Monday 14 August 2017

🗯 *ડો. વિક્ર્મ સારાભાઈ* 🗯

👩🏻‍🌾👆🏿 *૧૨ ઑગસ્ટ જન્મદિન* 👆🏿👩🏻‍🌾

🗯 *ડો. વિક્ર્મ સારાભાઈ* 🗯
                   
◼➖ *ભારતીય અવકાશ સંશોધનના પિતા અને પરમાણુ યુગના પુરસ્કર્તા* વિજ્ઞાની ડો. વિક્ર્મ અંબાલાલ સારાભાઈનો જન્મ ૧૨ ઓગસ્ટ ૧૯૧૯ના રોજ અમદાવાદમાં થયો હતો.

◼➖ શરૂઆતનું શિક્ષણ ‘ ફેમીલી સ્કૂલ’માં અભ્યાસ કર્યો હતો.

◼➖ત્યારબાદ કેમ્બ્રિજ સેન્ટ જ્હોન કોલેજમાં જોડાયા હતા.

◼➖ઈ.સ.૧૯૪૦મ ગણિત અને ભૌતિકશાસ્ત્રના વિષયોમાં તેમણે સ્નાતકની ઉપાધી મેળવી હતી.

◼➖નોબલ પારિતોષિક વિજ્ઞાની ડો. સી.વિ.રામન્ના માર્ગદર્શન હેઠળ અનુંભૌતિક વિજ્ઞાનક્ષેત્રે સંશોધન કરી *ઈ.સ. ૧૯૪૭માં તેમણે ડોક્ટરેટની પદવી મેળવી* હતી.

◼➖ કોસ્મિક કિરણોના પ્રસરણ અંગેના પ્રિય વિષયોમાં તેઓ સ્કોલર હતા.

◼➖તેમણે ભારતભરમાં સંશોધનકેન્દ્રો સ્થાપી અનેક સંશોધનની પ્રેરણા આપી.

◼➖તેમના આ મહત્વના યોગદાન બદલ *ઈ.સ. ૧૯૬૨માં ડો. શાંતિસ્વરૂપ ભટનાગર મેમોરીયલ એવોર્ડ* તથા *ઈ.સ.૧૯૬૬માં પદ્મભૂષણ* પણ એનાયત થયેલ છે.

◼➖ *ઈ.સ. ૧૯૪૭માં અમદાવાદની ફીઝીકલ રિસર્ચ લેબોરેટરી (પીઆરએલ) ની સ્થાપના* કરવામાં તેમની મહત્વની કામગીરી કરી હતી.

◼➖આ સંસ્થાના તથા અટીરા સંસ્થાના તેઓ ડિરેક્ટર હતા.

◼➖ *કાપડના આધુનીકર માટે તેમણે અમદાવાદમાં અટીરા (અમદાવાદ ટેક્ષ્ટાઈલ ઇન્સ્ટીઝ રીસર્ચ એસોસિયેશન )ની સ્થાપના* કરી હતી.

◼➖ *ઈ.સ. ૧૯૬૩માં યુ.એન.ઓ. ના સહકારથી થુમ્બા ખાતે રોકેટ છોડવાનું મથક સ્થાપ્યું.*

◼➖ *ઈ.સ. ૧૯૬૧માં ઇન્ડિયન સ્પેશ રીસર્ચ ઓર્ગેનિઝેશન ( ઇસરો)ની સ્થાપના* કરી.

◼➖ઈ.સ. ૧૯૬૧ ના તેઓ ભારતના અણું ઉર્જાપન્ચના તેઓ અધ્યક્ષ બન્યા.

◼➖ભારતના ભુતપૂર્વ રાષ્ટ્રપતિ ડો.અબ્દુલ કલામે  કહ્યું હતું કે મારે સારાભાઈ સાથે કામ કરવું મને  સદભાગ્ય હતું.

◼➖ડો. વિક્ર્મ સારાભાઈ બહુમુખી પ્રતિભા ધરાવતા હતા.

◼➖ *‘ યુવાનો શોધો તેમણે જવાબદારી આપો અને લક્ષ્ય પર પહોચવા તેને મદદ કરો’* આ તેમનો જીવનમંત્ર હતો.

◼➖તેઓ શિક્ષણ, કલા, ઉદ્યોગ તથા મેનેજમેન્ટક્ષેત્રે પણ ખૂબ પ્રવૃત હતા.

◼➖૮ ડીસેમ્બર ૧૯૭૧ના રોજ ત્રિવેન્દ્રમ થી ૧૨ કિલોમીટર દૂર કોવાલામની હોટલમાં નિદ્રા દરમ્યાન જ તેમનું અવસાન થયું.

◼➖ભારત સરકારે *ઈ.સ. ૧૯૭૨માં મરણોત્તર ‘પદ્મ વિભૂષણ’* નો ખિતાબ આપી બહુમાન કાર્ય હતું.

◼➖ *ઇન્ડિયન નેશનલ કમિટી ફોર સ્પેશ રિસર્ચના પ્રથમ ચેરમેન* તરીકે સેવા આપી હતી.

👩🏻‍🏫▪ *સમીર પટેલ* ▪👩🏻‍🏫
🎼👁‍🗨 *જ્ઞાન કિ દુનિયા* 👁‍🗨🎼

No comments:

Post a Comment