Monday, 13 March 2017

🔆🔅 પાટણની પ્રભુતા🔅🔆

🌺👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🌺

🎯પુસ્તકનુંનામ   :-    પાટણની પ્રભુતા
🎯લેખકનુંનામ     :-     કનૈયાલાલ માણેકલાલ મુનશી
🎯સાહિત્ય પ્રકાર  :-    ઐતિહાસિક નવલકથા

💐 ‘પાટણની પ્રભુતા’ (૧૯૧૬) કનૈયાલાલ માણેકલાલ મુનશીની એ ઐતિહાસિક નવલકથા છે.

💐 જેમાં પાટણ શહેર કેન્દ્રસ્થાને છે.

💐ગુજરાતના સોલંકીયુગના ઇતિહાસ પર આધારિત કથાવસ્તુ છે.

💐કર્ણદેવ સોલંકીના મૃત્યુસમયે પાટણમાં જૈન શ્રાવકો અને મંડલેશ્વરો વચ્ચે ચાલતી સત્તાની સાઠમારી તથા મુંજાલથી પોતે વિશેષ પ્રભાવશાળી ને મુત્સદ્દી છે એવું દેખાડવાની મીનળદેવીની ઇચ્છા એ બે ઘટનાકેન્દ્રોમાંથી નવલકથાનું સમગ્ર કથાનક આકાર લે છે.

💐 મુંજાલનો પ્રભાવ ઘટાડવા મીનળદેવી આનંદસૂરિના અભિપ્રાયો પ્રમાણે ચાલવા જતાં મુશ્કેલીમાં મુકાય છે.

💐 આખરે થાકીહારીને તે ફરી મુંજાલની શક્તિ ને બુદ્ધિનો આશ્રય સ્વીકારીને, ઊભી થયેલી વિકટ પરિસ્થિતિમાંથી છુટકારો મેળવે છે.

💐એટલે વાસ્તવમાં આ નવલકથા રાજ્કીય પૃષ્ઠભૂમાં આકાર લેતી, સ્ત્રીના વૈયક્તિક અહં અને પતનની કથા બની રહે છે.

💐પાટણ પર આક્રમણ કરનાર અવંતીના સેનાપતિ ઉલક સાથે સંજોગવશાત્ કરવામાં આવતી સંધિ, પાટણની ડામાડોળ દશાનો લાભ લઈ ભીંસ દેવા મથતા જૂનાગઢના રા’નવઘણની હાર એ આ નવલની મુખ્ય રાજ્કીય ઘટનાઓ છે; પણ વાસ્તવમાં કૃતિ કાકની પરાક્રમગાથા છે.

💐પાટણના રાજ્યતંત્ર અને એ રાજ્યતંત્રની આસપાસ વીંટાયેલી વ્યક્તિઓના અંગત જીવન સાથે.

💐એમાં જૂનાગઢના રા’નવઘણના પાટણના રાજ્ય સાથેના ઘર્ષણની, પાટણ અને માળવા વચ્ચેની સંધિની તથા તેના રાજ્કીય દાવપેચની વાત છે; જયદેવના પ્રણયસંબંધની વાત છે; ઉદા મહેતાના મંજરીને પોતાની પત્ની બનાવવાના ઉધમાતની વાત છે; મુંજાલના પુનર્લગ્નની વાત છે; કીર્તિદેવના કુળના રહસ્યની વાત છે; મુંજાલ મહેતા અને કીર્તિદેવ વચ્ચે રહેલી રાજ્કીય વિચારસરણીના મતભેદની વાત છે; અને તેમ છતાં આખી કથામાં આ બધી વાતોનું સ્થાન ગૌણ છે.

💐 કથામાં ખરેખર ધ્યાન તો ખેંચે છે ભૃગુકચ્છ-લાટથી આવેલો ભટ્ટ કાક અને તેના પ્રણય-પરાક્રમની કથા.

💐અન્ય ઘટનાઓ એખ યા બીજી રીતે કાકનો પ્રભાવ ઉપસાવવામાં નિમિત્ત બને છે.

💐નવલકથાનું માળખું કાકની ભ્રમણકથાનું છે.

💐 ભ્રમણને અંતે પોતાના પરાક્રમથી કાક પ્રાપ્ત કરે છે પાટણના રાજ્યતંત્રમાં પોતાનો પ્રભાવ અને મંજરીનો પ્રેમ.

💐 કાક ભૃગુકચ્છથી ત્રિભુવનપાળની સાથે પાટણ આવે છે ત્યાંથી કથાનો આરંભ થાય છે.

💐પહેલા ભાગમાં કાક પોતાનાં બુદ્ધિ-ચાતુર્યથી રા’નવઘણનો પરાજય કરે છે અને ઉદા મહેતાના હાથમાંથી, ખંભાતમાંથી, મંજરીને છોડાવે છે.

💐મંજરીના સૌંદર્યથી કાક એના પર મુગ્ધ થાય છે, પરંતુ પોતાની વિદ્વત્તાના અભિમાનમાં મસ્ત મંજરી અભણ કાકને દયાભાવથી જુએ છે.

💐બીજા ભાગમાં કાક પોતાની વિચક્ષણ બુદ્ધિથી મુંજાલને પ્રભાવિત કરે છે, જયદેવની પ્રિયતમા માટે સંદેશો લઈ જાય છે અને પાટણમાં ઉદાના માણસોના હાથમાંથી મંજરીને છોડાવે છે.

💐 ઉદાથી બચવા વિદુષી મંજરીએ કાક સાથે અનિચ્છાએ લગ્ન કરવાં પડે છે, પણ લગ્નની રાતે જ તે કાકને તિરસ્કારે છે.

💐ત્રીજા ભાગમાં કાક ફરી વખત ઉદાના હાથમાં કેદ પકડાયેલી મંજરીને છોડાવે છે અને કીર્તિદેવના કુળને જાણી લાવે છે.

💐કીર્તિદેવને મોઢે કાકની શક્તિની પ્રશંસા સાંભળી મંજરીનો કાક પ્રત્યેનો તિરસ્કાર ઓસરે છે.

💐 ચોથા ભાગમાં રા’ખેંગારને પકડવા નીકળેલો કાક રા’ખેંગારનો મિત્ર બને છે, ખેંગારની પ્રતિજ્ઞા પૂરી થાય ત્યાં સુધી એ ખેંગારની કેદમાં રહે છે, ખેંગારને રાણકદેવી સાથે જૂનાગઢ નાસી જવામાં મદદ કરે છે અને જેના વર્ગનું સંપૂર્ણ ખંડન થયું હતું તે મંજરીનો હૃદયસ્વામી બને છે.

💐અપ્રસ્તુત વિદ્વતચર્ચા, ચિંતન તથા લાંબાં સ્થળકાળનાં વર્ણનો ને પાત્રોના જન્મ-ઉછેર-સ્વભાવની વિગતપૂર્ણ માહિતી આપવાની લઢણોનો ત્યાગ કરી, ઘટનાઓને નાટ્યાત્મક બનાવીને વાર્તારસ જમાવવા તરફ ધ્યાન કેન્દ્રિત કરી આ નવલકથાએ ‘સરસ્વતીચંદ્ર’ પછી ગુજરાતી નવલકથાની કાયાપલટ કરવામાં મહત્વનો ફાળો આપ્યો છે.

💐અલબત્ત, ઐતિહાસિકને બદલે કાલ્પનિક પાત્ર કાકનું ઔચિત્યથી વધારે ગૌરવ, કાકનાં રોમાંચક પરાક્રમો અને એને પરિણામે તેને પ્રાપ્ત થતો મંજરીનો પ્રેમ, કીર્તિદેવના ભૂતકાળ પાછળ છવાયેલી રહસ્યમયતા ઇત્યાદિ તત્વોને લીધે આ નવલકથા પણ ‘પાટણની પ્રભુતા’ની માફક ‘ઐતિહાસિક રોમાન્સ’ની છાપ ચિત્ત પર પાડે છે.

🏵🌺જ્ઞાન કી દુનિયા 🌺🏵

🔆🔆રાજાધિરાજ🔆🔆

🏵👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🏵

🎯પુસ્તકનુંનામ   :-    રાજાધિરાજ
🎯લેખકનુંનામ     :-     કનૈયાલાલ માણેકલાલ મુનશી
🎯સાહિત્ય પ્રકાર  :-    ઐતિહાસિક નવલકથા

💐 ‘રાજાધિરાજ’ એ ગુજરાતી નવલકથાકાર કનૈયાલાલ મુનશી નવલકથા છે.

💐 જયસિંહદેવનો જૂનાગઢનો વિજય કૃતિનું મુખ્ય વસ્તુ છે.

💐ચાર ખંડમાં વિભક્ત આ નવલકથામાં જયસિંહ સિદ્ધરાજનો સોરઠવિજય અને લાટમાં જાગેલું બંડ એ બે મુખ્ય ઘટનાઓ સાથે સંબંધિત કથા ગૂંથાયેલી છે.

💐રા’ખેંગારે કરેલા અપમાનનું વેર લેવા પંદર વર્ષથી જૂનાગઢને ઘેરો નાખીને પડેલા જયસિંહ સિદ્ધરાજ આખરે દેશળ-વીશળે બતાવેલા ગઢના છૂપા માર્ગેથી હુમલો કરી જૂનાગઢ પર વિજય મેળવે છે, પણ એ વિજય પછીયે રાણકદેવી સાથે લગ્ન કરવાની તેની ઇચ્છા વણસંતોષાયેલી રહે છે.

💐રાણકદેવી કાકની મદદથી સતી થાય છે. આ કથાની સાથે સાથે કાકની ગેરહાજરીમાં લાટમાં થયેલા બંડની કથા પણ ગૂંથાતી આવે છે. લાટના બંડને પાટણની સેના દબાવી દે છે, પરંતુ કેદમાં સપડાયેલી મંજરી તેને મદદ પહોંચે તે પહેલાં મૃત્યુ પામે છે.

💐કાકના પાત્રનું અતિગૌરવ અને મહત્વની ઘટનાઓમાં એનું વર્ચસ્વ ‘ગુજરાતનો નાથ’ની જેમ અહીં પણ અનુભવાય છે.

💐અપ્રતીતિકર પણ રોમાંચક અને સાહસિક ઘટનાઓથી થતી કથારસની જમાવટ આ કૃતિનો નોંધપાત્ર વિશેષ છે.

💐વર્ણનાત્મકતા, પથરાટ અને કથનપ્રાધાન્યનું પ્રમાણ અહીં વધ્યું છે ને નાટ્યાત્મક પ્રસંગો ઘટયા છે.

💐રાણકનો સતી થવાનો અને મંજરીના મૃત્યુનો- બંને પ્રસંગ રસાવહ બન્યા છે.

💐પ્રબળ કાર્યવેગ ને રહસ્યમયતાનું અસરકારક નિરૂપણ કથાત્રયીને વાચનક્ષમ બનાવે છે.

💐ગાંધીયુગના આરંભે આવતી આ કૃતિઓમાં જીવનમૂલ્યોનો અભાવ વરતાય છે.

💐કૌતુકપ્રિયતા અને બૌદ્ધિકતાનું લેખકે કરેલું મિશ્રણ કારગત પુરવાર થયું છે. ત્રણે કૃતિઓ નાટ્યાત્મકતા ધરાવે છે.

🔊📿જ્ઞાન કી દુનિયા 📿🔊

🔆🔆માનવીની ભવાઈ🔆🔆

🏵👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🏵

🎯પુસ્તકનુંનામ   :-    માનવીની ભવાઈ (૧૯૪૭)
🎯લેખકનુંનામ     :-     પન્નાલાલ પટેલ
🎯સાહિત્ય પ્રકાર  :-    નવલકથા

💐માનવીની ભવાઈએ પન્નાલાલ પટેલની સીમાસ્તંભ નવલકથા છે. 

🥀એમાં, પહેલીવાર તળપદા ગ્રામજીવનની વાસ્તવિકતાનો સાહિત્યિક આલેખ મળે છે.

💐આ નવલકથા મુખ્ય નાયક નાયિકા કાળું અને રાજુ છે. આ ઉપરાંત નાનીયો,માલીડોશી, પરમો પટેલ, કોદર, રણછોડ અને નાથો જેવા પાત્રો છે.

🥀 કાળું અને રાજુના જીવનનાં સુખ દુઃખની લીલા રજુ કરતી અને તેની પછવાડે  આખા સમાજની સંવેદનાને મૂર્તિમંત કરતી કથા માટે લેખકે ઈશાનિયા દેશના ધરતીજાયાની વાત કરી છે.

💐 ગુજરાતના ઇશાનિયા ખૂણાના ગ્રામપ્રદેશનાં ઉત્સવો અને રીતરિવાજો, કથાઓ અને ગીતો, બોલી અને લહેકાઓ વચ્ચે તેમ જ છપ્પનિયા કાળની વચ્ચે મુકાયેલું કથાવસ્તુ કાળુ-રાજુના પ્રેમ કરતાં ઝાઝું તો એમની પ્રેમયાતનાનું છે.

🥀આ નવલકથા સાડત્રીસ પ્રકરણોમાં વિભાજીત કરેલી છે.

💐 પહેલાં ચૌદ પ્રકરણો કાળુનો જન્મ, બાળપણમાં એનો રાજુ સાથે થતો અને પિતરાઈ કાકી માલી ડોશીની વેર ભાવના પીઠી ચોળેલા કાળુંનું રાજુ સાથે લગ્ન થવા દેતી નથી તેને  કારણે તૂટતો વિવાહ, કાળુંનો લગ્ન ભલી સાથે અને રાજુના લગ્ન સદા બીમાર એવા ધાળજી સાથે થાય એવો પંચ દ્વારા ઘાટ ઘડાય છે.

🥀પછીના દસ પ્રકરણોમાં કાળું અને રાજુનાં હૈયા એકમેકની પ્રેમથી પરિચિત છે.

💐રાજુએ કાળુની પ્રેરણામૂર્તિ છે. આથી ‘ મનના મોરલા મનમાં જ રમાડવા એમ માની મનખો પૂરો કરવો’ એમ વિચારીને કાળું માટે લગ્નજીવન પૂરંતુ આત્મવિલોપન સાથે છે.

🥀બે ભૂખ્યાં હૈયાંની વેદનાને, એમના એકબીજા તરફના આકર્ષણને, એમના ઇર્ષ્યા અને ભયના જગતને પ્રગટાવે છે.

💐ભયંકર દુકાળની આફતનાં સમયે સમગ્ર ગ્રામજનોમાં ભય તેમજ ફફડાટ વ્યાપી ગયો છે.

🥀 ચોરી અને લૂંટના બનાવો રોજ બને છે. કાળું એક ખેડૂત પુત્ર તરીકે તે “ પરથમી નો પોથી” બનીને લોકોના સુખ દુઃખમાં સાથે રહે છે.

💐સદાવ્રતની દોઢ-પાશેર ખીચડી ન લેવાનો આગ્રહ રાખનાર કાળુને રાજુ અનાજ લેવા સમજાવે છે ત્યારે કાળુંનું હૈયું વલોવાઈ જાય છે. અને કહે  છે : આ ભીખ તેને ‘ ગુમાનને અને આત્માનેય ઓગાળી નાખે તેવી લાગે છે.’

🥀પન્નાલાલની આ નવલકથામાં દુષ્કાળના સમયનું ગ્રામજીવનનું  જીવંત આલેખન કર્યું છે.

💐તેમની બોલી, પહેરવેશ,રીવાજો,ખાનપાન, ઉત્સવો, વટ,ઈર્ષા, ભલાઈ અને વેરવૃત્તિ વગેરે લેખકે અસલ સ્વભાવમાં રજૂ કરેલ છે.

🥀આકર્ષક કથાવસ્તુ,હદય ડોલાવે એવા પ્રસંગો, સજીવ પ્રકૃતિચિત્રણ ,વેધક મર્મોકિતવાળા સંવાદો, માનવસંવેદનો અને સંઘર્ષ વગેરે લેખકને સાચા કલાકાર બનાવે છે.

💐આ નવલકથા માત્ર પ્રણયકથા ન રહેતાં ગુજરાતના અને ભારતના ખેડૂજીવનની કથા બની રહે છે.

🥀માંડલીની ગ્રામસૃષ્ટિ સાથેના લેખકના સઘન પરિચયને પરિણામે ગ્રામજીવન એના આટલા વાસ્તવિક રૂપમાં ગુજરાતી કથાસાહિત્યમાં પહેલી વખત પ્રગટ થાય છે.
💐લેખકની આ કૃતિને ઈ.સ. ૧૯૮૫માં જ્ઞાનપીઠ એવોર્ડ એનાયત થયેલ છે.

🥀આ નવલકથા પરથી ગુજરાતી ફિલ્મનું પણ નિર્માણ થયું છે.

💐 કવિ ઉશનસનાં શબ્દોમાં કહીએ  તો  – ‘ ખેતી અને પ્રીતિનું મહાકાવ્ય’. છે.

🌺🌿જ્ઞાન કી દુનિયા 🌿🌺

Sunday, 12 March 2017

📚📚રમણભાઈનીલકંઠ📚📚

📚📚રમણભાઈનીલકંઠ📚📚

March 13
                                
🍋 ગુજરાતી સાહિત્યની પ્રથમ હાસ્યરસિક નવલકથા ‘ભદ્રં ભદ્ર’ લખનાર રમણભાઈ નીલકંઠનો જન્મ તા. ૧૩/૩/૧૮૬૮ના રોજ અમદાવાદમાં થયો હતો.પિતાનું નામ મહીપતરામ  અને માતાનું નામ પાર્વતીબેન હતું. તેમના પિતા ટ્રેનીગ કોલેજમાં આચાર્ય હતા.

🍋તેમણે ઈ.સ.૧૮૮૩માં મૅટ્રિકની પરીક્ષા પાસ કરી ઈ.સ.૧૮૮૭માં એલ્ફિન્સ્ટન કૉલેજ, મુંબઈથી બી.એ. થયા ત્યારપછી એલએલ.બી. પરીક્ષા પાસ કરી.

🍋તેમણે ગોધરા સબ-જજની થોડા સમયની નોકરી પછી સ્વતંત્ર વકીલાતનો વ્યવસાય શરૂ કરેલો.

🍋પહેલાં પત્ની હસવદનબહેનનું અવસાન થતાં બીજું લગ્ન વિદ્યાબહેન સાથે થયું. રમણભાઈ નીલકંઠ અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં પ્રમુખઉપપ્રમુખ તરીકે સેવા આપી હતી.

🍋તેમાં બજાવેલી સેવાઓ અને એમાં કરેલા કાર્યોને લક્ષમાં રાખીને સરકારે ‘ રાવ બહાદૂર’નો ઈલકાબ આપ્યો હતો. તેમની સુધારાલક્ષી જાહેરપ્રવૃતિઓમાં સ્ત્રીજાગૃતિ અને સ્ત્રી કેળવણીની પ્રવૃત્તિઓ નોધપાત્ર છે.

🍋 તેમણે ઈ.સ.૧૯૦૦માં હાસ્યરસિક નવલકથા ‘ભદ્રં ભદ્ર’ લખી. તેઓ જકોલાત કરતાં કરતાં સમાજસેવા, શિક્ષણ અને સાહિત્યક્ષેત્રે મહત્વનું યોગદાન આપ્યું છે.

🍋 ઈ.સ.૧૯૧૩માં પ્રગટ થયેલું ‘ રાઈનો પર્વત’ નામનું સંસ્કૃત અને અંગ્રેજી શૈલીના સમન્વયવાળું શિષ્ટ નાટક પણ લખ્યું છે. એમાં સંસાર સુધારો, ઈશ્વરશ્રધ્ધા, નીતિનિષ્ઠા વગેરે વાતો ધ્યાન ખેંચે છે. તેમણે વાર્તા, કવિતા અને વિવેચન ક્ષેત્રે પણ સાહિત્યસર્જન કર્યું છે.

🍋‘ જ્ઞાનસુધા’ના તંત્રી તરીકે તેમણે વિવિધ વિષયો પર વિચારપ્રેરક લેખો પણ લખ્યા છે.’

🍋હાસ્યમંદિર’માં એમના અને એમની વિદુષી પત્ની વિદ્યાગૌરી ના હાસ્ય વિનોદના લખાણો પ્રગટ થયા છે.

🍋છઠ્ઠી માર્ચ ૧૮૮૭ના રોજ તેમનું અવસાન થયું.

🍋ઈ.સ. ૧૯૨૬માં ગુજરાતી સાહિત્ય પરિષદનાપ્રમુખ તરીકે પસંદગી થઇ હતી. ‘કવિતા અને સાહિત્ય’-૧ થી  ૩ તેમના વિવેચન  ગ્રંથો છે.

Saturday, 11 March 2017

📚📚ગુણવંતશાહ📙📙

📚📚ગુણવંતશાહ📙📙

March 12
                                   
🍋ગુજરાતી સાહિત્ય નવલકથાકાર, લલિત નિબંધકાર અને કટાર લેખક ગુણવંત શાહનો જન્મ તા.૧૨/૩/૧૯૩૭ના રોજ સુરતના રાંદેરમાં થયો હતો. પિતાનું નામ ભૂષણલાલ અને માતાનું નામ પ્રેમીબહેન હતું.

🍋 પ્રાથમિક શિક્ષણ રાંદેરમાં લીધું. માધ્યમિક શિક્ષણ જૈન હાઇસ્કૂલસુરતમાં અને ઈ.સ. ૧૯૫૭માં રસાયણ વિષય સાથે બી.એસ.સી.પાસ થયા.

🍋ઈ.સ. ૧૯૫૯માં મ. સ. યુનિવર્સિટીમાંથી બી.ઍડ. અને  એમ.ઍડ. થયા. ઈ.સ. ૧૯૬૦થી ૧૯૭૨ સુધી મ. સ. યુનિવર્સિટીમાં રીડર તરીકેની કામગીરી કરી.

🍋 ઈ.સ. ૧૯૬૭-૬૮માં અમેરિકાની મિશિગન યુનિવર્સિટીમાં મુલાકાતી પ્રાધ્યાપક તરીકે અને ઈ.સ. ૧૯૭૨-૭૩માંટેકનિકલ રિસર્ચ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુટ, મદ્રાસમાં શિક્ષણ વિભાગના અધ્યક્ષ તરીકે સેવા આપી હતી.

🍋ઈ.સ. ૧૯૭૪થી દક્ષિણગુજરાત યુનિવર્સિટીના શિક્ષણ વિભાગના અધ્યક્ષ તરીકે પણ કામગીરી કરી હતી.

🍋‘નૂતન શિક્ષણ’ના તંત્રી તરીકે કામગીરી કરી હતી. ઈ.સ. ૧૯૭૪થી ‘ ગુજરાતી મિત્ર’માં કાર્ડિયોગ્રામની અને સંદેશમાં ‘રણ તો લીલાછમ’ ના કટાર લેખક હતા.

🍋ઈ.સ. ૧૯૮૭ થી ૧૯૯૭ના દસ વર્ષ માટે યુવાનોમાં વિચારક્રાંતિ, જાગૃતિ અને સામાજિક ઉત્તરદાયિત્વ પ્રગટે એ માટે તેમણે પંચશીલ આંદોલન ચલાવ્યું. અનેકપદયાત્રા કરી જાગૃતિ લાવવાનો પ્રયત્ન કર્યો. તેમણે ૪૦થી વધારે પુસ્તકો લખ્યા છે જેમાં પ્રવાસ, નિબંધ, ચિંતન, ચરિત્ર અને એક કાવ્યસંગ્રહ પણ આપ્યો છે.

🍋તેમણે ‘કાર્ડિયોગ્રામ’ , ‘રણ તો લીલાંછમ’, ‘વગડાને તરસ ટહુકાની’ , ‘વિચારોના વૃંદાવનમાં’ , ‘મનનાં મેઘધનુષ’  વગેરે નિબંધોના સંગ્રહોના પુસ્તકો છે. ‘વિસ્મયનું પરોઢ’ એમનું ગદ્યકાવ્યનું પુસ્તક છે.

🍋‘રજકણ સૂરજ થવાને શમણે’  અને ‘મૉટેલ’  એમની નવલકથાઓ છે.

🍋 ‘કોલંબસના હિંદુસ્તાનમાં’  એમનું પ્રવાસ પુસ્તક છે.

🍋ઉપરાંતએમણે ‘ગાંધી-નવી પેઢીની નજરે’ , ‘મહામાનવ મહાવીર’  અને ‘કરુણામૂર્તિબદ્ધ’  જેવા ચરિત્રગ્રંથો પણ આપ્યા છે. ‘શિક્ષણની વર્તમાન ફિલસૂફીઓ’ , ‘સાવધાન, એકવીસમી સદી આવી રહી છે’ , ‘કૃષ્ણનું જીવનસંગીત’  ઇત્યાદિએમના પ્રકીર્ણ ગ્રંથો છે.

🍋તેમની વકતૃત્વની છટાને કારણે તેઓ યુવાનોમાં ખૂબ લોકપ્રિય છે. લલિત નિબંધો તેમની નોખી શૈલી અને મૌલિકતાને કારણે ખૂબ વંચાય છે.

🍋તેમને ઈ.સ. ૧૯૯૭માં રણજીતરામ સુવર્ણચંદ્રક અને ત્યારપછી ‘ નર્મદ ચંદ્રક પણ એનાયત થયેલ છે.

Friday, 10 March 2017

💐સુજાતા મહેતા🌷

💐સુજાતા મહેતા🌷

March 11
                
🐠ગુજરાતી રંગમંચ અને હિન્દી ફિલ્મની સુપ્રસિદ્ધ અભિનેત્રી સુજાતા મહેતાનો જન્મ તા. ૧૧/૩/૧૯૫૯ના રોજ નવસારીમાં થયો હતો.

🐠તેમના પિતા પ્રહલાદરાય સ્વાતંત્ર્યસેનાની  અને માતા રેખાબહેન મનોવિજ્ઞાન વિષય સાથે સ્નાતક થયા હતા. તેમનો પરિવાર અભિનય સંસ્કારો ઝીલીને તેમણે બાળપણથી જ તેઓ રંગભૂમિ પર અભિનય કરવા પ્રેરાયા હતા.

🐠 માત્ર ૧૩ વર્ષની વયે અંગેજી નાટક ‘ વેઇટ અન્ટીલ  ડાર્ક’માં તેમણે અંધ છોકરીની ભૂમિકા કરી હતી. આઈ.એન.ટી.ના બાળનાટકમાં તેમ જ હિન્દી વિડીયો ફિલ્મોમાં અભિનય કર્યો.

             
🐠  મુંબઈની રંગભૂમિ તેમણે માટે તાલીમશાળા બની રહી પોતાના કાર્યમાં ઊંડા રસ અને નિષ્ઠાએ તેમણે અભિનય સમૃધ્ધ  બનાવ્યા.

🐠કાંતિ મડીયાના ‘ અમે બરફના પંખી’માં યાદગાર અભિનય આપ્યો હતો. ઉપેન્દ્ર ત્રિવેદી સાથે ‘ પેરેલિસિસ’ માં દૂરદર્શનના ટીવી નાટકોમાં તેમ જ પ્રવીણ જોશીના આઈ.એન.ટી.માં પણ યાદગાર અભિનય આપ્યો હતો. ‘ ચિત્કાર’ નાટકમાં તેમનો અભિનય ચિરકાલીન સ્મરણીય બની રહ્યો.

🐠 દૂરદર્શનની શરદબાબુની ‘ શ્રીકાંત’ નવલકથા પર આધારિત શ્રેણીમાં રાજ્લક્ષ્મીનું પાત્ર જેવા અનેક અવિસ્મરણીય પાત્રો તેમણે સફળતાપૂર્વક ભજવ્યા હતા.

🐠સુજાતાએ હિન્દી ફિલ્મ ‘ પ્રતિઘાત’માં યાદગાર ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત કેતન મહેતાની ‘ સરસ્વતીચંદ્ર’ ઉપરાંત હિન્દી ફિલ્મોમાં અભિનય કરી યશ પ્રાપ્ત કર્યો છે.

💐એચ.ટી.પારેખ📚

💐એચ.ટી.પારેખ📚
March 10
                                                  

  ભારતના ઔદ્યોગિક અને નાણાંકીયક્ષેત્રના અગ્રણી વહીવટકર્તા હસમુખભાઈ ટી. પારેખનો જન્મ તા. ૧૦/૩/૧૯૧૧ના રોજ સુરત પાસેના રાંદેરમાં  થયો હતો. પિતાનું નામ ઠાકોરભાઈ હતું.

તેમણે ઈ.સ. ૧૯૩૩માં મુંબઈ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્ર વિષય સાથે બી.એ.ની પરીક્ષા પ્રથમ વર્ગમાં પાસ થયા.

ઈ.સ. ૧૯૩૬માંલંડન સ્કૂલ ઓવ ઇકોનોમિક્સમાં બેન્કિંગ અને નાણાશાસ્ત્રના વિષય સાથે બી.એસ.સી. થયાં.

ઈ.સ. ૧૯૩૭મ મુંબઈની શેરદલાલની એક પ્રતિષ્ઠિત પેઢીમાં જોડાયા તે જ સમય દરમિયાન તેમણે મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં અર્થશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે સેવાઓ આપી.

ઈ.સ. ૧૯૫૬માં તેમની નિમણૂક ભારતીય ઔદ્યોગિક ધિરાણ અને રોકાણ નિગમ લિમિટેડ માં નાયબ જનરલ મેનેજર ઈ.સ. ૧૯૬૯મ નાયબ ચેરમેન અને મુખ્ય સંચાલક તરીકે અને ઈ.સ. ૧૯૭૨માં નિયામકમંડળના ચેરમેનપદે કરવામાં આવી.

જુન ૧૯૭૮માં તેમણે ચેરમેનપદેથી નિવૃત્તિ સ્વીકારી. ઈ.સ. ૧૯૭૭માં તેમણે હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઈનાન્સ કોર્પોરેશન લિ. ની સ્થાપના કરી.

જેનો હેતુ જરૂરિયાતમંદને પોતાની માલિકીનું રહેઠાણ કરવાની આકાંક્ષા સંતોષવામાં નાણાકીય સહાય પૂરી પાડવાનો હતો.

હસમુખભાઈને આર્થિક વિકાસ , ઔદ્યોગિક ધિરાણ,મૂડીબજાર વગેરે વિષયોમાં ઊંડો રસ હતો. તેમણે આંતરરાષ્ટ્રીય નાણાંભંડારમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્ય હતું.

વિકાસલક્ષી દેશોની આર્થિક પ્રગતિ અને ઓદ્યોગિક વિકાસ માટેના આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિમંડળોમાં તેમણે ભાગ ભજવ્યો હતો.

તેઓ અનિલ સ્ટાર્ચ પ્રોડકસ લિ., અટીક ઇન્ડસ્ટ્રીઝ લિ., ચોકસી ટ્યૂબ કું, કેલ્વીનેટર ઓવ ઇન્ડીયા લિ. , મફતલાલ ઇન્ડસ્ટ્રીઝ લિ. વગેરેના નિયામકપદે સેવા આપી હતી. તેમણે અનેક પુસ્તકો પણલખ્યા છે.

ઈ.સ. ૧૯૮૩માંઇન્સ્ટીટયુટ ઓવ ફાઈનાન્શિયલ મેનેજમેન્ટ એંજ રિસર્ચની સ્થાપનામાં અગ્રભાગ લેવા બદલ સંસ્થાના ગ્રંથાલયનું  ‘ એચ.ટી.પારેખ ગ્રંથાલય ‘ નામકરણ કર