Thursday 24 August 2017

🌚 *āŠĩિāŠĻāŠŪ્āŠ° āŠļેāŠĩāŠ•: āŠĻાāŠ—āŠ°āŠĶાāŠļ āŠķ્āŠ°ીāŠŪાāŠģી* 🌚

👆🏿🌺👆🏿🌺👆🏿🌺👆🏿🌺👆🏿

👨‍🌾 *આજનો ઇતિહાસ* 👨‍🌾

🌺 *વિનમ્ર સેવક: નાગરદાસ શ્રીમાળી* 🌺

👉🏿 ૧૯૪૨ના હિંદ છોડો આંદોલનમાં એક ૨૨ વર્ષનો યુવાન સાબરમતી જેલમાં આવ્યો પાંચ મહિના કઠોર જેલ વેઠી. એજ સમયે કવિતા લખી. :...

*"ઉઠો વીરો જાગો સૌએ, ઊગ્યું છે મંગલ પ્રભાત, શ્રમસેવાંને સ્વાપર્ણનું સૌ બાંધીને ભાથું સંગાથ"*

👉🏿 આ યુવાન એટલે નાગરદાસ દેવાભાઇ શ્રીમાળી....

👉🏿 વિરમગામના પ્રસિદ્ધ મીઠા સત્યાગ્રહ બાદ હરિજન છાત્રાલયમાં ભણ્યા.

👉🏿 ૧૯૩૮માં હરીપુરા કોંગ્રેસમાં સમાજસેવાની પ્રતિજ્ઞા લીધી.

👉🏿 ૧૯૩૯માં વર્નાક્યુલર પરિક્ષા પાસ થવા બદલ નરહરિ પરીખના હસ્તે

*'રેંટિયો'* (શ્રમનું પ્રતીક),
*'સાવરણો'* (સ્વચ્છતાનું પ્રતીક)
*'ગીતા'* (આધ્યાત્મિકતાનું પ્રતીક)

પ્રાપ્ત થયા.

👉🏿 ૧૯૪૦માં ઘરવાળાના વિરોધની વચ્ચે ખાદીના કપડા પહેરી લગ્ન કર્યા.

👉🏿 નાગરદાસ શ્રીમાળીનું અતિ મહત્વનું કામ તે વિરમગામમાં શરૂ કરેલા કુમાર-કન્યા છાત્રાલયો. એક શિક્ષક શિસ્ત, સંચાલન, આર્થિક સદ્ધરતા અને સમાજ પરિવર્તનનું જ્વલંત દ્રષ્ટાંત નાગરદાસ શ્રીમાળી છે.

👉🏿 તેમની સંસ્થાએ અનેક આઇ.એ.એસ અધિકારી, ડોકટરો, ઇજનેરો, પ્રોફેસરો આપ્યા છે.

👉🏿 દલિત ચિંતક અને ભજનિક એવા નાગરદાસનું ૨૯ ઓગસ્ટ ૨૦૦૪ના રોજ અવસાન થયું હતું.

*⚓રોહિત.....*

🚔🚔🚔 *જ્ઞાન કી દુનિયા*  🚔🚔🚔

No comments:

Post a Comment