું શ્રાદ્ધ, હુંડી, ઝારીનાં પદ, સુદામા ચરિત્ર, દાણલીલા, ચાતુરીઓ, જીવન ઝરમર વિગેરે ૧૫૦૦થી વધારે પદો રચ્યા છે.

✍🏿તેમણે રચેલા સાહિત્યમાં કૃષ્ણ ભક્તિના દર્શન થાય છે.

💐 સન્માન 💐

✍🏿ગુજરાતી ભાષાનાં શ્રેષ્ઠ કવિઓને તેમની યાદમાં નરસિંહ મહેતા એવોર્ડ આપવામાં આવે છે, જેની શરૂઆત ઈ.સ. ૧૯૯૯થી થઈ છે.

✍🏿આ એવોર્ડ આદ્યકવિ નરસિંહ મહેતા સાહિત્યનિધિ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવે છે.

💐 વારિશ 💐

⚫ ૧૧ મે ⚫

⚫ ૧૧ મે ⚫

👁‍🗨 મહત્વની ઘટનાઓ 👁‍🗨

👉🏿૧૮૨૦ – એચ.એમ.એસ.બિગલ(HMS Beagle) લૉન્ચ કરાયું, જે જહાજમાં ચાર્લ્સ ડાર્વિન તેની વૈજ્ઞાનિક સફર પર નિકળેલ

👉🏿૧૮૫૭ – ભારતીય ક્રાંતિ: ક્રાંતિકારીઓએ, બ્રિટિશરો પાસેથી,દિલ્હીનો કબ્જો કર્યો

👉🏿૧૯૨૪ – 'ગોટ્ટલિબ ડેમલર' અને 'કાર્લ બેન્ઝ'ની બે કંપનીઓનાં એકીકરણ દ્વારા, "મર્સિડિઝ બેન્ઝ" કંપનીનો ઉદય થયો.

👉🏿૧૯૪૯ – ઈઝરાયલ સંયુક્ત રાષ્ટ્રસંઘનું સભ્ય બન્યું.

👉🏿૧૯૮૪ – મંગળથી પૃથ્વીના પારગમન (Transit of Earth from Mars)ની ખગોળીય ઘટના બની.

👉🏿૧૯૯૭ – 'ડીપ બ્લુ' (IBM Deep Blue) નામક શતરંજ (ચેસ) રમનાર સુપર કમ્પ્યુટરે (Supercomputer), 'ગેરી કાસ્પારોવ'ને હરાવી અને ક્લાસિક મેચ પ્રકારમાં વિશ્વ ચેમ્પિયન ચેસ ખેલાડીને હરાવનાર પ્રથમ કમ્પ્યૂટર બન્યું.

👉🏿૧૯૯૮ – ભારતે, પ્રાયોગીક ધોરણે પોખરણમાં, ત્રણ ભુગર્ભીય પરમાણુ વિસ્ફોટ કર્યા..

🤗 ✍🏿 💐વારીશ 💐✍🏿🤗