Tuesday, 4 April 2017

👉🏻 *નર્મદા ડેમની આજે 57મી બર્થ ડે:

*🕊નોલેઝ ગ્રુપ 🕊*

👉🏻 *નર્મદા ડેમની આજે 57મી બર્થ ડે: જમશેદજી વાચ્છાને આવ્યો હતો આ યોજનાનો વિચાર*

રાજપીપળા: ગુજરાતની જીવાદોરી ગણાતી સરદાર સરોવર નર્મદા યોજનાનું ભૂમિપૂજન તાત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરૂના હસ્તે 5 એપ્રિલ 1961 ના રોજ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં 47,000 કરોડ રૂપિયાનો ખર્ચ થઇ ચુકયો હોવા છતાં યોજના પૂર્ણ થઇ શકી નથી. 

ડેમના જળવિદ્યુત મથકોને કારણે ગુજરાતની વીજ માંગને પહોંચી શકાય

ભારે વિવાદોનો સામનો કરી ચુકેલી નર્મદા યોજના દુનિયાની એક માત્ર એવી યોજના છે કે, જે 56-57 વર્ષે હવે પૂર્ણતાને આરે છે. વર્ષ 1947થી નર્મદા યોજનાના સર્વે બાદ આજે વર્ષ 2017માં આ યોજનામાં હાલ આખરી કામકાજ ચાલી રહ્યુ છે. અને આગામી એક વર્ષમાં કામકાજ સંપુર્ણ થશે. કેનાલ નેટવર્કના કામો પણ પુરા થતાં જ સંપુર્ણ પણે તેનો લાભ મળતો થશે. ડેમના જળવિદ્યુત મથકોને કારણે ગુજરાતની વીજમાંગને પહોંચી શકાય તેમ છે.

*👉🏻મુંબઈના જમશેદજી વાચ્છા નામના ઇજનેરને યોજનાનો વિચાર આવ્યો હતો*

નર્મદા યોજનાનો વિચાર મૂળતો મુંબઈના જમશેદજી એમ.વાચ્છા નામના પારસી ઇજનેરને ફેબ્રુઆરી 1947માં આવ્યો હતો. ત્યારે તે સમયના વડાપ્રધાન સ્વ.પંડિત જવાહરલાલ નહેરુને મળી સરકારમાં આ પ્રોજેક્ટ રજુ કર્યો જે 14 વર્ષ બાદ એટલે કે પાંચમી એપ્રિલ 1961માં અમલમાં આવ્યો અને ખાતમુર્હત જવાહરલાલ નહેરુના વરદ હસ્તે થયું સેકડો ઇજનેર અને હજારો કારીગરોના પુરૂષાર્થથી ડેમ 31 ડીસેમ્બર 2006 સુધીમાં 121.92 મીટરે પહોચ્યો છે.

નર્મદા ડેમ યોજનાથી મળતા લાભ

- રાજયના 15 જીલ્લા 18.45 લાખ હેકટર જમીનને સિંચાઇનું પાણી મળશે.
- ડેમ સંપૂર્ણ ભરાઇ જતાં ગુજરાતની 6 વર્ષની પાણીની જરૂરિયાત સંતોષી શકાશે
- અત્યાર સુધીમાં 4,500  મીલીયન યુનીટ વિજળીનુ ઉત્પાદન થઇ રહ્યું છે
- યોજના પૂર્ણ થતાં 6,000  મેગાવોટ વિજળીનુ ઉત્પાદન કરી શકાશે
- ઓવરફ્લોથી થતા 427 કરોડ ઘનમીટર પાણીનો બગાડ અટકાવી શકાશે.
- ઉંચાઇ વધતા હાલની ક્ષમતા કરતા 4.73 મીલીયન એકર ફીટ પાણીનો સંગ્રહ થશે
*નોલેઝ ગ્રુપ*👍🏻

🔺 કોણ કયાંના ગાંધી??

🔺 કોણ કયાંના ગાંધી તરીકે ઓળખાય છે?🔺

🔹બિહારના ગાંધી👉ડો.રાજેન્દ્રપ્રસાદ

🔹ફ્રાંસના ગાંધી 👉પિયરે પેરોડી

🔹આફ્રિકાના ગાંધી👉નેલ્સન મંડેલા

🔹સરહદના ગાંધી👉અબ્દુલ ગફારખાન

🎀ધનસુખલાલ પારેખ🎀

🍃 ૫ એપ્રિલ 🍂
🎀ધનસુખલાલ પારેખ🎀
                       
👁‍🗨🔜ગુજરાતી કવિ તથા બાળ સાહિત્યકાર ધનસુખલાલ પારેખનો જન્મ તા. ૫/૪/૧૯૩૪ના રોજ વલસાડમાં થયો હતો. પિતાનું નામ મગનલાલ હતું.

👁‍🗨🔜તેમને સોનીનો ધંધો હતો.

👁‍🗨🔜 તેમણે આઠ સુધીનો અભ્યાસ કરેલો. તેમનો   ‘ મારે પણ એક દીકરી હોય’ પ્રથમ  કાવ્યસંગ્રહ છે.

👁‍🗨🔜ત્યારપછી ‘ઝાકળભીનો ઉજાસ’ અને ‘ અયોધ્યાથી અરણ્ય’ જેવા હાઈકુસંગ્રહ આપ્યા છે.

👁‍🗨🔜‘ હાસ્યઝલક’ એ તેમનો નિબંધસંગ્રહ છે. તેમનું વિશેષ પ્રદાન સાહિત્યમાં બાળ કાવ્યમાં ક્ષેત્રે છે.

👁‍🗨🔜બાળકના મનને જાણનાર આ કવિએ બાળકોનું મનોરંજન અને મનોઘડતરનું કાર્ય બાળકાવ્યો દ્વારા ઉમદા રીત્તે કર્યું છે.

👁‍🗨🔜તેમના ‘ પાંદડે પોઢ્યા પતંગીયા’ને ગુજરાત સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો છે.

👁‍🗨🔜આ ઉપરાંત ‘ તારી મારી દોસ્તી’, કેવી મજા ભૈ કેવી મજા’, ‘ડમ ડમ ડીગા ડીગા’ , ‘ નાચો કૂદો ગાઓ’, ‘ ગીત ગાતું ઝરણું’ ,’ સુરસુરિયા’, ‘ દૂધ પૌઆ’,, હીંચકે ઝૂલે ચકીબાઈ’, અને ચોકલેટનો ફાળ’ તેમના બાળ કાવ્યસંગ્રહો છે.

👁‍🗨🔜તેમનું બાળભોગ્ય ભાષા તેમ જ લયઢાળો પરનું પ્રભુત્વ પ્રશંસનીય છે. 

⏰સમીર પટેલ ⏰
🐾જ્ઞાન કી દુનિયા 🐾

*👮‍♀ગીથા જોહરી👮‍♀*

*💥Breaking News💥*4-4-17

*💥ગુજરાત ના ઇન્ચાર્જ DGP તરીકે ગીથા જોહરી ની નિમણૃક*

*👮‍♀ગીથા જોહરી👮‍♀*
      (Geetha Johri)
*👉ગુજરાત રાજ્યના 35મા અને પ્રથમ મહિલા પોલીસવડા બન્યા*
👉ગુજરાત રાજ્યના પ્રથમ મહિલા ઇન્ચાર્જ DGP તરીકે વધારાનો હવાલો સોંપાયો
👉1982 કેડર ના *ગુજરાત ના પ્રથમ મહિલા IPS અધિકારી છે*
👉મુળ તમિલનાડુ ના વતની
👉અભ્યાશ-કમેસ્ટ્રી મા Msc
👉નવેમ્બર મા થશે રીટાયર્ડ
👉પી.પી.પાંડેય ના રાજીનામા પછી ગુજરાત પોલીસ તંત્રની કમાન ગીથા જોહરીને સોંપાઈ
👉હાલમા ગુજરાત પોલીસ હાઉસીંગ બોર્ડના MD તરીકે છે
👉1998 મા DIG તરીકે વરણી
👉તેમના પતિ અનિલ જોહરી હાલ ફોરેસ્ટ વિભાગ મા ફરજ બજાવે છે

*💥🎙શાસ્ત્રીય ગાયિકા કિશોરી અમોનકર નુ 84 વર્ષે   નિધન*
👉જન્મ-10 એપ્રિલ 1932
👉નિધન-3 એપ્રિલ 2017
👉1981 મા પદ્મ ભુષણ એવોર્ડ
👉2002મા પદ્મ વિભુષણ એવોર્ડ
👉ખયાલ, ઠુમરી, ભજનો અને ફિલ્મો મા પણ ગીતો ગાયા છે
*👉ગાન સરસ્વતી* તરીકે તેઓ પ્રખ્યાત હતા
*👉ગીત ગાયા પથ્થરો ને* ફિલ્મના ટાઇટલ સોન્ગથી હિન્દી ફિલ્મોમા જાણિતા બન્યા હતા

*પુરા નામ*
*👇DGP👇*
*👉Director General of Police*

*👇MD👇*
*👉Managing Director*

*👇DIG👇*
*👉Deputy Inspector general*

*👇IPS👇*
*👉Indian Police Service*

*We Improve Your Knowledge*
   *📚Rajshree Academy📚*

Monday, 3 April 2017

🍃🍂 આજી નદી 🍂🍃

☂👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿☂

🍃🍂 આજી નદી 🍂🍃

🐾આજી નદી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યની મહત્વની નદી છે.

🐾આજી નદી રાજકોટ જિલ્લાના રાજકોટ તાલુકાના લોધિકા ગામ પાસેના ડુંગરામાંથી નીકળી, જામનગર જિલ્લાના જોડિયા તાલુકા નજીક કચ્છના અખાત (અરબી સમુદ્ર)માં ભળી જાય છે.

🐾કુલ ૧૦૨ કિલોમીટર લંબાઇ ધરાવતી આજી નદી રાજકોટ જિલ્લામાં ૬૩ કિલોમીટર અને જામનગર જિલ્લામાં ૪૨ કિલોમીટર જેટલો પ્રવાસ ખેડે છે.

🐾રાજકોટ શહેરને પીવાનું પાણી પુરું પાડતી આજી નદી પર ચાર નાના-મોટા બંધ બાંધવામાં આવેલા છે.

🐾જે પૈકી મુખ્ય બંધ આજી ડેમ રાજકોટ શહેર પાસે આવેલો છે.

🐾રાજકોટ શહેર મહાનગરપાલિકા દ્વારા આજી નદી જળશુધ્ધીકરણ યોજનાની શરુઆત કરવામાં આવી છે.

🐾આ ઉપરાંત રાજકોટ શહેર મહાનગરપાલિકા દ્વારા આજી નદીની આસપાસ પાકા પાળાનું બાંધકામ તેમ જ વૃક્ષોના વાવેતરનું કાર્ય પણ શરુ કરવામાં આવ્યું છે.

🎀 સમીર પટેલ 🎀
🎁🎈 જ્ઞાન કી દુનિયા 🎈🎁

🍃🍂 અંબિકા નદી 🍂🍃

☂👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿☂

🍃🍂 અંબિકા નદી 🍂🍃

🐾અંબિકા નદી ભારત દેશના ગુજરાત રાજ્યમાં આવેલા ડાંગ અને નવસારી જિલ્લાઓની મહત્વની નદી છે.

🐾અંબિકા પશ્ચિમ દિશા તરફ વહેતી નદીઓ પૈકીની એક મહત્‍વની નદી છે.

🐾આ નદીનો સ્‍ત્રાવક્ષેત્ર ગુજરાત અને મહારાષ્‍ટ્ર રાજ્યમાં આવેલો છે.

🐾 આ નદી મહારાષ્ટ્ર રાજયમાં આવેલા નાસિક જિલ્‍લાના સુરગાણા તાલુકામાં આવેલા કોટાંબી ગામ નજીકથી સાપુતારાના ડુંગરોમાથી નીકળે છે અને નવસારી જિલ્લાના બીલીમોરા નજીક અરબ સાગરમાં ભળી જાય છે.

🐾આ નદી ૧૩૬ કિલોમીટર જેટલુ અંતર કાપી અરબી સમુદ્રમાં ભળે છે.

🐾આ નદીનો પરિસર ર૦° ૧૩° થી ર૦° પ૭° ઉત્તર અક્ષાંસ વચ્‍ચે અને ૭રં° ૪૮° થી ૭૩° પૂર્વ રેખાંશ વચ્‍ચે આવેલ છે, જેનો સ્‍ત્રાવ ક્ષેત્ર વિસ્‍તાર ર,૮૧પ ચોરસ કિલોમીટર જેટલો છે.

🐾આ પરીસરમાં ગુજરાત રાજ્યના નવસારી, ડાંગ અને સુરત જિલ્લાનો તેમજ મહારાષ્‍ટ્રના નાસિક જિલ્‍લાના થોડાક ભાગનો સમાવેશ થાય છે.

🐾 આ નદીમાં તેની ઉપનદીઓ પૈકી મહત્વનું યોગદાન આપતી ખાપરી, કોસખાડી, વોલણ નદી તેમ જ કાવેરી નદી ભળી જાય છે.

🐾અંબિકા નદીના કિનારા પર સાકળપાતળ, નાનાપાડા, બારખાંધ્યા, રંભાસ, વઘઇ, ડુંગરડા, વાટી, કાળાઆંબા, સરા, પદમડુંગરી, ઉનાઇ, સિણધઇ, વહેવલ, ઉમરા, કાંકરીયા, જોગવાડ, બોરીઆચ, વેગામ, પીંજરા, ઇચ્છાપોર, માણેકપોર, ગડત, સોનવાડી, અજરાઇ, કછોલી, તલોધ, હાથિયાવાડી, ધમડાછા, બીલીમોરા વગેરે ગામો આવેલાં છે.

🎀 સમીર પટેલ 🎀
🎁🎈 જ્ઞાન કી દુનિયા 🎈🎁

🌿ડૉ .ગૌતમ પટેલ🌿

🌻👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🌻

🌺 ૪ એપ્રિલ 🌺
🌿ડૉ .ગૌતમ પટેલ🌿
              
🐝🔜સંસ્કૃત ભાષા અને સાહિત્યનુ વિવિધ માધ્યમો દ્વારા સંવર્ધન કરનાર ડૉ. ગૌતમ પટેલનો જન્મ તા.૪/૪/૧૯૩૬ના રોજ અમદાવાદમાં થયો હતો.

🐝🔜 પિતાનું નામ વાડીલાલ અને માતાનું નામ મહાલક્ષ્મીબહેન હતું.

🐝🔜તેઓ ગુજરાત રાજ્યની સંસ્કૃત સાહિત્ય અકાદમી તથા અમદાવાદની સંસ્કૃત સેવા સમિતિના અધ્યક્ષ છે.

🐝🔜અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં સંસ્કૃત વિભાગના અધ્યક્ષપદેથી ઈ.સ.૧૯૯૬માં નિવૃત થયાં.

🐝🔜સંસ્કૃત ભાષા તથા સાહિત્યના અદ્વિતીય ઉપાસક તથા ચારેય વેદના પારંગત પ્રજ્ઞાચક્ષુ બ્રહ્મલીન સ્વામી શ્રી ગંગાશ્વરાનંદજી મહારાજ ઉદાસીનતા તેઓ પ્રિય શિષ્ય છે.

🐝🔜રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય પરિસંવાદો તથા અધિવેશનોમાં ઉપસ્થિત રહી તેઓએ અભ્યાસપૂર્ણ લેખો તથા શોધપત્રો, મૌલિકતા તથા રજૂઆતને કારણે વિદ્વજજનોમાં સારા એવા પ્રમાણમાં પ્રશસ્તિ પામ્યા છે.

🐝🔜ફિલાડેલ્ફીયા, ન્યુયોર્ક, બોસ્ટન, વિન્ડસર, શિકાગો, ઓક્સફર્ડ , કેમ્બ્રિજ, વિયેના વગેરે વિશ્વવિખ્યાત વિદ્યાપીઠોની તેમણે મુલાકાત લીધી છે. અને અનેક સ્થળો વ્યાખ્યાનો આપ્યા છે.

🐝🔜 એમના પૂ.ગુરુદેવ સ્વામી શ્રી ગંગાશ્વરાનંદજીની જેમ જ તેમણે સંસ્કૃત ભાષા તથા સાહિત્યના દરેક પાસાનો ઊંડો અને તલસ્પર્શી અભ્યાસ કર્યો છે.

🐝🔜વેદ, ઉપનિષદ, ભગવદગીતા, ભાગવત તથા ત્રણેય આચાર્યોના દર્શનના અભ્યાસ ઉપરાંત ભાસ, કાલિદાસ, ભવભૂતિ તથા જગન્નાથ જેવા સાહિત્ય સ્વામીઓની કૃતિઓનું પણ મનન કર્યું છે.

🐝🔜તેમણે ગુજરાતી, અંગ્રેજી, હિન્દી તથા સંસ્કૃત ભાષાઓમાં લગભગ ૮૪ ગ્રંથોનું તેઓએ નિર્માણ કર્યું છે.

🐝🔜ગૌતમભાઈએ દીર્ઘ સમી સુધી સંસ્કૃતના વિષયનું અધ્યાપન કર્યું છે. એ રીતે શિક્ષણના માધ્યમથી તો એમને આ દેવભાષાનો મહિમા કર્યો જ છે.

🐝🔜તેમના રસિક અને સુંદર વાગ્છટાધરાવતા વક્તવ્યથી અનેક વિદ્યાર્થીઓને આ વિષયમાં રસ લેતા કરીને નવી પેઢીને તૈયાર કરી છે.

🐝🔜સંસ્કૃત ભાષા સાહિત્યના સંવર્ધન માટેની પ્રવૃત્તિ કરવા માટે એમને સંસ્કૃત સેવા સમિતિની સ્થાપના કરી હતી.

🐝🔜તેના નેજા હેઠળ તેમ જ સુંદર, ઉપયોગી પ્રકાશનો કર્યા હતા.

🐝🔜તેમણે પોતાની આ પુસ્તકાલય પ્રવૃત્તિમાં સંસ્કૃતના અન્ય વિદ્વાનોને પણ સામેલ કર્યા હતા.

🐝🔜મહાકવિ કાલિદાસના ‘ કુમારસંભવ’ પરથી વલ્લભદેવની ટીકા , છાંદોગ્ય ઉપનિષદ પરનું સાયણાચાર્યનું ભાષ્ય’ વૈદિક સાહિત્ય અને સંસ્કૃતિ’ , ‘ આદિ શંકરાચાર્ય’ , વદનો વારસો વૈભવ’ , ‘ યોગેશ્વર ગંગાશ્વાનંદ, આદિ એમની કેટલીક પ્રશસ્ય કૃતિઓ છે.

🐝🔜 ઈ.સ. ૨૦૦૯માં ગુજરાતની સોમનાથ યુનિવર્સિટી તરફથી તેમણે ડી લીટ ની પદવી એનાયત થયેલ છે. 

😊સમીર પટેલ
🏵💐જ્ઞાન કી દુનિયા 💐🏵