Monday 14 August 2017

*રાજ્યસભા સાંસદ નું વેતન*

*રાજ્યસભા સાંસદ નું વેતન*

➖ ગુજરાતમાં રાજ્યસભાની ત્રણ બેઠકો માટે યોજાયેલી ચૂંટણી ઐતિહાસિક બની રહી હતી. જેમાં ભાજપમાંથી અમિત શાહ, સ્મૃતિ ઇરાની, બલવંતસિંહ રાજપૂત જ્યારે કોંગ્રેસમાંથી અહેમદ પટેલ મેદાનમાં હતા.

➖ એ જાણીને નવાઇ લાગશે કે રાજ્યસભાના સાંસદોને માત્ર રૃપિયા *૧૬ હજારનું માસિક વેતન મળે છે.*

➖ જોકે, રાજ્યસભાના સાંસદોને ભરપૂર સુવિધાઓ મળે છે, જે આ મુજબ છે.👇🏿

▪ રાજ્યસભાના સાંસદોને પ્રતિ મહિને રૃપિયા ૧૬ હજારનું વેતન અપાય છે.

▪ આ પગાર તેમને 'વેતન અને ભથ્થા મેમ્બર ઓ પાર્લામેન્ટ એક્ટ-૧૯૫૪' હેઠળ મળે છે.

▪ રાજ્યસભાના સાંસદને સંસદનું સત્ર ચાલતું હોય ત્યાં સુધી પ્રતિ દિવસે રૃપિયા ૧ હજારનું ભથ્થું આપવામાં આવે છે.

▪ આ ભથ્થાને નામે રાજ્યસભાના સાંસદોને  પ્રતિ મહિને રૃપિયા ૨૦ હજારની ચૂકવણી કરવામાં આવે છે.

▪ જ્યાં સુધી તે સાંસદ રહે ત્યાં સુધી આ ભથ્થું ચૂકવવામાં આવે છે.

▪ કાર્યાલય ખર્ચના ભથ્થાના નામે રાજ્યસભાના સાંસદોને પ્રતિ માસ રૃપિયા ૨૦ હજાર ચૂકવાય છે.

▪ જેમાંથી તે રૃપિયા ૪ હજાર સ્ટેશનરી-પોસ્ટ માટે ખર્ચી શકે છે. આ ઉપરાંત સેક્રેટરી રાખવા માટે તે રૃપિયા ૧૪ હજાર ખર્ચી શકે છે.

▪ પાર્લામેન્ટ સેશન, મીટિંગ, ડયુટી સાથે જોડાયેલી બિઝનેસ મીટિંગમાં ઉપસ્થિત રહેવા માટે તેમને મુસાફરી ભથ્થું મળે છે.

▪ રાજ્યસભાના સાંસદોને પ્રતિ માસ એક ફ્રી નોન ટ્રાન્સફેયરેબલ ફર્સ્ટ ક્લાસ એસી અને એક સેકન્ડ ક્લાસનું પણ ભાડું મળે છે.

▪ આ ઉપરાંત વિમાનમાં મુસાફરી માટે તેમને કુલ ટિકીટના માત્ર ૨૫ ટકા ચૂકવવા પડે છે.

▪ માર્ગ દ્વારા મુસાફરી કરે તો તેમને ૩૪ રૃપિયે પ્રતિ કિલોમીટરથી ભથ્થું મળે છે.

▪ રાજ્યસભાનો સાંસદ ૩૪ વિમાની યાત્રા પતિ-પત્ની કે સ્વજન સાથે નિઃશુલ્ક કરી શકે છે.

▪ આ ઉપરાંત તેમના સ્વજનને પણ એકલા આઠ વખત ફ્રી વિમાની મુસાફરી કરવાની છૂટ છે.

▪બે ફોન રાખી શકે છે. જેમાંનો એક ફોન સાંસદના ઘરે અને બીજો ફોન તેની દિલ્હી ઓફિસમાં હોય છે.

▪આ ફોનનું બિલ પણ સરકાર ભોગવે છે. ફોનમાં પ્રત્યેક વર્ષે કુલ ૫૦ હજાર લોકલ કોલની છૂટ છે. આ ઉપરાંત ઇન્ટનેટ કનેક્શન પણ ફ્રી મળે છે.

▪પ્રત્યેક સાંસદને પાણી-વીજળી પણ  ફ્રી આપવામાં આવે છે.

▪સાંસદોને રહેવા માટે સરકારી રહેઠાણ મળે છે. જેમાં પદડાથી લઇને ફર્નિચરનો ખર્ચ સરકાર આપે છે.

▪સાંસદોનો તમામ તબીબી ખર્ચ પણ સરકાર ચૂકવે છે.

▪➖▪➖▪➖▪➖▪➖▪

🔲😳 *જ્ઞાન કી દુનિયા* 😳🔲

▪➖▪➖▪➖▪➖▪➖▪

No comments:

Post a Comment