Thursday, 24 August 2017

👩🏻‍🏫 *કવિ પ્રવીણ શનિલાલ દરજી* 👩🏻‍🏫

👩🏻‍🏫 *કવિ પ્રવીણ શનિલાલ દરજી* 👩🏻‍🏫

➖➖➖➖➖➖➖➖➖➖➖

📇 ગુજરાતી નિબંધકાર, વાર્તાકાર અને *કવિ પ્રવીણ શનિલાલ દરજી*નો

📇 *જન્મ તા. ૨૩/૮/૧૯૪૪ના રોજ પંચમહાલ જીલ્લાના મહેલોલ ગામમાં થયો હતો*

📇  માતાનું નામ ચંચળબેન હતું.

📇 પ્રાથમિક શિક્ષણ મહેલોલ અને માધ્યમિક શિક્ષણ વેજલપુરમાં પ્રાપ્ત કર્યું હતું.

📇 ઉચ્ચ શિક્ષણ ગોધરા તેમ જ્ મોડાસાની કોલેજમાં મેળવ્યું હતું. ઈ.સ. ૧૯૬૫માં યુનિવર્સિટીમાં સ્નાતકની પદવી પ્રથમ વર્ગ સાથે પાસ કરી મોડાસા કોલેજમાં વ્યાખ્યાતા તરીકે જોડાયા ત્યારપછી લુણાવાડા કોલેજમાં અધ્યાપક તરીકે જોડાઈ લુણાવાડાને પોતાની કર્મભૂમિ બનાવી.

📇 ઈ.સ. ૧૯૭૩માં પી.એચ.ડી.ની ઉપાધી પ્રાપ્ત કરી. એમની અભ્યાસની કારકિર્દી અત્યંત તેજસ્વી હતી.

📇 અનુસ્નાતકની પરીક્ષાઓમાં યુનિવર્સિટીમાં પ્રથમ આવીને તેમને *ધૂમકેતુ એવોર્ડ, સરયુબાળા રાયાચંદ ગોલ્ડ મેડલ એનાયત થયા.*

📇  તેમણે ઈ.સ. ૧૯૭૩માં તો *‘ચીસ’ નામક પ્રથમ કાવ્યસંગ્રહ પ્રગટ કર્યો.*

📇 ત્યારબાદ એમણે ચાર કાવ્યસંગ્રહ પ્રાહત કર્યા.’ લીલા પર્ણ’, ઘાસના ફૂલ’, ‘ વેણુરવ’, ‘ પંચમ’ અને શાખાઓના સંવાદ’ એમના નિબંધસંગ્રહ છે. તો ‘ હિમાલયના ખોળે’ અને ‘ નવા દેશ, નવા વેશ’ એમના નોંધપાત્ર પ્રવાસગ્રંથો છે. ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી ‘ લીલા પર્ણ’ કૃતિને કાકાસાહેબ કાલેલકર પારિતોષિક એનાયત થયેલ છે. ‘ ઘાસના ફૂલ’ કૃતિ માટે ઉપેન્દ્ર પંડ્યા એવોર્ડ તથા ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ‘ પંચમ’, ‘ગાતાં ઝરણા’, ‘ કાવ્યસંગ’ અને ‘હિમાલયને ખોળેને પારિતોષિક એનાયત થયેલ છે.

No comments:

Post a Comment