Monday 24 July 2017

*વ્યાખ્યાઓ*👇🏿

👆🏿📚👆🏿📚👆🏿📚👆🏿📚👆🏿

*વ્યાખ્યાઓ*👇🏿

*🎙જાતિ* ➖ પુલ્લિંગ વાચક શબ્દ સર્વનામ 'તે' અને તેના સાધિત રૂપો, કોઈપણ વ્યક્તિ પછી તે નર હોય કે નારી હોય તેના માટે વપરાય છે.

*🎙વચન* ➖ સંદર્ભથી કઈ વિરુદ્ધનું જણાતું ન હોય તો, એકવચન દર્શાવતા શબ્દોમાં બહુવચનનો અને બહુવચન દર્શાવતા શબ્દોમાં એકવચનનો સમાવેશ થાય છે.

*🎙'પુરુષ', 'સ્ત્રી'* ➖ પુરુષ શબ્દ ગમે તે વયના માનવ નરનો નિર્દેશ કરે છે, સ્ત્રી શબ્દ ગમે તે માનવ નારીનો નિર્દેશ કરે છે.

*🎙 વ્યક્તિ* ➖ વ્યક્તિ શબ્દમાં સંસ્થાપિત હોય કે ન હોય એવી કોઈ કંપની અથવા એસોસીએશન અથવા વ્યક્તિઓના મંડળનો સમાવેશ થાય છે.

*🎙લોકો* ➖ લોકો શબ્દમાં લોકોના કોઈ વર્ગનો અથવા કોઈ કામનો સમાવેશ થાય છે.

*🎙સરકારી નોકર* ➖ સરકારી નોકર એ શબ્દો સરકારના અધિકારથી કે તે હેઠળ ભારતમાં નોકરીમાં ચાલુ રાખવામાં આવેલા, નિમેલા કે નોકરીમાં રાખેલ કોઈપણ અધિકારી અથવા નોકરની નિર્દેશ કરે છે.

*🎙સરકાર* ➖ સરકાર એ શબ્દ કેન્દ્ર સરકાર અથવા કોઈ રાજ્યની સરકારનો નિર્દેશ કરે છે.

*🎙ભારત* ➖ ભારત એટલે જમ્મુ કાશ્મીર સિવાયનું ભારત રાજ્યક્ષેત્ર.

*🎙ન્યાયાધીશ* ➖ વ્યક્તિઓના બનેલા જે મંડળને એવો ફેંસલો આપવાની કાયદાની રૂએ સત્તા આપવામાં આવી હોય તેવા મંડળનો સભ્ય હોય તેવી દરેક વ્યક્તિનો નિર્દેશ કરે છે.

*🎙કોર્ટ* ➖ કોર્ટ શબ્દ ન્યાયાધીશને એકલાને અથવા જે ન્યાયાધીશ મંડળને જ ન્યાયિક રીતે કામ કરવાની કાયદાથી સત્તા આપવામાં આવી હોય અને તે ન્યાયિક રીતે કાર્ય કરતા હોય.

*🎙જંગમ મિલકત* ➖ જંગમ મિલકત એ શબ્દમાં જમીન અને જમીન સાથે જોડાયેલ વસ્તુઓ અને જમીન સાથે  જડાયેલ કોઈ વસ્તુ સાથે કાયમ માટે જકડી લીધેલી વસ્તુઓ સિવાયની દરેક પ્રકારની મુર્ત મિલકતનો સમાવેશ થાય છે.

*🎙ગેરકાયદેસર લાભ* ➖ ગેરકાયદેસર એટલે લાભ મેળવનારી વ્યક્તિએ કાયદેસર રીતે મિલકતની પોતે હકદાર ન હોત તે મિલકતનો ગેરકાયદેસરના સાધનો દ્વારા મેળવેલો લાભ.

*🎙બદદાનતથી* ➖ જે કોઈ વ્યક્તિ બીજી વ્યક્તિને ગેરકાયદે લાભ કરવાના કે બીજી વ્યક્તિને ગેરકાયદે નુકશાન કરવાના ઇરાદાથી કઈ કૃત્ય કરે તેને તે કૃત્ય બદદાનતથી કર્યું કહેવાય.

*🎙કપટપૂર્વક* ➖ કપટ કરવાના ઇરાદાથી કોઇ વ્યક્તિ કઈ કૃત્ય કરે તો તેને તે કૃત્ય 'કપટપૂર્વક' કર્યું કહેવાય.

*🎙માનવાને કારણ* ➖ કોઈ વ્યક્તિને કોઈ વાત માનવાનું પૂરતું કારણ હોય તો તેને તે વાત માનવાને કારણ છે એમ કહેવાય.

*🎙દસ્તાવેજ* ➖ દસ્તાવેજ એ શબ્દ કોઈ બાબતના પુરાવા તરીકે વાપરવા ધારેલા કે વાપરી શકાય તેવા અક્ષરો, અંકો કે નિશાનીઓ વડે અથવા તે પૈકી એકથી વધુ સાધનો વડે કોઈ પદાર્થ ઉપર વ્યક્ત કરેલી કે વર્ણવાયેલી બાબતનો નિર્દેશ કરે છે.

*🎙ઇલેક્ટ્રૉનિક રેકર્ડ* ➖ ઇલેક્ટ્રૉનિક સ્વરૂપમાં ઉત્પન્ન કરેલ, ધારેલ અથવા અવાજમાં સંગ્રહેલ, મેળવેલ અથવા મોકલેલ માહિતી, રેકર્ડ અથવા માહિતી.

*🎙વીલ* ➖ વીલ શબ્દ કોઈપણ વસિયતી દસ્તાવેજનો નિર્દેશ કરે છે.

*🎙ઇજા* ➖ કોઈ વ્યકિતના શરીરને, મનને, પ્રતિષ્ઠાને કે મિલકતને ગેરકાયદેસર રીતે પહોંચાડેલી કોઈપણ પ્રકારની હાનીનો નિર્દેશ કરે છે.

*🎙જીવન* ➖ સંદર્ભથી કઈ વિરુદ્ધનો આશય જનાતો હોય તો જીવન એ શબ્દ માનવીના જીવનનો નિર્દેશ કરે છે.

*🎙શુદ્યબુધ્ધી* ➖ યોગ્ય કાળજી અને ધ્યાન રાખ્યા સિવાય કરેલી કે માનેલી બાબત શુદ્ધબુદ્ધિ થી કરી કે માની હોવાનું ગણાશે નહી...

*⚓રોહિત.....*

📚📚 *કાયદા ગ્રૂપ* 📚📚

No comments:

Post a Comment