Sunday 18 December 2016

Ss8◼પ્રકરણ - 7 વાતાવરણીય ફેરફાર◼

🕵સામાજિક વિજ્ઞાન🕵
🕵ધોરણ: 8🕵
🕵સત્ર: 1🕵

◼પ્રકરણ - 7 વાતાવરણીય ફેરફાર◼

⛱આમાંથી કયા દેશમાં સૌથી વધારે ગરમી પડે છે ?
✔સાઉદી અરેબિયા

⛱આમાંથી કયા દેશમાં સૌથી વધારે ઠંડી પડે છે ?
✔ નોર્વે

⛱આમાંથી કયા દેશમાં સૌથી વધારે વરસાદ પડે છે ?
✔ફિલિપાઇન્સ

⛱ગ્રીનહાઉસ ઇફેક્ટમાં કયો વાયુ સક્રિય ભાગ ભજવે છે ?
✔કાર્બન ડાયૉક્સાઇડ

⛱આમાંથી કયા વાયુને ગ્રીનહાઉસ વાયુ તરીકે ઓળખવામાં આવે છે ?
✔ મિથેનને

⛱ડાંગરની ખેતી દ્વારા કેટલા ટન મિથેન વાયુનું ઉત્સર્જન થાય છે ?
✔ 15 કરોડ ટન

⛱સેન્દ્રિય કચરો સડવાથી કેટલા ટન મિથેન વાયુનું ઉત્સર્જન થાય છે ?
✔7 કરોડ ટન

⛱પશુઓના ઉચ્છવાસ અને ચયાપચયની ક્રિયા દ્વારા કેટલા ટન મિથેન વાયુનું ઉત્સર્જન થાય છે ?
✔14 કરોડ ટન

⛱વિશ્વમાં 'ઓઝોન દિવસ' ક્યારે ઊજવવામાં આવે છે ?
✔ 16 સપ્ટેમ્બરે

⛱ઇ.સ. 1972માં પર્યાવરણને બચાવવા વિશ્વના દેશોની બેઠક કયા શહેરમાં મળી હતી ?
✔ સ્વિડનના પાટનગર સ્ટૉકહોમમાં

⛱કોઈ પણ પ્રદેશના 35થી વધારે વર્ષોના સરેરાશ તાપમાન, ભેજ અને વરસાદની સ્થિતિને શું કહે છે ?
✔આબોહવા

⛱સૂર્યનાં કિરણો સાથે આવતી ગરમીને વાતાવરણમાં આવ્યા પછી પૃથ્વી પર અથડાઈને પરાવર્તન પામી પાછી અવકાશમાં જવા ન દેવાય તેવી સ્થિતિને શું કહેવાય ?
✔ ગ્રીન હાઉસ ઇફેક્ટ

⛱આમાંથી કયા વાયુઓનો સમાવેશ ગ્રીન હાઉસ વાયુઓ તરીકે થતો નથી ?
✔ઓઝોન

⛱વિશ્વના તાપમાનમાં છેલ્લા 100 વર્ષમાં તાપમાનમાં કેટલો વધારો થયો છે ?
✔ 0.60સે.

⛱વિશ્વ હવામાન સંસ્થાનું અંગ્રેજી ટૂંકુ નામ શું છે ?
✔ WMO

⛱ક્યો વાયુ વધવાથી પૃથ્વીનું વાતાવરણ ઝડપથી ગરમ થઈ રહ્યું છે ?
✔ કાર્બન ડાયૉક્સાઇડ

⛱CFCનું ઉત્સર્જન કયા ઉપકરણથી વધુ થાય છે ?
✔ ઈલેક્ટ્રોનિકના

⛱વિશ્વમાં નાગરિક કેટલા ટન સરેરાશ કાર્બનવાયુ છોડે છે ?
✔4.5 મેટ્રીકટન

⛱ભારતનો નાગરિક કેટલા ટન સરેરાશ કાર્બનવાયુ છોડે છે ?
✔ 1.2 મેટ્રીકટન

⛱અમેરિકાનો નાગરિક કેટલા ટન સરેરાશ કાર્બનવાયુ છોડે છે ?
✔20.6 મેટ્રીકટન

⛱એક માઇક્રોનથી દસ માઈક્રોન આકાર ધરાવતા સૂક્ષ્મકણોને શું કહે છે ?
✔ ઍરોસેલ

⛱નીચેનામાંથી કઈ ગ્લૉબલ વૉર્મિંગની અસર નથી ?
✔વૃક્ષને કાપવું.

⛱નીચેનામાંથી કયો ગ્લૉબલ વૉર્મિંગથી બચવાનો ઉપાય નથી ?
✔ CNGનો વપરાશ ઘટાડવો.

⛱તાપમાન વધતું અટકાવવા શું જરૂરી બન્યું છે ?
✔સંપત્તિનો વિવેકપૂર્વક ઉપયોગ

⛱પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને શું કહે છે ?
✔ વાતાવરણ

⛱કોઈ પણ પ્રદેશના તાપમાન, ભેજ અને વરસાદની ટૂંકાગાળાની સરેરાશ સ્થિતિને શું કહે છે ?
✔ હવામાન

🔃સમીર પટેલ 🔃
👁‍🗨⚫👁‍🗨⚫👁‍🗨⚫👁‍🗨⚫👁‍🗨⚫

No comments:

Post a Comment