Monday 24 July 2017

🚫🚫 *IPC 1860* 🚫🚫

🚫🚫 *IPC 1860* 🚫🚫
*( ભારતીય ફોજદારી અધિનિયમ)*

*(ખાસ ધ્યાનમાં રાખવા જેવા મુદ્દાઓ)*

🎙➖ ગુનાહિત કાવતરાના ગુન્હામાં ઓછામાં ઓછી બે વ્યક્તિઓ હોવી જોઈએ.

🎙➖ માનસિક રીતે બીમાર વ્યક્તિને તેના કૃત્ય માટે જવાબદાર ઠેરવી શકાય નહિ.

🎙➖ ગાંડપણ સાબિત કરવા માટે તે માણસ ના મનમાં એવી ક્ષતિ સાબિત કરવી જોઈએ કે જેનાથી એ પસંદગી કરવા સક્ષમ ન હોય.

🎙➖ જો કૃત્ય ભૂલથી થયેલ હોય કાયદાની ભૂલ ને કારણે શુભ ઇરાદાથી થયેલ હોય અને તે માનતા હોય કે તેમ કરવા તે બંધાયેલા છે, તો તે ગુનો બનતો નથી.

🎙➖ જ્યારે ખુનના કેસમાં, મૌખિક પુરાવો, દાક્તરી પુરાવાથી પૃષ્ટિ પામતો ન હોય, તો આરોપીને આ મૌખિક પુરાવાના આધારે તકસીરવાર ઠેરવી શકાય નહિ.

🎙➖ એફ.આઇ.આર દાખલ કરવામાં થયેલ વિલંબનો ખુલાસો કરવામાં આવે તો તેના કેસ પર કોઈ અસર થાય નહી.

🎙➖ જો પત્નીને સળગાવી મારી નાખવાના કિસ્સામાં મરણોન્મુખ નિવેદન ના આધારે તકસીરવાર ઠરાવી શકાય.

🎙➖પતિએ પત્નીને મારી નાખવાના કિસ્સામાં બાળકની જુબાનીમાં ક્ષતિઓ હતી, આરોપીને તકસીરવાર ઠરાવી શકાય નહિ.

🎙➖ સાક્ષી મરનારનો સગો હોય તો તે હિત ધરાવતો ગણાય નહી.

🎙➖ જ્યારે આરોપીએ મરનાર ને ગુસ્સામાં કોઈ પૂર્વ તૈયારી વિના હુમલો કરેલ, આવા કિસ્સામાં આરોપીને ખૂનના ગુના માટે જવાબદાર ઠરાવી શકાય નહિ.

🎙➖ નશા હેઠળ કરવામાં આવેલ કૃત્ય ગુનો નથી.

🎙➖ આપધાત માટે પ્રેરણા આપવી ગુનો છે.

🎙➖ વ્યભિચારના કેસ માં સંમતિ આપતી પત્નીને મદદગારી ના ગુન્હામાં જવાબદાર ગણી શકાય નહિ.

🎙➖ તમામ માનવ હત્યા ખુન નથી.

🎙➖ આરોપી ગાંડો છે, તેવો બચાવ કરવામાં આવે તો તે માટે ડોક્ટરના પ્રમાણપત્રથી જ તે સાબિત કરવું જરૂરી નથી.

🎙➖ કોઈ વ્યકિતને એક ગુણ માટે ફરીથી તકસીરવાર ઠરાવી શકાય નહિ.

🎙➖ જ્યારે મારી નાખવાની ધમકી આપી બળાત્કાર કરવામાં આવેલ હોય અને બાળકી ૧૬ વર્ષથી નીચે હોય, આરોપી બળાત્કાર તકસીરવાર ઠરે છે.

🎙➖ ઇજા પહોંચાડવા માટે ગુનાહિત ઈરાદો હોવો જરૂરી છે.

🎙➖ મિલ્કતનો હંગામી દુરુપયોગ ગુનો છે.

🎙➖ ભારતીય દંડ સંહિતાની "જાહેર નોકર"ની વ્યાખ્યામાં ભારતના વડાપ્રધાન આવી જાય છે.

*⚓રોહિત.....*

📚📚📚 *કાયદા ગ્રૂપ* 📚📚📚

No comments:

Post a Comment