Monday 24 July 2017

👨‍🎨 *સત્તાવનનો શહીદ* : *મંગલ પાંડે* 👨

👆🏿👨‍🎨👆🏿👨‍🎨👆🏿👨‍🎨👆🏿👨‍🎨👆🏿

*👩‍🌾 આજનો ઇતિહાસ 👩‍🌾*

👨‍🎨 *સત્તાવનનો શહીદ* : *મંગલ પાંડે* 👨‍🎨

📚➖ સન ૧૮૫૭ના વિપ્લવની વાત થાય અને મંગલ પાંડેની યાદ ના આવે તેવું ન બને.

📚➖ ઉત્તરપ્રદેશના બલિયા જિલ્લાના નાગવા ગામે સન ૧૮૨૭માં આજના દિવસે જન્મેલા મંગલ જ્ઞાતિએ બ્રાહ્મણ હતા.

📚➖ ૧૮૪૯માં ૨૨વર્ષની ઉંમરે આર્મીમાં જોડાયા.

📚➖ ૧૯મી પલટનના આ સૈનિકને એનફિલ્ડ પી - ૫૩ રાયફલની કારતૂસમાં ગાય અને સુવરની ચરબીની કેપ મોંઢેથી તોડવા સામે વાંધો હતો.

📚➖ ૨૯માર્ચ ૧૮૫૭ના રોજ પલન્ટનને કવાયત માટે ખડી કરાઈ ત્યારે તરત જ મંગલ પાંડે ભરેલી બંદૂક સાથે કૂદી પડ્યો અને અંગ્રેજ અમલદાર *મેજર હ્યુસ્ટન* ને ઠાર કર્યો.

📚➖ જનરલ *હીઅરસે* ગોરા સૈનિકોની મદદથી મંગલ પર ગોળી ચલાવી, મંગલ જીવતો પકડાયો, તેના પર લશ્કરી અદાલતમાં કામ ચલાવી ફાંસી ફટકારી.

📚➖ મંગલનો ફાંસીનો દિવસ નક્કી થયો પણ બરાકપુર છાવણીના સફાઈ કામદાર સુધ્ધા તેને ફાંસી આપવા તૈયાર ન થયો.

📚➖ આખરે કોલકત્તાથી ચાર માણસોને બોલાવી ૮ એપ્રિલ ૧૮૫૭ના રોજ સવારે સત્તાવનના આ પહેલા ક્રાંતિકારીને લટકાવી દેવામાં આવ્યો.

*🙏 સત્તાવનના આ શહિદને લાખ લાખ સલામ 🙏*

*⚓રોહિત.....*

*📚 જ્ઞાન કી દુનિયા 📚*

No comments:

Post a Comment