Thursday, 27 April 2017

🇮🇳ભારત પરિચય🇮🇳

👩‍🌾👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👩‍🌾

🍁ભારત ની ભૂગોળ 🍁
👣 ભાગ ➖ 1 👣

🇮🇳ભારત પરિચય🇮🇳

*🍂 🙏🏻મિત્રો આંકડાકીય માહિતી અને કોઈ પોસ્ટ પર નામ બદલાયું હોય તો ધ્યાન દોરવા વિનંતી 🙏🏻🍂*

📮ક્ષેત્રફળ
➖૩૨,૮૭,૨૬૩ ચો કિમી

📮અક્ષાંશ
➖૮º ૪’ ઉ. થી ૩૭º ૬’ ઉતર અક્ષાંશ

📮રેખાંશ
➖૬૮º ૭’ પૂ. થી  ૯૭º ૨૫’ પૂર્વ  રેખાંશ

📮પ્રમાણ સમયરેખા
➖ ૮૨º ૫’ પૂ. રેખાંશ (અલાહાબાદ અને વારાણસી વચ્ચેથી પસાર થાય છે.)

📮રાજ્યો
➖ ૨૯ (કેન્દ્રશાસિત પ્રદેશો : ૭ (દિલ્લી સહિત ))

📮રાજધાની
➖ દિલ્લી

📮પૌરાણિક નામ
➖ભરતખંડ
➖ભરતભૂમિ

📮વર્તમાન નામ
➖ભારત
➖ ઇન્ડીયા
➖હિન્દુસ્તાન

📮સ્વાતંત્ર્ય દિન
➖ ૧૫મી ઓગસ્ટ ૧૯૪૭

📮પ્રજાસત્તાક દિન
➖ ૨૬મી જાન્યુઆરી ૧૯૫૦

📮રાષ્ટ્ધ્વજ
➖ ત્રિરંગો (કેસરી,સફેદ, લીલો )અને વચ્ચે અશોકચક્ર ( તા.૨૨/૭/૧૯૪૭ માન્યતા)

📮રાષ્ટ્રીય ધ્વજ ગીત
➖ઝંડા ઊંચા રહે હમારા

📮રાષ્ટ્રીય સુચનાપત્ર
➖શ્વેત પત્ર

📮રાષ્ટ્રીય મુદ્રા
➖ રૂપિયો

📮રાષ્ટ્રીય વિદેશનીતિ
➖ગુટ નિરપેક્ષ

📮રાષ્ટ્ગીત
➖ જન……ગણ….મન (રવીન્દ્રનાથ ટાગોર )(તા. ૨૪/૧/૧૯૫૦)

📮રાષ્ટ્ગાન
➖ વંદે માતરમ (બંકીમચંદ્ર ચેટરજી ) (તા. ૨૪/૧/૧૯૫૦ સૌપ્રથમ ગાન- ઓમકારનાથ ઠાકુર ગાયું.)

📮રાષ્ટ્રીય ચિન્હ
➖અશોક ચક્ર ( તા. ૨૬/૧/૧૯૫૦ના રોજ માન્યતા)

◾🍃 સમીર પટેલ  🍃◾
👩‍🌾👀જ્ઞાન કી દુનિયા 👀👩‍🌾
👨‍🎓👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👨‍🎓

👩‍🌾👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👨‍🌾

*🍂 🙏🏻મિત્રો આંકડાકીય માહિતી અને કોઈ પોસ્ટ પર નામ બદલાયું હોય તો ધ્યાન દોરવા વિનંતી 🙏🏻🍂*

............ *(ભારત ની ભૂગોળ )*

📮રાષ્ટ્ભાષા
➖ હિન્દી

📮રાષ્ટ્રીય લિપિ
➖દેવનાગરી

📮રાષ્ટ્રપિતા
➖ મહાત્મા  ગાંધી

📮રાષ્ટ્રીયતા
➖ ભારતીય

📮રાષ્ટ્રીય મુદ્રાલેખ
➖ સત્યમેવ જયતે

📮રાષ્ટ્મુદ્રા (રાષ્ટ્રીય પ્રતિક)
➖ ચાર સિંહવાળી શિલ્પાકૃતિ જેમાં ત્રણ સિંહ દ્રશ્યમાન છે.

📮રાષ્ટ્રીય કેલેન્ડર
➖ ચૈત્ર સુદ એકમથી (શક સવંત) છેલ્લો ફાગણ (તા.૨૨/૩/૧૯૫૭)

📮રાષ્ટ્રીય પ્રાણી
➖ વાઘ

📮રાષ્ટ્રીય ફૂલ
➖કમળ

📮રાષ્ટ્રીય પક્ષી
➖  મોર

📮રાષ્ટ્રીય વૃક્ષ
➖વડ

📮રાષ્ટ્રીય ફળ
➖કેરી

📮રાષ્ટીય મીઠાઈ
➖ જલેબી

📮રાષ્ટ્રીય રમત
➖ હોકી,કબડ્ડી

📮રાષ્ટ્રીય પુરસ્કાર
➖ ભારત રત્ન

📮રાષ્ટ્રીય ધર્મ
➖ધર્મ નિરપેક્ષતા

📮રાષ્ટ્રીય ગ્રંથ
➖શ્રીમદ્ ભગવદગીતા

📮રાષ્ટ્રીય મંત્ર
➖ ઓમ

📮રાષ્ટ્રીય નદી
➖ગંગા

📮રાષ્ટ્રીય યોજના
➖ પંચવર્ષીય યોજના

📮રાષ્ટ્રીય પિતા
➖ મહાત્મા ગાંધી 

📮કુલ વસ્તી
➖ ૧,૨૧,૦૧,૯૩,૪૨૨ (૩૧ માર્ચ, ૨૦૧૧)

📮પુરુષો
➖ ૬૨,૩૭,૨૪,૨૪૮ (૩૧ માર્ચ, ૨૦૧૧)

📮મહિલાઓ
➖ ૫૮,૬૪,૬૯,૧૭૪ (૩૧ માર્ચ, ૨૦૧૧)

📮પુરુષ –મહિલા પ્રમાણ
➖ ૧૦૦૦ : ૯૪૦ (૩૧ માર્ચ, ૨૦૧૧)

📮વસ્તીગીચતા
➖૩૮૨ પ્રતિ ચો કિમી (૩૧ માર્ચ, ૨૦૧૧)

◾🍃સમીર પટેલ 🍃◾
👩‍🌾👀જ્ઞાન કી દુનિયા 👀👩‍🌾
👨‍🎓👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👨‍🎓

👨‍🎓👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👨‍🎓

*🍂 🙏🏻મિત્રો આંકડાકીય માહિતી અને કોઈ પોસ્ટ પર નામ બદલાયું હોય તો ધ્યાન દોરવા વિનંતી 🙏🏻🍂*

📮વિપક્ષના નેતા
➖❓

📮વિપક્ષ નેતા( રાજ્યસભા)
➖ શ્રી ગુલાબનબી આઝાદ

📮રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર
➖શ્રી અજીતકુમાર દોબલ

📮ચેરમેન, નીતિપંચ
➖નરેન્દ્ર મોદી

📮ચેરમેન, અનુસૂચિત જાતિ
➖ શ્રી પી.એલ.પુનિયા

📮ચેરમેન, અનુસૂચિત જનજાતિ
➖ શ્રી રામેશ્વર ઓરાંત

📮ચેરમેન, રાષ્ટ્રીય લઘુમતી પંચ
➖શ્રી નસીમ અહેમદ

📮ચેરમેન, ઓ.બી.સી. પંચ
➖ વી. ઈશ્વર્યા

📮ચેરમેન, રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ
➖એસ.એલ.દત્તુ

📮કેબીનેટ સેક્રેટરી
➖ શ્રી પ્રદીપકુમાર સિક્કા

📮ચેરમેન, યુનિયન પબ્લિક સર્વિસ કમિશનર (UPSC)
➖David R. Syiemlieh

📮ચેરમેન, રેલ્વે બોર્ડ
➖ શ્રી એ.કે.મિત્તલ

📮ચેરમેન, યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનર (UGC)
➖ શ્રી વેદ પ્રકાશ

📮ચેરમેન, રાષ્ટ્રીય વનપંચ
➖શ્રી . બી.એન. કિરપાલ

📮ચેરમેન, સ્ટાફ સિલેકશન કમિશનર (SSC)
➖શ્રી અસીમ ખુરાના

📮ગવર્નર , રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)
➖ઊર્જીત પટેલ

📮ચેરમેન, રાષ્ટ્રીય જ્ઞાન આયોગ
➖શ્રી સામ પિત્રોડા

📮ચેરમેન, ભારતીય જીવન વીમા નિગમ(LIC)
➖શ્રી એસ.કે.રોય

📮ચેરમેન, સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકંડરી  એજ્યુકેશન ( CBSC) 
➖ શ્રી વિનીત જોશી

📮ડાયરેક્ટર, ઇન્ટેલિજન્સ બ્યૂરો (IB)
➖ શ્રી દીનેશ્વર શર્મા

📮ડાયરેક્ટર , સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટીગેશન (CBI)
➖શ્રી રાજીન્દર ખન્ના

◾🍃 સમીર પટેલ 🍃◾
👩‍🌾👀 જ્ઞાન કી દુનિયા 👀👩‍🌾
👨‍🎓👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👨‍🎓

👨‍🎓👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👨‍🎓

*🍂 🙏🏻મિત્રો આંકડાકીય માહિતી અને કોઈ પોસ્ટ પર નામ બદલાયું હોય તો ધ્યાન દોરવા વિનંતી 🙏🏻🍂*

📮સૌથી વધુ વસ્તીવાળું રાજ્ય
➖ ઉતર પ્રદેશ

📮સૌથી ઓંછી વસ્તીવાળું  રાજ્ય
➖ સિક્કિમ

📮વિસ્તારની દ્રષ્ટીએ સૌથી મોટું રાજ્ય
➖ રાજસ્થાન

📮સાક્ષ્રરતા
➖ ૭૪.૦૪ ટકા (૩૧ માર્ચ, ૨૦૧૧)

📮સાક્ષ્રરતા
➖ પુરુષો: – ૮૨.૧૪ ટકા (૩૧ માર્ચ, ૨૦૧૧)

📮સાક્ષ્રરતા
➖ મહિલાઓ: –  ૬૫.૪૬  ટકા (૩૧ માર્ચ, ૨૦૧૧)

📮સૌથી વધુ સાક્ષ્રરતા ધરાવતું રાજ્ય
➖ કેરલ (૯૩.૯૧ ટકા ) (૩૧ માર્ચ, ૨૦૧૧)

📮સૌથી ઓંછી સાક્ષ્રરતા ધરાવતું રાજ્ય
➖બિહાર (૬૩.૮૨ ટકા ) (૩૧ માર્ચ, ૨૦૧૧)

📮પ્રથમ વડા પ્રધાન
➖ પંડિત જવાહરલાલ નહેરુ

📮વર્તમાન વડાપ્રધાન
➖નરેન્દ્રભાઈ મોદી

📮પ્રથમ લોકસભા સ્પીકર
➖ ગણેશ વી.માવળંકર

📮વર્તમાન લોકસભાના સ્પીકર
➖શ્રીમતી સુમિત્રા મહાજન

📮ભારતના ડેપ્યુટી સ્પીકર
➖મુની સામી થાન્બીદુરાઈ

📮પ્રથમ રાષ્ટ્રપતિ
➖ ડૉ.રાજેન્દ્રપ્રસાદ

📮ભારતના રાષ્ટ્રપતિ
➖ પ્રણવ મુખર્જી

📮ભારતના ઉપરાષ્ટ્રપતિ
➖હામીદ અન્સારી

📮ભારતના ડેપ્યુટી ચેરમેન, રાજ્યસભા
➖ શ્રી પી.જે.કુરિયન

📮ભારતના સર્વોચ્યના મુખ્ય ન્યાયાધીશ
➖જે.એસ.ખેહર (૪૪ મા )

📮ભારતના રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ અધ્યક્ષ
➖ કે.જી.બાલક્રિષ્ણન

📮મુખ્ય ચૂંટણી  કમિશનર
➖ શ્રી નસીમ ઝૈદી

📮ભારતના એટર્ની જનરલ
➖મુકુલ રોહતગી

◾🍃 સમીર પટેલ 🍃◾
👩‍🌾👀જ્ઞાન કી દુનિયા 👀👩‍🌾
👨‍🎓👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👨

👨‍🎓👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👨‍🎓
*🍂 🙏🏻મિત્રો આંકડાકીય માહિતી અને કોઈ પોસ્ટ પર નામ બદલાયું હોય તો ધ્યાન દોરવા વિનંતી 🙏🏻🍂*

*......... (ભારત ની ભૂગોળ )*

📮સરકારના મોખ્ય વૈજ્ઞાનિક સલાહકાર
➖ ડૉ.આર.ચિદંબરમ

📮રક્ષામંત્રી વૈજ્ઞાનિક સલાહકાર
➖ શ્રી સતીશ રેડ્ડી

📮સભ્યસંખ્યા

*(લોકસભા )*
➖૫૪૩ +૨ એગ્લો  ઇન્ડિયનસભ્યસંખ્યા

*(રાજ્યસભા )*
➖વધુમાં વધુ ૨૫૦ (૨૩૮ ચુંટાયેલા અને ૧૨ રાષ્ટ્પતિ દ્વારા નિયુક્ત)

📮રાજ્યસભા સભ્યસંખ્યા
➖૨૪૫

📮દરીયાકીનારો
➖૭૫૧૬.૫ કિ.મી.

📮ભૂમિ સરહદ (લંબાઈ)
➖ ૧૫,૨૦૦ કિ.મી.

📮રેલવે માર્ગ
➖ ૬૪,૦૯૯ કિમી (માર્ચ, ૨૦૧૦ )

📮પાકા માર્ગ
➖૧૯,૯૯,૫૯૦ કિમી

📮હવાઈ મથક
➖૨૦૮ (આંતરરાષ્ટ્રીય મથક ૧૧ )

📮બંદરો
➖ ૧૧ મોટા
➖  ૨૦ મધ્યમ
➖૧૩૯ નાના

📮ઉચ્ચ ન્યાયાલયો
➖ ૨૪

◾🍃 સમીર પટેલ 🍃◾
👩‍🌾👀જ્ઞાન કી દુનિયા 👀👩‍🌾
👨‍🎓👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👨‍🎓

👨‍🎓👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👨‍🎓
*🍂 🙏🏻મિત્રો આંકડાકીય માહિતી અને કોઈ પોસ્ટ પર નામ બદલાયું હોય તો ધ્યાન દોરવા વિનંતી 🙏🏻🍂*

*.......(ભારત ની ભૂગોળ )*

📮શતરંજની શોધ ભારતે કરી કરી હતી.

📮ભારત વિશ્વનો સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે.

📮ભારત વિશ્વમાં સૌથી મોટા દેશમાં સાતમો ક્રમ ધરાવે છે.

📮ભારતનું અંગ્રેજી નામ ઇન્ડીયા ઇડસ નદી પરથી પડ્યું છે.

📮ભારતની આબોહવા મોસમી પ્રકારની છે.

📮પૌરાણિક રાજા દુષ્યંતના પુત્ર ભરત પરથી ભારત નામ પડ્યું છે

📮વારાણસી જે બનારસ નામથી ઓળખાય છે જે વિશ્વનું સૌથી પુરાણું અને ધબકતું શહેર છે.

📮બીજગણિત,ત્રિકોણમિતિ અને કલનની શરૂઆત ભારતે કરી હતી.

📮સાપ સીડીનો ખેલ ભારતે ૧૩મી શતાબ્દીમાં તૈયાર કર્યો હતો.

📮તિરૂપતિનું મંદિરમાં આવેલ વિષ્ણુમંદિર ૧૦મી શતાબ્દીમાં બનાવ્યું હતું જે વિશ્વનું સૌથી મોટું ધાર્મિક તીર્થસ્થાન છે.

📮વિશ્વનું પ્રથમ ગ્રેનાઈટ મંદિર બૃહદેશ્વરમંદિર જે તમિલનાડુંના તાજોરમાં આવેલું છે.

📮વિશ્વમાં શણની ચીજવસ્તુઓની નિકાસમાં ભારત બાંગ્લાદેશ પછી બીજા નંબરે આવે છે.

📮ભારતમાં ૧૧ આતરરાષ્ટ્રીય હવાઈમથકો  અને ૧૧૨ સ્થાનિક હવાઈમથકો છે.

📮ભારતમાં રેલમાર્ગોની લંબાઈ ૬૩,૧૪૦ કિ.મી.છે.

📮ભારતમાં આકાશવાણી કેન્દ્રો ૨૦૮ સ્ટેશનો અને ૩૨૭ પ્રસારણકેન્દ્રો આવેલા છે.

📮સર્પગંધા નામની વનસ્પતિ ફક્ત ભારતમાં જ થાય છે. જે લોહીના ઊંચા દબાણના રોગ મટાડે છે. વિશ્વમાં તેની ખૂબ જ માંગ છે.

📮ભારતમાં સૌથી વધારે વરસાદ મેઘાલયમાં થાય છે.

📮ભારતમાં સૌથી વધુ તાપમાન શ્રીગંગાનગર (રાજસ્થાન)માં ૫૦˚ સે કે તેથી વધુ હોય છે.

📮ભારતમાં સૌથી ઓછું તાપમાન દ્રાસ (જમ્મુ કાશ્મીર માં -૪૫˚ સે થી ઓછું હોય છે.

📮ભારત ઉષ્ણ સમશીતોષ્ણ કટિબંધમાં આવેલો છે.

◾🍃સમીર પટેલ 🍃◾
👨‍🌾👩‍🌾જ્ઞાન કી દુનિયા 👨‍🌾👩‍🌾

📮બોલીવૂડ પીઢ અભિનેતા

📮બોલીવૂડ પીઢ અભિનેતા

પાકિસ્તાનમાં જન્મના ત્રણ વર્ષમાં જ ભારતના ભાગલા થતા વિનોદ ખન્નાનો પરિવાર મુંબઈ આવી ગયો હતો. એમણે કોલેજનું ભણતર દિલ્હીમાં પૂરું કર્યું હતું. 1968માં મન કા મીત ફિલ્મમાં વિલનનાં રોલ સાથે બોલીવૂડમાં એન્ટ્રી કરી હતી. શરૂઆતમાં એમણે પૂરબ ઔર પશ્ચિમ, સચ્ચા જૂઠા, આન મિલો સજના, મસ્તાના, મેરા ગાંવ મેરા દેશમાં ખલનાયકની ભૂમિકા કરી હતી. ત્યારબાદ અચાનક, ફરેબી, કૈદ, ઈનકારમાં હીરો તરીકે કામ કર્યું હતું. કુરબાની, શંકર શંભુ, ચોર સિપાહી, હેરા ફેરી, ખૂન પસીના, અમર અકબર એન્થની, મુકદ્દર કા સિકંદર જેવી ફિ્લ્મોમાં એમનાં અભિનયની ખૂબ પ્રશંસા થઈ હતી. તાજેતરમાં એ વોન્ટેડ, દબંગ, દબંગ 2, દિલવાલેમાં પણ ચમક્યા હતા.

જન્મ : 6 ઓક્ટોબર, 1946
જન્મ સ્થળ : પેશાવર, પાકિસ્તાન

💐💐💐💐💐💐🙏🏻🍃

Wednesday, 26 April 2017

◾વિશ્વ બૌદ્ધિક સંપદા દિન◾

📮👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿📮

◾વિશ્વ બૌદ્ધિક સંપદા દિન◾

📨➖વિશ્વ બૌદ્ધિક સંપદા દિન, દર વર્ષે એપ્રિલ ૨૬નાં રોજ ઉજવવામાં આવે છે.

📨➖આ પ્રસંગ સને.૨૦૦૧ માં વિશ્વ બૌદ્ધિક સંપદા સંગઠન (World Intellectual Property Organization) (WIPO) દ્વ્રારા સ્થાપિત કરવામાં આવ્યો.

📨➖જેનો ઉદ્દેશ "આપણા રોજબરોજનાં જીવનમાં બૌદ્ધિક સંપદાના પ્રદાન વિશે જાગૃતિ લાવવાનો અને સંશોધકો તથા કલાકારો દ્વારા,વિશ્વભરમાં સમાજનાં વિકાસ માટે, કરાયેલા પ્રદાનની ઉજવણી કરવાનો છે".

📨➖આ માટે એપ્રિલ ૨૬નો દિવસ નક્કિ કરાયો કારણકે સને.૧૯૭૦ માં આ દિને "વિશ્વ બૌદ્ધિક સંપદા સંગઠન" ની સ્થાપના કરાયેલ.

🌺જ્ઞાન કી દુનિયા 🌺
📮👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿📮

📮શ્રી નિવાસ રામાનુજન 📮

💐👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿💐

📮26 એપ્રિલ મ્રુત્યુ 📮
📮શ્રી નિવાસ રામાનુજન 📮

📨➖ભારતના મહાન ગણિતશાસ્ત્રી શ્રી નિવાસ રામાનુજનનો જન્મ ઇ.સ.1887 માં તામિલનાડુ પાસેના એરોડ ગામમાં થયો હતો.

📨➖ ગણિતના અભ્યાસના પુસ્તકો મેળવીને ઘરે અભ્યાસ કરતા ને પોતાની બુદ્ધિપ્રતિભાથી તેઓ ગણિતના પ્રશ્નોના ઉત્તર નવી નવી તરકીબથી કરતા હતા.

📨➖દશકાઓથી સાબિત નહીં થયેલા ગણિતના કેટલાક અતિ કઠિન પ્રશ્નો સરળ રીતે તેમણે સાબિત કરી આપ્યા.

📨➖એમની સ્મરણ શક્તિ અનન્ય હતી.

📨➖સંખ્યાઓને યાદ રાખવી એમના માટે રમત હતી.

📨➖એમનામાં એક અદ્વિતીય મૌલિકતા તથા વિચિત્ર પ્રતિભા હતી.

📨➖ પ્રો.જી.એચ. હાર્ડીએ ગણિતના સંશોધન માટે સગવડ આપી.

📨➖તેમના વિશે પ્રો.હાર્ડીએ લખ્યું છે કે : *રામાનુજન નિ:સંદેહ આધુનિક સમયના સર્વશ્રેષ્ઠ ભારતીય ગણિતજ્ઞ છે.તેમની કાર્યપદ્ધતિ સર્વથા નવીન અને વિલક્ષણ છે’*.

📨➖ઇંગ્લેન્ડમાં રહ્યા તે સમયમાં વિશ્વભરની અનેક સંસ્થાઓને તેમનું વારંવાર ભવ્ય સન્માન કોઇ ભારતીય ગણિતજ્ઞ વિદ્વાનનું કદી થયું ન હતું.

📨➖શારીરિક માનસિક શ્રમને કારણે તેમને ક્ષય રોગ લાગુ પડ્યો.

📨➖સારવાર કારગત નીવડી નહીં. માત્ર 32 વર્ષની વયે આ વિદ્વાન જયોતિપુંજ 26/4/1920 ના રોજ મહાજયોતિમાં ભળી ગયો.

📨➖ રામાનુજન જગતના ગણિત નભોમંડળમાં એક ધૂમકેતુની જેમ અચાનક આવ્યા, આંજી  નાખે તેવા તેજથી થોડાંક વર્ષ પ્રકાશ્યા અને ધૂમકેતુની જેમ જ અકાળે વિદાય થઇ ગયા.

🌺જ્ઞાન કી દુનિયા 🌺

Tuesday, 25 April 2017

◾ગુગ્લીલ્મો માર્કોની◾

🎁👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🎁

◽૨૫ એપ્રિલ જન્મદિન ◽
◾ગુગ્લીલ્મો માર્કોની◾

📨➖મહાન વૈજ્ઞાનિક અને સંશોધક માર્કોનીનો જન્મ 25/4/1874 ના રોજ ઇટાલીમાં થયો હતો.

📨➖ અભ્યાસ દરમિયાન જ તેજસ્વી વિદ્યાર્થી તરીકે તેમણે પોતાનું નામ રોશન કર્યું હતું.

📨➖બાળપણથી જ તેમને વિદ્યુત સંશાધનોમાં અનોખો રસ હતો.

📨➖ઘરમાં જ પુસ્તકાલય હોવાથી તેઓ સતત વાંચતા રહેતા.

📨➖ માર્કોની અને તેના ભાઇ બંનેએ મળીને વીજળીના તરંગો મોકલવાના પ્રયાસો કર્યા અને એક દિવસ સફળતા મળી.

📨➖કોઇપણ જાતના તાર વગર અવાજ એક સ્થળેથી બીજે સ્થળેથી બીજે સ્થળે મોકલવાનું સંશોધન કર્યું.

📨➖માર્કોનીના આ આવિષ્કારે વિશ્વને હલબલાવી નાખ્યું.

📨➖ઇટાલીના સમ્રાટ અને સામ્રાજ્ઞીને પણ તેમનો પ્રયોગ જોવાની ઇચ્છા થઇ અને પ્રસન્ન થયાં.

📨➖માર્કોનીને હવે પ્રથમ કરતા વધારે મદદ મળવા લાગી.

📨➖ કેનેડાની સરકારે માર્કોનીને આમંત્રણ આપી સંદેશા-વ્યવહારનું સેન્ટર ઊભું કર્યું.

📨➖ત્યારબાદ તેમણે ‘અલ્ટ્રા શોર્ટ એન્ડ માઇલ વેવ્ઝ’ પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું, જેની મદદથી રેડિયોની શોધ થઇ.

📨➖માર્કોનીને ભૌતિક વિજ્ઞાનનો ‘નોબેલ પુરસ્કાર’ મળ્યો. ઇટાલિયન સરકારે એનું ભારે સન્માન કર્યું.

📨➖ ઇટાલીના રાજાએ તેને માટે વારસાગત ઉમરાવપદ પણ આપ્યું.

📨➖સંદેશા-વ્યવહારમાં ક્રાંતિકારી શોધ કરી દુનિયાને ઉપયોગી થનાર માર્કોનીનું ઇ.સ.1937 માં 64 વર્ષની ઉંમરે અવસાન થયું.

📨➖રેડિયોના પ્રચાર અને પ્રસારથી જ વિશ્વને એક તાંતણે ગૂંથ્યું છે એ ચમત્કાર સર્જનાર માર્કોની જ હતા.

📽🍃સમીર પટેલ 🍃📽
📮👨‍🎓જ્ઞાન કી દુનિયા 👨‍🎓📮

Monday, 24 April 2017

◾ડૉ.પંકજ જોશી◾

🎁👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🎁

◽૨૫ એપ્રિલ જન્મદિન ◽
◾ડૉ.પંકજ જોશી◾
                      
📨➖સુપ્રસિદ્ધ ખગોળવિદ, ‘ ફાયર બોલ’ થીયરીથી હવે વિશ્વમાં જાણીતા થયેલા પંકજ જોશીનો જન્મ તા. ૨૫/૪/૧૯૫૪ના રોજ શિહોરમાં થયો હતો.

📨➖વિજ્ઞાનની એક શાખામાં જગપ્રસિદ્ધ થયેલા વિજ્ઞાની પંકજ જોશી ગુજરાતી માધ્યમમાં ભણ્યા છે.

📨➖તેમણે એમ.એસ.સી.સુધીનો અભ્યાસ ભાવનગરમાં કરીને પી.એચ.ડી.ની ડીગ્રી મુંબઈ યુનિવર્સિટીમાંથી લીધી.

📨➖ તેમણે ડૉ. જયંત નારલીકર જીવ વિજ્ઞાની પાસે પી.એચ.ડી કર્યું હતું.

📨➖ગણિતશાસ્ત્રસ્ત્રમાં એમ.એસ.સી.ની ડીગ્રીઓ પ્રાપ્ત કર્યા પછી તેઓ મુંબઈની તાતા ઇન્સ્ટીટયુટ ઓફ ફંટામેન્ટલ  રિસર્ચમાં સંશોધન કામ કરી.

📨➖ઈ.સ. ૧૯૮૧મ બે વર્ષ માટે અમેરિકાની પીટર્સબર્ગ યુનિવર્સિટીમાં વિશેષ અભ્યાસ માટે ગયેલા.

📨➖ઈ.સ. ૧૯૮૩માંતેઓ તાતા ઇન્સ્ટીટયુટ ઓફ ફંટામેન્ટલરીસર્ચના ખગોળશાસ્ત્ર વિભાગમાં જોડાયા. અને તે જ સંસ્થામાં પ્રોફેસર તરીકે સંશોધન કાર્ય કરી રહ્યા છે.

📨➖ તેમના માર્ગદર્શન હેઠળ સાત સંશોધકોએ પી.એચ.ડી. કર્ય હતું. તેમનું સંશોધન તારાઓના મૃત્યુની આસપાસ ઘૂમતું રહ્યું છે.

📨➖તારાઓમાં મૃત્યુ વિશેની તેમની ‘ ફાયર બોલ’ થિયરી આખા જગતમાં સ્વીકારી છે.

📨➖સૂર્ય કરતાં ૧૦ કે ૨૦ ગણા મોટા તારાઓનો અંત આવે ત્યારે શું સ્થિતિ સર્જાય તે વિષય પર તેમનું સંશોધન કર્યું છે અને એક પુસ્તક પણ લખ્યું છે : *ગ્રેવીટેશનલ કોલેપ્સ એન્ડ સ્પેટટાઈમ સિગ્યુલાઈટીરીઝ*’ .

📨➖ ડૉ. હેકિંગનું પુસ્તક પણ છપાયું છે, એ  વાંચીને ડૉ. જોશીએ તેમના સંશોધનની શરૂઆત કરી હતી.

📨➖ ડૉ. હેકીન્ગનું પુસ્તક સંશોધન એમ કહે છે કે તારાનાં મોત બાદ બ્લેક હોલ જ સર્જાય. મતલબ કે દરેક તારો મર્યા બાદ બ્લેક હોલ જ બંને.

📨➖ નાના તારાઓ મૃત્યુ બાદ વ્હાઈટ ડવાર્ક  બને છે, પણ બીજા તારાઓનું શું ? અમારું સંશોધન એક ખે છે કે નાના તારાઓ બ્લેક હોલ બને એ વાટ સાચી પણ સૂર્ય કરતાં ૧૦ કે ૨૦ ગણા તારાઓ સંકોચાઈને વિસ્ફોટ પામે છે.

📨➖તારાઓના ગુરૂત્વાકર્ષણ ભંગાણ તથા વિલય વિશેનું પંકજ જોશીનું સંશોધન આંતરાષ્ટ્રીય પ્રસિદ્ધિ તથા સ્વીકૃતિ પામ્યું છે.

📨➖તેમનું આ વિષય પરનું અંગ્રેજી પુસ્તક ‘ *ગ્લોબલ આસ્પેકટ ઇન ગ્રેવીટેશન એન્ડ કોસ્મોલોજી* ‘ ઓક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસની ભૌતિકવિજ્ઞાનની પ્રતિષ્ઠિત સંશોધન પ્રગટ કર્યું.

📨➖ખગોળવિજ્ઞાન તથા વિશ્વની ઉત્પત્તિ વિષે તેમના એકસોથી વધુ સંશોધનપત્રો વિખ્યાત આંતરરાષ્ટ્રીય સામયિકોમાં પ્રકાશિત થયા છે.

📨➖ તેઓ અવારનવાર વિજ્ઞાન પર લેખો લખે છે, અને લોકભોગ્ય વ્યાખ્યાનો પણ આપે છે.

📨➖ ભારત તેમ જ વિશ્વના ઘણાં દેશોની યુનિવર્સિટીઓમાં તેઓ મુલાકાતી પ્રાધ્યાપક તરીકે કામ કરી ચૂક્યા છે.

📨➖ઘણાં આંતરાષ્ટ્રીય તથા રાષ્ટ્રીય પરિસંવાદોમાં તેમણે પુરસ્કૃત કર્યા છે. તેમણે વિજ્ઞાનના થોડા પુસ્તકો ગુજરાતીમાં પણ લખ્યા છે.

👨‍🎓સમીર પટેલ 👨‍🎓
🎁🌺જ્ઞાન કી દુનિયા 🌺🎁

📮૨૫ એપ્રિલ 📮

📨👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿📨

📮૨૫ એપ્રિલ 📮
🏵તહેવારો અને ઉજવણીઓ🏵

◾પોર્ટુગલ ➖ આઝાદી દિન.

◾ઇજીપ્ત ➖ સિનાઇ નો મુક્તિ દિવસ.

◾ઇટાલીમાં ➖નાઝીવાદ થી મુક્તિ દિવસ (૧૯૪૫)

◾ડી.એન.એ દિન

◾મેલેરિયા જાગૃતી દિવસ

🎁👨‍🎓જ્ઞાન કી દુનિયા 👨‍🎓🎁