Tuesday, 21 August 2018

*🙏ઈદ–ઉલ–અદા 🙏 બકરી ઈદ 🙏*

Yuvirajsinh Jadeja:
💐🙏💐🙏💐🙏💐🙏💐🙏
*🙏ઈદ–ઉલ–અદા 🙏 બકરી ઈદ 🙏*
💐🙏💐🙏💐🙏💐🙏💐🙏
*✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ) યુયુત્સુ 9099409723🙏*
https://t.me/gyansarthi
*🙏મિત્રો પ્રસ્તુત લેખ દ્વારા મારો ઈરાદો કોઈ પણ ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવાનો નથી, પણ એક વિચારને તરતો મૂકવાનો છે – શું આ બલિદાન ખરેખર યથાર્થ છે? શક્ય છે કે અમારૂં જ્ઞાન અલ્પ હોય અથવા તર્ક પાયાવિહોણા અથવા અવિચારી હોય, પરંતુ આ પ્રશ્નો એક સામાન્ય વિચારવંત નાગરીકના મનમાં ઉઠેલ છે, એનો યોગ્ય ઉત્તર મળે અથવા પ્રતિભાવ મળે તો ઘણું માર્ગદર્શન મળ્યું ગણાશે.🙏💐🙏💐🙏💐🙏*

*👉કુરાનના બીજા સુરાની ૧૯૬મી આયતમાં બકરી ઈદ માટે પ્રયોજવામાં આવેલ શબ્દ એટલે ઈદ–ઉલ–અદા જેને આપણે બકરી ઈદ તરીકે ઓળખીએ છીએ.*

*👉અબ્રાહમના જે દિકરાને જીવાડવા માટે અલ્લાહે પાણીનો સ્ત્રોત બનાવેલ તે ઝમઝમનો કે હાજીરનો કુવો, અને હાજીર જ્યાં મૃત્યુ પામેલ ત્યાં અલ્લાહની હાજરીની અને એની અનુપમ દયા આપણી પર છે જ તેની સતત પ્રતીતી કરવા અબ્રાહમ અને એના દિકરા ઇસ્માલએ બનાવેલ પવિત્ર કાબા – એ સતત દેખાડે છે કે અલ્લાહમાં વિશ્વાસ રાખનારને તે મદદ કરે જ છે.*

*👉આ દરમ્યાન અબ્રાહમની પત્નીને જ્યારે શેતાન અલ્લાહનો આદેશ ન માનવા સતત સમજાવે છે ત્યારે અબ્રાહમ તે શેતાનને પથ્થર મારીને દૂર કરે છે જેની યાદમાં આજે પણ ત્યા શેતાનને પથ્થર મારવાની પ્રથા છે.🎯👉 ખરેખરતો એ આપણામાં રહેલા શેતાનને સમજણનો પથ્થર મારી ને દૂર કરવા સમજાવે છે પણ લોકો ફકત દેખીતું કામ જ કરે છે.*

*👉આજ અબ્રાહમની ફરી એક વાર અલ્લાહ પરીક્ષા લે છે અને તે માટે એ સ્વપ્નમાં આવી પોતાની સૌથી પ્યારી ચીજ એટલે કે એનો દિકરો ઈસ્માઇલ પોતાને આપી દેવાનો આદેશ આપે છે. અલ્લાહનો આદેશ પાળવાની ઇચ્છા બાપ પુત્ર સામે મૂકે છે અને ત્યારે એક શબ્દનો જન્મ થાય છે 🙌“ઇન્શાહ અલ્લાહ”🙌.. દિકરો ઈસ્માઇલ જગતના દરેક ધર્મોના નિચોડ સમું આ વાક્ય બોલે છે કે ઉપરવાળાની ઈચ્છા માણસે સહ્રદય સ્વીકારવી જોઇએ.*

*👉અબ્રાહમ પોતાના દિકરાને સૌની સામે લાવી અલ્લાહની ઈચ્છાથી તેની પર તલવાર ચલાવે છે ત્યારે એક બાપ તરીકે પોતાના દિકરા પર તલવાર ચલાવતા અબ્રાહમ અનાયાસે જ આંખો બંધ કરી દે છે. જ્યારે અલ્લાહને તેનો આદેશ ફળીભૂત થયો છે એમ કહેવા તે આંખો ખોલે છે ત્યારે સામે એનો દિકરો જીવતો હોય છે. નીચેની તરફ એક ઘેટું મરેલ પડ્યું હોય છે.*

*👆👉અબ્રાહમના આ બલીદાનની યાદમાં  ઈદ-ઉલ-અદા ઉજવવામાં આવે છે પણ સાવ સાચો તર્ક છે 🎯👉‘ઉપરવાળાને પોતાના પ્રાણથી પ્રિય વસ્તુ ને કોઇપણ મોહ વગર સમર્પિત કરવી’. બાકી હજારો વર્ષોથી થતી જીવ હત્યાથીતો અલ્લાહ પણ ખુશ નહી થતા હોય ! એક મૂંગા પ્રાણીને મારીને તેની જયાફત ઉડાડવી એ ઉપરવાળાનો આદેશ તો ન જ હોઇ શકે !👏👏*

*🙏🎯🔰👉આવી જ પણ કંઇક જુદી વાત યાદ આવે છે કે જુનાગઢના રા’ ડિયાસના દીકરા રા’નવઘણને બચાવવા જતા દેવાયત નામના આહિરે પોતાના સગા દિકરાને રા’નવઘણ સાથે બદલીને તલવારના એક ઝાટકે મારી નાંખેલો અને એની મા આયરાણીને એ રા’નવઘણ છે એની ખાત્રી કરવા મૃત્યુ પામેલ દિકરાની આંખો પરથી ચાલીને નીકળી જવાનુ કહેવામાં આવેલું. 🇮🇳દેશદાઝ માટે પોતાના દિકરાનુ બલીદાન તેમણે આપેલ જેની યાદગીરીરૂપે આજેય આહિર કોમની બહેનો કાળા અને લાલ કપડાં જ પહેરે છે, એ છોકરાનો શોક પાળે છે, વીસ વર્ષ પછી રા’નવઘણ ગાદીએ આવે ત્યારે એનો શોક મનાવનાર એ આહીર માતાની વાતને – એ બલિદાનને સદાય યાદ રાખવા, કોમની મૂળ ભાવનાને જીવતી રાખવા આજે પણ એ શોક યથાતથ મનાવાય છે. પણ ક્યાંય એ બલીદાનને યાદ કરીને બીજા બલીદાન થતા હોય તેવુ જાણવામાં આવ્યું નથી.🙏👏🙏👏🙏*

*🙏🙏🙏ઈસ્લામ દયા, શ્રદ્ધા અને માણસાઇના પાયા પર ટકેલ એક અદભુત ધર્મ છે.👉 મુસ્લીમોની પોતાના ધર્મ પ્રત્યેની લાગણી બીજા કોઇપણ ધર્મ કરતા અનેક ગણી વધુ છે જે એક વખાણવા લાયક વાત છે.👉 સાચા મુસ્લીમ પોતાના નબી એટલે કે ઉપરવાળાના આદેશથી પોતાની કમાણીનો અમુક ભાગ ‘જકાત’ સ્વરૂપે ગરીબોમાં વહેંચે છે. 👉ગમે તેટલી વધુ કે ઓછી કમાણી કરતો મુસ્લીમ પણ આ રીતે પોતાની કમાણીનો ભાગ જરૂરીયાતમંદને પહોંચાડે છે જે સલામ કરવા જેવી વાત છે. 👉ફક્ત સર્વસ્વના બલીદાનની ભાવનામાં મૂંગા પ્રાણીનું બલીદાન કંઇક સમજમાં ન આવે તેવી વાત છે.*

*🙏👉ઈસ્લામ પ્રમાણે ‘માલીકે નસીબ” કે જે વ્યક્તિને પોસાય તે બલીદાનના ત્રણ ભાગ કરીને એક ભાગ કુટુંબ માટે, એક મિત્રો અને સગા-વ્હાલા માટે અને ત્રીજો ભાગ જરૂરીયાતમંદને આપે છે.*

*👉🔰અલ્લાહે તો પોતાનુ સૌથી વ્હાલી વસ્તુ કે વ્યક્તિના બલીદાનનું સ્વપ્ન અબ્રાહમને આપેલું જેના પરિણામે ઈસ્માઇલનુ બલીદાન આપવાનું નક્કી કર્યું પણ હાલમાં થતી મૂંગા પ્રાણીઓનુ બલીદાન આપવાની એક પ્રથા થઈ ગઈ છે. બલીદાન કરનાર ખરેખર એક વાત હૈયે પૂછી જુએ કે શું ખરેખર આ બકરી કે ઘેટું મારી વ્હાલી કે મારુ સર્વસ્વ છે? શું એના જવાથી મને દુઃખ થશે?*

આમ જુઓ તો હવે બલીદાન એ ઉત્સવ થઇ ગયો છે, ખરો મર્મ ક્યાંક ખોવાયો હોય તેમ નથી લાગતું?

*📌❓📌શું આ બકરી ઈદના દિવસે પોતાની સૌથી મનગમતી વસ્તુને કોઇ ગરીબ જરૂરીયાતવાળી વ્યક્તિને મનમાં સહેજ પણ દુઃખ રાખ

્યા વગર આપી દેવાથી બલીદાન નહી થાય? અલ્લાહ ખુશ નહીં થાય?❓❓*

*✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏9099409723*

*🙏બકરી ઈદ કુરબાનીનો સંદેશ આપે છે.  બકરી ઈદથી જોડાયેલી એક કથા પણ પ્રચલિત છે, જે આ પ્રકારે છે – એવું માનવામાં આવે છે, કે પયગંબર હજરતને અલ્લાહે હુકમ કર્યો કે આપની સૌથી પ્યારી ચીજને મારા માટે કુરબાન કરી દો. પયગંબર સાહેબને પોતાનો એકનો એક દિકરો ઈસ્માઈલ, સૌથી વધારે પ્રિય હતો. ખુદાના હુકમ અનુસાર તેને પોતાના પ્રિય ઈસ્માઈલને કુરબાન કરવા મનાવી લીધો. આ વાતથી ઈસ્માઈલ પણ ખુશ હતો કે તે અલ્લાહની રાહ પર કુર્બાન થશે. બકરી ઈદના દિવસે જ જ્યારે કુર્બાનીનો સમય આવ્યો ત્યારે ઈસ્માઈલની જગ્યાએ એક દુમ્બા કુરબાન થઈ ગયો. અલ્લાહે ઈસ્માઈલને બચાવી લીધો અને પયગંબર સાહેબની કુર્બાની કબુલ કરી લીધી. ત્યારથી દરેક વર્ષે પયગંબર સાહેબ દ્વારા આપવામાં આવેલી કુર્બાનીની યાદમાં બકરી ઈદ મનવવામાં આવે છે.*

*ઈદ-ઉઝ-ઝુહા (બકરી ઈદ) પણ વિશેષ મહિમા ધરાવે છે. કારણ કે આ પર્વ પોતાની જાત સહિત સર્વસ્વ ધન, વૈભવ, સિદ્ધાંત, ન્યાય અને સત્ય માટે નિછાવર કરવાનું આહવાન આપે છે.*

*✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ) યુયુત્સુ 9099409723🙏*
https://t.me/gyansarthi

🌎 *જાણવા જેવું*🌎

🌎 *જાણવા જેવું*🌎

📖✍🏻 *શક્તિ*

🙏🏻 *ભગવત ગીતા*

🌳 *યુધિષ્ઠિર,ભીમ,અર્જુન કેના પુત્ર હતા ?

💁🏻‍♂ *કુંતી*

🌳 નકુલ એન સહદેવ કેના પુત્ર હતા ?

💁🏻‍♂ *માન્દ્રી*

🌳 ધૂતરાષ્ટ્ર અને ગાંધારી ને કેટલા પુત્ર હતા ?

💁🏻‍♂ *100*

💁🏻‍♂ એક બેન પણ હતી જેનું નામ *દુસાલા* હતું જેના લગન *જયદ્રથ* સાથે થયા હતા

🌳 ગીતા કેને કોને સંભળાવી હતી ?

💁🏻‍♂ *શ્રી કૃષ્ણ એ અર્જુન ને*

🌳 કયારે સંભળાવી હતી?

💁🏻‍♂ *આજ થી 7000 વર્ષ પહેલાં*

🌳 ભગવાન શ્રીકૃષ્ણ એ ક્યાં વારે સંભળાવી હતી ?

💁🏻‍♂ *રવિવારે*

🌳 કઈ તીથી હતી ?

💁🏻‍♂ *એકાદશી*

🌳 ક્યાં સંભળાવી હતી ?

💁🏻‍♂ *કુરુક્ષેત્ર ના મેદાન માં*

🌳 કેટલી વાર માં સંભળાવી હતી ?

💁🏻‍♂ *૪૫ મિનિટ માં*

🌳 કેટલા અધ્યાય છે ?

💁🏻‍♂ *18*

🌳 કેટલા શ્લોક છે ?

💁🏻‍♂ *૭૦૦*

🌳 ગીતા અર્જુન સિવાય કોને કોને સાંભળી છે ?

💁🏻‍♂ *ધૂતરાષ્ટ્ર અને સંજય*

🌳 અર્જુન પહેલા કોને ગીતા નું જ્ઞાન મળ્યું હતું ?

💁🏻‍♂ *સૂર્યદેવ ને*

🌳 ગીતા નું બીજું નામ ?

💁🏻‍♂ *ગીતોપનિષદ*

🌳 ગીતા નો સાર છુ સે ?

💁🏻‍♂ *શ્રીકૃષ્ણ ના ચરણે જવું*

🌳 ગીતા માં કોને કેટલા શ્લોક કીધા છે ?

💁🏻‍♂ *શ્રીકૃષ્ણ -574*
💁🏻‍♂ *અર્જુન - 50*
💁🏻‍♂ *સંજય - 40*
💁🏻‍♂ *ધૂતરાષ્ટ્ર - 1*

⭐⭐👮‍♂ *શક્તિ ગઢવી 9978664100*🚓

Quiz 21-8-2018

📚 *સવાલ જવાબ & કરંટ ગ્રુપ* 📚
〰〰〰〰〰〰〰〰〰〰
🎭 “ ચાલો આપણે ભગવાનથી ગભરાઇએ અને માણસથી ગભરાવાનું બંધ કરીએ ”આ ઉક્તિ કોની છે?

૧ મહાત્માં ગાંધી✅
૨ પૂજયશ્રી મોટા

🎭 વિશ્વમાં સૌપ્રથમ કૃત્રિમ ઉપગ્રહ કયા દેશે છોડયો?

૧ અમેરિકા
૨ રશિયા✅

🎭 ભારતનું કયું રાજય ઝાફરવાદી ભેસો માટે પ્રખ્યાત છે?

૧ ગુજરાત✅
૨ ઉત્તરપ્રદેશ

🎭 પુષ્પ કી અભિલાષા એ કોની દેશભક્તિ પૂર્ણ કવિતા છે?

૧ માખનલાલ ચતુર્વેદી✅
૨ હરિવંશરાય બચ્ચન

🎭 વિશ્વ મૌસમ દિવસની ઉજવણી ક્યારે થાય છે?

૧ એપ્રિલ
૨ ૨૩ માર્ચ✅

🎭 ભારતીય જીવનવીમા નિગમની સ્થાપના કયા વર્ષે થઇ હતી?

૧ ૧૯૫૨
૨ ૧૯૫૬✅

🎭ગુજરાતમાં કયા પ્રાણીને જંગલના સંત્રી તરીકે ઓળખવામાં આવે છે?

૧ સાબર✅
૨ શિયાળ

🎭 યુનાઇટેડ નૅશન્સની સ્થાપના કયારે થઇ હતી?

૧ ઇ.સ.૧૯૪૩માં
૨ ઇ.સ.૧૯૪૫માં✅

🎭 અખિલ ભારતીય વેપાર સંઘ કાંગ્રેસના પ્રથમ અધ્યક્ષ કોણ હતા?

૧ લાલા લજપતરાય✅
૨ લાલબહાદુર શાસ્ત્રી

🎭 ગુજરાતી ફિલ્મ કાશીનો દીકરોમાં લેવાયેલાં ગીત કેવા રે મળેલાં મનનાં મેળ ગીતના રચયિતા કોણ છે ?

૧ અનિલ જોષી✅
૨ ક્ષેમુ દિવેટિયા

🎭 એ કયો રાજા હતો જેને પોતાના પુત્રને વૃધત્વ દઇને એનું યુવાન લીધુ?

૧ શર્યાતી
૨ યયાતિ✅

🎭 અદ્વૈતવાદનો સિદ્ધાંત કોણે સમજાવ્યો હતો?

૧ શંકરાચાર્યે✅
૨ બ્રહ્માનંદ

🎭 મુંબઇમાં ગેટ વે આૅફ ઇન્ડિયાનું નિર્માણ કોણે કરાવ્યું?

૧ કિંગ જ્યોર્જ પંચમ✅
૨ લોર્ડ વિલિયમ બૅટિંગ

🎭 આધુનિકતાવાદનું ઉદ્‌ભવ સ્થાન કોને ગણવામાં આવે છે?

૧ ઇંગ્લેન્ડ
૨ યુરોપ✅

🎭હડપ્પા સંસ્કૃતિની શોધ કઇ સાલમા થઇ?

૧ ઇ.સ.૧૯૨૧✅
૨ ઇ.સ.૧૯૨૩

🎭 કવિ ખબરદારની ઉત્તમ કૃતિ કઇ?

૧ અવનિકા
૨ દર્શનિકા✅

🎭 ચંદ્રગુપ્ત મૌર્ય કયા વિશ્વવિદ્યાલયમાંથી શિક્ષણ મેળવ્યું હતું?

૧ તક્ષશિલા✅
૨ નાલંદા

🎭 સુધારકયુગને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે?

૧ પંડિતયુગ
૨ નર્મદયુગ✅

🎭 કઇ ધાતુ એ મિશ્ર ધાતુ નથી?

૧ લોખંડ✅
૨ ચાંદી

🎭 ઇન્ડિયા ગેટ અને રાષ્ટ્રપતિ ભવનની વચ્ચેના માર્ગને આપણે કયા નામથી ઓળખીએ છીએ?

૧ રાજપથ✅
૨ જનપથ

🎭 આધુનિકતાના પ્રારંભિક લક્ષણો કઇ કવિતામાં જાવા મળે છે?

૧ છિન્નભિન્ન છું✅
૨ અસ્ત વ્યસ્ત છું

🎭 એકચક્રા નગરમાં ભીમે કયા રાક્ષસનો વધ કર્યો?

૧ તારકાસુર
૨ બકાસુર✅

🎭 ભારતમાં કેળાનું સૌથી વધારે ઉત્પાદન કયા રાજ્યમાં  થાય છે?

૧ ગુજરાત
૨ તમિલનાડુ✅

🎭 કનૈયાલાલ મુનશીની મહાનવલકથા 'કૃષ્ણાવતાર’ કેટલા ભાગમાં વહેંચાયેલી છે?

૧ આઠ✅
૨ નવ

🎭 ભારતને પૃથ્વી પરનું સ્વર્ગ ગણાવનાર કોણ હતો?

૧ ઔરંગઝેબ
૨ અમીર ખુસરો✅

🎭 કયાં મુઘલ બાદશાહનો રાજ્યાભિષેક બૈરમ ખા  દ્વારા કલાનૌરમાં કરવામાં આવ્યો હતો?

૧ અકબર✅
૨ જાહગીર

✍🏻📖 *Sharing is Caring*📖✍🏻

*Copy કરી જરુરીયાતમંદને Paste કરો..*🙂✍🏻

💥નવનિયુક્ત રાજ્યપાલ💥

💥નવનિયુક્ત રાજ્યપાલ💥
(21-8-2018) ની સ્થિતિ એ

*જમ્મુ કાશ્મીર - સત્યપાલ મલિક*
*બિહાર* - *લાલજી ટંડન*
*ત્રિપુરા- કપ્તાનસિંહ સોલંકી*

*હરિયાણા -સત્યદેવ નારાયણ આર્ય*
*ઉત્તરાખંડ -બેબી રાણી મૌર્ય*
*સિક્કિમ* - *ગંગાપ્રસાદ*
*મેઘાલય - તથાગત રોય*

*@C M*
💐💐💐💐

Monday, 20 August 2018

💥💥 *ENGLISH CAPSULE*💥💥

💥💥 *ENGLISH CAPSULE*💥💥

    🏵 *One word substitute*🏵

👉🏿 Ready to believe anything *–Credulous* *ભોળિયું*

👉🏿That which lasts for a short time – *Transitory* *ક્ષણિક*

👉🏿Indifference to pleasure or pain – *Stoicism* *ભારે સંયમી*

👉🏿The essential or characteristic customs , habits and conventions of a society or community  *–Mores* *રૂઢિઓ, રીતો*

👉🏿 A system of Government in which only one political party is allowed to function –
*Totalitarianism* *એકહથ્થુ*

👉🏿 One who collects coins *--Numismatist* *સિક્કાશાસ્ત્રી*

👉🏿Violation of something holy or sacred *– Sacrilege*  *અપવિત્ર*

👉🏿 A broad road bordered with trees *- Boulevard* *કુંજમાર્ગ*

👉🏿 Animals who live in herds *– Gregarious* *જૂથચારી*

👉🏿 The murder of parents or near relative – *Parricide*   *પિતૃહત્યા*

👉🏿 A mild or indirect expression substituted for an offensive or harsh one  *– Euphemism* *સૌમ્યોક્તિ*

👉🏿 One who believes in no government and therefore incites disorder in a state *- Anarchist* *અરાજ્યવાદવાળું*

👉🏿 One who secretly listens to talks of others *– Eavesdropper* *બીજાનું ચોરી સાંભળવું*

👉🏿 Science of diseases *– Pathology* *રોગવિજ્ઞાન*

👉🏿 One who is beyond reforms *– Incorrigible* *રિઢું*

👉🏿 Concluding part of a literary work *- Epilogue* *ઉપસંહાર*

👉🏿 The act of killing whole group of people, especially a whole race *– Genocide* *નરસંહાર*

👉🏿 One who stays away from school without permission *– Truant* *ગાપચી મારવી તે*

👉🏿 A person without training or experience in a skill or subject *– Novice* *શિખાઉ*

👉🏿 Dissection of a dead body to find the cause of the death *– Autopsy* *શબપરિક્ષણ*

👉🏿 The study of religion and religious ideas and beliefs *- Theology* *ધર્મશાસ્ત્ર*

*🌎👩🏻‍🌾 ABCD👨‍🏫 🌎*

*▪અલંકાર▪*

*▪અલંકાર▪*
➖➖➖➖➖➖➖➖➖➖
*▪વર્ણાનુપ્રાસ*
➖એકનો એક વર્ણ ત્રણ કે ત્રણથી વધુ વાર આવે

*✔કા* મિની *કો* કિલા *કે* લિ *કૂ* જન *ક* રે.

*▪શબ્દાનુપ્રાસ/યમક*
➖એક સરખા ઉચ્ચારવાળા/ભિન્ન અર્થવાળા શબ્દો

✔મન *ગમયંતી* બોલ *દમયંતી* નળે પાડ્યો સાદ.

*▪અંત્યાનુપ્રાસ*
➖બંને પંક્તિના છેડે સરખા ઉચ્ચારવાળા (પ્રાસવાળા) શબ્દો

✔લાંબા જોડે ટૂંકો *જાય,*
     મરે નહિ તો માંદો *થાય.*

*▪પ્રાસસાંકળી*
➖પ્રથમ પંક્તિના છેલ્લા અને બીજી પંક્તિના પહેલા શબ્દ વચ્ચે પ્રાસ રચાય.

✔મહેતાજી નિશાને *આવ્યા*
    *લાવ્યા* પ્રસાદ ને કર્યો ઓચ્છવ.

*▪ઉપમા*
➖ઉપમેયને ઉપમાન સાથે સરખાવ્યું હોય છે.

✔રાધાજીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે.

*▪રૂપક*
➖ઉપમેય-ઉપમાન બંને એક જ એકરૂપ હોય.

✔મીરાંબાઈને સંસારસાગર ખારો લાગ્યો.

*▪ઉત્પ્રેક્ષા*
➖ઉપમેય જાણે ઉપમાન હોય એવી સંભાવના હોય.

✔મોનાલીસાનું મુખ જાણે ધરતી પરનો ચંદ્ર.

*▪વ્યતિરેક*
➖ઉપમેયને ઉપમાન કરતાં ચડિયાતું બતાવ્યું હોય.

✔રાધાના મુખ પાસે શરદપૂનમનો ચંદ્ર પણ ઝાંખો લાગે.

*▪અનન્વય*
➖ઉપમેયને ઉપમાન તરીકે ગણ્યું હોય.

✔જોગનો ધોધ ઈ તો જોગનો ધોધ.

*▪દૃષ્ટાંત અલંકાર*
➖ઉપમેય-ઉપમાન વાક્યો વચ્ચે બિંબ-પ્રતિબિંબનો સંબંધ

✔સાપ કાંચળી ઉતારે તેમ નળે દમયંતીને ત્યજી.

*▪અતિશયોક્તિ*
➖ઉપમાનમાં જ ઉપમેય સમાઈ ગયેલું હોય.

➖જો ચંદ્રમાં કલંક ન હોત તો દમયંતીના મુખ જેવો હોત.

➖➖➖➖➖➖➖➖➖➖➖
💥ખાંટ💥

Thursday, 16 August 2018

🌀 *_કૃષિ ના વિશિષ્ટ પ્રકારો_*🌀

🎀🎈🎀🎈🎀🎀🎈🎀🎈🎀

🌀 *_કૃષિ ના વિશિષ્ટ પ્રકારો_*🌀

◾ *વિટીકલ્ચર*

✅ _દ્રાક્ષનું વ્યાપારીક સ્તર પર ઉત્પાદન_

◾ *પીસીકલ્ચર*

✅ _માછલીનું વ્યાપારીક સ્તર પર ઉત્પાદન_

◾ *સેરીકલ્ચર*

✅ _રેશમના ઉત્પાદન માટે રેશમના કીડાનો કુત્રિમ રીતે વિકાસ કરવો_

◾ *એપીકલ્ચર*

✅ _મધના વ્યાપારીક સ્તર પર ઉત્પાદન માટે મધમાખી નુ પાલન_

◾ *સિલ્વીકલ્ચર*

✅ _વનોનુ સંરક્ષણ અને સંવધઁન કરવુ_

◾ *ફલોરીકલ્ચર*

✅ _વ્યાપારીક સ્તર પર ફુલોની ખેતી_

◾ *હોટિઁકલ્ચર*

✅ _ફુલ ફળો અને શાકભાજીનું વ્યાપારીક સ્તરે ઉત્પાદન_

◾ *મેરીકલ્ચર*

✅ _સમુદ્રી જીવોનું ઉત્પાદન_

◾ *અબઁરીકલ્ચર*

✅ _વૃક્ષો તથા જાડીઓની ખેતી_

◾ *ઓલેરીકલ્ચર*

✅ _જમીન પર ફેલાતી શાકભાજી ની ખેતી_

◾ *એલિવીકલ્ચર*

✅ જૈતુન ખેતી (Olive)

◾ *એવીકલ્ચર*

✅ _પક્ષીઓની વ્યાપારીક સ્તરે પાલન પદ્ધતિ_

◾ *ટીસ્યુકલ્ચર*

✅ _વૃક્ષો ને ઉછેરવા_

▶▶▶▶▶▶▶▶▶

🕹 *હરિયાળી ક્રાંતિ* 👉🏻 _1965-66 દરમીયાન થઇ_

🕹 *હરિયાળી ક્રાંતિ ના જનક* 👉🏻 _ડો . એમ એસ સ્વામિનાથન_

🕹 *આંતરરાષ્ટ્રીય સ્તરે હરિયાળી ક્રાંતિ ના જનક* 👉🏻 _ડો.નોરમાન બારલોગ_


🇮🇳 *_M@Rana_* *9624091055*

🙏🏻👮‍♂🚔🚔🚔🚔🚔🚔👮‍♂🙏🏻