Monday, 10 April 2017

💐💐વર્ષા અડાલજા💐💐

Yuvirajsinh Jadeja:
🎂💐🎂💐🎂💐🎂💐🎂
વર્ષા અડાલજા

🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾
🚩👧🏻જન્મ
એપ્રિલ – 10, 1940; મુંબાઇ
મૂળ વતન જામનગર

👪પિતા – ગુણવંતરાય આચાર્ય ; માતા – લલિતાબેન ; 👩‍👧મોટી બહેન – ઇલા આરબ
મહેતા

💏પતિ – મહેન્દ્ર ( લગ્ન – 1965, મુંબાઇ) ;
પુત્રીઓ – માધવી( કલાકાર), શિવાની ( એર હોસ્ટેસ)

📝અભ્યાસ📝
1960 – બી.એ ( ગુજરાતી, સંસ્કૃત)
1962 – એમ. એ. (સમાજશાસ્ત્ર)
અભિનયનો ડીપ્લોમા

🔗📎🖇
1961- 64 આકાશવાણીના મુંબઈ કેન્દ્રમાં પ્રવક્તા
📝1975- 77 ‘ સુધા’ ના તંત્રી
સંપાદન , લેખન

📍અગિયાર વર્ષની ઉમ્મરે ‘જાગતા રે’જો’  કોમેડી નાટકની નાયિકા તરીકે લટકાં મટકાં સાથે અભિનય કરી દાદ મેળવી!

📌પિતાની ‘રંગમંચ’ સંસ્થામાં નાની ઉમ્મરે વૃધ્ધાનો ભાગ સફળતાથી ભજવ્યો.

📌મોટા થયા બાદ કાકાની શશી , મૃચ્છકટિક, ઝેર તો પીધાં જાણી જાણી, પૂર્ણિમા જેવાં લબ્ધ પ્રતિષ્ઠ લેખકોના નાટકોમાં મુખ્ય નાયિકાના ભાગ ભજવ્યા.
📍પૂર્ણિમામાં કરુણ, પરાધીન નાચનારીની અદા જોઇ પિતા ગુ. આ. બેભાન થઇ ગયા અને તેમને પહેલો હાર્ટ એટેક આવ્યો. ‘
અગ્રેજી નાટકો Dolls’ House , Glass Managerie માં પણ મૂખ્ય પાત્રના ભાગ ભજવ્યા

📍પ્રવીણ જોશી જોડે ‘કૌમાર અસંભવમ્ ‘ માં પણ કામ કર્યું .

પત્રકારત્વ પણ કર્યું.

🚩સખા જેવા પિતાના અવસાનથી ઘેરો આઘાત જે જીવનભર રહ્યો.
રેડીયો પર એનાઉન્સર તરીકે, વાર્તાલાપ આપવાનાં
📺ટી .વી. ઉપર ‘જ્યોતિ’ સિરિયલમાં પિતાના જીવન પર આધારિત ‘ કોરી કિતાબ’ એપીસોડની પટકથા લખી હતી.
પિતાના લખેલા નાટક ‘અલ્લાબેલી’ માં અભિનય

🚩થોડોક વખત ‘સુધા’ અને ‘ફેમીના’ નું સંપાદન પણ કર્યું.

📃‘મુંબાઇ સમાચાર’ માં બ્યુટી કોલમ આપતાં હતાં
🗒‘દીદીની ડાયરી’ – બહુ જ લોક્પ્રિય કટારનાં લેખિકા
📋પહેલી પ્રકાશિત કૃતિ – ‘ શ્રાવણ તારાં સરવડાં’
📋તેમની શ્રેષ્ઠ કૃતિ ‘ હરિ મને આપો ને એકાદી એંધાણી’ – જેની છપાયેલી પુસ્તિકાના બળથી વડોદરા નજીકની રક્તપિત્તના દરદીઓ માટેની 🗓‘શ્રમમંદિર’ સંસ્થાને દસ લાખ જેટલી રકમનાં દાન મળ્યાં .

🗄પરિશ્રમને પ્રાધાન્ય આપતાં સર્જક
‘મારે પણ એક ઘર હોય’, ‘ગાંઠ છૂટ્યાની વેળા’, ‘અણસાર’ કૃતિઓથી કીર્તિ મળી

🏴બંદીવાન નવલકથાનું નાટ્ય રૂપાંતર ‘ આ છે કારાગર’ તરીke કર્યું – તેને ‘Theatre of cruelty’ નું બિરુદ મળ્યું !

📰મુખ્ય રચનાઓ – 25 પુસ્તકો📕

📘નવલકથાઓ – ગાંઠ છૂટ્યાની વેળા, શ્રાવણ તારાં સરવડાં, બંદીવાન, આતશ( વિયેટનામના યુધ્ધત્રસ્તોના અનુભવો આધારિત)

📗લઘુનવલ – મારે પણ એક ઘર હોય, રેતપંખી, ખરી પડેલો ટહૂકો, તિમિરના પડછાયા, એક પળની પરબ

📘રહસ્યકથા – પગલાં, પાંચ ને એક પાંચ, અવાજનો આકાર, છેવટનું છેવટ, પાછાં ફરતાં, નીલિમા મૃત્યુ પામી છે

📕વાર્તાસંગ્રહ – સાંજને ઉંબર, એ

📕નિબંધ – વાંસનો સૂર
અન્ય લઘુનવલો, રહસ્યકથાઓ, વાર્તાઓ વગેરે

🗄લાક્ષણિકતાઓ
નવલકથાને નાટકમાં રૂપાંતર કરવાનું ગમે.
ત્રસ્ત લોકોની મનોવેદનાને થીમ બનાવેલી ઘણી રચનાઓ
રહસ્યકથાઓમાં ‘પેરી મેસન’ નો પ્રભાવ

🎉🎉સન્માન🎉🎉

🏆સાહિત્ય અકાદમી એવોર્ડ ૧૯૯૫ - તેમની પ્રથમ નવલકથા 'અણસાર' માટે.

🏆સોવિયેટ લેન્ડ નેહરૂ એવોર્ડ (૧૯૭૬)

🏆ગુજરાતી સાહિત્ય પરિસદ એવોર્ડ (૧૯૭૨, ૧૯૭૫)

🏆ગુજરાતી સાહિત્ય એકેડમી એવોર્ડ (૧૯૭૭, ૧૯૭૯, ૧૯૮૦)

🏆કનૈયાલાલ મુનશી એવોર્ડ (૧૯૯૭)

🏆રણજિતરામ સુવર્ણચન્દ્રક (૨૦૦૫)
નંદશંકર મહેતા ચંદ્રક

🏅સરોજ પાઠક સન્માન

🏆ટૂંકી વાર્તાઓ માટે રામનારાયણ પાઠક એવોર્ડ

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

[महत्त्वपूर्ण अधिकारियों का मासिक वेतन]

सामान्य ज्ञान

[महत्त्वपूर्ण अधिकारियों का मासिक वेतन]

█ राष्ट्रपति- 1,50,000 रुपये

█ उपराष्ट्रपति- 1,25,000 रुपये

█ लोकसभा अध्यक्ष- 1,25,000 रुपये

█ राज्यपाल- 1,10,000 रुपये

█ सर्वोच्च न्यायालय के मुख्य न्यायाधीश-1,00,000 रुपये

█ सर्वोच्च न्यायालय के अन्य न्यायाधीश-90,000 रुपये

█ उच्च न्यायालय के मुख्य न्यायाधीश- 90,000रुपये

█ उच्च न्यायालय के अन्य न्यायाधीश- 80,000रुपये

█ नियंत्रक एवं महालेखा परीक्षक- 90,000 रुपये

█ मुख्य चुनाव आयुत्त्क- 90,000 रुपये

█ महान्यायवदी- 90,000 रुपय

🌴🌴🌴 જાણવા જેવું 🌴🌴🌴

👆👆👆👆👆👆👆👆👆👆👆

🌴🌴🌴 જાણવા જેવું 🌴🌴🌴

👁‍🗨ઉમેદ ભવન મહેલએ રાજસ્થાનનાં જોધપુર શહેરમાં આવેલ એક વિશ્વનું એક સૌથી મોટા નિજી નિવાસોમાંનું એક છે, જેમનું નામ દાદા મહારાજા ઉમેદ સિંહ પરથી રખાયું હતું. આ ઈમારતમાં ૩૪૭ ઓરડા છે, જે જોધપુરનાં રાજ પરિવારનો શાહી નિવાસ છે.

👁‍🗨આ મહેલ બાંધકામ સમયે ચિત્તર મહેલ કહેવતો કારણ કે તે ચિત્તરનામની ટેકરી પર આવેલો છે. આ મહેલનું બાંધકામ ૫૦૦૦ કારીગરોએ ૧૫ વર્ષ માટે કર્યું, જેની વિશેષતાએ છે કે મહેલના બાંધકામમાં પથ્થરોને જકડી રાખવા કોલ કે સિમેન્ટ વપરાયા નથી; આ પથ્થરો કોતરેલા છે જેનો એક છેડો બીજા છેડાને જકડી રાખે છે. તેમજ તેને એવી રીતે બાંધવામાં આવ્યો હતો, જેમાં દરેક સમયે ૨૩ અંશ સે. જેટલું તાપમાન જળવાય રહે.

  👁‍🗨  ઉમેદ સિંહ જાણતા હતા કે આ મહેલ તેમનાં પૂર્વજો માટે એક યોગ્ય શ્રધાંજલિ બનશે, પરંતુ તે અર્વાચીન પુરાતન મુલ્યવાન ઈમારત બનવું જોઈતું ન હતું. આ રાજા ૧૯મી સદીની જીવન પદ્ધતિના આદિ તેમજ વિકાસપ્રિય હોવાં છતાંય તે આધુનિક વિચારસરણી ધરાવતાં રાજાની ઓળખ હતું. હાલનાં તેમનાં માલિક મહારાજા ગજસિંહ છે, જેમણે આ મહેલને ત્રણ વિભાગમાં વહેચ્યો છે, આરામદાયક વૈભવી હોટલ- તાજ, રાજ પરિવારનું આવાસ અને પ્રજા માટે ખુલ્લું નાનું સંગ્રહાલય.

⚓R.K.....

🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂

Sunday, 9 April 2017

🛍છત્રપતિ શિવાજી🛍

🎁👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🎁

🛍છત્રપતિ શિવાજી🛍

🛡〰ભારતના આઝાદીના પ્રથમ મરજીવા અને લોકશાહીના સફળ રાજ્યકર્તા છત્રપતિ શિવાજીનો જન્મ તા. ૧૦/૪/૧૬૨૭ના રોજ પૂનાથી દક્ષીણે શિવનેરી દુર્ગમાં મરાઠા ઉમરાવ શાહજી ભોસલે અને જીજાબાઇના ઘેર થયો હતો.

🛡〰દાદા કોડદેવે તેમનો ઉછેર કર્યો હતો.

🛡〰 દક્ષિણની ગરીબ ખડતલ પણ પીસાતી અને ઉપરાઉપરી લૂંટફાટથી ત્રાસેલી પ્રજાને તેમણે હૂફ અને રક્ષણ આપ્યું.

🛡〰પછીના સમયમાં એક રાજા તરીકે નહી પણ પિતા તરીકે તેમણે પોતાની પ્રજા પર વાત્સલ્યપૂર્ણ વ્યવહાર કર્યો. તેઓ સાહસિક લડવૈયા  હતા.

🛡〰પ્રજાને શાંતિ અને સમૃદ્ધિ આપ્યા. માતા  જીજાબાઇ અને સંત રામદાસે તેમના જીવનમાં  ઘણું આદરપૂર્વક સ્થાન આપ્યું.

🛡〰શિવાજી એ રાજ્યના ઉત્તમ વહીવટ માટે અષ્ટપ્રધાનમંડળની રચના કરી હતી.

🛡〰છઠ્ઠી જુન ૧૬૭૪ના રોજ રાયગઢમાં એમનો રાજ્યાભિષેક થયો અને સેનાપતિ શિવાજી ‘ છત્રપતિ’ બન્યા.

🛡〰 સ્વામી રામદાસ તેમના માર્ગદર્શક ગુરૂ હતા. સંત તુકારામનો તેમના પર ખૂબ પ્રભાવ પડ્યો હતો. તેઓ ચારિત્ર્યવાન રાજવી હતા.

🛡〰 તેમણે સિંહગઢ , તોરણા,રાજગઢ,કોડાણાના કિલ્લા જીતી મોગલ સેનાપતિની ઊંઘ હરામ કરી નાખી હતી.

🛡〰 એમણે આપેલી હિંમત, નૈતિક તાકાત, ભક્તિ અને સર્મપણ ભાવના આજે પણ યાદ રાખવા જેવા છે.

🛡〰પ્રજાની પાસેથી આકરું ત્રાસદાયક મહેસુલ ઉઘરાવતા અમલદારોને જોઈ તેમણે જમીન જાગીર બક્ષીસ આપવાનું બંધ કર્યું.

🛡〰રોકડ નાણું જ પગાર તરીકે આપતા. ખેડૂતોની સ્થિતિ એમના અમલમાં સારી અને સુધારી હતી.

🛡〰એક ઉત્તમ સેનાપતિ, રાષ્ટ્રભક્ત, સફળ વહીવટકર્તા અને માનવતાવાદી મહાપુરૂષ તરીકે છત્રપતિ શિવાજી સદાય યાદ રહેશે.

🛡〰તેમનું જીવન સાદું,સંયમી અને પરોપકારી બન્યું હતું. તેઓ ૫૩ વર્ષ જીવન જીવી ચોથી એપ્રિલ ૧૬૮૦માં અવસાન થયું.

📮સમીર પટેલ 📮
🏵🌻 જ્ઞાન કી દુનિયા 🌻🏵

Saturday, 8 April 2017

💐 🍀ભારતમાં પ્રથમ🍀💐

👆👆👆👆👆👆👆👆👆👆👆

🌴Important G.K 🌴

    🍀ભારતમાં પ્રથમ🍀

🌱૧.      ભારત પર આક્રમણ કરવાવાળો પહેલો મુસ્લિમ શાસક કોણ હતો? 

🔜-  મોહમ્મદ બિન કાસીમ

🌱૨.      ભારતમાં આવવાવાળા પહેલો ચીની યાત્રી કોણ હતું?  

🔜-  ફાહ્યાન

🌱3.      ભારત પર આક્રમણ કરવાવાળો પહેલો યુરોપીય કોણ હતું?

🔜-  સિકંદર

🌱4.      ભારતની પહેલી મહિલા આઈ પી એસ અધિકારીનું નામ શું હતું?

  🔜-  કિરણ બેદી

🌱૫.      ભારતના રાજ્યની પહેલી મહિલા રાજ્યપાલ કોણ હતી?

🔜-  સરોજની નાયડુ

🌱૬.      ભારતની કઈ મહિલાએ એશિયાઈ રમતમાં પ્રથમ સુવર્ણ પદ પ્રાપ્ત કર્યું હતું?

🔜-  કમલજીત સંધુ

🌱૭.      ભારતની રાષ્ટ્રીય કોગ્રેસની પહેલી મહિલા અધ્યક્ષ કોણ હતી? 

🔜-  એની બેસન્ટ

🌱8.      રાષ્ટ્રીય ધ્વજ લહેરાવાવાળી પહેલી ભારતીય મહિલા કોણ હતી?

🔜 -  મૈડમ ભીકાજી કામ

🌱૯.      સંવિધાન સભાનું પહેલું અધિવેશન કયા થયું? 

🔜-  દિલ્લી

🌱૧૦.    ભારતમાં પ્રથમ રેડિયો પ્રસારણ ક્યારે શરુ થયું?

🔜-  ૧૯૩૭

🌱૧૧.    ભારત રત્ન પ્રાપ્ત કરવાવાળી પહેલી મહિલા કોણ હતી?

🔜-  ઇન્દિરા ગાંધી

🌱12.     ભારતમાં પ્રથમ સિખ રાષ્ટ્રપતિ કોણ બન્યા?

🔜 -  જ્ઞાની જેલ સિહ

🌱૧૩.    ભારતનું રાષ્ટ્રીય ગીત સૌપ્રથમ ક્યારે ગવાયું? 

🔜-  ૨૭ ડીસેમ્બર ૧૯૧૧

🌱૧૪.    ભારતમાં આવવાવાળા પ્રથમ બ્રિટીશ પ્રધાનમંત્રી કોણ હતા?

🔜-  હૈરોલ્ડ મૈકમિલન

🌱૧૫.    ભારતમાં આવવાવાળા પ્રથમ અમેરિકન રાષ્ટ્રપતિ કોણ હતા? 

🔜-  ડી. આયાજન્હાવાર

⚓R.K.....
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

Friday, 7 April 2017

🌱 { Indian first ladies }🌱

🌴Important G.K 🌴

  🌱 { Indian first ladies }🌱

🌻1} અશોક ચક્ર (વર્તમાનમાં સૌર્ય ચક્ર) પ્રાપ્ત કરવાવાળી પ્રથમ મહિલા                                                                     -.       ગ્લોરિયા બેરી

🌻2} વેનિસ ફિલ્મોત્સવમાં સર્વશ્રેષ્ઠ ફિલ્મનું ગોલ્ડન લોયન પુરસ્કાર પ્રાપ્ત કરવાવાળી પ્રથમ મહિલા  
         -     મીરા નાયર

🌻3} સેના મેડલ પ્રાપ્ત કરવાવાળી પ્રથમ મહિલા
           -     વિમલા દેવી

🌻4} અશોક ચક્રથી સન્માનિત પ્રથમ મહિલા 
          -     નીરજા મિશ્ર

🌻5} ભારતરત્નથી સન્માનિત થવા વાળી પ્રથમ મહિલા  
        -     ઇન્દિરા ગાંધી

🌻6} નોબેલ પુરસ્કાર વિજેતાની પ્રથમ મહિલા 
          -     મધર ટેરેસા

🌻7} જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત થવા વાળી પ્રથમ મહિલા 
         -     આશાપૂર્ણા દેવી

🌻8} સાહિત્ય અકાદમીથી સન્માનિત થવા વાળી પ્રથમ મહિલા  
         -     અમૃતા પ્રીતમ

🌻9} મૂર્તિ દેવી પુરસ્કારથી સન્માનિત થવા વાળી પ્રથમ મહિલા  
        -     પ્રતિભા રાય

🌻10} અર્જુન પુરસ્કાર થી સન્માનિત થવા વાળી પ્રથમ મહિલા 
         -   એન. લમ્સડેન

🌻11} ભારતમાં પ્રથમ મહિલા કેન્દ્રીય પ્રધાન કોણ હતા? 
        –  રાજકુમારી અમૃત કૌર  

🌻12} ભારતમાં પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ (હિમાચલ પ્રદેશના) કોણ હતા? 
         – લીલા શેઠ

🌻13} ભારતમાં પ્રથમ મહિલા મેયર(મુંબઈના) કોણ હતા? 
        – સુલોચના મોદી

🌻14} ભારતમાં પ્રથમ મહિલા વિશ્વ સુંદરી કોણ હતા? 
        –  રીતા ફરીયા

🌻15} ભારતમાં પ્રથમ મહિલા આઈ.પી.એસ. કોણ હતા?
         –  કિરણ બેદી 

🌻16} ભારતમાં પ્રથમ મહિલા પાયલટ કોણ હતા?
         – દુર્બા બેનરજી

🌻17} ભારતમાં પ્રથમ મહિલા અવકાશ યાત્રી કોણ હતા?
         –   કલ્પના ચાવલા

🌻18} ભારતમાં પ્રથમ મહિલા ઈજનેર કોણ હતા? 
        – લલિતા સુબ્બારાવ

🌻19} ભારતમાં પ્રથમ મહિલા શાસક કોણ હતા?  
        –  રઝીયા સુલતાના

🌻20} ભારતમાં પ્રથમ મહિલા રાજ્ય પ્રધાન કોણ હતા?
         –  વિજયા લક્ષ્મી પંડિત 

⚓R.K.....

🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿

🌺રામનારાયણ પાઠક🌺

🛍👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🛍

➖૮ એપ્રિલ
🌺રામનારાયણ પાઠક🌺
                       
🎀〰ગાંધીયુગના સાહિત્યગુરૂ તરીકે ઓળખાતા રામનારાયણ પાઠકનો જન્મ તા. ૮/૪/૧૮૮૭નાં રોજ ગાણોલ (તા. ધોળકા) બ્રાહ્મણ પરિવારમાં થયો હતો.

🎀〰પિતાનું નામ વિશ્વનાથ પાઠક અને માતાનું નામ આદીતબાઈ હતું.

🎀〰તેમના પિતા  શિક્ષકની નોકરી કરતા હોવાથી તેમણે પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ વિવિધ ગામોમાં મેળવ્યું.

🎀〰ઉચ્ચશિક્ષણ મુંબઈની વિલ્સન કોલેજમાંથી તર્કશાસ્ત્ર અને દર્શનશાસ્ત્ર વિષયો સાથે ઈ.સ.૧૯૦૮માં બી.એ થયા.

🎀〰વિદ્યાકીય ક્ષેત્રમાં કામ કરવાની ભાવના છતાં સરકારી નોકરી ન કરવાના સંકલ્પને કારણે મુંબઈમાં ઈ.સ.૧૯૧૧માં એલએલ.બી.ના અભ્યાસ પછી અમદાવાદ આવી વકીલાત શરૂ કરી; પણ ક્ષયરોગનું નિદાન થતાં ઈ.સ.૧૯૧૨માં સાદરામાં સ્થિર થયા.

🎀〰 પ્રર્યાપ્ત આર્થિક જોગવાઈ થયેથી વકીલાત છોડી શેષ જીવન શિક્ષણ અને સાહિત્યની સેવામાં ગાળવાનો નિર્ણય કરેલો, પણ ઈ.સ.૧૯૧૯ના અંતમાં એમણે માંદગી નિમિત્તે વકીલાત આટોપી લીધી. ઈ.સ.૧૯૨૦માં ઇન્દુલાલ યાજ્ઞિકના નિમંત્રણથી ગુજરાત ગુજરાત કેળવણી મંડળમાં જોડાઈ જે. એલ. ન્યુ ઇંગ્લિશ સ્કૂલનું આચાર્યપદ સંભાળ્યું, પરંતુ ગાંધીજીના અસહકાર આંદોલનમાં મંડાણ થતાં, શાળા છોડી ઈ.સ.૧૯૨૧માં ગૂજરાત વિદ્યાપીઠમાં જોડાયા.

🎀〰 ઈ.સ. ૧૯૨૮ સુધી વિવિધ વિદ્યાશાખાઓના તેજસ્વી વિદ્વાનોના સંપર્કમાં પ્રમાણશાસ્ત્ર અને ભાષા-સાહિત્યના અધ્યાપક તરીકે કામ કર્યું.

🎀〰ગૂજરાત વિદ્યાપીઠના અધ્યાપક તરીકે તેમ જ ‘પ્રસ્થાન’ માસિકના તંત્રી (૧૯૨૫-૧૯૩૭) તરીકે તેઓ ગુજરાતની નવી સાહિત્કારપેઢીના એવા માર્ગદર્શક બન્યાં કે ‘ગાંધીયુગના સાહિત્યગુરુ’ તરીકે ઓળખાયા.

🍂 સમીર પટેલ 🍃
🏵🛡 જ્ઞાન કી દુનિયા 🛡🏵
🌿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿🌿

🌿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🌿

🎀〰રામનારાયણ પાઠકે મુખ્યત્વે વાર્તાકાર, કવિ, વિવેચક અને નિબંધકાર સંશોધક  અને સંપાદક તેમ જ અનુવાદક તરીકે માનમાં મેળવી.

🎀〰 દ્વિરેફના ઉપનામથી વાર્તાઓ, શેષ ઉપનામથી કાવ્યો અને ‘ સ્વૈરવિહારી’ ઉપનામથી નિબંધો લખ્યા છે.

🎀〰એમના હળવા નિબંધોમાં સૂક્ષ્મ વિનોદવૃત્તિ અને અખા જેવી ઉગ્ર ક્ટાક્ષવૃત્તિના દર્શન થાય છે.

🎀〰 એમની સરળ વિશાળ, પાસડીક અને તલસ્પર્શી અહોલી વિવેચનાએ એમને ગુજરાતી સાહિત્યના મૂર્ધન્ય વિવેચકોમાં સ્થાન પામ્યું છે.

🎀〰 તેમણે ‘અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય’, ‘અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો’  ‘કાવ્યની શક્તિ’ , ‘સાહિત્યવિમર્શ’ , ‘આલોચના’ , ‘નર્મદાશંકર કવિ’ ને સમાવતો ‘નર્મદઃ અર્વાચીન ગદ્યપદ્યનો આદ્ય પ્રણેતા’, ‘સાહિત્યાલોક’ , ‘નભોવિહાર’ અને ‘આકલન’ વગેરે ગ્રંથો લખ્યા છે.

🎀〰‘નભોવિહાર’માં મધ્યકાળનો સર્જકલક્ષી અને અર્વાચીનકાળનો સ્વરૂપલક્ષી પરિચય છે તે આકાશવાણી-વાર્તાલાપની સરળતા ને લોકગમ્યતા છતાં ઘણાં નોંધપાત્ર નિરીક્ષણોને પણ ગૂંથી લે છે.
🎀〰‘પૂર્વાલાપ’ તેમનું સંપાદન પુસ્તક છે.
🎀〰‘નળાખ્યાન’, ‘સરસ્વતીચંદ્ર’, ‘રાઈનો પર્વત’, ‘આપણો ધર્મ’, ‘વિશ્વગીતા’ વગેરે વિશેના સર્વાંગી અભ્યાસ રજૂ કરતા નિબંધો એમની મૌલિક વિવેચનદ્રષ્ટિથી ખાસ લક્ષ ખેંચે છે.

🎀〰 ‘કાવ્યપરિશીલન’માં એમના કેટલાક વિદ્યાર્થીભોગ્ય આસ્વાદો પણ ગ્રંથસ્થ થયા છે.

🌿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿🌿

🌿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🌿

🎀〰૧૯૨૧માં ‘જાત્રાળુ’ ઉપનામથી લખેલા ‘રાણકદેવી’ થી એમની કાવ્યયાત્રાનો થયેલો આરંભ છેક ૧૯૫૫માં લખાયેલા ‘સાલમુબારક’ સુધી ચાલુ રહ્યો.

🎀〰પહેલા કાવ્યના ‘જાત્રાળુ’ અને પછીથી એક વખત પ્રયોજાયેલા ‘ભૂલારામ’ સિવાય એમણે કાવ્યો પરત્વે ‘શેષ’ ઉપનામ રાખ્યું અને પહેલા કાવ્યસંગ્રહને ‘શેષના કાવ્યો’  નામ આપ્યું.

🎀〰પહેલી આવૃત્તિમાં માત્ર સડસઠ અને બીજી આવૃત્તિમાં તોતેર જેટલાં કાવ્યો તથા થોડાંક પ્રકીર્ણ મુક્તકો આદિને સમાવતો આ સંગ્રહ  છે.

🎀〰‘શેષનાં કાવ્યો’ની સત્તર રચનાઓ અને અન્ય ચાલીસ કાવ્યોને સમાવતો મરણોત્તર સંગ્રહ ‘વિશેષ કાવ્યો’  ‘શેષ’ની સર્વ લાક્ષણિકતાઓની જાળવણી અને ‘તુકારામનું સ્વર્ગારોહણ’ જેવાં ખંડકાવ્યોના નૂતન પ્રયોગને કારણે ધ્યાનાર્હ બને છે.

🎀〰કવિતાની જેમ વાર્તામાં પણ પ્રયોગશીલતા દાખવનાર આ સર્જકનું વાર્તાક્ષેત્રે ઐતિહાસિક પ્રદાન છે.

🎀〰ઈ.સ.૧૯૨૩ થી ‘દ્વિરેફ’ના ઉપનામે લખાયેલી અને ત્રણ સંગ્રહોની કુલ ચાલીસ વાર્તાઓ આપનાર તેમણે  ‘દ્વિરેફની વાતો’-ભા. ૧,૨ અને ૩  આપ્યા છે.

🎀〰એમણે ‘સ્વૈરવિહાર’ના ઉપનામથી લખવા માંડેલું, તેના બે સંગ્રહો ‘સ્વૈરવિહાર’-ભા. ૧  અને ‘સ્વૈરવિહાર’-ભા. ૨ નિબંધસંગ્રહ આપ્યા છે.

🎀〰 તેમણે ‘ બૃહત પિંગળ’ મહાગ્રંથ એમની સંશોધન શક્તિનો કીર્તિકળશબની રહ્યો. તેમને નર્મદ સુવર્ણચંદ્રક તથા દિલ્લી સાહિત્ય અકાદમી તરફથી પારિતોષિક એનાયત થયા.

🎀〰બહુશ્રુતતા , વિદ્વતા , વિદ્ગ્ધતા અઅને સહદયતા એમની તેજસ્વી બહુમુખી પ્રતિભાના મુખ્ય લક્ષણો છે.

🎀〰એમનામાં સાક્ષરપેઢી અને ગાંધીયુગના સંસ્કારોનો શુભ સમન્વય થયો હતો.

🎀〰આવા બહુમુખી પ્રતિભા ધરાવનાર પાઠકનું મુબઈમાં હદયરોગના હુમલાથી તા.૨૧/૮/૧૯૫૫ના રોજ અવસાન થયું હતું.💐

🛍🌻જ્ઞાન કી દુનિયા 🌻🛍