Friday, 14 April 2017

🚣🚣ટાઇટેનીક🚣🚣

👉 આજનો દિવસ :-

ટાઇટેનીક જહાજ આગલી રાત્રે હિમટેકરી સાથે
  અથડાયા બાદ, અઢી કલાક પછી ડુબ્યુ.

      TITANICE :-

૧૪ એપ્રિલ, ૧૯૧૨, ટાઇટેનીક વિશે ની કેટલીક અજાણી વાતો

૧. ટાઇટેનિક પર ૧૩ કપલ હનીમૂન મનાવવા આવ્યાં હતાં.

૨. કેપ્ટન સ્મિથ ટાઇટેનિકની પહેલી ટ્રિપ બાદ નિવૃત્તિ લેવાના હતા.

૩. જહાજમાં ચાર લિફ્ટ હતી. ત્રણ ફર્સ્ટ ક્લાસમાં અને એક સેકન્ડ ક્લાસમાં.

૪. ટાઇટેનિક ટ્રેજેડીમાં બચેલાઓમાં બે કૂતરાંઓ પણ હતાં.

૫. ટાઇટેનિક પર એકપણ બિલાડી નહોતી. એ વખતે જહાજમાં બિલાડી લઈ જવું શુભ માનવામાં આવતું હતું.

૬. એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગની લંબાઈ જેટલું હતું ટાઇટેનિક.

૭. લંડનમાં આવેલા ટાવર બ્રિજની લંબાઈ અને ઊંચાઈ પણ લગભગ ટાઇટેનિક જેટલી જ છે.

૮. કોઈ પણ જહાજ પહેલી વાર તરતું થાય ત્યારે શેમ્પેઇનની બોટલ ખોલવાની પરંપરા છે, ટાઇટેનિકના લોન્ચિંગ વખતે આ પરંપરા તોડવામાં આવી હતી.

૯. કોલસાની હડતાળને કારણે તેની અછત ઊભી થઈ હતી, જેને લીધે ટાઇટેનિકની સૌપ્રથમ યાત્રા પર સવાલ ઊભો થયો હતો. આ અછતને કારણે વ્હાઇટ સ્ટાર લાઇન પર યાત્રા રદ કરવા દબાણ કરાયું હતું.

૧૦. એ સમયે ટાઇટેનિકની વ્હિસલનો અવાજ અન્ય કોઈ પણ જહાજની વ્હિસલ કરતાં વધુ લાંબા અંતર સુધી સંભળાય તેવો હતો. ૧૧ માઇલ સુધી તેનો અવાજ સંભળાઈ શકતો હતો.

૧૧. ૯૦૦ ટન સામગ્રી જહાજમાં લઈ જવાઈ હતી.

૧૨. જહાજ પર એક દિવસમાં ૧૪,૦૦૦ ગેલન પાણી પીવાતું હતું.

૧૩. કોલસાની રોજની ખપત ૮૨૫ ટન થતી હતી.

૧૪. જહાજમાં ૩,૫૬૦ લાઇફ જેકેટ હતાં, જે કેન્વાસ અને ઝાડની છાલમાંથી બનાવાયાં હતાં.

૧૫. જહાજમાં ૩૦ લાખથી વધુ ખીલાનો ઉપયોગ કરાયો હતો, જેમનું વજન ૧૨૦૦ ટન હતું.

૧૬. ૨૦ નોટ્સની ઝડપે બ્રેક મારતાં તે અડધો માઇલ અંતર કાપ્યા બાદ ઊભું રહી શકતું હતું.

૧૭. ટાઇટેનિકનો રેડિયો કોલ માટેનો સંકેત હતોઃ MGY

૧૮. ટાઇટેનિકનો ઓફિશિયલ શિપ નંબર હતોઃ ૧,૩૧,૪૨૮

૧૯. ઇંગ્લેન્ડના લિવરપૂલમાં પોર્ટ ઓફ રજિસ્ટ્રી ડેટ હતી ૨૪મી માર્ચ, ૧૯૧૨.

૨૦. ક્રોઝ નેસ્ટમાં બાયનોક્યુલર્સ નહોતાં. જો બાયનોક્યુલર્સ હોત તો દુર્ઘટના ન સર્જાઈ હોત.

૨૧. આઇસબર્ગ સાથે અથડાયા બાદ તે બે કલાક અને ૪૦ મિનિટમાં ડૂબ્યું હતું.

૨૨. અડધા ડૂબેલા ટાઇટેનિકનો બાકીનો ભાગ પાણીમાં ગરકાવ થતા ૧૫ મિનિટ લાગી હતી.

૨૩. જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં જ ટાઇટેનિકની સાઇટ પર જવાની પરવાનગી અપાય છે.

૨૪. ટાઇટેનિકનાં ત્રણ લંગરનું વજન ૩૧ ટન હતું.

૨૫. જહાજની મોટી ચેઇનનું વજન ૧૭૫ પાઉન્ડ (૭૫.૫ કિલોગ્રામ) હતું.

૨૬. સેકન્ડ ક્લાસમાં લિફ્ટ હોય તેવું ટાઇટેનિક સૌપ્રથમ જહાજ હતું.

૨૭. ટાઇટેનિકમાં ૨૯ બોઇલર હતાં, પ્રત્યેકનું વજન ૧૦૦ ટન હતું.

૨૮. જહાજની અસલી ડિઝાઇનમાં ૪૮ લાઇફબોટ રાખવાનું નક્કી કરાયું હતું. જોકે બાદમાં તેની સંખ્યા ઘટાડીને ૨૦ કરાઈ હતી.

૨૯. જહાજમાં ૫૦ ટેલિફોન સ્વિચબોર્ડ હતાં.

૩૦. તેમાં ઓપરેશન રૂમ સાથેની અત્યાધુનિક હોસ્પિટલ હતી.

૩૧. ત્રણેય વર્ગમાં બાર્બર શોપ હતી.

૩૨. ટાઇટેનિક અને તેના સિસ્ટર શિપ ગણાતા ઓલિમ્પિક પ્રથમ એવાં જહાજ હતાં, જેમાં સ્વિમિંગ પૂલ હતો.

૩૩. ટાઇટેનિકમાં તુર્કિશ, ઇલેક્ટ્રિક બાથ, જિમનેશિયમ અને પ્રથમ શ્રેણીનાં કૂતરાં માટે શ્વાનગૃહ હતાં.

૩૪. વાયરલેસ કેબિનમાં ત્રણ રૂમ હતા.

૩૫. બ્રિટિશ બોર્ડ ઓફ ટ્રેડ રેગ્યુલેશન્સની જોગવાઈ કરતાં ૧૦% મોટી લાઇફબોટ હતી.

૩૬.વાયરલેસ ઓપરેટર હેરોલ્ડ એસ. બ્રાઇડ અને જ્હોન જ્યોર્જ ફિલિપ વ્હાઇટ સ્ટાર લાઇનના કર્મચારી નહોતા. તેઓ માર્કોની કંપનીના હતા.

૩૭. ટાઇટેનિકમાંથી મોકલવામાં આવતા વાયરલેસ મેસેજમાં ઓછામાં ઓછા ૧૦ શબ્દ રહેતા. એક મેસેજના ૩.૧૨ ડોલર હતા.

૩૮. ટાઇટેનિકનો ઓફિશિયલ લોન્ચિંગ ટાઇમ ૧૨:૧૫:૦૨ am હતો.

૩૯. RMS એટલે રોયલ મેલ સર્વિસ.

૪૦. ટાઇટેનિક ક્રૂની ભરતી છઠ્ઠી એપ્રિલ, ૧૯૧૨એ થઈ હતી.

૪૧. જહાજમાં રેનોલ્ટ કાર પણ હતી.

૪૨. રસોડા માટે ૩૦૦નો સ્ટાફ હતો.

૪૩. જહાજમાં પાંચ ટપાલી હતા, જેમાં ત્રણ અમેરિકી અને બે બ્રિટિશર હતા. જહાજમાં ૩,૪૨૩ કોથળામાં સિત્તેર લાખ ટપાલ હતી.

૪૪. મુસાફર ક્ષમતા ૩૫૪૭ હતી. પ્રથમ વર્ગમાં ૯૦૫, બીજામાં ૫૬૪ ને ત્રીજામાં ૧૧૩૪. ક્રૂ મેમ્બર ૯૧૪ હતા.

૪૫. જહાજમાં નવ કૂતરાં હતાં, જહાજ ડૂબતાં પહેલાં તેમને છોડી મુકાયાં હતાં.

૪૬. ૧૨મી એપ્રિલએ ૧.૩૦ pm સુધીમાં જહાજે ૩૮૬ નોટિકલ માઇલ અંતર કાપ્યું હતું.

૪૭. ટાઇટેનિકનું ડેઇલી ન્યૂઝપેપર પણ હતું, 'ધ એટલાન્ટિક ડેઇલી બુલેટિન'. પ્રથમ વર્ગના લોકોને બ્રેકફાસ્ટ વખતે તે અપાતું હતું.

૪૮. દુર્ઘટનામાં મુસાફરો અને ક્રૂ સહિત ૧૫૦૩ જણ મૃત્યુ પામ્યા હતા.

૪૯. જ્યારે ૭૦૫ જણ બચી શક્યા હતા.

૫૦. બેન્ડની છેલ્લી ધૂનોમાં એક 'સોન્ગ દ ઓટમ' ગીતની પણ ધૂન હતી.

૫૧. એક પ્રથમ વર્ગના બાળકનું મૃત્યુ થયું હતું, જ્યારે ત્રીજા વર્ગના ૪૯ બાળક મૃત્યુ પામ્યાં હતાં.

૫૨. ચાર્લ્સ જોઘિન નામની વ્યક્તિ જ બરફ જેવા ઠંડાં પાણી સામે ખમી શકી હતી.

૫૩. ડેનિયલ બુકલી, એક પુરુષ સ્ત્રીનો વેશ ધારણ કરી લાઇફબોટમાં બેઠો હતો.

૫૪. જહાજ ડૂબ્યું ત્યારે ૩૧ ડિગ્રી તાપમાન હતું. લાઇફજેક્ટ્સ પહેરનારા મોટા ભાગના લોકો ઠંડા પાણીને લીધી મૃત્યુ પામ્યા હતાં.

૫૫. કેટલાક મૃતદેહ તણાઈને દૂર ચાલ્યા ગયા હોવાથી તેમને શોધી શકાયા નહોતા.

૫૬. મોટા ભાગના લોકો જહાજની સાથે ડૂબી ગયા હતા.

૫૭. દુર્ઘટના પછીના દિવસે સવારે ૩૦૦ મૃતદેહ બહાર કઢાયા હતા.

૫૮. પહેલી લાઇફ બોટમાં ૨૮ જણને બેસાડાયા હતા, જ્યારે તેમાં ૬૪ જણ બેસાડવાની ક્ષમતા હતી.

૫૯. ૨૨૦૮ લાઇફબોટ સીટ્સની જરૂર હતી.

૬૦. જહાજના કિચનમાં ૧૨,૦૦૦ ડિનર પ્લેટ, ૧૪,૦૦૦ ગ્લાસ, ૧૯,૦૦૦ ચમચી, બોઉલ અને ડિશના ૫,૧૦૦ સેટ હતા.

૬૧. જહાજમાં ૧૬ વોટરટાઇટ કમ્પાર્ટમેન્ટ હતા.

૬૨. જહાજના પડખામાં ૨૦૦ પોર્ટહોલ (બખોલાં) હતાં.

૬૩. ૧૯૩૪માં વ્હાઇટ સ્ટાર લાઇન કુનાર્ડ લાઇન સાથે મર્જ થઈ ગઈ હતી.

૬૪. જહાજ આઇસબર્ગ સાથે ટકરાયા પહેલાં ૪ દિવસ ૧૭ કલાક હેમખેમ તર્યું હતું.

૬૫. કુનાર્ડ લાઇન્સનું કારપેથિયા સૌપ્રથમ રેસ્ક્યુ શિપ હતું.

૬૬. જહાજ પરના એન્જિનિયરના સ્ટાફમાંથી કોઈ બચ્યું નહોતું.

૬૭. ટાઇટેનિકે ૫૦૦ માઇલ દૂર તેના સિસ્ટર શિપ ઓલિમ્પિકને ડિસ્ટ્રેસ કોલ કર્યો હતો.

૬૮. ત્રણ વર્ષમાં ૨૦૦૦ લોકોએ જહાજ બનાવ્યું.

૬૯. જળસમાધિનાં ૭૪ વર્ષ બાદ ૧૪મી જુલાઈ, ૧૯૮૬ના રોજ જહાજના કાટમાળને ફરી શોધવામાં આવ્યો હતો.

૭૦. આઇસબર્ગ સાથેની ટક્કર પહેલા છ વાર વોર્નિગ મળી હતી.

૭૧. ૧૯૮૬માં જ્યારે ફરી જહાજનો કાટમાળ શોધવામાં આવ્યો તે સમય રાતના દોઢ વાગ્યાનો હતો.

૭૨. જહાજ ડૂબ્યું ત્યારે ૩૧ ડિગ્રી તાપમાન હતું.

૭૩. સાત વર્ષની બચેલી ઇવા હાર્ટનું ૯૧ની વયે નિધન થયું હતું.

૭૪. ત્રીજા વર્ગના ૪૯ બાળક મૃત્યુ પામ્યાં હતાં.

૭૫. ટાઇટેનિક ફિલ્મની હીરોઇન રોઝનું પાત્ર એલિનોર શુમન નામના દાદીમાના પાત્રથી પ્રેરિત હતું. તેમનું ૮૭ વર્ષની વયે મૃત્યુ થયું હતું.

૭૬. કેપ્ટન સ્મિથનો વાર્ષિક પગાર ૧૨૫૦ પાઉન્ડ હતો.

૭૭. જહાજમાં વાઇનની ૧,૦૦૦ બોટલ હતી.

૭૮. જહાજના ભંડારામાં ૪૦,૦૦૦ ઇંડાં, ૩૪,૦૧૯ કિલોગ્રામ તાજું માંસ હતું.

૭૯. ૬,૦૦૦ ટેબલક્લોથ્સ અને ૫૦,૫૦૦ ટોવેલ હતાં.

૮૦. જહાજ સાથે અથડાયેલા આઇસબર્ગની ઊંચાઈ દરિયાના તળિયેથી ૩૦ મીટર હતી.

૮૧. ટાઇટેનિક હજારો સપનાં સાથે લઈને દરિયાના પેટાળમાં ૩૭૮૪ મીટર નીચે દફન થયું હતું.

૮૨. ટાઇટેનિક જ્યાં ડૂબ્યું તે જગ્યા કિનારાથી ૬૦૦ કિ.મી. દૂર હતી.

૮૩. ૧૯૮૫માં મળેલા કાટમાળમાં પુસ્તકો પણ મળ્યાં હતાં.

૮૪. ત્રણ વિશાળ લંગરનું વજન ૨૦ કાર બરાબર હતું.

૮૫. ચીમનીઓ એટલી મોટી હતી કે તેમાંથી બે ટ્રેન પસાર થઈ શકતી હતી.

૮૬. ક્યારેય લાઇફબોટ ડ્રિલ કરી નહોતી.

૮૭. ટાઇટેનિકમાં હાજર મુસાફરોમાંથી એક તૃતિયાંશ લોકો જ લાઇફબોટમાં બેસી શકતાં હતાં.

૮૮. કારપેથિયા સર્વાઇવર્સને લેવા આવ્યું હતું, પરંતુ તેની નજીકથી પસાર થયેલા એક કેલિર્ફોિનયન ધ્યાન ન આપ્યું.

૮૯. બ્રિટનમાં સાઉધમ્પ્ટન બંદર છોડતાં પહેલાં એક નાનકડા જહાજ સાથે અથડાતાં રહી ગયું હતું.

૯૦. ૧૨મી એપ્રિલે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં ટાઇટેનિકે ૩૮૬ માઇલ અંતર પૂરું કરેલું.

૯૧. ૩૫૬૦ લાઇફજેક્ટ

૯૨. યુનેસ્કો જહાજના કાટમાળનો સંગ્રહ છે.

૯૩. તેના બે લાખથી વધુ દસ્તાવેજોનો રેકર્ડ ઇન્ટરનેટ પર મૂકવામાં આવ્યા છે.

૯૪. બેલફાસ્ટમાં ટાઇટેનિકની યાદમાં ભવન બનાવાયું છે.

૯૫. પ્રથમ વર્ગના એક બાળકનું મૃત્યુ થયેલું.

૯૬. જહાજના ટુકડા થયા બાદ પણ જહાજમાં ૧૦૦૦ મુસાફરો હતાં.

૯૭. ટાઇટેનિકનો કાટમાળ ૧૨,૪૧૫ ફૂટના ઊંડાણમાં છે.

૯૮. એ વખતના સૌથી મોટા ઉદ્યોગપતિ જે. પી. મોર્ગન, ચોકલેટ કિંગ મિલ્ટન એસ. હેરશે જહાજમાં જઈ શક્યા નહોતા.

૯૯. એ વખતે અમેરિકાના મલ્ટિમિલિયોનેર જે. જે. ઓસ્ટરનું મૃત્યુ થયું હતું.

૧૦૦. દુર્ઘટનામાં બચેલી મિલવાના ડીન એ વખતે છ માસની હતી. ટાઇટેનિક રિલીઝ થયા બાદ મિલવાનાનું મૃત્યુ થયું હતું.

👉 ૧૪ વર્ષ પહેલાં ટાઈટેનિકની આગાહી!

* ટાઇટેનિક સૌથી મોટું ભવ્યશાળી જહાજ હતું. નોવેલમાં પણ આવા જ જહાજનું વર્ણન છે. પુસ્તકમાં પણ આ જહાજ ક્યારેય ન ડૂબનારું લખવામાં આવ્યું છે.

* ટાઇટેનિકમાં ૨૦ લાઇફબોટ હતી, પુસ્તકમાં પણ ૨૪ લાઇફબોટનો ઉલ્લેખ કરાયો છે.

* પુસ્તક મુજબ જહાજ એપ્રિલ મહિનાની કોઈ રાત્રે ડૂબ્યું હતું. ટાઇટેનિક પણ ૧૪ એપ્રિલે રાત્રે ડૂબ્યું હતું.

--🌷💐🌷💐🌷💐🌷📨

💐💐 લિયોનાર્દો દ વિન્ચી💐💐

👉 આજનો દિવસ :-

    લિયોનાર્દો દ વિન્ચી

જગતના મહાન ચિત્રકાર અને ‘મોનાલીસા’ ચિત્રના સર્જક જીનીયસ લિઓનાર્દો દ વિન્ચીનો જન્મ 15/4/1452 ના રોજ ઇટાલીમાં થયો હતો. બાળપણથી જ ચિત્રકારીમાં એમણે સારી સિદ્ધિ મેળવી હતી. તે મહાન પેઇન્ટર તો બન્યા પરંતુ તે એથી પણ મહાન વિજ્ઞાની પણ હતા. તેણે જે જે કલ્પનાઓ કરી હતી તે બધી જ સાકાર થઇ ચૂકી છે. મશીનગન, સબમરીન તેમ જ બે માળવાળું વહાણ પણ બનાવ્યું હતું. એક ફિઝિશિયનની સાથે  રહીને તેણે શરીર રચનાઓ ગહન અભ્યાસ શરૂ કર્યો હતો. ઉગ્ર કલાસાધનાના અંતે તેમણે ‘મોનાલિસા’ ચિત્રનું સર્જન કર્યું. મોનાલિસાના ચહેરા પરના ભાવ, તેની આંખો, તેનું હાસ્ય આ બધાને કારણે આ ચિત્રનો જાદુ આજેય એવો જ છે. દુનિયાની સૌ પ્રથમ મોટી ઘડિયાળના સંશોધક તરીકે બહુમાન તેમને ફાળે જાય છે. એ  પછી તો તેમની શોધોની વણથંભી વણજાર ચાલુ રહી. અંતે તેમણે હેલિકોપ્ટરની ડિઝાઇન પણ બનાવેલી. બાદમાં લિઓનાર્દો કામની શોધમાં રોમ ગયા. પરંતુ તેને કોઇ કામ આપવા રાજી જ હતું. તેનું એક કારણ એ હતું કે તે શરીરશાસ્ત્રના અભ્યાસ માટે મૃતદેહને ચીરીને, તેના ચિત્રાંકનો કરતા હતા. છેવટે તેમણે સદાને માટે ઇટાલીનો ત્યાગ કરી દીધો. ત્યારબાદ જિંદગીના બાકીના વર્ષો તેણે ફ્રાન્સના રાજાની સેવામાં પસાર કર્યા હતા. પોતાનું વસિયતનામું બનાવી ઇ.સ. 1519 ના એક દિવસે એમણે નશ્વર દેહ છોડ્યો. રાજા ફ્રાન્સિસે કહ્યું હતું કે, ‘લીઓનાર્દો જેટલું જ્ઞાન ઘરાવનારો અન્ય કોઇ આખી પૃથ્વી પર પાક્યો નથી’.

🌷🌷🌷🌷🌷🌷🌷🌷

💐🏵મનહર મોદી🏵 💐

🀄👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🀄

🏵મનહર મોદી🏵
                     
📨〰મન હરિ લેતી ગઝલોના ગુજરાતી કવિ મનહર મોદીનો જન્મ તા.૧૫/૪/૧૯૩૭ ના રોજ અમદાવાદમાં થયો હતો.

📨〰 પિતાનું નામ શાંતિલાલ અને માતાનું નામ  તેમણે ઈ.સ.૧૯૬૨માં અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર વિષયો સાથે બી.એ. થયા.

📨〰ઈ.સ. ૧૯૬૪માં ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે બી.એ. અને ઈ.સ.૧૯૬૬માં એ જ વિષયોમાં એમ.એ.પાસ કર્યું.

📨〰ઈ.સ.૧૯૫૬ થી ૧૯૫૮ સુધી ટેક્ષ્ટાઈલ ડિઝાઈન સેલ્સમૅન તરીકે નોકરી કરી હતી.

📨〰ઈ.સ.૧૯૫૮ થી ૧૯૬૬ સુધી વેસ્ટર્ન રેલવેમાં ટિકિટકલાર્ક તરીકે નોકરી કરી હતી.

📨〰ઈ.સ.૧૯૬૬માં ભવન્સ કૉલેજમાં અને પછી ડાકોરમાં વ્યાખ્યાતા.

📨〰અત્યારે ભક્ત વલ્લભ ધોળા આર્ટસ ઍન્ડ કોમર્સ કૉલેજ, અમદાવાદમાં ગુજરાતીના અધ્યાપક બન્યા.

📨〰 તેઓ નિરીક્ષક’ અને ‘ઉદગાર’ના તંત્રીપદેરહ્યા હતા. તેમનો ‘આકૃતિ’’એમનો પહેલો કાવ્યસંગ્રહ છે.

📨〰એમનો બીજો ‘’ઓમ તત્ સત્’’ નામક કાવ્યગ્રંથ અત્યંત પ્રયોગશીલ છે.

📨〰એમની લગભગ બધી જ ગઝલોને સમાવતો સંચય ’૧૧ દરિયા’ પ્રગટ થયો છે.

📨〰એમની રચનારીતિથી ગુજરાતી ગઝલને નૂતન પરિવેશ મળ્યો છે.

📨〰 અત્યંત પ્રયોગશીલતામાં સરી પડેલી એમની ગઝલ પછીથી પરંપરા અને પ્રયોગનો સુભગ સમન્વય સાધે છે.

📨〰 ‘ હસુમતી અને બીજા’માં એમની લાક્ષણિક રચનાઓ સંગૃહીત છે.

📨〰એમણે ‘રે’ કવિમિત્રો સાથે ‘ગઝલ ઉસને છેડી’ તેમ જ ચિનુ મોદી અને આદિલ મન્સૂરી સાથે ‘ગાઈ તે ગઝલ’ જેવં સંપાદનો આપ્યાં છે.

📨〰‘સુરેશ જોશી : મૂલ્યાંકન’, ‘ગદ્યનું કલાસ્વરૂપ’, ‘અધીત’- ૧૦-૧૧-૧૨, ‘વિવેચનના વિવિધ અભિગમો’ અને ‘ગુજરાતીના અધ્યાપકોનો માહિતીકોશ’ (૧૯૮૮) એમનાં સહસંપાદનો છે.

🌻📮સમીર પટેલ 📮🌻
🍂🍂જ્ઞાન કી દુનિયા 🍂🍂

Thursday, 13 April 2017

🏵🛡ડૉ.બી.આર.આંબેડકર 🛡🏵

🏵🛡ડૉ.બી.આર.આંબેડકર 🛡🏵

📨〰〰〰〰〰〰〰〰〰📨

🔊   “ જગતમાં જે કાંઈ ઉથલ પાથલ થાય છે,તે માનવ દ્વારા જ થતી હોય છે.આ હકીકત છે. તમારો ઉધ્ધાર કરવા કોઈ આવવાનું નથી, તમારો ઉધ્ધાર તમારે જ કરવાનો છે.”

📨〰〰〰〰〰〰〰〰〰📨

🔊   “પોતાના ગરીબ અને અભણ બાંધવોની સેવા કરવી એ દરેક સુશિક્ષિત વ્યકિતનું પ્રથમ કર્તવ્ય છે. ઊંચા હોદ્દા પર પહોચ્યા બાદ જો તેઓ દુર્લભ કરશે તો સમાજની નાશ થશે એમાં શંકા નથી.”

📨〰〰〰〰〰〰〰〰〰📨

🔊  ‘ જે સમાજમાં હું જન્મ્યો છુ તે સમાજ ઉપરના અમાનવીય, અન્યાયીએ, ધૃણાજનક, ગુલામી મુક્ત અત્યાચારો દૂર કરીને જ જંપીશ અને એ અત્યાચારો દૂર કરવામાં હુ નિષ્ફળ નીવડીશ તો બંદૂકની ગોળી વડે મારા દેહનો અંત આણીશ.”

🍃👇🏿🍂👇🏿🍃👇🏿🍂👇🏿🍃👇🏿🍂👇🏿

🍂👆🏿🍃👆🏿🍂👆🏿🍃👆🏿🍂👆🏿🍃👆🏿

📨〰ભારતીય બંધારણના ઘડવૈયા તથા દલિતોના મસીહા એવા બાબાસાહેબ ભીમરાવ આંબેડકરનો જન્મ તા. ૧૪/૪/૧૮૯૧ના દિવસે ઇન્દોરના મહુ ગામમાં અસ્પૃશ્ય ગણાતી એવી મહાર  જાતિમા થયો હતો.

📨〰 પિતાનું નામ રામજી સકપાલ અને માતાનું નામ ભીમાબાઈ હતું.

📨〰નાની વયે પિતાનું અવસાન ,બીમાર માતા અને ગરીબાઈ ને કારણે એમને અભ્યાસકાળથી જ આર્થિક ભીંસ, કૌટુબિક મુશ્કેલી અને પ્રતિકૂળ સંજોગોનો સામનો કરવો પડ્યો હતો.

📨〰 સમાજની અંધશ્રધ્ધા તથા અસ્પૃશ્યતાને કારણે શાળાકીય જીવન દરમ્યાન અનેક હડધૂત અને અપમાન સહન કર્યા.

📨〰સ્નાતક થયા પછી ઉચ્ચશિક્ષ્ણ પ્રાપ્ત થઈ શકે તેવી સ્થિતિ ન હતી.

📨〰એ સમયે તેમની ઉજ્જવળ કારકીર્દીને નજર સમક્ષ રાખીને વડોદરાના શિક્ષણ પ્રેમી રાજવી સયાજીરાવ ગાયકવાડની આર્થિક સહાયથી ઉચ્ચ શિક્ષણાર્થે અમેરિકા જઈ ત્યાંની કોલંબિયા યુનિવર્સિટીમાં ‘બ્રિટીશ ભારતમાં મુલ્કી અર્થવ્યવસ્થાનો વિકાસ ‘ વિષય પર મહાનિંબંધ રજૂ કરી પી.એચ.ડીની પદવી પ્રાપ્ત કરી છે.

📨〰આવી જવલંત વિદ્યાકીય કારકીર્દી હોવા છતાં પણ હિન્દુ સમાજ તરફથી અપમાનના કડવા ઘૂંટ જ મળ્યા.

📨〰વડોદરા સરકારે સંરક્ષણ મંત્રીનો હોદ્દો આપ્યો, આવા સ્થાને પણ તેમને તિરસ્કાર, અપમાન અને અસ્પૃશ્યતાનો જ અનુભવ થયો હતો.

📨〰વડોદરા છોડી મુંબઈ આવી સિડનહોમ કોલેજમાં નોકરી સ્વીકારી.તેઓ સ્વતંત્ર ભારતના સર્વપ્રથમ કાયદાપ્રધાન બન્યા.

📨〰ભારતીય બંધારણની રચના કરી.

🍃👇🏿🍂👇🏿🍃👇🏿🍂👇🏿🍃👇🏿🍂👇🏿

🍂👆🏿🍃👆🏿🍂👆🏿🍃👆🏿🍂👆🏿🍃👆🏿

🍃👆🏿🍂👆🏿🍃👆🏿🍂👆🏿🍃👆🏿🍂👆🏿

📨〰ભારતના બંધારણના ઘડવૈયા ડો. આંબેડકરે ભારતીય નાગરિકોને ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને ભાઈચારાના મૂલ્યોની ભેટ આપી.

📨〰ડો. આબેડકરની દલિત હકો માટેની ચાલનારી આજીવન સંઘર્ષયાત્રા અહીંથી શરૂ થઈ હતી.

📨〰 એમની રાહબરી હેઠળ મહાડનો જળ સત્યાગ્રહ થયો.

📨〰જે સદીઓથી અંધશ્રધ્ધા અને અજ્ઞાનતાના અંધકારમાં અથડાતા અંત્યજનોને માણસ સાથે માણસની જેમ વર્તવાની પ્રેરણારૂપ છે.

📨〰પછાત જાતિઓનો ઉપહાસ કરનાર ઘર્મગ્રંથ ‘મનુસ્મૃતિ‘ની જાહેરમાં હોળી કરી અને ‘મૂક નાયક‘ મરાઠી છાપુ શરૂ કરી દલિત સમાજની સમસ્યાઓને ઉજાગર કરવાનો પ્રારંભ કર્યો હતો.

📨〰 સમગ્ર દલિત વર્ગના રાહબર બનેલા ડો. બી.આર. આંબેડકર માત્ર આપણા મુક્તિદાતા જ ન હતા પરંતુ પ્રેરણા સ્ત્રોત પણ હતા.

📨〰ભારતના ઈતિહાસમાં ડો. આંબેડકરે એમના તેજસ્વી વ્યક્તિત્વ, મૂલ્યનિષ્ઠા અને સેવા દ્વારા ચિરંજીવ સ્થાન પ્રાપ્ત કર્યુ છે.

📨〰જ્યા સુધી માનવજાતના ઈતિહાસમાં અસમાનતા,શોષણ, દમન, અત્યાચાર અને અનાચાર રહેશે અને તેની સામેનો સંઘર્ષ ચાલુ રહેશે ત્યાં સુધી ડો. બી.આર. આંબેડકરનુ નામ અમર રહેશે.

📨〰 ડો. બી.આર. આબેડકરનુ જીવન પણ ભારતના દબાયેલા, કચડાયેલા વર્ગને સ્વમાનભેર જીવવાનો જીવનમંત્ર આપે છે.

📨〰દેશની એકતા અને અખંડિતતાના સાચા હિમાયતી એવા મહાન ક્રાંતિકારી અને ભારત રત્ન ડો. બી.આર, આબેડકરનું  ૬ ડીસેમ્બર ૧૯૫૬ના રોજ અવસાન થયું.

⛱ સમીર પટેલ ⛱
🌺🎀જ્ઞાન કી દુનિયા 🎀🌺

💐💐 જલિયાવાલા બાગ હત્યાકાંડ💐💐

👉 આજનો દિવસ :-

આજે જલિયાવાલા બાગ હત્યાકાંડની 98મી વરસીનો કાળો દિવશ છે ...

આજે 13મી એપ્રિલ, જલિયાવાલા બાગ હત્યાકાંડની 98મી વરસીનો કાળો દિવશ છે. આવો, આપણા ઈતિહાશના આ કાળા પાના પર અંકિત, દેશના મુક્તિ સંગ્રામમાં પોતાના જીવનની આહુતિ આપી જનારા એ શહીદોની સહાદતને નત મસ્તકે અવલોકીએ –

13 એપ્રિલ, 1919ના દિવસે બ્રિગેડીયર જનરલ રેજીનોલ્ડ ડાયરેના નેતૃત્વમાં અંગ્રેજી હુકૂમતના 90 સૈનિકોએ નિશસ્ત્ર, શાંત એવાં અબાલ-વૃદ્ધ અને બાળકો સહીત સેંકડો લોકો પર ગોળીઓ ચલાવી હતી...

સૈનિકોએ બાગને ઘેરીને કોઈપણ ચેતવણી આપ્યા વગર નિશસ્ત્ર લોકો પર ગોળીબાર કરવાના શરૂ કરી દીધા હતા. 10 મિનિટમાં કુલ 1650 રાઉન્ડ ગોળીઓ ફાયર થઈ હતી.

જલિયાંવાલા બાગ તે સમયે ચારે બાજુઓથી મકાનો દ્વારા ઘેરાયેલું ખાલી પડેલું એક મેદાન હતું. ત્યાં સુધી જવા અને આવવા માટે એક માત્ર સાંકડો રસ્તો હતો જે રોકીને અંગ્રેજોના સૈનિકો ઉભા રહી ગયા હતા. લોકોને ભાગવા માટે કોઈ રસ્તો ન હતો.

કેટલાંક લોકો જીવ બચાવવા માટે મેદાનમાં રહેલા એકમાત્ર કુવામાં કૂદી ગયા, પરંતુ જોત જોતાંમાં તેઓ કુવામાં લાશોનો ઢગલો થયો હતો. જલિયાંવાલા બાગના હત્યાકાંડ બાદ તે કૂવામાંથી 120 લાશો કાઢવામાં આવી હતી.

આ જઘન્ય અને નિર્મમ હત્યાકાંડમાં 1000થી વધારે લોકો સહાદતને વર્યા હતા (સતાવાર આંક કેવળ 400 લોકો મર્યાનો આપવામાં આવે છે) અને હજારો લોકો ઘાયલ થયા હતા ...

જો કોઈ એક ઘટનાએ ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં સૌથી વધારે પ્રભાવ પાડયો હતો, તો તે ઘટના આ જઘન્ય અને નિર્મમ હત્યાકાંડ છે.

બ્રિટનના હાઉસ ઓફ કોમન્સે જલિયાંવાલા બાગ હત્યાકાંડની નિંદા કરીને પ્રસ્તાવ પારીત કર્યો હતો. વિશ્વવ્યાપી નિંદાના દબાણમાં બાદમાં 1920માં જનરલ ડાયરે રાજીનામું આપવું પડયું હતું.

1940માં જનરલ ડાયરની હત્યા કરવામાં આવી હતી.. જ્યારે જલિયાંવાલા હત્યાકાંડ થઈ રહ્યો હતો, ત્યારે તે સમયે સરદાર ઉધમસિંહ ત્યાં હાજર હતા અને તેમને પણ ગોળી વાગી હતી. તેણે નક્કી કર્યું હતું કે તેઓ આ જઘન્ય હત્યાકાંડનો બદલો લેશે. 13 માર્ચ, 1940ના રોજ તેમણે લંડનના કેક્સટન હોલમાં બ્રિટિશ લેફ્ટનન્ટ ગવર્નર માયકલ ઓ ડાયરને ગોળી મારીને ઠાર કર્યો હતો.

ઉધમ સિંહને 31 જુલાઈ, 1940ના રોજ ફાંसસી આપવામાં આવી હતી.

આઝાદી માટે લોકોના જોશમાં આ ઘટનાથી પણ કોઈ ઓટ આવી ન હતી. જલિયાંવાલા બાગ હત્યાકાંડ બાદ લોકોમાં આઝાદીની ઝંખના વધવા લાગી હતી.

ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરે આ હત્યાકાંડના વિરોધમાં તેમને બ્રિટીશ સરકાર તરફથી મળેલો નાઈટહુડનો ખિતાબ પાછો આપી દીધો હતો.

જલિયાંવાલા બાગના આ જધન્ય હત્યા કાંડે ત્યારે 12 વર્ષની ઉંમરના ભગત સિંહના વિચાર પર ઘેરો પ્રભાવ પાડયો હતો. આ હત્યા કાંડની માહિતી મળતા જ ભગત સિંહ પોતાની શાળાએથી 12 માઈલ પગે ચાલીને જલિયાંવાલા બાગ પહોંચ્યા હતા અને અહીંની બલિદાની માટીને પોતાની સાથે ઘરે લઈ ગયા હતા. આ ભગતસિંહે પોતાના બે સાથીદારો સુખદેવ અને રાજગુરુ સાથે દેશની સહાદતના યજ્ઞમા 23 માર્ચ, 1931ના રોજ ફાંસીના માંચડે ચઢી પોતાની આહુતી આપી હતી....



આ સંદર્ભમાં હું માનુ છું કે 4 મીનીટની ઉપરોક્ત વીડીઓ ક્લીપ પ્રત્યેક ભારતીયે જોવી જ જોઈએ અને પોતાના બાળકોને પણ બતાવવી જોઈએ. આ વિડીયો ક્લીપ એ બ્રિટીશ સામ્રાજ્યએ ભારતની પ્રજા પર આચરેલ હેવાનીયનો પુરાવો છે એ જોઈને કોઈ પણ ભારતવાસીની આંખ ભીની થયા વગર રહેશે નહીં ...

👉 ઈતિહાસ માટે કહેવાય છે કે જે પ્રજા પોતાના ઈતિહાસ પરથી કોઈ બોધ લેતી નથી, ઈતિહાસ તેને પોતાના પાના પરથી ભૂસી નાખે છે. ઈતિહાસના પાના પરથી આપણું અસ્તિત્વ ન ભૂસાઈ જાય તે માટે આજના આ કાળા દિવશે આપણે સંકલ્પ કરીએ કે દેશ સાથે ગદ્દારી કરનાર કોઈની સાથે આપણે ઝૂકીશું નહી.

આવો, આપણા ઈતિહાસની આ વરવી ઘટનાની સ્મૃતિમાં, આપણા સ્વતંત્ર સંગ્રામની વેદી ઉપર પોતાની આહુતિ આપી જનારા એ સહિદોને નત મસ્તકે શ્રધ્ધાંજલી અર્પીએ ..

અય મેરે વતન કે લોગો, જરા આંખમેં ભરલો પાની;
જો શહીદ હુએ હૈ ઉન કી, જરા યાદ કરો કુરબાની કો ....

💐💐💐💐💐💐🌷⛳

💐💐 રતુભાઇ અદાણી 💐💐

👉 આજનો દિવસ :-

    રતુભાઇ અદાણી

ગાંધીમૂલ્યોના સાચા વારસદાર, વિરાટ સંસ્થા સમાન રતુભાઇ અદાણીનો જન્મ 13/4/1914 ના રોજ થયો હતો.પ્રાથમિક શાળામાં શિક્ષણ દરમિયાન જ ખાદી ધારણ કરી ‘સૌરાષ્ટ્ર’ સાપ્તાહિકનાં લખાણો વાંચી રાષ્ટ્રભાવના દ્દઢ થઇ. ધોલેરા છાવણી કૂચ લઇ જતા તેમને ગિરફતાર કર્યા, જેલના જડ નિયમોના વિરોધમાં જેલમાં પણ સત્યાગ્રહ આરંભ્યો. જેલમાં રવિશંકર મહારાજના સહવાસથી ‘ગીતા’ નું અધ્યયન કર્યું. જેલમાંથી છૂટયા બાદ રચનાત્મક પ્રવૃતિનું થાણું નાંખી ‘સર્વોદય મંદિર’ સંસ્થા શરૂ કરી. ગામડાઓમાં લોકશિક્ષણનું કાર્ય કર્યું. ‘આરઝી હકૂમત’ ની લોકસેનાના સરસેનાપતિ તરીકે આયુધો ધારણ કરી રતુભાઇએ જૂનાગઢના મોરચા પર પ્રશસ્ય કામગીરી બજાવી. ગૃહખાતા તરફથી રતુભાઇની માનદ પોલીસ ઇન્સ્પેકટર તરીકે નિમણૂક કરવામાં આવી. ચૂંટણીમાં કેશોદમાંથી જંગી બહુમતીથી વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા. ગુજરાત રાજયની સ્થાપના પછી મંત્રીમંડળમાં અગત્યનું સ્થાન મેળવ્યું. કેશોદની અક્ષયગઢની હોસ્પિટલને માત્ર રુગ્ણાલય જ નહિ, પણ રળિયામણું આરોગ્યધામ બનાવ્યું. તેમણે ગ્રામ જીવનના અનુભવો લખવા કલમ ઉઠાવી. ઇ.સ.1997 માં તેમણે અંતિમ શ્વાસ લીધા. તેમની ચિરવિદાયથી ગુજરાતે ગાંધીયુગનો મુટ્ઠી ઊંચેરો માનવી ગુમાવ્યો. ‘આરઝી હકૂમત આવતાં નાઠયો તહીં નવાબ, એની રાંધી રહી ગઇ રાબ, વાહે થાતા વાણિયો.’

💐📨💐📨💐📨💐📨💐📨