Monday 24 July 2017

*💈રામનાથ કોવિંદ💈*

👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿

*💈રામનાથ કોવિંદ💈*

🦋રામનાથ કોવિંદનો જન્મ એક ઓક્ટોબર, 1945ના રોજ કાનપુરના દેહાતના પારાઉખ ગામમાં થયો હતો.

🦋કોવિંદના પિતા મૈકુલાલ કોવિંદ વૈદ્ય હતા, તેમજ તેઓ ગામમાં કરિયાણા અને કપડાની દુકાન ચલાવતા હતા.

🦋 કોવિંદના પરિવારમાં બાકીના લોકો સામાન્ય જીવન જીવે છે.

🦋 તેમના ભાઈ પ્યારેલાલે જણાવ્યું કે, અમે એક સામાન્ય મધ્યમવર્ગીય જીવન જીવીએ છીએ. કોઈ સમસ્યા નથી.

🦋તમામ પાંચ ભાઈઓ અને બે બહેનોનો શિક્ષા મળી છે.

🦋એક ભાઈ મધ્યપ્રદેશમાં એકાઉન્ટ ઓફિસર પદ પરથી રિટાયર્ડ થયા છે.

🦋બીજો એક ભાઈ સરકારી સ્કૂલમા ટીચર છે.

🦋રામનાથ વકીલ બની ગયા. બાકી પોતાનો બિઝનેસ કરે છે.

🦋બિહારના રાજ્યપાલ રહેલા કોવિંદે સમાજસેવી, વકીલ અને રાજ્યસભા સાંસદ તરીકેની ભૂમિકા નિભાવી છે.

🦋 કોવિંદ ઉત્તર પ્રદેશના કાનપુર નિવાસી છે. તેમના વિશે કહેવામાં આવે છે કે, તેઓ બહુ જ સાધારણ અને મૃદુભાષી છે.

🦋રામનાથ કોવિંદ રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના પહેલા રાષ્ટ્રપતિ હશે.

🦋તેમણે એવો સમય જોયો છે, જ્યારે દેશ અંગ્રેજોનો ગુલામ હતો અને તે સમયે દલિત હોવું કોઈ અભિશાપથી ઓછું ન હતું.

🦋કોવિંદના વિશે કહેવાય છે કે, તેઓ 6 કિલોમીટર પગપાળા ચાલીને સ્કૂલ જતા હતા.

🦋રામનાથ કોવિંદ એક નામી વકીલ રહી ચૂક્યા છે. પરંતુ મિલકતની વાત કરીએ તો તેમની પાસે કંઈ પણ નથી.

🦋તેમણે પોતાનું ઘર પણ ગામ લોકોને દાન કરી દીધું હતું.

     *◾મેર ઘનશ્યામ*

*📮🌏જ્ઞાન કી દુનિયા🌏📮*

No comments:

Post a Comment