Monday 24 July 2017

👁‍🗨શિવજીના બાર જ્યોતિર્લિંગ

👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨🔰
👁‍🗨શિવજીના બાર જ્યોતિર્લિંગ
👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨🔰
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🕉સોમનાથ :

બાર જ્યોતિર્લિંગોમાં સૌથી વિશિષ્ટ જ્યોતિર્લિંગ સૌરાષ્ટ્રમાં દરિયાકિનારે આવેલ સોમનાથનું મંદિર છે. અહીંના શિવલિંગની જાણીતી કથા એવી છે કે સોમ(ચંદ્રમાનું માનવીય રૃપ) જે ચંદ્રમાના નામથી પણ ઓળખાય છે. તેના વિવાહ દક્ષની સત્તાવીસ પુત્રીઓની સાથે કરવામાં આવ્યા. જેમાં સોમ રોહિણીને વધુ ચાહતો હતો. આથી બાકી બહેનોએ ચંદ્ર અંગે દક્ષને ફરિયાદ કરી. આથી દક્ષે સોમને યક્ષ્મા નામનો રોગ થવા અંગે શાપ આપ્યો. ત્યારબાદ સોમે દક્ષની માફી માગી. દક્ષે સોમ અને રોહિણીને આ સ્થાન પર શિવતપ કરવાનું કહ્યું . બંને જણે વર્ષો સુધી શિવનું તપ કર્યુ એટલે શિવ પ્રસન્ન થયા. તેમણે કહ્યું કે ચંદ્ર મહિનામાં પંદર દિવસ વધશે અને પંદર દિવસ ઘટશે. તે સાવ ક્ષય પામશે નહીં. સોમે ત્યારબાદ તે જગ્યા પર લિંગની સ્થાપના કરી. આથી તે સ્થાન સોમનાથ તરીકે જાણીતં થયું.

🕉મલ્લિકાર્જુન :

મલ્લિકાર્જુન તીર્થ આંધ્રપ્રદેશમાં કૃષ્ણા નદીને કિનારે આવેલ છે. અનેક સદીઓ પહેલાં એક ગોપાલકના છોકરાને લિંગ પર રહીને દૂધની ધાર છોડતી ગાય જોવા મળી હતી. એ રાતે ગોપાલકને સ્વપ્નમાં તે શિવલિંગ દેખાયું . તેણે તેના પર એક નાનું મંદિર બનાવ્યું. તે શિવલિંગ પર વન મલ્લિકા સોનજૂહીના ફૂલ ચઢાવ્યાં તેથી તેનું નામ મલ્લિકાર્જુન પડયું.

🕉મહાકાલેશ્વર :

પવિત્ર એવી ક્ષિપ્રા નદીને કિનારે આવેલ ઉજ્જૈન નગરમાં મહાકાલેશ્વર શિવ મંદિર આવેલું છે. મધ્યપ્રદેશનાં મુખ્ય ર્ધામિક આકર્ષણોમાં તેનો સમાવેશ થાય છે. ર્ધામિક લોકકથા અનુસાર ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવ આ જગ્યાએ મળ્યા હતા. આ નગર જ્યારે રાક્ષસથી ત્રસ્ત હતું ત્યારે શિવ મહાકાલ સ્વરૃપે પ્રગટ થયા અને રાક્ષસોને ભસ્મ કરી દીધા હતા ત્યારથી તે જ્યોતિર્લિંગ મહાકાલેશ્વર તરીકે જાણીતું છે.

☸🕉ઓમકારેશ્વર :

નર્મદા અને કાવેરી નદીના સંગમ સ્થાન પર ઓમકારેશ્વર મંદિર આવેલું છે.અહીં એક માઈલ લાંબો અને અડધો માઈલ પહોળો ટાપુ છે. સવાર-સાંજ અહીં આરતી કરવામાં આવે છે. મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહીને શિવલિંગની પૂજા કરે છે. સૂર્યવંશના રાજા માંધાતાએ આ જગ્યાએ સો યજ્ઞાો કરાવ્યા હતા ત્યારથી આ સ્થાનનું મહત્ત્વ વધી ગયું હતું .

🕉☸કેદારનાથ :

ઉત્તરાંચલના ટિહરી-ગઢવાલ જિલ્લામાં આવેલ કેદારનાથ દેશના પરમ પાવન તીર્થ સ્થાનોમાંનું એક છે. એવી કથા છે કે પાંડવો આ જગ્યાએ આવ્યા હતા. કુરુક્ષેત્રમાં કૌરવો સામે વિજય મેળવ્યા બાદ પાંડવોએ પાપનું પ્રાયશ્ચિત કરવા શિવની કાશીમાં આરાધના કરી પરંતુ શિવે પાંડવોની પરીક્ષા કરવા કેદારનાથ આવીને નંદીનું રૃપ ધારણ કરી લીધું હતું . ભીમે તેમને ઓળખી લીધા અને પીછો કર્યો પરંતુ શિવજી ત્યાંથી કૂદીને અંતરધ્યાન થઈ ગયા. ત્યાં માત્ર નંદીનાં ખરીનાં નિશાન રહી ગયાં.જ્યાં આજે શિવલિંગ ઊભું છે. આદિ શંકરાચાર્યનું આ મહત્ત્વનું સ્થાન રહ્યું હતું.

🕉☸ભીમશંકર :

મહારાષ્ટ્રમાં ખેડની નજીક ભાવગિરિમાં ભીમશંકરની જગ્યા આવેલી છે. તે ભીમ નદીનું ઉદ્ગમ સ્થાન છે. જે અહીંથી દક્ષિણ-પૂર્વ વહેતા રાયપુરની નજીક કૃષ્ણા નદીને મળે છે. કથા એવી છે કે શિવજીએ અહીં સહ્યાદ્રિ પર્વતના શિખર પર ભીમના રૃપમાં નિવાસ કર્યો હતો. આથી આ સ્થાન ભીમશંકર તરીકે જાણીતું છે.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

☸🕉કાશીવિશ્વનાથ :

કાશી એ ભારતનું સૌથી પવિત્ર અને પ્રાચીનતમ તીર્થસ્થાન છે . કાશીમાં સ્થાપિત જ્યોતિર્લિંગ બ્રહ્માંડીય ડિંબના રૃપમાં પૂજવામાં આવે છે. શિવને અહીં મોક્ષ પ્રદાતા તરીકે પણ પૂજવામાં આવે છે. પાર્વતી સાથે લગ્ન કર્યા બાદ ભગવાન શિવે કાશીને તેમનુ નિવાસ સ્થાન બનાવ્યું હતું. પાર્વતી અહીં અન્ન આપનાર દેવી અન્નપૂર્ણા તરીકે ઓળખાય છે. જ્યાં સુધી તેમના ભક્તો જમી લેતા નથી ત્યાં સુધી પાર્વતીજી કંઈ જ ગ્રહણ કરતા નથી. કાશી આમ પણ ચારધામમાંનું મહત્ત્વનું ધામ છે.જ્યાં સાક્ષાત્ ભગવાન વિશ્વનાથ બિરાજે છે.

🕉☸ત્ર્યંબકેશ્વર :

ત્ર્યંબકેશ્વર મહારાષ્ટ્રમાં નાસિકથી નજીક આવેલું છે. અહીંના શિવલિંગની ઉત્પત્તિની કથા ગૌતમ ઋષિ સાથે જોડાયેલી છે. ભગવાન શિવ ગંગાની મદદથી ગૌતમ ઋષિનાં પાપો દૂર કરવા માટે ત્ર્યંબકેશ્વર ખાતે પ્રગટ થયા હતા ત્યારથી અહીં શિવલિંગની સ્થાપના કરવામાં આવેલી છે. લોકો મહારાષ્ટ્રમાં નાસિક,શિરડી અને ત્ર્યંબકેશ્વરની યાત્રાએ ખૂબ જાય છે.

🕉☸વૈદ્યનાથ :

મરાઠાવાડાના બીડ જિલ્લામાં આવેલ વૈદ્યનાથનું મંદિર પ્રાચીન સમયનું છે. અહીંના શિવલિંગની સ્થાપના ઋષિ માર્કંડેયની કથા સાથે વણાયેલી છે. પ્રાચીન સમયમાં ભગવાન શિવ દિવ્ય ચિકિત્સક વૈદ્યનાથ તરીકે આ જગ્યાએ પ્રગટ થયા હતા આથી તે સ્થાન વૈદ્યનાથધામ તરીકે ઓળખાયું હતું.

🕉☸રામેશ્વરમ્ : તમિલનાડુના સમુદ્રતટ પર આવેલું રામેશ્વરમ્નું શિવલિંગ સ્વયં ભગવાન રામે સ્થાપ્યું હતું આથી તેનું મહત્ત્વ ઘણું વધી જાય છે. આ સ્થાન ભગવાન રામ અને શિવજીના મહિમાને અભિવ્યક્ત કરે છે. કહેવાય છે કે રામે રાવણ સામે યુદ્ધમાં વિજય મેળવવા માટે અહીં દરિયાકિનારે માટીનું લિંગ બનાવીને તેની પૂજા કરી હતી. આ મંદિરનો ઈતિહાસ ભવ્ય છે. અનેક રાજાઓેએ તેનું સમારકામ અને નિર્માણકામ કરાવેલું છે.

🕉☸ધૃષ્ણેશ્વર. :

ધૃષ્ણેશ્વર મહારાષ્ટ્રમાં ઈલોરાની ગુફાઓ નજીક આવેલું પ્રાચીન તીર્થ છે. આ સ્થાન સાથે અનેક કથાઓ જોડાયેલી છે. ઘુષ્મા નામની સ્ત્રીની શિવભક્તિને કારણે તેના પુત્રને શિવજીએ બચાવ્યો હતો તેથી તેનું નામ ઘુશ્મેશ્વર પડયું હોવાનું કહેવાય છે. આ તીર્થસ્થાન ઓછું જાણીતું છે પરંતુ તેનું મહત્ત્વ અને મહિમા જરાય ઓછો નથી.

🕉☸નાગેશ્વર :

નાગેશ્વર તીર્થ દારુકા વનમાં આવેલું હોવાનું કહેવાય છે. આજની એ જગ્યા દ્વારકા પાસે આવેલી છે. આજે તો આ તીર્થ ભવ્ય બનાવવામા આવેલ છે.ભગવાન શિવે અહિ દારુકા નામના અસૂરનો વધ કર્યો હતો. શિવ જ્યારે આ જગ્યા પર આવ્યા ત્યારે નાગને તેમણે ગળામાં ધારણ કરેલ હતો તેથી તેઓ નાગેશ્વર કહેવાયા. એવું પણ કહેવામા આવે છે કે પહેલાના જમાનામા અહિ નાગ ખૂબ જોવા મળતા હતા આથી તે નાગેશ્વર ની જગ્યા કહેવાય છે. ભગવાન નાગેશ્વર અને નાગેશ્વરી દેવી પાર્વતી પણ અહિ બિરાજતા હોવાનું કહેવાય છે.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

No comments:

Post a Comment