Sunday 18 December 2016

Ss8ðŸ”ŪāŠŠ્āŠ°āŠ•āŠ°āŠĢ - 2 āŠ†āŠŠāŠĢી āŠ†āŠļāŠŠાāŠļ āŠķું ?ðŸ”Ū

⚫સામાજિક વિજ્ઞાન⚫
⚫ધોરણ: 8⚫
⚫સત્ર: 1⚫

🔮પ્રકરણ - 2 આપણી આસપાસ શું ?🔮

📇પૃથ્વીના મુખ્ય આવરણો કેટલાં છે ?
✔ચાર

📇પૃથ્વીનું કયું આવરણ જોઈ શકાતું નથી ?
✔વાતાવરણ

📇મૃદાવરણ પૃથ્વીની સપાટીનો આશરે કેટલા ટકા ભાગ રોકે છે ?
✔ 29%

📇પૃથ્વીનું કયું આવરણ રંગ, સ્વાદ અને વાસ રહિત છે ?
✔ વાતાવરણ

📇પૃથ્વીના જે ભાગ ઉપર આપણે વસવાટ કરીએ છીએ, તેને કયું આવરણ કહે છે ?
✔મૃદાવરણ

📇પૃથ્વીના પેટાળમાં રહેલા ખડકોના પીગળેલા રસને શું કહે છે ?
✔ મેગ્મા

📇જલાવરણ પૃથ્વીની સપાટીનો આશરે કેટલા ટકા વિસ્તાર રોકે છે ?
✔ 71%

📇પૃથ્વી પર કેટલા મહાસાગરો આવેલા છે ?
✔ચાર

📇મીઠા પાણીનો મુખ્ય સ્ત્રોત કયો છે ?
✔ વરસાદ

📇પૃથ્વી પરના પાણીના કુલ જથ્થામાંથી કેટલા ટકા પાણી મહાસાગરોમાં રહેલું છે ?
✔ 97%

📇વાતાવરણમાં નાઈટ્રોજન વાયુંનું પ્રમાણ આશરે કેટલા ટકા છે ?
✔ 78%

📇વાતાવરણમાં ઑક્સિજન વાયુંનું પ્રમાણ આશરે કેટલા ટકા છે ?
✔ 21%

📇વાતાવરણનો કયો વાયુ સૂર્યનાં પારજાંબલી કિરણોને અવરોધીને પૃથ્વી પર પહોંચતાં રોકે છે ?
✔ ઓઝોન

📇ભેજ ઠરવાની ક્રિયાને શું કહે છે ?
✔ ઘનીભવન

📇ક્યા વાયુનું પ્રમાણ વધવાથી પૃથ્વી પર ગરમીનું પ્રમાણ વધે છે ?
✔CO2

📇વધુ વાહનોની અવરજવરવાળા વિસ્તારોમાં ક્યા વાયુના પ્રમાણમાં વધારો થાય છે ?
✔કાર્બન મોનોક્સાઈડ

📇આપણને સ્ફૂર્તિ અને તાજગી આપતો વાયુ કયો છે ?
✔ ઓઝોન

📇વાતાવરણના કયા ઘટકને કારણે પૃથ્વી પર પડતો સૂર્યપ્રકાશ ચોતરફ ફેલાય છે ?
✔ રજકણો

📇સૂર્યનું કુટુંબ ક્યા નામે ઓળખાય છે ?
✔સૌર પરિવાર

📇મહાસાગરોમાં વધારેમાં વધારે ઊંડી ખાઈઓ કેટલા કિલોમીટરની છે ?
✔ 10 થી 11

📇પૃથ્વી સપાટીનો નીચાણવાળો ભાગ પાણીથી ઘેરાયેલો છે, તેને શું કહે છે ?
✔જલાવરણ

📇પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને શું કહે છે?
✔વાતાવરણ

📇વાતાવરણ પૃથ્વીની સપાટીથી આશરે કેટલા કિલોમીટર સુધી વિસ્તરેલું છે ?
✔1600 કિલોમીટર

📇વાતાવરણમાં ભારે વાયુ કયો છે ?
✔કાર્બન ડાયોક્સાઈડ

📇પૃથ્વીના મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણના જે ભાગમાં જીવસૃષ્ટિ વ્યાપી છે, તેને શું કહે છે ?
✔જીવાવરણ

📇પૃથ્વી પરનું કેટલું પાણી સમુદ્રમાં છે ?
✔ 97%

📇પૃથ્વીના ઉદ્ભવનો સ્વરૂપની દ્રષ્ટિએ સાચો ક્રમ કયો છે ?
✔વાયુ, પ્રવાહી, ઘન

📇મૃદ એટલે શું ?
✔માટી

📇પૃથ્વીનો ઉપરનો પોપડો માટી અને ખડકો જેવા ઘન પદાર્થોનો બનેલો છે તેથી તેને શું કહે છે ?
✔ઘનાવરણ

📇ઘનાવરણને બીજું શું કહે છે ?
✔શીલાવરણ

📇પૃથ્વીનો પોપડો આશરે કેટલી જાડાઈ ધરાવે છે ?
✔64 થી 100 કિમી

📇આપણે પૃથ્વીના પેટાળમાં જેમ જેમ ઊંડે જતા જઈએ તેમ તેમ શામાં વધારો થતો જાય છે ?
✔તાપમાનમાં

📇ગરમી અને દબાણ જેવાં બળો વચ્ચે સમતુલા જળવાય નહિ, ત્યારે કઈ આપત્તિ આવે ?
✔ જ્વાળામુખી

📇મારા ઉપર ઘર બાંધવામાં આવે છે, કહો હું કોણ ?
✔ મૃદાવરણ

📇આમાંથી કયું નામ મહાસાગરનું નથી ?
✔ ઍન્ટાર્કટિકા

📇સૌર પરિવારમાં માત્ર શાના પર સજીવોને જીવવા માટે અનુકૂળ તાપમાન, પાણી અને હવા છે ?
✔ પૃથ્વી

📇જલાવરણના વિશાળ જળભંડાર ધરાવતા ભાગોને શું કહેવામાં આવે છે ?
✔મહાસાગર

📇વાતાવરણમાં મુખ્ય પ્રવાહી ઘટક કયું છે ?
✔ પાણી

📇ઑક્સિજનના જલદપણાને કયો વાયું મંદ કરે છે ?
✔નાઈટ્રોજન

📇ક્યા વાયુઓ પૃથ્વી પરની જીવસૃષ્ટિને જીવંત રાખે છે ?
✔ ઑક્સિજન અને નાઈટ્રોજન

📇પૃથ્વી સપાટીથી જેમ ઉપર જઈએ તેમ વાતાવરણના મોટાભાગના વાયુઓનાં પ્રમાણમાં શું થાય છે ?
✔ ઘટાડો થાય છે.

📇નીચેનામાંથી ભેજનું સ્વરૂપ કયું નથી ?
✔નદી

📇ગરમીથી બાષ્પ બની પાણી વરાળ સ્વરૂપે હવામાં ભળે છે, તેને શું કહે છે ?
✔ ભેજ

📇પૃથ્વી પરની જીવસૃષ્ટિમાં કોનો સમાવેશ થતો નથી ?
✔ કમ્પ્યુટર

📇જીવાવરણના અજૈવિક વિભાગમાં કોનો સમાવેશ થતો નથી ?
✔સૂક્ષ્મ જીવાણુઓ

🔃સમીર પટેલ 🔃
📮🎶📮🎶📮🎶📮🎶📮

⛱સામાજિક વિજ્ઞાન⛱
⛱ધોરણ: 8⛱
⛱સત્ર: 2⛱

◼પ્રકરણ - 2 પર્યાવરણીય પ્રદૂષણ◼

👁‍🗨નીચેના પૈકી ક્યો રોગ જળ-પ્રદૂષણથી ફેલાય છે ?
✔ કૉલેરા

👁‍🗨વાતારણમાં ક્યો વાયુ વધવાથી ગ્લોબલ વોર્મિંગની સમસ્યા ઊભી થઈ છે ?
✔કાર્બન ડાયૉક્સાઇડ

👁‍🗨વાતાવરણના ઓઝોન સ્તરને સૌથી વધુ નુકસાન કરતો વાયુ ક્યો છે ?
✔ CFC

👁‍🗨વૃક્ષો ઓછાં થવાથી ક્યા વાયુનું પ્રમાણ વધી ગયું છે ?
✔ કાર્બન ડાયૉક્સાઇડ

👁‍🗨નીચેના પૈકી ક્યા વાયુથી ઍસિડનો વરસાદ થાય છે ?
✔નાઇટ્રસ ઑક્સાઇડ

👁‍🗨વાહન માટેનું કયું બળતણ પ્રદૂષણમુક્ત છે ?
✔CNG

👁‍🗨આમાંથી ક્યો રોગ હવાના પ્રદૂષણથી થાય છે ?
✔ દમ

👁‍🗨માનવનિર્મિત સમસ્યાઓમાં ક્યું પ્રદૂષણ અગ્રસ્થાને છે ?
✔ પાણીનું

👁‍🗨ક્યો રોગ જળ પ્રદૂષણથી થાય છે ?
✔કમળો

👁‍🗨આમાંથી શું જમીનમાં સડી અને ભળી જતું નથી ?
✔પ્લાસ્ટિક

👁‍🗨 'જળ, જમીન અને જંગલ એ સામૂદાયિક સ્ત્રોતો છે. એની ઉપર સૌનો સમાન હક છે. એને 'વેપારની વસ્તુ' બનાવવી નૈતિક ગુનો છે.' એવું કોણે કહ્યું હતું ?
✔ ગાંધીજીએ

👁‍🗨ગટરનાં પાણીથી કયું પ્રદૂષણ થાય છે ?
✔પાણીનું પ્રદૂષણ

👁‍🗨રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓ શાનું પ્રદૂષણ ફેલાવે છે ?
✔જમીનનું પ્રદૂષણ

👁‍🗨80 ડેસિમલનો અવાજ શાનું પ્રદૂષણ ફેલાવે છે ?
✔ ધ્વનિનું પ્રદૂષણ

👁‍🗨દવાખાનાં, હૉસ્પિટલ, પ્રસૂતિગૃહ વગેરે સ્થળોએ દરદીની સારવારમાં વપરાયેલી સાધનસામગ્રીનો કચરો શું કહેવાય ?
✔ મેડિકલ વેસ્ટ

👁‍🗨આપણું જીવન ટકાવી રાખવા માટે કયું તત્ત્વ મહત્વનું નથી ?
✔જસત

👁‍🗨શું આવવાથી પર્યાવરણને અસર કરતાં અનેક પ્રકારનાં પ્રદૂષણો વધ્યાં છે ?
✔ઉદ્યોગો

👁‍🗨શાના અમર્યાદિત ઉપયોગથી પાણી, હવા અને વનસ્પતિમાં અશુદ્ધિઓ પેદા થઈ છે ?
✔કુદરતી સ્ત્રોતોના

👁‍🗨પાણીનું પ્રદૂષણ થવાનું કારણ કયું નથી ?
✔શહેરોનું ચોખ્ખુ પાણી જળાશયમાં ઠાલવતા

👁‍🗨જળપ્રદૂષણની અસર શું થાય છે ?
✔ગંદા પાણીથી શાકભાજી પ્રદૂષકોથી ભરેલા પાકે

👁‍🗨જળપ્રદૂષણથી બચવાનો ઉપાય કયો છે ?
✔ઉદ્યોગોનું પાણી શુદ્ધ કરી જળાશયમાં ઠાલવવું

👁‍🗨હવાનું પ્રદૂષણ થવાનું કારણ કયું છે ?
✔આપેલા ત્રણેય

👁‍🗨હવાના પ્રદૂષણની અસર શું થાય છે ?
✔ગુંગળાઈને પ્રાણીઓનું મૃત્યુ થાય

👁‍🗨હવાનું પ્રદૂષણ અટકાવવાનો ઉપાય કયો છે ?
✔ પર્યાવરણ જાગૃતિ અભિયાન ચલાવવું

👁‍🗨જમીનનું પ્રદૂષણ થવાનું કારણ કયું છે ?
✔આપેલા ત્રણેય

👁‍🗨જમીન પ્રદૂષણથી શું અસર થાય છે ?
✔આપેલા ત્રણેય

👁‍🗨નીચેનામાંથી જમીન પ્રદૂષણથી કયો રોગ થાય છે ?
✔ક્ષય

👁‍🗨જમીન પ્રદૂષણ અટકાવવાનો ઉપાય કયો છે ?
✔આપેલા ત્રણેય

👁‍🗨ધ્વનિનું પ્રદૂષણ થવાનું કારણ કયું છે ?
✔કારખાનામાં ચાલતા યંત્રોથી

👁‍🗨ધ્વનિ પ્રદૂષણથી થતી અસર કઈ છે ?
✔બહેરાશ આવે

👁‍🗨ધ્વનિ પ્રદૂષણ અટકાવવા કયો ઉપાય કરવો જોઈએ ?
✔આપેલા ત્રણેય

🎶સમીર પટેલ 🎶
◼ ज्ञान की दुनिया ◼

No comments:

Post a Comment