Thursday 30 March 2017

*👏શ્યામજી કૃષ્ણવર્મા👏*

*💥Breaking News💥*30-3-17

*💥ભારત મહાન ક્રાંતિવીર અને સ્વાતંત્ર્ય સેનાની શ્યામજી કૃષ્ણ વર્માની આજે પુણ્ય તીથિ*

*👏શ્યામજી કૃષ્ણવર્મા👏*
💥મુળનામ--
   શ્યામજી કરશનજી નાખુઆ

*👉જન્મ-4 ઓક્ટોમ્બર 1857*
     માંડવી બંદર, કચ્છ, ગુજરાત
*👉નિધન-30 માર્ચ 1930*
     જીનિવા, સ્વિટત્ઝરલેન્ડ
👉પિતા--કરશનભાઇ નાખુઆ
👉માતાનુ નામ-ગોમતીબાઇ
👉પત્નીનુ નામ-ભાનુમતી
👉વારસદાર-નિઃસંતાન

💥દયાનંદ સરસ્વતી નુ શિષ્યત્વ પ્રાપ્ત કરી આર્યસમાજી બન્યા
👉હવે શ્યામજી કરશનજી નાખુઆ શ્યામજી કૃષ્ણ વર્મા તરીકે જાણીતા બન્યા
👉તેમણે લંડન અને પેરીસ મા રહીને આઝાદી માટે રાષ્ટ્રસેવા કરવા ક્રાતિકારી પ્રવૃતિઓ કરી.
*💥તેમના સંગઠનો & પ્રવૃતી👇*
👉ધ ઇન્ડિયન હોમરૂલ સોસાયટી
👉ઇન્ડિયા હાઉસ
👉ધ ઇન્ડિયન સોશિયોલોજીસ્ટ

💥30 માર્ચ 1930 રોજ જીનિવા ખાતે મૃત્યુ પામ્યા..તેમની ઇચ્છા હતી કે તેમના અસ્થિ સ્વદેશ મા પોતાના વતન મા લઇ જવામા આવે....જે અંતર્ગત 2003 મા તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના પ્રયાસોથી ગુજરાતમા તેમના અસ્થિ લાવવામા આયા.

💥તાજેતર માજ પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ ભુજ ખાતે એક આયોજીત કાર્યક્રમમા તત્કાલિન ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલને શ્યામજી કૃષ્ણવર્માની *"સનદ"* ભારતમા પરત લાવી ગુજરાતને સુપરત કરી

💥કચ્છ યુનિવર્શિટીને કચ્છના ક્રાતિવીરના માન મા શ્યામજી કૃષ્ણવર્મા યુનિવર્શિટી નામ આપવામા આવ્યુ છે.

*💥ક્રાંતિતીર્થ*-
👉માંડવી,ભુજ ખાતે આવેલુ  શ્યામજી કૃષ્ણ વર્માનુ સ્મારક.

👍 વિશ્વ ની પ્રખ્યાત સમુદ્રધુની 👍

👍 વિશ્વ ની પ્રખ્યાત સમુદ્રધુની 👍

✍🏻 ડોવર - ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ
✍🏻 કુક - ઉત્તર અને દક્ષિણ ન્યુુઝીલેન્ડ
✍🏻 સૌડા સ્ટ્રેટ - ઇન્ડોનેશિયા ના જાવ અને સુમાત્રા ટાપુઓ વચ્ચે
✍🏻 પાલ્ક - ભારત અને શ્રીલંકા
✍🏻 જિબ્રાલ્ટર - યુરોપ અને આફ્રિકા
✍🏻 બોનીફેસિયો - ઇટાલી ના સરડીનીયા ટાપુ અને ફ્રાન્સ ના કોરસિયા ટાપુ વચ્ચે
✍🏻 મેસીના - ઇટાલી અને સિસિલી
✍🏻 ડેવિસ - ગ્રીનલેન્ડ અને કેનેડા
✍🏻 બાસ - ઓસ્ટ્રેલિયા અને તાસમાનિયા
✍🏻 બેરીન્ગ - રસિયા અને અમેરિકા
✍🏻 હોરમુઝ - ઓમાન અને ઈરાન
✍🏻 તૌરુસ - પપુઆ ગુયાના અને ઓસ્ટ્રેલિયા
✍🏻 યુકેટન - મેક્સિકો અને ક્યુબા
✍🏻 ફોર્મોસ - ચાયના અને તાઇવાન

Wednesday 29 March 2017

*National Dairy Development Board*

*💥💥*29-3-17

*💥NDDB એ આણંદ જિલ્લા ના આંકલાવ તાલુકા ના મુજકુવા ગામને દત્તક લીધુ*

👉 NDDBએ લીધુ આણંદનું મુજકુવાને દત્તક, દેશની પ્રથમ સોલાર પ્લાન્ટ દૂધ મંડળી

👉દુધમંડળી મા માઇક્રો ATM આપવામા આવ્યા

*👉NDDB* એ દુધ ઉત્પાદકતા અને ડેરી ઉદ્યોગ ના વિકાશ સાથે સંકળાયેલી રાષ્ટ્રીય સંસ્થા છે

*NDDB*
*National Dairy Development Board*

👉સ્થપના--1965
👉હાલ મા અધ્યક્ષ--દિલિપ રથ
👉વડુમથક--આણંદ,ગુજરાત
💥નોંધ--દુધ અને ડેરી ઉદ્યોગ મા અથાગ પ્રયત્નો ને કારણે ડો.વર્ગીશ કુરીયન ને ભારત મા શ્વેત કાંતિના પ્રણેતા કહેવાય છે

*💥અહેમદ કતારદા નુ નિધન*
👉તેમણે દક્ષિણ આફ્રિકામા રંગભેદની નીતિ સામે લડનાર નેલ્શન મંડેલાની સાથે 28 વર્ષ જેલમા વિતાવ્યા હતા..
👉તેમનો જન્મ દ.આફ્રિકામા
👉ગુજરાતી વોહરા સમાજના અહેમદ કતારદાના પરિવાર નુ મુળ વતન સુરતનુ  લાજપોર છે
👉Ahemad Katharda એ kathy ના હુલામણા નામથી ઓળખાતા

*💥નેલ્શન મંડેલા*
👉જન્મ-18 જાન્યુઆરી 1918
👉નિધન-5 ડીસેમ્બર 2013

👉દક્ષિણ આફ્રિકામા રંગભેદની નીતિ સામે ચાર દાયકા સુધી અવિરત ડગ્યા વિના લડત આપી
👉તેમને 28 વર્ષ સુધી જેલમા પુરી રાખવામા આવ્યા હતા
👉તેઓએ મહાત્મા ગાંધીજીના જીવનમાથી પ્રેરણા લઇ તેમને પોતાના આદર્શ માની ને અહિંષક લડત આપી હતી અને દ.આફ્રિકાના લોકોને ગુલામી માથી મુક્ત કરવાની પ્રતિજ્ઞા લિધી હતી..
👉અંતે એમની જીત થઇ અને દ.આફ્રિકાના રાષ્ટ્રપ્રમુખ બનેલા
👉તેઓ દ.આફ્રિકા ના રાષ્ટ્રપિતા તરીકે જાણીતા છે
👉તેમની આ લડતના ઉત્કૃષ્ટ કાર્યો બદલ વિશ્વ ભરમાથી 40 વર્ષમા 260થી વધુ એવોર્ડ મળેલા છે  જેમા મુખ્ય એવોર્ડ👇
*💥શાંતી માટેનો નોબલ પુરષ્કાર 1993 મા મળેલો છે*
*💥ભારત સરકારનો સર્વોચ્ય એવોર્ડ ભારત રત્ન પણ 1990 મા*
*💥 પાકિસ્તાન નો સર્વોચ્ય એવોર્ડ નિશાને-એ-પાકિસ્તાન પણ 1993 મા મળ્યો છે*

Monday 27 March 2017

📿 *દેવપ્રયાગ વિશે*📿

📿  *દેવપ્રયાગ વિશે*📿
🏂🏂🏂🏂⛷⛷⛷⛷

⛷ *અલકનંદા નદીની પાંચ ઉપનદીઓ એટલે કે* *સહાયક નદીઓ આવેલી છે, જે ગઢવાલ ક્ષેત્રમાં પાંચ અલગ અલગ સ્થળો પર અલકનંદા નદી સાથે મળી જાય છે, જે પંચ પ્રયાગના નામથી ઓળખાય છે:*

🏂 *[૧]. આ પંચ પ્રયાગ નીચે પ્રમાણે છે.*

🏂 *(1).વિષ્ણુ પ્રયાગ જ્યાં આગળ શ્વેત ગંગા અને અલકનંદા નદીઓનો સંગમ થાય છે.*

🏂 *(2).નંદ પ્રયાગ જ્યાં આગળ નંદાકિની અને અલકનંદા નદીઓનો સંગમ થાય છે.*

🏂 *(3).કર્ણ પ્રયાગ જ્યાં આગળ પિંડારી અને અલકનંદા નદીઓનો સંગમ થાય છે.*

🏂 *(4).રૂદ્ર પ્રયાગ જ્યાં આગળ મંદાકિની અને અલકનંદા નદીઓનો સંગમ થાય છે.*

🏂 *(5).દેવ પ્રયાગ જ્યાં આગળ ભાગીરથી અને અલકનંદા નદીઓનો સંગમ થાય છે તેમ જ અહીંથી આગળ આ નદી ગંગા નદી તરીકે ઓળખાય છે.*

⛳ *શૈલેષ ઠાકોર*⛳

Saturday 25 March 2017

🎆🎆Father of the Subjects🎆🎆

Father of the Subjects:

Father of Ayurveda: Charaka

Father of Biology: Aristotle

Father of Physics: Albert Einstein

Father of Statistics: Ronald Fisher

Father of Zoology: Aristotle

Father of History: Herodotus

Father of Microbiology: Louis Pasteur

Father of Botany: Theophrastus

Father of Algebra: Diophantus

Father of Blood groups: Landsteiner

Father of Electricity: Benjamin Franklin

Father of Trigonometry: Hipparchus

Father of Geometry: Euclid

Father of Modern Chemistry: Antoine Lavoisier

Father of Robotics: Nikola Tesla

Father of Electronics: Ray Tomlinson

Father of Internet: Vinton Cerf

Father of Economics: Adam Smith

Father of Video game: Thomas T. Goldsmith, Jr.

Father of Architecture: Imhotep

Father of Genetics: Gregor Johann Mendel

Father of Nanotechnology: Richard Smalley

Father of Robotics:;Al-Jazari

Father of C language: Dennis Ritchie

Father of World Wide Web: Tim Berners-Lee

Father of Search engine: Alan Emtage

Father of Periodic table: Dmitri Mendeleev

Father of Taxonomy: Carolus Linnaeus

Father of Surgery (early): Sushruta

Father of Mathematics: Archimedes

Father of Medicine: Hippocrates

Father of Homeopathy: Samuel Hahnemann

Father of Law: Cicero

Father of the American Constitution: James Madison

Father of the Indian Constitution: Dr. B.R. Ambedkar

Father of the Green Revolution: Norman Ernest Borlaug

Father of the Green Revolution in India: M.S Swaminathan.

🙏🏼 *હેમુભાઈ ગઢવી*🙏🏼

🙏🏼 *હેમુભાઈ ગઢવી*🙏🏼
〰〰〰〰〰〰〰〰〰〰
ગુજરાતી લોકસંગીતના ગાયક, અભિનેતા અને નાટ્યકાર હતાં.

💁🏻‍♂*પ્રારંભિક જીવન*

💁🏻‍♂*જન્મ*:-ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યનાં સુરેન્દ્રનગર જિલ્લા નાં સાયલા તાલુકાનાં ઢાંકળિયા ગામે તા.૦૪-૦૯-૧૯૨૯ નાં દિવસે થયો હતો.

💁🏻‍♂ *પિતાનું નામ* *નાનભા*

💁🏻‍♂ *માતાનું નામ*

         *બાલુબા* 

💁🏻‍♂ *પત્નિનું નામ*

         *હરિબા*

💁🏻‍♂ તેમના માતા પિતાનાં સંસ્કારો નાનપણથી હેમુભાઈમાં ઉતર્યા હતાં.

લોકગીત અને ભજનનો તેમને નાનપણથી જ શોખ હતો. જેથી તેઓ ૧૪ વર્ષની ઉંમરે શક્તિ પ્રભાવ કલામંદિરમાં મહિને ૧૨ રૂપિયાનાં પગારે જોડાયા હતાં. જેમાં તેને પ્રથમ નાટક મુરલીધરમાં કૃષ્ણની ભુમિકા ભજવીને પોતાનાં અભિનયથી જોવા આવનાર લોકોનાં મન મોહી લીધા હતાં. તે દરમિયાન તેને " ગામડુ મુજને પ્યારૂં ગોકુળ " પ્રથમ ગીત ગાયુ હતું. એક વખત તેઓ જામનગર શહેરમાં રાણકદેવી નામનું નાટક ભજવવા ગયેલા. જેમાં તેઓએ રાણકદેવી નું સ્ત્રીનું પાત્ર ભજવ્યુ હતુ અને લોકોનાં દીલ જીતી લીધેલા અને તેનાથી પ્રભાવિત થઈને તે સમયે જામનગર શહેરમાં ચાલતા રાણકદેવી ચલચિત્રનાં નિર્માતા છેક મુંબઈથી આવીને તેઓએ બાળકલાકાર હેમુભાઈને નવાજ્યા હતાં. આમ ધીરે ધીરે તેઓ ચારણી સાહિત્યનો અભ્યાસ કરતા ગયા અને તેનો લોકગીત ગાવામાં અને નાટકમાં ભજવવામાં ઉપયોગ કરતા હતાં. આમ તેઓએ ઈ.સ.૧૯૫૫ સુધીમાં વાંકાનેર ની નાટક કંપની અને રાજકોટની ચૈતન્ય નાટક કંપનીમાં પણ કામ કર્યુ હતું.

*કારકિર્દી*

આકાશવાણી રાજકોટનાં ગીજુભાઈ વ્યાસ અને ચંદ્રકાંતભાઈ ભટ્ટ એ બન્ને એ હેમુભાઈને નાટક દરમિયાન ખુબજ નજીકથી જોયા હતાં. જેથી તેઓએ હેમુભાઈને આકાશવાણીમાં તેમની સાથે જોડાવા માટે આગ્રહ કર્યો. જેથી હેમુભાઈ ઈ.સ.૧૯૫૫ ની સાલમાં તાનપુરા કલાકાર તરીકે જોડાયા હતાં. તે દરમિયાન તેઓએ ઝવેરચંદ મેઘાણી અને દુલા કાગનાં સાહિત્યનો અભ્યાસ કરીને લોકસંગીતને વાચા આપી હતી અને આકાશવાણી દ્વારા ગુજરાતનાં ઘર ઘર સુધી પહોંચાડયુ હતું. આમ તેઓએ ઈ.સ.૧૯૬૫ સુધી રાજકોટ આકાશવાણીમાં સેવા આપી હતી.

ઈ.સ.૧૯૬૨-૬૩ ની સાલમાં કોલંમ્બિયા કંપનીએ તેમની ૭૮ સ્પીકની "સોની હલામણ મે ઉજળી" રેકર્ડ બહાર પાડી હતી. આ ઉપરાંત એચ.એમ.વી. એ શિવાજીનું હાલરડું, અમે મહિયારા રે અને મોરબીની વાણિયણ જેવી રેકર્ડો બહાર પાડેલી હતી. જે આજેય લોકોનાં માનસપટ ઉપર છવાયેલી છે. આ ઉપરાંત તેમને સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર અને પૃથ્વીરાજ ચૌહાણ જેવા યાદગાર નાટકો કરેલા હતાં. હેમુભાઈ તા.૨૦-૦૮-૧૯૬૫નાં દિવસે પડધરી ખાતે આકાશવાણી માટે રાસડાઓનાં રેકોર્ડીગ વખતે હેમરેજ થવાથી ચકર આવ્યા અને બાદમાં મૃત્યુ પામ્યા. આમ ફક્ત ૩૬ વર્ષનું આયુષ્ય ભોગવીને તેમનુ અવસાન થયુ. તેમનાં પુત્ર બિહારીદાન ગઢવી પણ લોકસંગીતના ગાયક છે.

*સન્માન*

💁🏻‍♂ રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણનનાં હસ્તે શ્રેષ્ઠ લોકસંગીતનો પુરસ્કાર.

💁🏻‍♂ ગુજરાત સરકારનો શ્રેષ્ઠ લોકગાયકનો ગૌરવ પુરસ્કાર.

💁🏻‍♂કસુંબીનો રંગ ગુજરાતી ચલચિત્રનાં શ્રેષ્ઠ પાશ્વગાયકનો પુરસ્કાર.

💁🏻‍♂રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને રાજકોટ શહેરમાં જાહેરમાર્ગને હેમુ ગઢવી માર્ગ નામ આપ્યું.

💁🏻‍♂તા.૧૧-૦૮-૧૯૯૮ નાં રોજ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બાંધવામાં આવેલ ઓડિટોરિયમને હેમુ ગઢવી હોલ નામ આપવામાં આવ્યું.

💁🏻‍♂લોકગીતો અને ભજનો

💁🏻‍♂મારૂ વનરાવન છે રૂડુ - સ્વર હેમુ ગઢવી

💁🏻‍♂કાન તારી મોરલીયે - સ્વર હેમુ ગઢવી

💁🏻‍♂મ્યુઝીક ઇન્ડિયા ચેનલ ઉપર - સ્વર હેમુ ગઢવી
〰〰〰〰〰〰〰〰〰〰
✍🏻📖🅿♈®🙏🏼✍🏻

Friday 24 March 2017

🌻👆🏿 વિશ્વ રંગભૂમિ દિન 👆🏿🌻

🌻👆🏿 વિશ્વ રંગભૂમિ દિન 👆🏿🌻

🌿રંગભૂમિ  એ ઇતિહાસને તાજો કરનારી અને સંસ્કારોને ઘડનારી હરતી ફરતી યુનિવર્સિટી છે.

🌿 ઈ.સ.૧૯૬૧ માં યુનેસ્કો ઇન્ટરનેશનલ થિયેટર ઇન્સ્ટીટયુટમાં વિશ્વ રંગભૂમિની આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ હતી.

🌿 જેમાં ૨૭મી માર્ચ વિશ્વ રંગભૂમિ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

🌿ગુજરાતમાં ગુજરાતી રંગભૂમિનું બીજ પારસીઓએ નાખ્યું હતું.

🌿પરંતુ સમગ્ર ભારત વર્ષમાં રંગભૂમિની પરંપરામાં ગુજરાત ‘ ભવાઈ’ ને કારણે મોખરે છે.

🌿ભવાઈ ની કલ્પના કરનાર અસાઈત ઠાકર હતા.

🌿અસાઈત ઠાકર ઉત્તર ગુજરાતના વતની સિદ્ધપુરના ઔદીત્ય બ્રાહ્મણ હતા.

🌿 તેમની  યજમાનગીરી ઊંઝાના કડવા પાટીદારો સાથે હતી.

🌿એકવાર અસાઈત ઠાકર પોતાના ક્રમ મુજબ યજમાન હેમાળા પટેલને ઘરે ઊંઝા જાય છે.

🌿ત્યારે તેમણે જાણવા મળ્યું કે પોતાના યજમાનની દીકરી ગંગાને પરધર્મી સૂબો ઉપાડી ગયો છે.

🌿અસાઈત યજમાનને આશ્વાસન આપીને કહે  છે ‘ મારી સંગીત કલાથી હું સૂબાને પ્રસન્ન કરી, દીકરીને પાછી લઇ આવીશ. અને પોતાની સંગીતકલાથી સૂબાને પ્રસન્ન કર્યા.

🌿🔜સૂબો કહે છે : ‘ મ્મ્બ્લોત આપ પર ભૂત ખુશ હૈ, કહો ક્યા ચાહિએ ?’ અને

🌿🔜અસાઈત કહે છે  : ‘ આપના સૈનિક મારી દીકરીને ઉપાડી લાવ્યા છે. એ મને આપો ‘

🌿🔜સૂબો કહે છે : ‘ જો એ તારી દીકરી છે તો તમે બંને બાપ-દીકરી એક થાળમાં જમો અને પછી જાઓ’ દીકરી ગંગા ને બચાવવા માટે અસાઈત એક થાળમાં ગંગા સાથે ભોજન લે છે. અને તેને લઈને આવે છે આ ઘટનાને કારણે અસાઈતને બહિષ્કૃત થવું પડે છે.

🌿 બહિષ્કૃતઅસાઈત પોતાના ભાઈઓ સાથે ઊંઝા આવ્યા.

🌿 ઊંઝાના હેમાળા પટેલ આ બ્રાહ્મણ પરિવારોને પોતાના ગામમાં આશરો આપે છે. અને ત્રણેય ભાઈઓ ઘર બાંધી આપે છે.

🌿આ ત્રણ ઘર  એટલે કે ‘ ત્રીઘરા’ અને તેના ઉપરથી તેમણે તરગાળા જ્ઞાતિમાં રૂપાંતરિત થયું પડ્યું.

🌿ઊંઝામાં રહ્યા પછી અસાઈતે મા ઉમિયાના ખોલે બેસીને એ સમયની કુરૂઢીઓને કટાક્ષથી પ્રસ્તુત કરવા, રોજના એક લેખે ૩૬૦ ભવાઈ વેશ લખ્યા એટલું જ નહિ પણ તે વેશોને ભજવ્યા પણ હતા. 
🌿આધુનીક જમાનામાં પણ આ ભવાઈમાં કસબી અને કલાકારોએ અભિનયના અજવાળા પાથરી ગુજરાતી રંગભૂમિને ભજવી છે.

🌿પ્રાણસુખ નાયક અને ‘ જયશંકર ‘ સુંદરી’ વિસનગરના પાણીદાર રત્નો, સંગીતક્ષેત્રના અવિનાશ વ્યાસ, ગૌરાંગ વ્યાસ અને રાસ બિહારી દેસાઈ પણ આજ માટીનાં સરન હતા.

🌿પ્રવીણ જોશી પાટણના , અને મહેસાણાના છઠીયારડાના વતની ગોવર્ધનરામ પંચાલ ,ઊંઝાના વસંત નાયક સંગીત અને નાત્ય્ક્શેત્રના મોટા રત્નો હતા.

⏰સમીર પટેલ
🌺જ્ઞાન કી દુનિયા ⏰

⏰👆🏿વલસાડ જીલ્લો 👆🏿⏰

⏰👆🏿વલસાડ જીલ્લો 👆🏿⏰

🔜વલસાડ જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત  રાજ્યની દક્ષિણમાં છેવાડે,આવેલો છે.

🔜વલસાડ જિલ્લાની આજુબાજુ નવસારી જીલાની સરહદ આવેલી છે. 

🔜ક્ષેત્રફળ :- ૩,૦૩૪ચો.કિમી

🔜સ્થાપના :- ૧૯૬૬

🔜વિધાનસભાની કુલ સીટો :- ૪ {ધરમપુર(એસ.ટી),પારડી,કપરાડા (એસ.ટી) અને ઉમરગામ (એસ.ટી }

🔜વસ્તી :- ૧૭,૦૩,૦૬૮ (૨૦૧૧ મુજબ )

🔜અક્ષર જ્ઞાન :- ૭૮.૫૫%

🔜લિંગ અનુપાત:- ૯૨૨ (દર હજારે)

🔜મુખ્ય મથક :- વલસાડ

🔜તાલુકાઓ :- ૫ (૧)વલસાડ  (ર) પારડી  (૩) ઉમરગામ  (૪) કપરાડા અને (પ) ધરમપુર

🔜પાક:- ડાંગર, જુવાર,શેરડી,કેરું,ચીકુ અને કઠોળ

🔜ઉદ્યોગ:- સિમેન્ટ, ચર્મ ઉદ્યોગ, કાગળ,રસાયણો,સુતરાઉ કાપડ, સ્ટેનલેસ સ્ટીલ, ખાંડ,તેલની મિલ, નાના ઈજનેરી ઉદ્યોગ, ઇમારતી લાકડું અને ફાર્માસ્યુટિકલ

🔜નદીઓ– ઔરંગા, પાર, દમણગંગા, કોલક

🔜પર્વતો:- વિલ્સન, સહ્યાદ્રી પર્વતમાળા, પારનેરાના ડુંગર

🔜બંદરો:- ઉમરગામ, વલસાડ, કોલક, મરોલી, ઉમરસાડી

🔜અગત્યના સ્થળો : ધરમપુર ,નારગોલ ,વાપી ,ઉનાઈ ,તિથલ,મરોલી,તિથલનો દરીયાકીનારો,ઉદવાડાની પારસી અગિયારી, લેડી વિલ્સન સંગ્રહાલય( ધરમપુર), વ્રુંદાવન સ્ટુડિયો (ઉમરગામ), ઉનાઈ ગરમ પાણીના કૂંડ, સાંઈ બાબાનું મંદિર (વલસાડ)

👁‍🗨વિશેષ નોંધ :👁‍🗨

▪ગુજરાતમાં સૌથી વધારે વરસાદનું પ્રમાણ ૨૦૦ સે.મી.થીવધારે છે.

▪વલસાડ અને અમલસાડ હાફુસની કેરી માટે જાણીતું છે

▪વલસાડ શહેર ઔરંગા નદીને કિનારે વસેલું શહેર છે.

▪વલસાડ ખાતે રેલ્‍વે સુરક્ષા દળનું મુખ્‍ય મથક તેમજ ટ્રેનીંગ સેન્ટર ધરાવે છે.

▪ગુજરાત રાજયમાં સૌ પ્રથમ ધરમપુર તાલુકા ખાતે, રાષ્ટ્રીય વિજ્ઞાન સંગ્રહાલય દ્વારા સંચાલિત એવું આ કેન્દ્ર ૨૭ એપ્રિલ, ૧૯૮૪નાં રોજ ભારત સરકારનાં સાંસ્કૃતિક અને પ્રવાસન મંત્રાલય દ્વારા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ખુલ્લું મુકવામાં આવ્યું.

▪“સહ્યાદ્ગિ સૃષ્ટિ સેન્ટર” વલસાડ અને નાસીક વચ્ચેના મુસાફરો માટે ખૂબજ આકર્ષણનું કેન્દ્ગ છે. જયાં કુદરતના અણમોલ ખજાનામાંથી અસંખ્‍ય ઔષધીઓનો ખજાનો ભરેલો છે. અહીંના આદિવાસી વનવાસીઓની સંપત્તિ છે. તેમાં રપ૦ જાતના વૃક્ષો તથા રરપ થી વધુ જાતની ઔષધીઓના છોડ છે.

▪અહીંના જંગલોમાં સાગ,અને ચીકુ,સીતાફળ અને કેળાં ખૂબ થાય છે.

▪તીથલ અને નારગોલ હવાખાવાના સ્થળો છે.

▪ઉમરગામ ગુજરાતનું છેલ્લું સ્ટેશન છે. ત્યારબાદ મહારાષ્ટ્ર રાજ્યની હદ શરૂ થઇ છે.

▪વાપીમાં અનેક કારખાનાઓ અને ઔધોગિક વસાહતો આવેલી છે.

👁સમીર પટેલ
🌻🌿જ્ઞાન કી દુનિયા 🌿🌻

⏰👆🏿 સુરત જીલ્લો 👆🏿⏰

⏰👆🏿 સુરત જીલ્લો 👆🏿⏰

🔜સુરત જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલો દક્ષિણ ગુજરાતનો  ખુબ જ મહત્વ ધરાવતો જિલ્લો છે.

🔜સુરત જિલ્લાની આજુબાજુ ભરૂચ,નવસારી, ડાંગ,ભરૂચ અને નર્મદા જીલ્લાની સરહદો આવેલી છે.

🔜ક્ષેત્રફળ : ૪,૪૧૮ ચો.કિમી

🔜સ્થાપના :- ૧૯૬૦

🔜વિધાનસભાની કુલ સીટો :- ૧૮ { ઓલપાડ,માંગરોલ (એસ.ટી), માંડવી(એસ.ટી), કામરેજ, સુરત-ઈસ્ટ, સુરત-નોર્થ,વરાછારોડ,કારંજ, લિંબાયત,ઉધના,મુંજરા, કતારગામ,સુરત-વેસ્ટ, ચોર્યાસી, બારડોલી(એસ.સી) અને મહુવા}

🔜વસ્તી :- ૬૦,૭૯,૨૩૧ (૨૦૧૧)

🔜અક્ષર જ્ઞાન :– ૮૫.૫૩%

🔜સ્ત્રી પુરૂષ પ્રમાણ:- ૭૮૭ (દર હજારે)

🔜મુખ્ય મથક :- સુરત

🔜તાલુકાઓ:- ૯ (૧) બારડોલી , (૨)કામરેજ  (૩) મહુવા  (૪)ઓલપાડ (૫) માંડવી (સુરત જિલ્લો ) (૬) ચોર્યાસી  (૭) પલસાણા  (૮)માંગરોળ  (૯) ઉમરવાડા

🔜પાક:- ઘઉં,જુવાર,શેરડી,તુવેર,કપાસ,ડાંગર,કઠોળઅને ફળો

🔜ઉદ્યોગ:- હીરા ઉદ્યોગ ,કાપડ ઉદ્યોગ ,જરી ઉદ્યોગ,ટેક્સટાઈલ ઉદ્યોગ

🔜ખનીજ:- ચૂનો, કુદરતી વાયુ અને તેલ, લિગ્નાઈટ, લાઈમ સ્ટોન

🔜નદીઓ:- તાપી

🔜બંદરો :- મગદલ્લા ,સુરત,હજીરા,ડુમ્મસ

🔜અગત્યના સ્થળો :- બારડોલી ,ડુમસ ,હજીરા ઉકાઈ ઉતરાણ ,ઉધાન

🔜જોવાલાયક સ્થળો :- સુરત હીરા ઉદ્યોગ ,કાપડ ઉદ્યોગ ,જરી ઉદ્યોગ, ડુમ્મસ પ્રવાસધામ માટે ભારતભરમાં જાણીતું છે.

👁‍🗨વિશેષ નોંધ :👁‍🗨

▪અંગ્રેજ સરકારની પહેલી વેપારી કોઠી ની સ્થાપના સુરતમાં કરવામાં આવી હતી.

▪સુરત તાપી કિનારે વસેલું શહેર છે. સુરત હીરા ઉદ્યોગ, કાપડ ઉદ્યોગ અને જરી ઉદ્યોગ માટે ભારતભરમાં પ્રખ્યાત છે.

▪સુરત ગુજરાતનું અગ્રગણ્ય વેપારી મથક અને ઓદ્યોગિક શહેર છે.

▪ઉધનામાં રેયોન, જરી,અરીસા,ઘડિયાળ અને મશીન ટૂલ્સ ઉદ્યોગ વિકસ્યા છે.

▪એશિયાની સૌપ્રથમ ફરતી રેસ્ટોરન્ટ સુરતમાં આવેલી છે.

▪સુરત જીલ્લામાં દુબળા આદિવાસીઓનું હાલી નૃત્ય જાણીતું છે.

▪સુરતમાં સૌપ્રથમ પ્લેટોરિયમની સ્થાપના થઇ હતી.

▪બંદર-એ- મુબારક તરીકે સુરત ઓળખાય છે.

▪સુરત જિલ્લામાં સૌથી વધુ સિંચાઈ નહેરો દ્વારા થાય છે.

👁સમીર પટેલ
🌻🌿જ્ઞાન કી દુનિયા 🌿🌻

⏰👆🏿ભાવનગર જિલ્લો 👆🏿⏰

⏰👆🏿ભાવનગર જિલ્લો 👆🏿⏰

🔜ભાવનગર જીલ્લાની આજુબાજુ બોટાદ,અમરેલી જીલ્લાની સરહદો આવેલી છે.

🔜ક્ષેત્રફળ :- ૬,૫૨૪ ચો.કિ.મી.

🔜સ્થાપના :- ૧૯૬૦

🔜વિધાનસભાની કુલ સીટો :- ૯ મહુવા(એસ.ટી), તળાજા, ગારીયાધાર, પાલીતણા, ભાવનગર-ગ્રામ્ય, ભાવનગર-વેસ્ટ, ગઢડા (એસ.સી), બોટાદ}

🔜વસ્તી :- ૨૩,૯૩,૨૭૨ (૨૦૧૧)

🔜સ્ત્રી પુરૂષ પ્રમાણ:– ૯૩૩ (દર હજારે)

🔜સાક્ષરતા :-   ૭૫.૫૨%

🔜તાલુકાઓ :- ૯ (ભાવનગર,વલ્લભીપુર.ઉમરાળા,શિહોર,ઘોઘા,ગારીયાધાર,પાલીતાણા,તળાજા અને મહુવા) 

🔜મુખ્ય મથક  : – ભાવનગર

🔜હવાઈમથક : – ભાવનગર

🔜બંદરો :- અલંગ, મહુવા, તળાજા ,ઘોઘા

🔜પર્વતો :– શેત્રુંજય, તળાજાના ડુંગરો,

🔜નદીઓ :- શેત્રુજી, ઘેલો નદી, માળન, બગડ

🔜મુખ્ય  પાકો :- મગફળી, કપાસ, બાજરી, ડુંગળી, દાડમ, કેળાં, ઘઉં,નારીયેળ, દાડમ અને જામફળ  

🔜ઉદ્યોગો :- જહાજ ભાંગવાનો ઉદ્યોગ, ખાંડ ઉદ્યોગ, હીરા ઘસવાનો ઉધોગ, ખેતીના ઓજારો, સિમેન્ટ, કાગળ, રબર, વનસ્પતિ ઘી, માટીનાં વાસણો

🔜ખનીજ :– જીપ્સમ, ડોલોમાઈટ, લિગ્નાઈટ, ચોક 

🔜જોવાલાયક  સ્થળો : – પાલીતાણાનાં જૈન મંદિરો,ગોપ્રજ મહાદેવનું  મંદિર, કોડીયાર માતાનું મંદિર,વલ્લભીપુર,

👁‍🗨વિશેષ  નોંધ👁‍🗨

▪આ જીલ્લાનો મોટો વિસ્તાર અરબ સાગરને કિનારે આવેલો છે.

▪ભાવનગર એ ગુજરાતની સાંસ્કૃતિક નગરી તરીકે ઓળખાય છે.

▪ભાવનગર એ વિકસિત બંદર અને ઔદ્યોગિક શહેર છે.

▪સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન રીસર્ચ ઇન્સ્ટીટયુટ આવેલી છે.

▪લાકડાની ખરાદીકામ માટે મહુવા જાણીતું છે.

▪મહુવામાં નાળીયેર અને ડુંગળી ઉત્પાદન માટે પણ જાણીતું છે.

▪ગુજરાતમાં સૌથી વધુ મંદિરો ધરાવતું શહેર પાલીતણા છે.આથી મંદિરોના નગર તરીકે ઓળખાય છે.

▪ગાંધીજીએ શામળદાસ કોલેજ, ભાવનગરમાં અભ્યાસ કર્યો હતો.

▪અલંગમાં જહાજ ભાંગવાનો ઉધોગ વિશ્વભરમાં જાણીતો છે.

▪ભાવનગરમાં દુર્લભ સિક્કાઓ,ફોટોફ્રેમ્સ, હથિયારો,ભૂસ્તરીય શોધોના નમૂનાઓ જેવી ચીજોનું સંગ્રહ ધરાવતું બેરટોન મ્યુઝીયમ આવેલું છે.

👁સમીર પટેલ
🌻🌿જ્ઞાન કી દુનિયા 🌿🌻

⏰👆🏿 તાપી જીલ્લો 👆🏿⏰

⏰👆🏿 તાપી જીલ્લો 👆🏿⏰

🔜તાપી જિલ્લો ભારત  દેશના ગુજરાત રાજ્યમાં દક્ષિણે આવેલો એક જિલ્લો છે તેની આજુબાજુ સુરત નવસારી જીલ્લાની સરહદો આવેલી છે.

🔜ઇસ ૨૦૦૭ દરમ્યાન સુરત જીલ્લાના  અમૂક તાલુકા છુટા પાડી તાપી જિલ્લાની રચના થઇ છે.

🔜ક્ષેત્રફળ : – ૩,૨૪૯ ચો.કિમી

🔜વિધાનસભાની કુલ સીટો :- ૨ { વ્યારા (એસ.ટી) અને નિઝર (એસ.ટી)

🔜સ્થાપના :– ૨૦૦૭

🔜વસ્તી :- ૮,૦૬,૪૮૯ (૨૦૧૧)

🔜અક્ષર જ્ઞાન :- ૬૮.૨૬%

🔜સ્ત્રી પુરૂષ પ્રમાણ :- ૧૦૦૭ (દર હજારે)

🔜મુખ્ય મથક :- વ્યારા

🔜તાલુકાઓ :- 5 ( વ્યારા, સોનગઢ ,વાલોડ, ઉચ્છલ  અને નિઝર ) 

🔜પાક:- ઘઉં,જુવાર,શેરડી,તુવેર,કપાસ,ડાંગર,કઠોળઅને ફળો

🔜ઉદ્યોગ:- ખાંડ ઉદ્યોગ, કાગળ ઉદ્યોગ અને મરઘા ઉદ્યોગ

🔜ખનીજ:- ચૂનો, કુદરતી વાયુ અને તેલ, લિગ્નાઈટ, લાઈમ સ્ટોન

🔜નદીઓ:-  તાપી,મીંઢોળા, પૂર્ણા ,અંબિકા અને નેસુ જેવી નદીઓ આવેલી છે.

🔜અગત્યના સ્થળો :- બીલીમોરા :વ્યારા ,સોનગઢ

👁‍🗨વિશેષ નોંધ :-👁‍🗨

▪અહીં તાપી નદી પર વીયર બંધ બાંધવામાં આવેલો છે.

▪અહીના જંગલોમાં  દીપડો, હરણ,ઝરખ,સસલા અને શિયાળ  વગેરે પ્રાણીઓ જોવા મળે છે.

▪ઉકાઈ અને કાકરાપાર બહુહેતુક યોજનાઓ છે. અહીં તાપી નદી પર વિશાળ બંધ અને જળ વિદ્યુત મથક આવેલાં છે.

▪આ ઉપરાંત અહીં કોલસા આધારીત થર્મલ વિદ્યુત મથક પણ આવેલું છે.

▪વેછડી ખાતે જુગતરામ દવેનો આશ્રમ આવેલો છે.

▪સોનગઢ તાલુકાના દેવલપાડા ગામે દેવલી માડીનું મંદીર આવેલુ છે.

▪સોનગઢ ખાતે પીલાજીરાવ ગાયકવાડે બંધાવેલ કિલ્લો આવેલો છે.

▪ઉદ્યોગોમાં ખાંડ અને કાગળના કારખાના તેમજ મરઘા ઉછેર (પોલ્ટ્રીફાર્મ) મુખ્ય છે. સોનગઢ તાલુકાના મુખ્ય મથકથી ડાંગના  જંગલ  તરફ જતા રસ્તામાં આ સ્થળ આવે છે. જ્યા ઊંચા ડુંગર પર પથ્થરમાંથી બનાવેલા ગાયનાં મુખમાંથી બારેમાસ સતત પાણી નીકળ્યા કરે છે.

▪પદમડુંગરી ગુજરાત રાજ્ય વન વિભાગ દ્વારા પ્રકૃતિ પ્રેમી લોકો માટે પ્રકૃતિ પ્રવાસન કેન્દ્ર ઉભું કરવામાં આવેલું છે.

👁સમીર પટેલ
🌻🌿જ્ઞાન કી દુનિયા 🌿🌻

⏰👆🏿ભાવનગર જિલ્લો 👆🏿⏰

⏰👆🏿ભાવનગર જિલ્લો 👆🏿⏰

🔜ભાવનગર જીલ્લાની આજુબાજુ બોટાદ,અમરેલી જીલ્લાની સરહદો આવેલી છે.

🔜ક્ષેત્રફળ :- ૬,૫૨૪ ચો.કિ.મી.

🔜સ્થાપના :- ૧૯૬૦

🔜વિધાનસભાની કુલ સીટો :- ૯ મહુવા(એસ.ટી), તળાજા, ગારીયાધાર, પાલીતણા, ભાવનગર-ગ્રામ્ય, ભાવનગર-વેસ્ટ, ગઢડા (એસ.સી), બોટાદ}

🔜વસ્તી :- ૨૩,૯૩,૨૭૨ (૨૦૧૧)

🔜સ્ત્રી પુરૂષ પ્રમાણ:– ૯૩૩ (દર હજારે)

🔜સાક્ષરતા :-   ૭૫.૫૨%

🔜તાલુકાઓ :- ૯ (ભાવનગર,વલ્લભીપુર.ઉમરાળા,શિહોર,ઘોઘા,ગારીયાધાર,પાલીતાણા,તળાજા અને મહુવા) 

🔜મુખ્ય મથક  : – ભાવનગર

🔜હવાઈમથક : – ભાવનગર

🔜બંદરો :- અલંગ, મહુવા, તળાજા ,ઘોઘા

🔜પર્વતો :– શેત્રુંજય, તળાજાના ડુંગરો,

🔜નદીઓ :- શેત્રુજી, ઘેલો નદી, માળન, બગડ

🔜મુખ્ય  પાકો :- મગફળી, કપાસ, બાજરી, ડુંગળી, દાડમ, કેળાં, ઘઉં,નારીયેળ, દાડમ અને જામફળ  

🔜ઉદ્યોગો :- જહાજ ભાંગવાનો ઉદ્યોગ, ખાંડ ઉદ્યોગ, હીરા ઘસવાનો ઉધોગ, ખેતીના ઓજારો, સિમેન્ટ, કાગળ, રબર, વનસ્પતિ ઘી, માટીનાં વાસણો

🔜ખનીજ :– જીપ્સમ, ડોલોમાઈટ, લિગ્નાઈટ, ચોક 

🔜જોવાલાયક  સ્થળો : – પાલીતાણાનાં જૈન મંદિરો,ગોપ્રજ મહાદેવનું  મંદિર, કોડીયાર માતાનું મંદિર,વલ્લભીપુર,

👁‍🗨વિશેષ  નોંધ👁‍🗨

▪આ જીલ્લાનો મોટો વિસ્તાર અરબ સાગરને કિનારે આવેલો છે.

▪ભાવનગર એ ગુજરાતની સાંસ્કૃતિક નગરી તરીકે ઓળખાય છે.

▪ભાવનગર એ વિકસિત બંદર અને ઔદ્યોગિક શહેર છે.

▪સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન રીસર્ચ ઇન્સ્ટીટયુટ આવેલી છે.

▪લાકડાની ખરાદીકામ માટે મહુવા જાણીતું છે.

▪મહુવામાં નાળીયેર અને ડુંગળી ઉત્પાદન માટે પણ જાણીતું છે.

▪ગુજરાતમાં સૌથી વધુ મંદિરો ધરાવતું શહેર પાલીતણા છે.આથી મંદિરોના નગર તરીકે ઓળખાય છે.

▪ગાંધીજીએ શામળદાસ કોલેજ, ભાવનગરમાં અભ્યાસ કર્યો હતો.

▪અલંગમાં જહાજ ભાંગવાનો ઉધોગ વિશ્વભરમાં જાણીતો છે.

▪ભાવનગરમાં દુર્લભ સિક્કાઓ,ફોટોફ્રેમ્સ, હથિયારો,ભૂસ્તરીય શોધોના નમૂનાઓ જેવી ચીજોનું સંગ્રહ ધરાવતું બેરટોન મ્યુઝીયમ આવેલું છે.

👁સમીર પટેલ
🌻🌿જ્ઞાન કી દુનિયા 🌿🌻