Friday 24 March 2017

🌻👆🏿 વિશ્વ રંગભૂમિ દિન 👆🏿🌻

🌻👆🏿 વિશ્વ રંગભૂમિ દિન 👆🏿🌻

🌿રંગભૂમિ  એ ઇતિહાસને તાજો કરનારી અને સંસ્કારોને ઘડનારી હરતી ફરતી યુનિવર્સિટી છે.

🌿 ઈ.સ.૧૯૬૧ માં યુનેસ્કો ઇન્ટરનેશનલ થિયેટર ઇન્સ્ટીટયુટમાં વિશ્વ રંગભૂમિની આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ હતી.

🌿 જેમાં ૨૭મી માર્ચ વિશ્વ રંગભૂમિ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

🌿ગુજરાતમાં ગુજરાતી રંગભૂમિનું બીજ પારસીઓએ નાખ્યું હતું.

🌿પરંતુ સમગ્ર ભારત વર્ષમાં રંગભૂમિની પરંપરામાં ગુજરાત ‘ ભવાઈ’ ને કારણે મોખરે છે.

🌿ભવાઈ ની કલ્પના કરનાર અસાઈત ઠાકર હતા.

🌿અસાઈત ઠાકર ઉત્તર ગુજરાતના વતની સિદ્ધપુરના ઔદીત્ય બ્રાહ્મણ હતા.

🌿 તેમની  યજમાનગીરી ઊંઝાના કડવા પાટીદારો સાથે હતી.

🌿એકવાર અસાઈત ઠાકર પોતાના ક્રમ મુજબ યજમાન હેમાળા પટેલને ઘરે ઊંઝા જાય છે.

🌿ત્યારે તેમણે જાણવા મળ્યું કે પોતાના યજમાનની દીકરી ગંગાને પરધર્મી સૂબો ઉપાડી ગયો છે.

🌿અસાઈત યજમાનને આશ્વાસન આપીને કહે  છે ‘ મારી સંગીત કલાથી હું સૂબાને પ્રસન્ન કરી, દીકરીને પાછી લઇ આવીશ. અને પોતાની સંગીતકલાથી સૂબાને પ્રસન્ન કર્યા.

🌿🔜સૂબો કહે છે : ‘ મ્મ્બ્લોત આપ પર ભૂત ખુશ હૈ, કહો ક્યા ચાહિએ ?’ અને

🌿🔜અસાઈત કહે છે  : ‘ આપના સૈનિક મારી દીકરીને ઉપાડી લાવ્યા છે. એ મને આપો ‘

🌿🔜સૂબો કહે છે : ‘ જો એ તારી દીકરી છે તો તમે બંને બાપ-દીકરી એક થાળમાં જમો અને પછી જાઓ’ દીકરી ગંગા ને બચાવવા માટે અસાઈત એક થાળમાં ગંગા સાથે ભોજન લે છે. અને તેને લઈને આવે છે આ ઘટનાને કારણે અસાઈતને બહિષ્કૃત થવું પડે છે.

🌿 બહિષ્કૃતઅસાઈત પોતાના ભાઈઓ સાથે ઊંઝા આવ્યા.

🌿 ઊંઝાના હેમાળા પટેલ આ બ્રાહ્મણ પરિવારોને પોતાના ગામમાં આશરો આપે છે. અને ત્રણેય ભાઈઓ ઘર બાંધી આપે છે.

🌿આ ત્રણ ઘર  એટલે કે ‘ ત્રીઘરા’ અને તેના ઉપરથી તેમણે તરગાળા જ્ઞાતિમાં રૂપાંતરિત થયું પડ્યું.

🌿ઊંઝામાં રહ્યા પછી અસાઈતે મા ઉમિયાના ખોલે બેસીને એ સમયની કુરૂઢીઓને કટાક્ષથી પ્રસ્તુત કરવા, રોજના એક લેખે ૩૬૦ ભવાઈ વેશ લખ્યા એટલું જ નહિ પણ તે વેશોને ભજવ્યા પણ હતા. 
🌿આધુનીક જમાનામાં પણ આ ભવાઈમાં કસબી અને કલાકારોએ અભિનયના અજવાળા પાથરી ગુજરાતી રંગભૂમિને ભજવી છે.

🌿પ્રાણસુખ નાયક અને ‘ જયશંકર ‘ સુંદરી’ વિસનગરના પાણીદાર રત્નો, સંગીતક્ષેત્રના અવિનાશ વ્યાસ, ગૌરાંગ વ્યાસ અને રાસ બિહારી દેસાઈ પણ આજ માટીનાં સરન હતા.

🌿પ્રવીણ જોશી પાટણના , અને મહેસાણાના છઠીયારડાના વતની ગોવર્ધનરામ પંચાલ ,ઊંઝાના વસંત નાયક સંગીત અને નાત્ય્ક્શેત્રના મોટા રત્નો હતા.

⏰સમીર પટેલ
🌺જ્ઞાન કી દુનિયા ⏰

No comments:

Post a Comment