Monday 24 July 2017

◼◻◼ *TENSES* ◼◻◼

👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿

📚 *🅰ny 🅱ody Can Do* 📚

◼◻◼ *TENSES* ◼◻◼

📮 મિત્રો આપણે કાળ ભણીએ એ પહેલાં Englishમાં કેટલા કાળ આવે છે એ જાણી લઈએ.

📮 મુખ્ય *ત્રણ* પ્રકાર પડે છે

*૧)* વર્તમાનકાળ(વ.કા)
*૨)* ભૂતકાળ(ભૂ.કા)
*૩)* ભવિષ્ય કાળ(ભ.કા)

📮 આ ત્રણ કાળના પણ બીજા પેટાપ્રકાર પડે છે.જે નીચે પ્રમાણે છે.

*૧)* *વર્તમાન કાળ*

     ▪સાદો વર્તમાનકાળ
     ▫ચાલુ વર્તમાનકાળ
     ▪પૂર્ણ  વર્તમાનકાળ
     ▫ચાલુ પૂર્ણ વર્તમાનકાળ

*૨)*  *ભૂતકાળ*

     ▪સાદો ભૂતકાળ
     ▫ચાલુ ભૂતકાળ કાળ
     ▪પૂર્ણ  ભૂતકાળ
     ▫ચાલુ પૂર્ણ ભૂતકાળ

*૩)*  *ભવિષ્યકાળ*

     ▪સાદો ભવિષ્યકાળ
     ▫ચાલુ ભવિષ્યકાળ
     ▪પૂર્ણ ભવિષ્યકાળ
     ▫ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ

📮 તો આપણે ઉપર જોયા મુજબ કુલ ૧૨ કાળ છે જેનો આપણે અભ્યાસ કરવાનો છે જેમાંથી આજે આપણે વર્તમાનકાળથી શરૂ કરીશું.

🔶🔷🔶 *🅰🅱CD*🔶🔷🔶

*💥💥 સાદો વર્તમાનકાળ💥💥*

◾ *ક્રિયા:*

📮 જે ક્રિયા *દરરોજ* અને *નિયમિત* બનતી હોય તે દર્શાવવા માટે સાદો વર્તમાન કાળ વપરાય છે.

🔳  *રચના:*
◾  *હકાર*

♨ કર્તા ➕ક્રિયાપદ *(મુ.કિ/s/es)*➕ કર્મ➕ અન્ય શબ્દો *(A.V)*

*🎙દા.ત*

👩🏻‍🏫 Raj________an apple every morning. *(eat, eats eates, eated)*

👉🏿 ઉપરની ખાલી જગ્યામાં  every morning આપેલું છે એના પરથી ખબર પડે કે આ વર્તમાનકાળની ખાલી જગ્યા છે માટે  *eated* ઓપ્શન તો આવશે જ નહીં કારણ કે એ ભૂતકાળમાં આવે માટે બીજા ત્રણ માંથી એક ઓપ્શન  જવાબ હશે હવે તેમાં પણ આપણને confusion થશે કે કયો ઓપ્શન આવશે કારણ કે ત્રણે ઓપ્શન વર્તમાનકાળના છે હવે તેના માટે ના પણ થોડા નિયમો છે તે આપણે પહેલા ભણી લઈએ.

◼ *નિયમ :૧*

👉🏿 સાદા વર્તમાનકાળમાં સર્વનામ(Pronouns) *I, We, You તથા They* સાથે *મૂળ ક્રિયાપદ* વપરાય છે જયારે *He, She,It* સાથે વપરાતા ક્રિયાપદને *s કે es* લાગે છે

◼ *નિયમ ૨*

👉🏿 કોઈપણ ક્રિયાપદન અંતેે *s/ss/ch/sh/o/x/zz* હોય તો ક્રિયાપદ ને અંતે *es* લગાવવું.

*🎙દા.ત*

▪ Pass➖passes
▫ Go➖ Goes
▪ Teach➖Teaches

👩🏻‍🏫 Raj ______ an apple every morning. *(eat, eats eates, eated)*

👉🏿 હવે મિત્રો તમને પડી ગઇ હશે ખાલી જગ્યામાં શુ આવશે❓❓❓

◼ *સમજ*

👉🏿 જુઓ અહીં વાક્યમાં *Raj* નામ આપ્યું છે જેના માટે *He સર્વનામ* વપરાય છે જે આપણેે આગળના નિયમમાં ભણી ગયા માટે અહીં *He* માટે  ક્રિયાપદની સાથે *s/es* વપરાશે પણ ક્રિયાપદ ને અંતે *નિયમ ૨* મુજબનો  કોઈ શબ્દ આવતો નથી માટે ક્રિયાપદને અંતે *s* લાગશે માટે *ખાલી જગ્યામાં eats જવાબ* આવશે.

👩🏻‍🏫 Raj *eats* an apple every morning. *(eat, eats eates, eated)*

◼ *નિયમ ૩*

👉🏿 કોઈ પણ ક્રિયાપદને અંતે *y* હોય અને તેની પૂર્વે જો *વ્યજંન* હોય તો *y* નો *i* કરીને *es* લગાવવું.

*🎙દા.ત*

▪ *Cry:* Cries
▫ *Try:* Tries

👩🏻‍🏫 The child *Cries* every morning.

◼ *નિયમ: ૪*

👉🏿 સાદા વર્તમાનકાળમાં વાક્ય ને નકાર કે પ્રશ્નાર્થ બનાવવા માટે બે સહાયકારક ક્રિયાપદ વપરાય છે.

▪Do 👉🏿 મુ.કિ = Do ➕ મુ.કિ

▫Does 👉🏿s/es =Does ➕મુ.કિ

  🔲 *રચના*
  ◾ *પ્રશ્નાર્થ:*

♨ Do/Does ➕કર્તા ➕મુ.કિ➕કર્મ➕અન્ય શબ્દો

*🎙દા.ત*

  ◾ *(વિધાન વાક્ય)*

👩🏻‍🏫 Raj eats an apple every
morning.

📮 *વિધાન વાક્યનું પ્રશ્નાર્થ માં રૂપાંતર કેવી રીતે થાય એની સમજ*

👉🏿 કોઈ પણ વિધાનવાક્યને પ્રશ્નાર્થ વાક્ય બનાવા માટે આપણે વાક્યની આગળ કોઈ શબ્દ લઈ જવો પડતો હોય છે જેમ કે  *is ,was, had વગેરે* જેવા શબ્દો લઈ જતા હોઈએ છીએ પણ આપણે અહીં સાદો વર્તમાનકાળ ભણીએ છીએ માટે આમાંથી કોઈ શબ્દ આવશે નહીં. જેમ કે આપણે આગળ ભણી ગયા એમ વર્તમાનકાળના કોઈ પણ ક્રિયાપદમાં *do કે does* સમાયેલા હોય છે.

👉🏿 આગળ ઉદાહરણ જોતા એમાં *eats* આપેલું છે જેને *છૂટું પાડતા eat અને Does* મળશે માટે હવે આપણે પ્રશ્નાર્થ બનાવવા માટે *Does* આગળ લઈ જઇને પ્રશ્નાર્થ બનાવી શકીયે છીએ.

◾ *(પ્રશ્નાર્થ વાક્ય)*

👩🏻‍🏫 *Does* Raj *eat* an apple  every Morning?

◾  *નકાર વાક્ય*

♨ કર્તા➕ Do not/Does not➕ મુ.કિ➕કર્મ➕અન્ય શબ્દો

*🎙દા.ત*

👩🏻‍🏫 Raj *does not eat* an apple every morning.

👩🏻‍🏫 The girl *does not speak* on the stage in every function.

🔶🔷🔶 *🅰🅱CD*🔶🔷🔶

📮 *Passive*

🔳 *રચના*

♨ કર્મ➕am/is/are➕P.P(V3) ➕(by +કર્તા)➕અન્ય શબ્દો

👉🏿 સૌ પ્રથમ આપણે વાક્ય passive છે કે નહીં તે શોધવું.

👩🏻‍🏫 The blackboard *_____* every day.

A.Is cleaned
B.Cleans
C.Cleaned
D.Cleanes

👉🏿 ઉપર ની ખાલી જગ્યા *is cleaned* જવાબ આવશે.. એ કેવી રીતે❓❓નીચે સમજીશું

👉🏿 જો કોઈ વાક્ય passive છે Active એ ઓળખવાની એક દમ સિમ્પલ ટ્રિક છે..

👉🏿 જો ખાલી જગ્યાની પહેલા આપેલું નામ  ખાલી જગ્યાં પૂરી કરવા જે ક્રિયાપદ આપેલું છે તે ક્રિયા જાતે કરી શકે તો વાક્ય active છે. પણ જો જાતે ના કરી શકે તો વાક્ય passive કહેવાય.

👉🏿 ઉપર ના ઉદાહરણમાં *ખાલી જગ્યા પહેલા *Black Board* નામ આપ્યું છે પછી ખાલી જગ્યા પુરવા માટે  ક્રિયાપદ *clean* આપેલું છે માટે *B.B* જાતે સાફ કરવાની ક્રિયા કરી શકે એમ નથી માટે વાક્ય *passive* છે તેથી passive ની વાક્ય રચના પ્રમાણે *Is cleaned* જવાબ આવશે.

🔶🔷🔶 *🅰🅱CD*🔶🔷🔶

🔳 *વર્તમાનકાળ ક્યાં વપરાય*

◾ સનાતન સત્ય (Universal Truth) દર્શાવવા

*🎙દા.ત*

👩🏻‍🏫 The sun rises the east.

👩🏻‍🏫 The moon moves round the earth.

◾ *ટેવરૂપ બનતી ક્રિયાઓ(Habitual Actions) માટે*

*🎙દા.ત*

👩🏻‍🏫 My brother goes to office on foot.

👩🏻‍🏫 My father prays to god.

◾ *વૈજ્ઞાનિક નિયમો(Scientific laws) દર્શાવવા*

*🎙દા.ત*

👩🏻‍🏫 Water bolis at 100℃

👩🏻‍🏫 Light travels in a straight line.

◾ *કહેવતો (Proverbs) દર્શાવવા*

*🎙દા.ત*

👩🏻‍🏫 Practice makes man perfect.

👩🏻‍🏫 United we Stand divided we fall.

◾ *વર્તમાન સમયે સંબંધિત ક્રિયા/સ્થિતિ દર્શાવવા*

*🎙દા.ત*

👩🏻‍🏫 Delhi is capital of India.

👩🏻‍🏫 People travel by trains for safety.

◾ *આજ્ઞાર્થ વાક્ય માટે*

👩🏻‍🏫 Stand up please.

👩🏻‍🏫 Rahul, do your work yourself.

*નોંધ:* આજ્ઞાર્થ વાક્ય માં ક્રિયાપદ નું મુળરૂપ જ આવે.

◾ *If અને unless વાળા શરતદર્શક ઉપવાક્ય (condition clause) માં જેમ કે*

👩🏻‍🏫 If you read well, you will learn well.

👩🏻‍🏫 I won't go unless she invites me.

◾ *આ ઉપરાંત રનિંગ કૉમેન્ટ્રી તથા ધાર્મિક કે ઐતિહાસિક નાટકોમાં સાદો વર્તમાનકાળ વપરાય છે.*

🔶🔷🔶 *🅰🅱CD*🔶🔷🔶

🔲 *સાદા વર્તમાનકાળની ઓળખ દર્શાવતા શબ્દો:*

▪Always
▫Often
▪Usually
▫Everyday
▪Daily
▫Frequently
▪Generally
▫Sometimes
▪Mostly
▫Never
▪Seldom (ભાગ્યે જ) વગેરે...

*🙏ભૂલ હોય તો ધ્યાન દોરવા વિનંતી🙏*

🔶🔷🔶 *🅰🅱CD*🔶🔷🔶

*✍ 🅱haumik 9662557010*

   ⛱⛱ *👩🏻‍🌾ABCD👨‍🏫*⛱⛱

*📚🅰ny 🅱ody Can Do📚*

No comments:

Post a Comment