Thursday 24 August 2017

*🌞ðŸŒļāŠšંāŠĶ્āŠ°āŠ•ાāŠĻ્āŠĪ āŠ•ેāŠķāŠĩāŠēાāŠē āŠŽāŠ•્āŠ·ીðŸŒļ🌞*

*🌼🌸ચંદ્રકાન્ત કેશવલાલ બક્ષી🌸🌼*

💭 ગુજરાતી સાહિત્ય અને પત્રકારત્વ ક્ષેત્રે મહત્વની કામગીરી કરનાર *ચંદ્રકાન્ત કેશવલાલ બક્ષીનો* જન્મ *તા. ૨૦/૮/૧૯૩૨ના* રોજ ઉત્તર ગુજરાતના *પાલનપુરમાં* થયો હતો.

💭 તેમને મુંબઈ યુનિવર્સિટીમાંથી *બી.એ. પાસ કરી ઈ.સ. ૧૯૫૬માં* એલ.એલ.બીનો અભ્યાસ પૂર્ણ કર્યો. ઈ.સ. *૧૯૬૩માં* ઇતિહાસ અને રાજકારણ વિષય સાથે કલકતા યુનિવર્સિટીમાંથી એમ.એ પાસ થયા.

💭 *ઈ.સ. ૧૯૭૦થી* દસ વર્ષ સુધી કોલેજમાં અને મુંબઈ યુનિવર્સિટીમાં ઇતિહાસ અને રાજ્યશાસ્ત્રના વિષયોમાં અધ્યાપક તરીકે કામગીરી કરી હતી.

💭 ત્યારપછી આચાર્યપદે તેમ જ્ યુનિવર્સિટીની સેનેટના સભ્ય પણ રહ્યા.

💭 તેઓ ૧૪ વર્ષની વયે જ   *અંગ્રેજીમાં ‘ બાલકન-જી-બારી’*ના મુખપત્રમાં પ્રકાશિત થયો.

💭 ૧૮ વર્ષની વયે તેમણે *વાર્તાલેખનની શરૂઆત કરી હતી.*

💭 તેમણે *‘ પડઘા ડૂબી ગયા’, ‘ રોમાં’, એકલતાના કિનારા’, આકાર’, એક અને એક’ પેરેલિસીસ’ , જાતકકથા’ ‘ હનીમૂન’, વંશ’, મારૂ નામ તારું નામ’ જેવી લગભગ ૨૬થી* વધારે નવલકથાઓ આપી છે.

💭 તો *‘ પ્યાર’, એક સાંજની મુલાકાત’, મીરાં’, ‘ મશાલ’ અને ‘ક્રમશ’ જેવા વાર્તાસંગ્રહો* આપ્યા છે.

💭 આ ઉપરાંત આઠ પ્રવાસ પુસ્તકો, જ્ઞાનવિજ્ઞાન શ્રેણી, જીવનચિંતન વિષયક પુસ્તકો પ્રગટ કર્યા છે.

💭 તેમની *‘ બક્ષીનામા ભાગ- ૧ થી ૩ ‘* એમની વિશિષ્ઠ શૈલીમાં લખાયેલ *આત્મકથા* છે.

💭 મુખ્યત્વે ક્થાસાહીત્યક્ષેત્રે વિપુલ લેખનું યોગદાન આપનાર આ સર્જકની ભાષા ચોટદાર અને વેધક હોવાથી વર્તમાનપત્રો અને સામયિકોમાં તેમની કોલમ નિયમિત વાચકો માટેનું આકર્ષક કેન્દ્ર બની રહી હતી.

💭 ચંદ્રકાન્ત બક્ષી  તે સમયના *સૌથી વધુ વંચાતા લેખક* હતા.

💭 તેમના કોલમની વાચકો આતુરતાપૂર્વક રાહ જોતા હતા.

💭 *‘ બક્ષીબાબુ’ હુલામણા* નામથી પત્રકારત્વમાં જાણીતા  આ સર્જકે યુરોપ, ફ્રાંસ, અમેરીકા, રશિયા જેવા અનેક દેશોનો પ્રવાસ કર્યો છે.

😔 તેમનું અવસાન *૨૫ માર્ચ ૨૦૦૬ના* રોજ થયું હતું.

✍🏿 *ભૌમિક ભાવસાર*

💭🎼💭🎼💭🎼💭🎼💭🎼💭
       *🏝💥જ્ઞાન કી દુનિયા💥🏝*
💭🎼💭🎼💭🎼💭🎼💭🎼💭

No comments:

Post a Comment