Thursday 24 August 2017

*ðŸ‡ŪðŸ‡ģāŠļ્āŠĩāŠĪંāŠĪ્āŠ°āŠĪા āŠŪાāŠŸે 15 āŠ“āŠ—āŠļ્āŠŸāŠĻો āŠĶિāŠĩāŠļ āŠ•ેāŠŪ āŠŠāŠļંāŠĶ āŠ•āŠ°ાāŠŊો?ðŸ‡ŪðŸ‡ģ*

*🇮🇳સ્વતંત્રતા માટે 15 ઓગસ્ટનો દિવસ કેમ પસંદ કરાયો?🇮🇳*

🔘 ભારતની સ્વતંત્રતા માટે *15 ઓગસ્ટનો દિવસ લોર્ડ* માઉન્ટબેટને પસંદ કર્યો હતો, કારણ કે તેઓ આ દિવસને પોતાના કાર્યકાળ માટે ખૂબ જ સૌભાગ્યશાળી માનતા હતા.

🔘  તદુપરાંત બીજા વિશ્વયુદ્ધ દરમિયાન *1945માં 15 ઓગસ્ટના* જ દિવસે *જાપાનની સેનાએ* તેમના નેતૃત્વમાં આત્મસમર્પણ કરી લીધું હતું. તેઓ ભારતના છેલ્લા વાઇસરોય હતા.

*🇮🇳જન-ગણ-મનને રાષ્ટ્રગીતનો દરજ્જો🇮🇳*

🔘 ભારત દેશ *15 ઓગસ્ટના* રોજ આઝાદ જરૂર થયો, પરંતુ તેનું કોઈ રાષ્ટ્રગીત નહોતું.

🔘 *નોબલ પારિતોષિક વિજેતા રવીન્દ્રનાથ ટાગોર જન-ગણ-મન 1911માં* જ લખી ચૂક્યા હતા, પરંતુ તેને રાષ્ટ્રગીતનો દરજ્જો *1950માં* આપવામાં આવ્યો.  

🔘અધિકૃત રીતે ભારતનું
આ *રાષ્ટ્રગીત 52 સેકન્ડમાં* ગાવામાં આવે છે.

*🇮🇳આઝાદીની ઉજવણીમાં ગાંધીજીએ ભાગ ન લીધો🇮🇳*

🔘 *15 ઓગસ્ટ, 1947*ના રોજ સમગ્ર દેશ સ્વાધીનતાની ઉજવણી કરી રહ્યો હતો ત્યારે ગાંધીજી ઉજવણીમાં ભાગ લેવાનો ઇનકાર કરીને *કોલકાતા* પહોંચ્યા હતા, કારણ કે આઝાદી મળવા સાથે જ કોલકાતા ભડકે બળતું હતું.

🔘 અહીં હિન્દુઓ અને મુસલમાનો વચ્ચેના
કોમી રમખાણોને રોકવા માટે તેઓ અનશન પર બેઠા હતા.

*🇮🇳16 ઓગસ્ટે લાલ કિલ્લા પરથી ત્રિરંગો લહેરાવ્યો🇮🇳*

🔘 દર વર્ષે સ્વતંત્રતા દિવસ પર ભારતના *વડાપ્રધાન લાલ કિલ્લા* ઉપરથી ત્રિરંગો લહેરાવે
છે, પરંતુ *15 ઓગસ્ટ, 1947ના* રોજ એવું નહોતું બન્યું.

🔘 પંડિત જવાહરલાલ નેહરુએ સ્વતંત્રતાના બીજા દિવસે એટલે કે *16 ઓગસ્ટ, 1947ના* રોજ લાલ કિલ્લા પરથી સવારે 8.30 વાગ્યેત્રિરંગો લહેરાવ્યો હતો.

*🇮🇳પ્રથમ રાષ્ટ્રધ્વજની ડિઝાઈન🇮🇳*

🔘1921માં પહેલો રાષ્ટ્રધ્વજ *બેઝવાડા ખાતે પિંગાલી વેંકૈયા* દ્વારા બનાવવામાં આવ્યો હતો.

🔘 તે લાલ અને લીલો બે રંગોમાં બનાવાયો હતો. ગાંધીજીએ ભારતના બાકીના સમુદાયો અને રાષ્ટ્રની પ્રગતિનું નિરૂપણ કરવા માટે *સ્પિનિંગ વ્હીલનું* પ્રતિનિધિત્વ કરવા માટે સફેદ સ્ટ્રીપનો ઉમેરો કરવાનું સૂચન કર્યું હતું.


*♨અનેક દેશોનો આઝાદી દિવસ : 15મી ઓગસ્ટ♨*

🔘 *15 ઓગસ્ટ, 1947* માત્ર ભારતનો સ્વતંત્રતા દિવસ નથી. આ દિવસ ઉત્તર કોરિયા,
*દક્ષિણ કોરિયા (1945માં જાપાનથી)*, *રિપબ્લિક ઓફ કોંગો (1960માં ફ્રાન્સથી)* અને *બહેરિન (1971માં બ્રિટનથી)* આઝાદ થયા હતા. આમ 15મી ઓગસ્ટ આ બધા દેશોની
સ્વતંત્રતાનો દિવસ છે.


*🇮🇳આઝાદીનું પણ મુહૂર્ત કઢાયું હતું!🇮🇳*

🔘 એવું કહેવાય છે કે દેશમાં ગણતંત્ર સ્થિર રહે તે માટે *ઉજ્જૈનના જ્યોતિષી સૂર્યનારાયણ વ્યાસે* પંચાંગ જોઇને આઝાદીનું મુહૂર્ત કાઢ્યું હતું.

🔘 ડૉ. રાજેન્દ્ર પ્રસાદના આગ્રહથી તેમણે જણાવ્યું હતું કે *જો આઝાદી 15 ઓગસ્ટ, 1947*ની મધ્યરાત્રિએ લેવામાં આવે, તો આપણું ગણતંત્ર અમર રહેશે.

*🇮🇳ગોવા પોર્ટુગીઝ રાજ્ય જાહેર થયું🇮🇳*

🔘 ભારતની સ્વતંત્રતા પછી પોર્ટુગલે તેના બંધારણમાં સુધારો કર્યો અને ગોવાને પોર્ટુગીઝ રાજ્ય તરીકે જાહેર કર્યું.

🔘 ભારતીય સૈનિકોએ *19 ડિસેમ્બર, 1961*ના રોજ ગોવા પર આક્રમણ કર્યું અને તેને ભારત સાથે જોડી દીધું. *વિસ્તારની દૃષ્ટિએ ગોવા સૌથી નાનું રાજ્ય પણ છે.*



🔘 મેડમ ભિખાઈજી કામાનો જન્મ *24 સપ્ટેમ્બર, 1961ના* રોજ મુંબઈમાં થયો હતો.

🔘 ભારતને આઝાદી અપાવવા તેમણે *35 વર્ષ* સુધી દેશવટો ભોગવ્યો હતો.

🔘 આઝાદીના જંગમાં આ નારી શક્તિએ અનોખી વીરતા દાખવી હતી.

🔘 લંડનમાં *દાદાભાઈ નવરોજી* સાથે સંપર્કમાં આવ્યા બાદ આઝાદીના જંગમાં તેમણે રસપૂર્વક ભાગ લેવાનું શરૂ કર્યું હતું.

🔘 *1907માં જર્મનીમાં* આંતરરાષ્ટ્રીય અધિવેશનમાં બધા દેશો દ્વારા પોતપોતાના રાષ્ટ્રીય ધ્વજ લહેરાવાયા હતા,ત્યારે મેડમ કામાએ *ભારતનો પ્રથમ રાષ્ટ્રીય ધ્વજ* લહેરાવ્યો હતો.

🔘 આ *ધ્વજમાં સૂર્ય ચંદ્ર અને સપ્તર્ષિના* સાત તારાઓ હતા. તેમજ ધ્વજની વચ્ચે દેવનાગરી
લિપિમાં *‘વંદે માતરમ્’* લખ્યું હતું.

🔘 તેમણે નીડરતાથી ઘોષણા કરતાં કહ્યું હતું કે, *‘આ ભારતીય સ્વતંત્રતાનો ધ્વજ છે.* હું તમામ સભ્યોને આહ્વવાન કરું છું કે ઊઠો, હું દુનિયાભરના તમામ સ્વતંત્રતાના ચાહકોને આ ધ્વજ સાથે સહભાગી થવાની અપીલ કરું છું.’

🔘 *1935માં 74* વર્ષે તેઓ ભારત પાછાં ફર્યાં હતાં. *1936માં 13મી ઑગસ્ટના* રોજ મુંબઈની પારસી હૉસ્પિટલમાં તેમનું મૃત્યુ થયું હતું.

No comments:

Post a Comment