Monday, 14 August 2017

🗯 *જયોર્જ સ્ટીફન્સન* 🗯

👩🏻‍🌾👆🏿 *૧૨ ઑગસ્ટ અવસાન* 👆🏿👩🏻‍🌾

🗯 *જયોર્જ સ્ટીફન્સન* 🗯

◼➖જગતની પ્રગતિમાં વિરાટ પગલું ભરાવનારી *રેલ્વે એન્જિનની શોધ દુનિયાને આપી જનાર જયોર્જ સ્ટીફન્સનનો જન્મ ઇ.સ.1781 માં ઇંગ્લેન્ડમાં* થયો હતો.

◼➖રાત્રી વર્ગોમાં જઇ 19 વર્ષે તે પોતાની સહી કરતા શીખ્યા. તે પિતાની સાથે ખાણ પર મજૂરીએ જવા લાગ્યા.

◼➖ત્યાં એન્જિનો જોયા, દરમિયાન એક દિવસ ખાણમાં એક પંપ કોઇથી નહોતો ચાલતો, ત્રણ દિવસની સખત મહેનત બાદ એણે પંપ ચાલુ કરી દીધો ત્યારે ધરતી ધ્રુજવા લાગી, બધા ગભરાઇ ગયા પણ ધીરે ધીરે પંપની ગર્જના અને શોર ખતમ થયાં અને એન્જિન સ્વાભાવિક ગતિથી ચાલવા લાગ્યું.

◼➖ત્યારબાદ સ્ટીફન્સન ચીફ એન્જિનીયર બની ગયા.

◼➖અહીં એન્જિનના ભાગ છૂટા કરી, ફરી જોડી વરાળયંત્રનું રહસ્ય તેને સમજાયું.

◼➖ ઇ.સ 1814 માં કલાકે છ કિલોમીટરની ગતિએ ચાલતા ‘બલ્ચર’ નામના વરાળ એન્જિનની શોધ કરી.

◼➖એક કંપનીએ પ્રવાસી વ્યવહાર માટે એન્જિન બનાવવા એક સ્પર્ધા આયોજિત કરી જેમાં, સ્ટીફન્સનનું વરાળથી ચાલતું જગતનું પહેલું એન્જિન ‘રોકેટ’ બધા હરીફોને હરાવીને કલાકના 55 કિલોમીટરની ઝડપે મોખરે નીકળી ગયું.

◼➖પરિશ્રમનું ફળ પામી સ્ટીફન્સને શેષ જીવનમાં પશુપંખી પાલન અને બાગ-બગીચામાં સમય પસાર કર્યો.

◼➖રેલ્વે એન્જિનના નિર્માતા જયોર્જ સ્ટીફન્સનનું 12/8/1848 ના રોજ નિધન થયું.

💥👩🏻‍🏫 *સમીર પટેલ* 👩🏻‍🏫💥
📲🌺 *જ્ઞાન કિ દુનિયા* 🌺📲

No comments:

Post a Comment