Friday 24 March 2017

⏰👆🏿વલસાડ જીલ્લો 👆🏿⏰

⏰👆🏿વલસાડ જીલ્લો 👆🏿⏰

🔜વલસાડ જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત  રાજ્યની દક્ષિણમાં છેવાડે,આવેલો છે.

🔜વલસાડ જિલ્લાની આજુબાજુ નવસારી જીલાની સરહદ આવેલી છે. 

🔜ક્ષેત્રફળ :- ૩,૦૩૪ચો.કિમી

🔜સ્થાપના :- ૧૯૬૬

🔜વિધાનસભાની કુલ સીટો :- ૪ {ધરમપુર(એસ.ટી),પારડી,કપરાડા (એસ.ટી) અને ઉમરગામ (એસ.ટી }

🔜વસ્તી :- ૧૭,૦૩,૦૬૮ (૨૦૧૧ મુજબ )

🔜અક્ષર જ્ઞાન :- ૭૮.૫૫%

🔜લિંગ અનુપાત:- ૯૨૨ (દર હજારે)

🔜મુખ્ય મથક :- વલસાડ

🔜તાલુકાઓ :- ૫ (૧)વલસાડ  (ર) પારડી  (૩) ઉમરગામ  (૪) કપરાડા અને (પ) ધરમપુર

🔜પાક:- ડાંગર, જુવાર,શેરડી,કેરું,ચીકુ અને કઠોળ

🔜ઉદ્યોગ:- સિમેન્ટ, ચર્મ ઉદ્યોગ, કાગળ,રસાયણો,સુતરાઉ કાપડ, સ્ટેનલેસ સ્ટીલ, ખાંડ,તેલની મિલ, નાના ઈજનેરી ઉદ્યોગ, ઇમારતી લાકડું અને ફાર્માસ્યુટિકલ

🔜નદીઓ– ઔરંગા, પાર, દમણગંગા, કોલક

🔜પર્વતો:- વિલ્સન, સહ્યાદ્રી પર્વતમાળા, પારનેરાના ડુંગર

🔜બંદરો:- ઉમરગામ, વલસાડ, કોલક, મરોલી, ઉમરસાડી

🔜અગત્યના સ્થળો : ધરમપુર ,નારગોલ ,વાપી ,ઉનાઈ ,તિથલ,મરોલી,તિથલનો દરીયાકીનારો,ઉદવાડાની પારસી અગિયારી, લેડી વિલ્સન સંગ્રહાલય( ધરમપુર), વ્રુંદાવન સ્ટુડિયો (ઉમરગામ), ઉનાઈ ગરમ પાણીના કૂંડ, સાંઈ બાબાનું મંદિર (વલસાડ)

👁‍🗨વિશેષ નોંધ :👁‍🗨

▪ગુજરાતમાં સૌથી વધારે વરસાદનું પ્રમાણ ૨૦૦ સે.મી.થીવધારે છે.

▪વલસાડ અને અમલસાડ હાફુસની કેરી માટે જાણીતું છે

▪વલસાડ શહેર ઔરંગા નદીને કિનારે વસેલું શહેર છે.

▪વલસાડ ખાતે રેલ્‍વે સુરક્ષા દળનું મુખ્‍ય મથક તેમજ ટ્રેનીંગ સેન્ટર ધરાવે છે.

▪ગુજરાત રાજયમાં સૌ પ્રથમ ધરમપુર તાલુકા ખાતે, રાષ્ટ્રીય વિજ્ઞાન સંગ્રહાલય દ્વારા સંચાલિત એવું આ કેન્દ્ર ૨૭ એપ્રિલ, ૧૯૮૪નાં રોજ ભારત સરકારનાં સાંસ્કૃતિક અને પ્રવાસન મંત્રાલય દ્વારા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ખુલ્લું મુકવામાં આવ્યું.

▪“સહ્યાદ્ગિ સૃષ્ટિ સેન્ટર” વલસાડ અને નાસીક વચ્ચેના મુસાફરો માટે ખૂબજ આકર્ષણનું કેન્દ્ગ છે. જયાં કુદરતના અણમોલ ખજાનામાંથી અસંખ્‍ય ઔષધીઓનો ખજાનો ભરેલો છે. અહીંના આદિવાસી વનવાસીઓની સંપત્તિ છે. તેમાં રપ૦ જાતના વૃક્ષો તથા રરપ થી વધુ જાતની ઔષધીઓના છોડ છે.

▪અહીંના જંગલોમાં સાગ,અને ચીકુ,સીતાફળ અને કેળાં ખૂબ થાય છે.

▪તીથલ અને નારગોલ હવાખાવાના સ્થળો છે.

▪ઉમરગામ ગુજરાતનું છેલ્લું સ્ટેશન છે. ત્યારબાદ મહારાષ્ટ્ર રાજ્યની હદ શરૂ થઇ છે.

▪વાપીમાં અનેક કારખાનાઓ અને ઔધોગિક વસાહતો આવેલી છે.

👁સમીર પટેલ
🌻🌿જ્ઞાન કી દુનિયા 🌿🌻

No comments:

Post a Comment