Thursday 24 August 2017

*ðŸ’ĨāŠ•āŠĩિ āŠĻāŠ°્āŠŪāŠĶāŠĻો āŠœāŠĻ્āŠŪāŠĶિāŠĩāŠļ*

*💥Breaking News💥*23-8-17

*✍નરેશકુમાર🌹*

👇આજે ખાસ👇23 ઓગસ્ટ

*💥કવિ નર્મદનો જન્મદિવસ*
👇👇👇👇👇👇👇👇👇
*💐કવિ નર્મદ💐*

👇પુરૂ નામ👇
*નર્મદાશંકર લાલશંકર દવે*

👇હુલામણું નામ👇
*👉વીર નર્મદ*

☄જન્મ-23 ઓગસ્ટ 1833
👉સુરત

☄નિધન-26 ફેબ્રૃઆરી 1886
👉મુંબઇ

👇વિશેષતા👇
*👉ગુજરાતી ગદ્યના પિતા*
*👉યુગ વિધાયક સર્જક*
*👉અર્વાચીનોમા આદ્ય*
*👉નવયુગનો પ્રહરી*
*👉નવપ્રસ્થાનકાર*
👉હિન્દીને રાષ્ટ્રભાષા કરવાનો પહેલો વિચાર નર્મદે આપ્યો.
*👉"સ્વદેશાભિમાન"* અને
*👉"લાગણી"*
👆જેવા નવા શબ્દો નર્મદે જ ગુજરાતી ભાષાને આપ્યા
👉ગુજરાતી સાહિત્યને *સૌપ્રથમ આત્મકથા,  નિબંધ, શબ્દકોશ આપનાર સાહિત્યકાર નર્મદ*

*💥હુ તારે ખોળે છઉં*
કહી 👆1858મા શિક્ષકની નોકરી છોડી કલમના ખોળે માથુ મુક્યુ અને સાહિત્યના પ્રેમને પોતાનો પ્રથમ વ્યવસાય બનાયો
➖➖➖➖➖➖➖➖➖

*💥અર્વાચીન  ગુજરાતી સાહિત્ય*
☄19મી સદીના ઉત્તરાર્ધથી વીસમી સદીના પૂર્વાર્ધનો લગભગ એક સદીનો સમયગાળો ગુજરાતી સાહિત્યનો અર્વાચીન યુગ ગણાય છે
☄ અર્વાચીન ગુજરાતી સાહિત્યનો સમયગાળો ત્રણ કાલખંડમા વહેંચી શકાય
👇1)- ઇ.સ. 1850 થી 1885
👉સુધારક અથવા નર્મદ
👇2)-ઇ.સ.1885 થી 1915
👉પંડિત અથવા ગોવર્ધન યુગ
👇3)-ઇ.સ.1915 થી  1950
👉ગાંધી યુગ

🤔અર્વાચીન ગુજરાતી સાહિત્યના પ્રથમ તબક્કામાં ભક્તિ થી અલગ સુધારાનું સાહિત્ય જોવા મળે છે

👉જેમા નર્મદે પહેલીવાર મધ્યકાલીન ધર્મ પરાયણતાના વિષયોને છોડીને સમાજ સુધારો, સ્વતંત્રતા, પ્રકૃતિ અને પ્રણય જેવા અર્વાચીન વિષયો દાખલ કર્યા છે.
*👉સુધારકયુગના સૌથી અગ્રણી અને તેજસ્વી સાહિત્યકાર નર્મદ હોઇ આ યુગને નર્મદયુગ* તરીકે પણ ઓળખવામાં આવે છે
➖➖➖➖➖➖➖➖➖
*✍નર્મદ દ્વારા લખાયેલ ગુજરાતી સાહિત્યમા પ્રથમ*

☄પ્રથમ આત્મકથા
*👉મારી હકીકત* (1933)

☄પ્રથમ સામયિક (પાક્ષિક)
*👉દાંડીયો* (1 સપ્ટેમ્બર 1864)

☄પ્રથમ શબ્દકોશ
*👉નર્મકોશ* (1873)

☄પ્રથમ નિબંધ
*👉મંડળી મળવાથી થતા લાભ*

નોંધ-નર્મદ દ્રારા લખાયેલ તેમના જીવનના આત્મ ચરિત્ર ની બે-પાંચ નકલો જ પોતે છપાવેલી અને પોતાના મરણ બાદ તેને પ્રકાશિત કરવી એવી  વિનંતી કરી હોવાથી આ નકલોને તેમના નિધન પછી તેમના જન્મશતાબ્દી(1933) વર્ષમા મારી હકીકત નામે નર્મદની આત્મકથા પુસ્તક સ્વરૂપે પ્રગટ કરાઇ હતી.
👆જેમા 3 સપ્ટેમ્બર 1833થી 18મી સપ્ટેમ્બર 1866 સુધીનુ તેમનુ સ્વાત્મચારિત્ર્ય વર્ણવાયુ છે
➖➖➖➖➖➖➖➖➖
*💥કવિ નર્મદની અન્ય કૃતિઓ*

☄નર્મ કવિતા
☄નર્મગદ્ય (નિબંધ)
☄નર્મ વ્યાકરણ
☄નર્મકથાકોશ
☄ધર્મ વિચાર
☄ૠતુવર્ણન
☄કૃષ્માકુમારી
☄રામજાનકી દર્શન
☄દ્રોપદીદર્શન
☄સીતા હરણ
☄શ્રી સારશાકુન્તલ
☄બાળકૃષ્ણ વિજય (નાટકો)
☄મહાદર્શન
☄રાજ્ય રંગ
☄કવિ ચરિત્ર્ય
☄કવિ અને કવિતા(વિવેચન)
☄હિંદુઓની પડતી
☄પિંગળ પ્રવેશ
☄રસ પ્રવેશ
☄અલંકાર પ્રવેશ
☄સજીવારોપણ
☄નાયિકા વિષય પ્રવેશ
☄કાઠિયાવાડ કાવ્યસંગ્રહ
☄ગુજરાત કાવ્યસંગ્રહ  (ઇતિહાસ)
☄વર્ણવિવેક અને શબ્દવિવેક (વ્યાકરણ)
➖➖➖➖➖➖➖➖➖
*☄નર્મદની લોકપ્રિય પંક્તિઓ*
👉"જય જય ગરવી ગુજરાત"
👉"યા હોમ કરીને કુદી પડો ફતેહ છે આગે"

*નોંધ-"જય જય ગરવી ગુજરાત" ગુજરાત રાજ્યનુ રાજ્ય ગીત છે*
➖➖➖➖➖➖➖➖➖
*💥નર્મદ સાહિત્ય સભા*-સુરત
☄સ્થાપના-1923મા સુરત ખાતે "ગુજરાતી સાહિત્ય મંડળ" નામે
☄જે પાછળથી *1939મા "નર્મદ સાહિત્ય સભા"* તરીકે ઓળખાયી
☄આ સંસ્થા દ્રારા દર ચાર વર્ષે ગુજરાતી સાહિત્યના ક્ષેત્રમા ઉત્તમ પ્રદાન કરનાર શ્રેષ્ઠ કૃતિને નર્મદ ચંદ્રક એનાયત કરાય છે
☄નિબંધ સ્વરૂપમા રજુ થયેલા *જ્યોતિન્દ્ર દવેના પુસ્તક "રંગ તરંગ" ને સૌ પ્રથમ નર્મદ સુવર્ણ ચંદ્રક 1940-41મા એનાયત* કરવામા આયો હતો.
➖➖➖➖➖➖➖➖➖
*💥વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી*-સુરત

☄સ્થાપના-1965

☄મુખ્યમથક-ઉધના, સુરત

☄દક્ષિણ ગુજરાતના મુખ્ય જિલ્લાની કોલેજોનો વિસ્તાર આ યુનિવર્સિટી સાથે જોડાયેલ છે

☄સ્થાપના સમયે *"દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી"* નામ હતુ

☄સુરત શહેરના પ્રખર વિદ્રાની અને પ્રખ્યાત કવિ વીર નર્મદના માન મા સુરતમા આવેલી આ યુનિવર્સિટી નુ *2004મા નામ બદલીને "વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી"* કરાયુ હતુ.
➖➖➖➖➖➖➖➖➖
➖➖➖➖➖➖➖➖➖
*✍નરેશકુમાર🌹*

No comments:

Post a Comment