Thursday 24 August 2017

ðŸ‘ģðŸŧ‍♀ *āŠĶાāŠŪુāŠ­ાāŠˆ āŠāŠĩેāŠ°ી* ðŸ‘ģðŸŧ‍♀

          

👳🏻‍♀ *દામુભાઈ ઝવેરી* 👳🏻‍♀

📡 રંગભૂમિના મુઠ્ઠી ઉચેરા આરાધક  તથા *ઇન્ડિયન નેશનલ થિયેટરના સ્થાપક દામુભાઈ ઝવેરીનો જન્મ તા. ૨૨/૮/૧૯૨૧ના રોજ મુંબઈમાં થયો હતો.*

📡 મુંબઈમાં છેલ્લા છ દાયકાથી તેઓ સાંસ્કૃતિક જીવનમાં ઓતપ્રોત હતા અને આઈ.એમ.ટી. સંસ્થાને માત્ર મુંબઈની જ નહી પણ દેશની અગ્રગણ્ય સંસ્થા બનાવવામાં તેમનો સિંહફાળો હતો.

📡 આઈ.એન.ટી નું પોતાનું સંકુલ ઉભું થાય તેવી તેમની અભિલાષા હતી.તેનું કાર્ય દોઢ મહીંના બાદ શરુ થવાનું હતું. કાયદાકીય વિધિ તેમણે સતત પ્રવૃતિશીલ રહી પાર પાડી હતી પણ આ કામ શરુ થાય તે પહેલા તેમણે જીવનના અંતિમ શ્વાસ લીધા હતા.

📡 દામુભાઈ ઝવેરી ખરા અર્થમાં રંગકર્મી હતા, આધુનિક રંગભૂમિને નવું સ્વરૂપ આપવાનું તેમનું સ્વપ્ન હતું. જેને સાકાર કરવા તેમણે આજીવન ભેખ ધર્યો હતો.

📡 તેઓ જીવનની છેલ્લી પળસુધી પોતાનું સ્વપ્ન સાકાર પ્રતિબદ્ધ રહ્યા હતા. *રંગભૂમિ માટે ખરા અર્થમાં ‘ હીરા પારખું’ હતા*

📡 રંગભૂમિ વ્યવસાયના કેન્દ્રમાં રહેવા છતાં સમજણપૂર્વક નેપથ્યમાં રહી પ્રસિદ્ધ મેળવી હતી. તેમણે ઇન્ડિયન નેશનલ થિયેટરના સ્થાપના થી જ્ માનદ મંત્રી તરીકે કામગીરી કરી હતી.

📡 રંગભૂમિના વિકાસ કરવા માટે તેમણે અનેક દેશોનો પ્રવાસ કર્યો હતો. ‘ *મોતી વેરાણા ચોકમાં’* નાટકમાં તેમનું પહેલું સર્જન હતું.

📡 તેમણે ‘ કુમારની અગાશી’ ભજવ્યું હતું. ‘ સપ્તપદી’, ‘સંતુ રન્ગુલી’, ‘ ખેલંદો’, વૈશાખી કોયલ’ અને સગપણના ફૂલ’ જેવા શ્રેષ્ઠ નાટકો માટે તારક મહેતા, જયંત પારેખ અને મધુરાય જેવા સર્જકોની સહાયથી ભજવ્યા હતા.

📡 ગુજરાતી રંગભૂમિના વિકાસમાં તેમનું પ્રદાન અનન્ય છે. તેઓ માત્ર સ્વપ્નદ્રષ્ટા જ્ નહી પણ સ્વપ્નને વાસ્તવિકતાની ધરાતલ પર સાકાર કરનાર કર્મયોગી હતા. અનેક નાટ્ય સંસ્થાઓ સાથે સંકળાયેલ *દામુભાઈ ઝવેરીનું ૧૫ માર્ચ ૨૦૦૨ના રોજ અવસાન થયું.*

👳🏻‍♀➖👳🏻‍♀➖👳🏻‍♀➖👳🏻‍♀➖👳🏻‍♀➖👳🏻‍♀

📇👩🏻‍🏫 *જ્ઞાન કી દુનિયા* 👩🏻‍🏫📇

👳🏻‍♀➖👳🏻‍♀➖👳🏻‍♀➖👳🏻‍♀➖👳🏻‍♀➖👳🏻‍♀

No comments:

Post a Comment