Sunday 5 March 2017

અમદાવાદ જિલ્લા

😘: 🌷🌷અમદાવાદ જિલ્લાની રચના : 1 મે, 1960ના રોજ

🌷 ગુજરાત રાજ્યની સ્થાપના સમયે અમદાવાદ જિલ્લાની રચના કરવામાં આવી હતી.

🌷અમદાવાદ જિલ્લામાં કુલ 10 તાલુકાઓ છે.

😘: *જી..કે ઇસ બેસ્ટ ફોર એવર*
⚡⚡⚡⚡⚡⚡⚡⚡

*🌷🌷અમદાવાદમા આવેલ  સરોવર / તળાવ🌷🌷*

(1) મલાવ તળાવ, ધોળકા

(2) નરોડા તળાવ

(3) ચાંદલોડિયા તળાવ

(4) ચંડોળા તળાવ

(5) વસ્ત્રાપુર તળાવ

(6) કાંકરીયા તળાવ

(7) મુનસર તળાવ

(8) ગંગાસર તળાવ, વીરમગામ

(9) નળ સરોવર (તા. સાણંદ)

⚡⚡⚡⚡⚡⚡⚡⚡
😘: અમદાવાદની વિશેષતા :

1. અમદાવાદ ગુજરાત રાજ્યનું પ્રથમ પાટનગર અને વર્તમાનમાં 'આર્થિક પાટનગર' છે.
2. ભારતની સૌથી મોટી હોસ્પિટલ 'સિવિલ હોસ્પિટલ' અમદાવાદ છે.
3. અમદાવાદ શહેર 'ભારતનું માંચેસ્ટર' અને 'ભારતનું બોસ્ટન' તરીકે ઓળખાતું હતું.
4. અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન છે.
5. અમદાવાદ સૌથી વધું વસ્તી ધરાવતું શહેર અને સૌથી વધું વસ્તી ધરાવતો જિલ્લો છે.
6. ગુજરાતનું એકમાત્ર આંતરરાષ્ટ્રીય હવાઈ મથક અમદાવાદમાં આવેલું છે.
7. ગુજરાતની સૌપ્રથમ કોલેજ 'ગુજરાત કોલેજ' અમદાવાદમાં ઈ.સ. 1887માં શરૂ થઈ હતી.
8. યહુદીઓનું એકમાત્ર તીર્થધામ 'સિનેગોગ' અમદાવાદમાં ખમાસા વિસ્તારમાં છે.
9. ગુજરાતનું સૌપ્રથમ 'થ્રીડી થિયેટર' અમદાવાદમાં 'સાયન્સ સિટી' ખાતે શરૂ થયું હતું.
10. અમદાવાદમાં આવેલો 'દરિયાખાનનો ઘુમ્મટ' ગુજરાતનો સૌથી મોટો ઘુમ્મટ છે.

No comments:

Post a Comment