Thursday 24 August 2017

*🌞🌚 āŠ…āŠŪૃāŠĪāŠēાāŠē āŠ˜ાāŠŊāŠē 🌚🌞*

*🌼🌺 અમૃતલાલ ઘાયલ 🌺🌼*

💭 ગુજરાતના સુપ્રસિદ્ધ ગઝલકાર *અમૃતલાલ ઘાયલનો* જન્મ *તા.૧૯/૮/૧૯૧૬ના* રોજ જુનાગઢ જીલ્લાના *સરધાર* ગામમાં થયો હતો.

💭 પિતાનું નામ *લાલજીભાઈ* અને માતાનું નામ *સંતોકબેન* હતું. પ્રાથમિક શિક્ષણ *સરધારમાં* લીધો હતો.

💭 ત્યારપછી રાજકોટની *આલ્ફ્રેડ હાઈસ્કૂલમાંથી ઈ.સ. ૧૯૪૯માં* મેટ્રીકની પરીક્ષા પાસ કરી.

💭 આ દરમ્યાન કિશોરવયમાં સૌરાષ્ટ્રના રત્નસમા *ઝવેરચંદ મેઘાણી અને કલાપી* સાહિત્યે તેમને આકર્ષ્યા  હતા.

💭 આ કારણે લોકસાહિત્ય માટેનો લગાવ પ્રબળ હતો તે વળી *ઉર્દૂ શીખવવાનો* લહાવો તેમને મળ્યો.

💭જે તેમના ગઝલના સર્જનમાં ખૂબ જ ઉપયોગી નીવડ્યો છે. કોશોર્વ્ય વટાવતાં તેમના અંતરમાં ગઝલ માટેની ભૂમિકા રચાવા માંડી  હતી.

💭 તેઓ *ક્રિકેટ અને હોકીના* પણ સારા ખેલાડી હતા.

💭 *ઈ.સ. ૧૯૩૨માં લગ્ન* કર્યું પણ એ દાંપત્યજીવન ટક્યું નહિ ને તેમની પત્ની અવસાન પામી. તેમણે બીજા લગ્ન *ભાનુમતી* સાથે કર્યા.

                     
💭 તેમણે ઈ.સ. ૧૯૩૯ના *ગઝલલેખનની શરૂઆત* કરી હતી. ઈ.સ.અ ૧૯૫૪માં તેમનો *પ્રથમ ગઝલસંગ્રહ ‘ શૂળ અને શમણાં’* પ્રગટ કર્યો, ત્યારપછી ‘ રંગ’, ‘રૂપ’, ઝાંય’, ‘ અગ્નિ’ અને ‘ ગઝલ નામે સુખ’ પ્રગટ કર્યા હતા.

💭 તો *‘ આથો જામ ખુમારી’* તેમની સમગ્ર સ્ક્વીતા પ્રકાશિત થઇ છે.

💭 ગઝલના તળપદી ગુજરાતી ભાષા સાથે સબંધ કરાવી આપવાનું શ્રેય એમને આપીં શકી. સૌરાષ્ટ્રની બોલીનું ખમીર, મીઠો કટાક્ષ અને તોછડાઈ વગરનું ગરવાપણું  અમૃત ઘાયલે ગઝલોમાં વિશિષ્ઠ રીતે ઉપયોગમાં લીધા છે.

💭તળપદા શબ્દોને કારણે ગુજરાતી ગઝલ *ઉર્દૂ- ફારસીની* પકડમાંથી મુક્ત થતી લાગે છે.

💭 દેશભરમાં અનેક મુશાયરાઓમાં ભાગ લીધો હતો. તેમની હાજરી માત્ર મુશાયરાનું આકર્ષણ બની રહેતી અને મહેફિલમાં રોનક આવી જતી. અમૃત ઘાયલને ગઝલ રસિકોએ અને ગઝલકારોએ *ગુજરાતના ‘ ગાલીબ’* તરીકે ઓળખાવ્યા છે. પણ એમને પોતે ગુજરાતની પ્રજા તેમણે *‘ શહીદે ગઝલ’* તરીકે ઓળખે તેવી અભિલાષા સેવી હતી.

💭 *ઈ.સ. ૧૯૯૩માં રણજીતરામ સુવર્ણચંદ્રક* અને *ઈ.સ. ૨૦૦૨માં ‘ નરસિંહ મહેતા એવોર્ડ’* થી સન્માનિત કરવામાં આવ્યા છે.

😔 તેમનું અવસાન *૨૫ ડીસેમ્બર ૨૦૦૨*ના રોજ થયું હતું.  

💭🎼💭🎼💭🎼💭🎼💭🎼💭
       *🏝💥જ્ઞાન કી દુનિયા💥🏝*
💭🎼💭🎼💭🎼💭🎼💭🎼💭

No comments:

Post a Comment