Thursday 24 August 2017

રાષ્ટ્રવાદી યુગપુરૂષ શ્રી અરવિંદ ઘોષ

👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿
🌻 રાષ્ટ્રવાદી યુગપુરૂષ શ્રી અરવિંદ ઘોષનો જન્મ તા. *૧૫/૮/૧૮૭૨ના રોજ કલકત્તામાં આવેલ હુગલી જીલ્લાના કૌન્તવારમાં* સવારે ૪.૩૦ કલાકે થયો હતો.

🌻➖પિતાનું નામ *ડો.કૃષ્ણધન અને માતાનું નામ સ્વર્ણલતા* હતું.

🌻➖તેમના પિતા *એમ.ડી. થઇ સિવિલ સર્જન* તરીકે સેવા આપતા હતા.

🌻➖ *પાંચ વર્ષની વયે શ્રી અરવિંદ દાર્જીલિંગની* અંગ્રેજી મીડીયમ સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો. સાત વર્ષની વયે પિતાએ અભ્યાસ અર્થે ઇંગ્લેન્ડ મોકલ્યા.

🌻➖ત્યાં ૧૩ વર્ષ અભ્યાસ કરી *ઈ.સ. ૧૮૯૦માં એ જમાનાની પ્રતિષ્ઠિત ગણાતી આઈ.સી.એસ.ની* ઉચ્ચ પરીક્ષા પાસ કરી.જો કે તેમનો અંતરાત્મા ગુલામીના પ્રતિક્ સમી એ ડીગ્રી માટે ડંખતો રહ્યો.

🌻➖અને તેમણે એ ડીગ્રી ફગાવી દીધી. આમ તેમના જીવનના પાયામાં વિદેશી ભાષા અને રીતભાતનો પ્રચંડ પ્રભાવ રહ્યો હોવા છતાં *શ્રી અરવિંદ* સંપૂર્ણપણેભારતીય સંસ્કૃતિના રંગે રંગાયેલા હતા. 

🌻➖ *વડોદરામાં અંગ્રેજી અને ફ્રેંચ ભાષાના* પ્રોફેસર તરીકે જોડાયા.

🌻➖ઈ.સ.૧૮૯૩ થી ૧૯૦૩ સુધીનો સમય  *વડોદરાના ગાયકવાડની* સેવામાં ગાળ્યા હતા.

🌻➖ ઈ.સ. ૧૯૧૦માં તેઓ *ફ્રાન્સના તાબા હેઠળના* પોંડિચેરીમાં ગયા.

🌻➖તેમણે ત્યાં જઈને રાજકારણ શાથેનો છેડો ફાડી નાખ્યો.

🌻➖ઈ.સ. ૧૯૧૪માં તેમણે *‘આર્ય’ નામનું માસિક* શરૂ કર્યું.

🌻➖ ઈ.સ. ૧૯૦૪માં કોલેજમાં વાઈસ પ્રિન્સિપાલ થયા.

🌻➖ ઈ.સ. ૧૯૦૪માં યોગની સાધના શરૂ કરી. *વિષ્ણુ ભાસ્કર લેલે નામના યોગી પાસેથી* વિદ્યા શીખ્યા.

🌻➖ઈ.સ. ૧૯૦૬માં તે સમયના *વાઈસરોય લોર્ડ કર્ઝન* બંગાળના બે ભાગલા પાડ્યા.

🌻➖ સમગ્ર દેશમાં બંગભંગ સામે આંદોલન શરૂ કર્યું. તેમાં શ્રી અરવિંદ સક્રિય ભાગ લીધો.

🌻➖વડોદરાની *નોકરી છોડી નેશનલ કોલેજ કલકત્તામાં આચાર્ય તરીકે જોડાયા*. ‘ વંદે માતરમ’ નામના પેપરના તંત્રી તરીકે સેવા આપી હતી.

🌻➖ અંગ્રેજી સરકાર સામે આગ ઝરતા લેખો લખ્યા. શ્રી *અરવિંદ અંગ્રેજીમાં કર્મયોગી’* અને *બંગાળીમાં ‘ ધર્મ’ એમ બે* સાપ્તાહિકની શરૂઆત કરી.

🌻➖ શ્રી અરવિંદ કહેતા હતા કે આધ્યાત્મિક વિકાસ માટેની ભૂમિ મન છે અને માનવીના મનની એક નિશ્ચિત મર્યાદા હોય છે.

🌻➖ ઈ.સ. ૧૯૦૩માં શ્રી અરવિંદ કાશ્મીરના શંકરાચાર્ય પર્વત ઉપર દર્શન કરવા ગયા ત્યારે તેમણે પોતે નિ:સીમ શૂન્યવિહાર કરતાં હોવાનો ભાવ અનુભવ્યો હતો. 

🌻➖આ સિદ્ધિ પ્રાપ્ત થયા પછી તેઓ સંપૂર્ણપણે એકાંતમાં સાધનામાં લાગી ગયા.

🌻➖ અંતરાત્માના અવાજથી *પ્રેરાઈને ઈ.સ. ૧૯૧૦થી મહર્ષિ* શ્રી અરવિંદ પોંડેચેરીમાં સ્થાયી થયા.

🌻➖આધુનિક ભારતના આ મહાયોગી અને પૂર્ણ યોગના *પ્રણેતા શ્રી અરવિંદઘોષનું ૨ ડીસેમ્બર ૧૯૫૦ના* રોજ અવસાન થયું.

💭🎼💭🎼💭🎼💭🎼💭🎼💭
       *🏝💥જ્ઞાન કી દુનિયા💥🏝*
💭🎼💭🎼💭🎼💭🎼💭🎼💭

No comments:

Post a Comment