Thursday 24 August 2017

*ðŸ”ī⚫ðŸ”ĩðŸ—ŊāŠĶāŠŊાāŠ°ાāŠŪðŸ—ŊðŸ”ĩ⚫ðŸ”ī*

*🔴⚫🔵🗯દયારામ🗯🔵⚫🔴*

💭ગુજરાતી *ભક્ત કવિ* અને જેની ગરબીઓ જાણીતી છે તેવા દયારામનો જન્મ તા. *૧૮/૮/૧૭૭૭ના* રોજ એમના મોસાળ *ડભોઈમાં* થયો હતો.

💭એમનું મૂળ *વતન ચાંદોદ* હતું.

💭પિતાનું નામ *આણંદરામ ભટ્ટ* અને માતાનું નામ *મહાલક્ષ્મીબેન* અથવા *રાજ્કોર* હતું. 

💭દયારામની સ્મરણ શક્તિ ખૂબ જ તેજ હતી. જેટલું સાંભળે તેટલું રાતે યાદ કરીને સૂઈ જવાની તેને આદત હતી.

💭 નાની વયે પણ તેમણે ઘણા શ્લોકો કંઠસ્થ હતા.

💭 તેમાં શિક્ષક *બાપુરામના* કહેવાથી તેમના પિતાએ *આઠમાં* વર્ષે *યજ્ઞોપવીત સંસ્કાર* કર્યા પછી કાશી ભણવા માટે મોકલવાની ઈચ્છા હતી પણ પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી ભણવા ન મોકલી શક્ય.

💭 માત્ર *દસ વર્ષની* નાની વયે પિતાની છત્રછાયા ગુમાવી.

💭 ત્યારપછી *બે વર્ષ પછી માતા* પણ અવસાન પામ્યા.

💭 આમ નિરાધાર બનેલા દયારામની સંભાળ એમના કાકાની દીકરી ધનગૌરીએ સંભાળી પરંતુ એ પણ ગુજરી જતાં તેઓ પોતાના મોસાળ ડભોઇ ગયા અને  ત્યાજ વસવાટ કર્યો.

💭 એક દિવસ સુપ્રસિદ્ધ કથાકાર વિદ્વાન *ઈચ્છારામ ભટ્ટજીની* કથા સાંભળી ને દયાશંકર ખૂબ પ્રભાવિત થયા. *ભટ્ટજીને ગુરુ* બનાવ્યા અને એમનું જીવન પલટાઈ ગયું.

💭 પોતાના ગુરુના ઉપદેશથી તેમણે *વલ્લભસંપ્રદાયનો વૈષ્ણવધર્મ* તેમણે અપનાવ્યો. પરિણામે દયાશંકરમાંથી દયારામ થયા.

💭 શ્રીકૃષ્ણને પ્રિયતમ માનીને ગોપીભાવે તેને ભજતા રહ્યા. દયારામે અનેક તીર્થોની પદયાત્રા કરી.

💭 તેઓ *શ્રીનાથજીમા*ં હોય ત્યારે રાત્રે એ ભજન કીર્તન કરતાં તેમના સંગીતના જ્ઞાનને લીધે તે ધાર્મિક બેઠકો સંગીતસભાનું રૂપ ધારણ કરી લેતી.

💭 તેમની કવિતાની *શરૂઆત માત્ર ૧૩* વર્ષની વયે થઇ હતી.

💭 *ડાકોર થી દ્વારિકા* સુધીના મંદિરોમાં પોતાના સૂરીલા કાંઠે ગઈ એમને કેટલાય ભક્તહદયને ભીજવ્યા હશે.

💭 *તેમની કેટલીક જાણીતી કૃતિઓ:*

▪શ્યામ રંગ સમીપે ન જાઉં
▪હવે સખી નહીં બોલું,
▪ઓ વ્રજનારી!

💭🎼💭🎼💭🎼💭🎼💭🎼💭
       *🏝💥જ્ઞાન કી દુનિયા💥🏝*
💭🎼💭🎼💭🎼💭🎼💭🎼💭

No comments:

Post a Comment