Friday 24 March 2017

⏰👆🏿 તાપી જીલ્લો 👆🏿⏰

⏰👆🏿 તાપી જીલ્લો 👆🏿⏰

🔜તાપી જિલ્લો ભારત  દેશના ગુજરાત રાજ્યમાં દક્ષિણે આવેલો એક જિલ્લો છે તેની આજુબાજુ સુરત નવસારી જીલ્લાની સરહદો આવેલી છે.

🔜ઇસ ૨૦૦૭ દરમ્યાન સુરત જીલ્લાના  અમૂક તાલુકા છુટા પાડી તાપી જિલ્લાની રચના થઇ છે.

🔜ક્ષેત્રફળ : – ૩,૨૪૯ ચો.કિમી

🔜વિધાનસભાની કુલ સીટો :- ૨ { વ્યારા (એસ.ટી) અને નિઝર (એસ.ટી)

🔜સ્થાપના :– ૨૦૦૭

🔜વસ્તી :- ૮,૦૬,૪૮૯ (૨૦૧૧)

🔜અક્ષર જ્ઞાન :- ૬૮.૨૬%

🔜સ્ત્રી પુરૂષ પ્રમાણ :- ૧૦૦૭ (દર હજારે)

🔜મુખ્ય મથક :- વ્યારા

🔜તાલુકાઓ :- 5 ( વ્યારા, સોનગઢ ,વાલોડ, ઉચ્છલ  અને નિઝર ) 

🔜પાક:- ઘઉં,જુવાર,શેરડી,તુવેર,કપાસ,ડાંગર,કઠોળઅને ફળો

🔜ઉદ્યોગ:- ખાંડ ઉદ્યોગ, કાગળ ઉદ્યોગ અને મરઘા ઉદ્યોગ

🔜ખનીજ:- ચૂનો, કુદરતી વાયુ અને તેલ, લિગ્નાઈટ, લાઈમ સ્ટોન

🔜નદીઓ:-  તાપી,મીંઢોળા, પૂર્ણા ,અંબિકા અને નેસુ જેવી નદીઓ આવેલી છે.

🔜અગત્યના સ્થળો :- બીલીમોરા :વ્યારા ,સોનગઢ

👁‍🗨વિશેષ નોંધ :-👁‍🗨

▪અહીં તાપી નદી પર વીયર બંધ બાંધવામાં આવેલો છે.

▪અહીના જંગલોમાં  દીપડો, હરણ,ઝરખ,સસલા અને શિયાળ  વગેરે પ્રાણીઓ જોવા મળે છે.

▪ઉકાઈ અને કાકરાપાર બહુહેતુક યોજનાઓ છે. અહીં તાપી નદી પર વિશાળ બંધ અને જળ વિદ્યુત મથક આવેલાં છે.

▪આ ઉપરાંત અહીં કોલસા આધારીત થર્મલ વિદ્યુત મથક પણ આવેલું છે.

▪વેછડી ખાતે જુગતરામ દવેનો આશ્રમ આવેલો છે.

▪સોનગઢ તાલુકાના દેવલપાડા ગામે દેવલી માડીનું મંદીર આવેલુ છે.

▪સોનગઢ ખાતે પીલાજીરાવ ગાયકવાડે બંધાવેલ કિલ્લો આવેલો છે.

▪ઉદ્યોગોમાં ખાંડ અને કાગળના કારખાના તેમજ મરઘા ઉછેર (પોલ્ટ્રીફાર્મ) મુખ્ય છે. સોનગઢ તાલુકાના મુખ્ય મથકથી ડાંગના  જંગલ  તરફ જતા રસ્તામાં આ સ્થળ આવે છે. જ્યા ઊંચા ડુંગર પર પથ્થરમાંથી બનાવેલા ગાયનાં મુખમાંથી બારેમાસ સતત પાણી નીકળ્યા કરે છે.

▪પદમડુંગરી ગુજરાત રાજ્ય વન વિભાગ દ્વારા પ્રકૃતિ પ્રેમી લોકો માટે પ્રકૃતિ પ્રવાસન કેન્દ્ર ઉભું કરવામાં આવેલું છે.

👁સમીર પટેલ
🌻🌿જ્ઞાન કી દુનિયા 🌿🌻

No comments:

Post a Comment