Monday 18 September 2017

અમરેલી ખાતે APMC માર્કેટ યાર્ડનું ઉદ્ઘાટન કર્યુ🔴

👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿

*🔥🔴🔵વડાપ્રધાને આજે અમરેલી ખાતે APMC માર્કેટ યાર્ડનું ઉદ્ઘાટન કર્યુ🔴🔵🔥*

    

💥રૂા. 175 કરોડના ખર્ચે 80 વિઘામાં પથરાયુ છે આ માર્કેટ યાર્ડ

💥વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અમરેલીમા APMCમાર્કેટ યાર્ડનું ઉદ્ઘાટન કર્યુ હતુ.

💥રૂા. 175 કરોડના ખર્ચે બનેલુ આ યાર્ડ અદ્યતન સુવિધાઓ ધરાવે છે અને વૈશ્વિક લેવલે હરિફાઈ આપે એવુ હોવાનું કહેવાઈ રહ્યુ છે.

💥1952માં 18 વિઘા જમીનમાં ડો. જીવરાજ મહેતાએ સ્થાપેલું માર્કેટયાર્ડ હવે 80 વિઘાના માર્કેટ યાડમાં તબદીલ થઈ ગયુ છે.

💥 આ નવા યાર્ડમાં પ્રથમથી જ ખેડૂતો પાસેથી સીધી નિકાસ માટેનું ઇન્ફ્રાસ્ટ્રકટર અને ઇન્ફોટેક સુવિધાઓ હશે.

💥ખેડૂતો પોતાના ઉત્પાદનના આંતરરાષ્ટ્રીય કક્ષાના બજાર ભાવ ત્યાં બેઠા જ જાણી શકશે અને ત્યાંથી જ તેના કન્ટેનરો કંડલા કે પીપાવાર બંદરના માધ્યમથી દરિયાઇ માર્ગે રવાના પણ કરી શકાશે.

*🔵🔴જાણો શું શું થશે સવલતો🔴🔵*

🎄શિપિંગ એજન્ટો પણ યાર્ડમાં હશે

🎄સામાન્ય રીતે યાર્ડમાં ખેડૂતો માલ લઇને આવતા અને હરાજીમાં જે ભાવ આવે તેમાં જ વેચાણ કરવું પડતું.

🎄આ નવી વ્યવસ્થાથી હવે ખેડૂત માલને યાર્ડમાં લાવીને આંતરરાષ્ટ્રીય બજારમાં તેનું વેચાણ કરશે.

🎄આ માર્કેટયાર્ડ ઇન્ટરનેટના માધ્યમથી અન્ય તમામ યાર્ડ સાથે જોડાયેલું હશે.

🎄આ યાર્ડમાં હરરાજી માટે 2 લાખ 50 હજાર ચોરસ ફુટ વિસ્તારમાં 10 એકશન પ્લેટફોર્મ છે.

🎄જેમાં ખૂબ જ જંગી પ્રમાણમાં ખેત જણસો રાખી શકાશે.

🎄જેથી અમરેલી જિલ્લા ઉપરાંત આસપાસના વિસ્તારમાંથી પણ ખેડૂતો પોતાના માલને અમરેલીના માર્કેટયાર્ડમાં લાવી શકશે.

🎄યાર્ડમાં અદ્યતન શોપિંગ મોલ પ્લાઝા અને કૃષિ મોલ છે

🎄જેમાં ખેતી લક્ષી તમામ ચીજો મળી રહેશે.

🎄બિયારણથી માંડીને ખેતીવાડીને લગતી ચીજોની વેચાણ કરતી સંસ્થાઓની મુખ્ય શાખા આ યાર્ડમાં રહેશે.

🎄અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકની મુખ્ય શાખા પણ આ યાર્ડમાં સ્થળાંતરીત કરવામાં આવશે.

🎄ખેડૂતોને તમામ પ્રકારની બેકીંગ સેવા યાર્ડમાં જ મળશે.

🎄આ ઉપરાંત યાર્ડમાં પ્રથમ વખત કોર્પોરેટ બેકીંગને પણ પ્રવેશ આપવામાં આવ્યો છે.

🎄જાણીતી તમામ કોર્પોરેટ બેંકની શાખાઓ આ યાર્ડમાં હશે

🎄આંતરરાષ્ટ્રીય સ્તરે મની ટ્રાન્સફર કરી શકાય તેવી તમામ વ્યવસ્થા ઉપલબ્ધ હશે.

*🔖 Mer ghanashyam*

*📚જ્ઞાન કી દુનિયા📚*

No comments:

Post a Comment