Tuesday 11 July 2017

📮🦋 *ગુરૂદત્ત* 🦋📮

🎓👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🎓

📡 *૯ જુલાઇ જન્મદિન* 📡
📮🦋 *ગુરૂદત્ત* 🦋📮
                            

👩🏻‍🏫➖હિન્દી ફિલ્મ કલાના મહાન કસબી અને લાગણીશીલ ફિલ્મ સર્જક ગુરૂદ્ત્તનો જન્મ તા. ૯/૭/૧૯૨૫ના રોજ બેંગાલુરમાં શિક્ષિત બ્રાહ્મણ પરિવારમાં થયો હતો.

👩🏻‍🏫➖ તેમનું મૂળ વતન કર્ણાટકનું મેગ્લોર હતું.

👩🏻‍🏫➖પિતાનું નામ શિવશંકર પાદુકોણ જેઓ સ્કૂલમાં હેડમાસ્તર હતા.

👩🏻‍🏫➖માતાનું નામ વાસંતી પાદુકોણ જેઓ પ્રાઈવેટ ટ્યુશન ચલાવતા અને બંગાળી નવલકથાઓનું કન્નડ ભાષામાં અનુવાદક તરીકે પણ કામગીરી કરતા હતા.

👩🏻‍🏫➖ ગુરૂદ્ત્તનું બાળપણનું નામ *વસંતકુમાર* હતું.

👩🏻‍🏫➖બાળપણ અનેક મુશ્કેલીઓથી પસાર થયું હતું.

👩🏻‍🏫➖ પ્રાથમિક શિક્ષણ કલકત્તાના ભવાનપુરમાં મેળવ્યું.

👩🏻‍🏫➖ઈ.સ.૧૯૪૧માં મેટ્રીકની પરીક્ષા પાસ કરી.

👩🏻‍🏫➖તેઓ નૃત્ય કલાની તાલીમ લેવા માટે અલમોડા ગયા.

👩🏻‍🏫➖બે વર્ષની તાલીમ લઈ તેમાં પારંગત બન્યા.

👩🏻‍🏫➖તેમણે *‘ પ્રભાત’* ફિલ્મ કંપનીમાં ત્રણ વર્ષ નૃત્ય નિર્દેશક તરીકે કામગીરી કરી હતી.

👩🏻‍🏫➖તેમણે પ્રથમ ફિલ્મ *‘ સુહાગન’* માં વિજયકુમારનો અભિનય કર્યો ત્યારપછી *‘ પ્યાસા’, ‘ કાળા બજાર’ , ‘ હમ એક હૈ’ , ‘ભરોસા’* જેવી અનેક ફિલ્મોમાં સુંદર અભિનય કર્યો હતો.

👩🏻‍🏫➖ગુરુદત્તની સૌપ્રથમ નિર્દેશિત ફિલ્મ *‘ બાઝી’* હતી.

👩🏻‍🏫➖તેમાં તેમની કલ્પનાશક્તિ અને મૌલિક દિગ્દર્શકના ચમકારા જોવા મળે છે.

👩🏻‍🏫➖ત્યારપછી તેમણે *‘ આરપાર’, ‘ સેલાબ’ , ‘ મિસ્ટર એન્ડ મિસિસ’*, માં કામગીરી કરી હતી.

👩🏻‍🏫➖ગુરુદત્તની સર્જક પ્રતિભા ધરાવતી બે ફિલ્મ *‘ પ્યાસા’* અને *‘કાગઝ કે ફૂલ’* માં જોવા મળે છે.

👩🏻‍🏫➖આ બંને ફિલ્મોમાં તેઓ પોતાની કલ્પનાશક્તિને આધારે કલાકૃતિના નમૂનારૂપ ફિલ્મ બની.

👩🏻‍🏫➖ તેમનું હદય એક ઊર્મિશીલ કવિનું હતું.

👩🏻‍🏫➖ફિલ્મના નિર્માણમાં પણ તેમની લાગણીઓની નજાકત માવજત જોવા મળે છે.

👩🏻‍🏫➖ભારતના પ્રસિદ્ધ નૃત્ય સમ્રાટ ઉદયશંકર પાસેથી નૃત્યકળાનું શિક્ષણ મેળવ્યું હતું.

👩🏻‍🏫➖સ્વભાવ અંતર્મુખી હોવાથી પોતાના મનની વાટ કોઈને કરી શકતા નહિ અને દિવસો સુધી મનોમન મૂંઝાતા હતા.

👩🏻‍🏫➖ પરિણામે તેઓ જીવન ટૂંકાવી ૧૦ ઓક્ટોબર ૧૯૬૪ના રોજ તેમના પોતાના ઘરે જ આત્મહત્યા કરી હતી.

👩🏻‍🏫➖તેમના મૃત્યુનું રહસ્ય ઉકેલી શકાયું નહોતું પણ તેના મૂળમાં તેમની આત્મઘાતી વિચારધારા જ જવાબદાર હતી.

👩🏻‍🏫➖તેમણે હિન્દી ફિલ્મમાં આપેલ યોગદાન અનન્ય અને અદ્વિતીય હતું.

👩🏻‍🏫➖ફિલ્મજગતના ઇતિહાસમાં તેઓ ચિરસ્મરણીય રહેશે.

🀄📜 *સમીર પટેલ* 📜🀄
💥🎓 *જ્ઞાન કી દુનિયા* 🎓💥

No comments:

Post a Comment