Tuesday 11 July 2017

🦋 *જીવરામ જોષી* 🦋

👳🏼👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👳🏼

💭 *૬ જુલાઇ જન્મ* 💭
🦋 *જીવરામ જોષી* 🦋
                       
💥➖ગુજરાતી બાળ સાહિત્યકાર જીવરામ જોષીનો જન્મ  તા. ૬/૭/૧૯૦૫ના રોજ સૌરાષ્ટ્ર સ્થિત જસદણથી ચાર ગાઉ દૂર આવેલા ગરણી ગામમાં થયો.

💥➖પિતાનું નામ ભવાનીશંકર અને માતા સંતોકબહેન હતું તેમના પિતા  કથાકીર્તન કરવા ઉપરાંત જ્યોતિષ જોતા હતા તેઓ વધારે ભણેલા નહોતા, પરંતુ શિક્ષણનું મહત્વ જાણતા હતા.

💥➖માતા સંતોકબહેન ઘર સંભાળતાં.

💥➖તેમના મોટા દુર્લભજી અને નાના જીવરામને પાનોસરા ગામની શાળામાં ભણવા બેસાડ્યા.

💥➖જીવરામ ત્રીજા ધોરણમાં આવ્યો ત્યારે ભવાનીશંકરનું ઓચિંતુ મૃત્યું થયું.

💥➖જોષી પરિવાર બેસહારા બની ગયો. જીવરામે ભણવાનું છોડવું પડ્યું.

💥➖બે ટંકના ભોજન માટે ગરણી અને પાનોસરામાં લોટ માગવાનું શરૂ કર્યું. ગાડું ગબડતું રહ્યું. દરમિયાન ગામના એક બ્રાહ્મણ દુર્લભજીને અમદાવાદની હોટલમાં નોકરી અપાવવા લઈ ગયા.

💥➖જીવરામે પણ ભણવા માટે અમદાવાદ જવાનો વિચાર કર્યો. એ વખતમાં જસદણથી બોટાદ થઈને ટ્રેન અમદાવાદ જતી હતી.

💥➖સંતોકબહેન પાસેથી અઢી રૂપિયા લઈને જીવરામ અમદાવાદ જતી ટ્રેનમાં બેસી ગયો. દુર્લભજીને મળ્યો.

💥➖દુર્લભજીમાં તો બે માણસ પૂરું કરવાની ત્રેવડ નહોતી, પણ એ જેમની સાથે રહેતા હતા એ હરિશંકર જોષી વહારે ધાયા.

💥➖જીવરામને ત્રણ દરવાજે આવેલી બળવંતરાય ઠાકોરની પ્રોપ્રાયટરી શાળામાં દાખલ કરી દીધો.

💥➖બે ટંકના ભોજન માટે જાણીતા સાહિત્યકાર રામનારાયણ પાઠકના ઘેર રસોયા તરીકેની નોકરી શરૂ કરી.

💥➖જીવરામ જોષીની રહેવા, ભણવાની અને જમવાની સગવડ થઈ ગઈ.

💥➖1903ની સાલમાં કાશી વિદ્યાપીઠની મુલાકાત લઈને ગયા પછી મહાત્મા ગાંધીજીએ મીઠાનો સત્યાગ્રહ કરવા માટે દાંડીકૂચનો આરંભ કર્યો.

💥➖ગાંધીજીએ દાંડીકૂચ શરૂ કરી એ જ દિવસે કાશીમાં જીવરામ જોષીએ નમકનો સત્યાગ્રહ કર્યો.

💥➖કાશીના કોટવાળી વિસ્તારમાં આવેલા હરિશ્ચંદ્ર ચોકમાં નમક બનાવવાની જાહેરાત કરી.

💥➖ દસ માણસોની ટુકડી સાથે ચોકમાં પહોંચી ગયા. સગડીમાં ભઠ્ઠાં સળગાવ્યાં અને ત્રણેક કડાયામાં નમક ધોયેલું પાણી ઉકળવા મૂક્યું.

💥➖જોતજોતામાં લોકોની ભીડ એકઠી થઈ ગઈ. ભીડને વિખેરવા પોલીસે લાઠીચાર્જ કર્યો.

💥➖જીવરામ જોષીના જમણા હાથનું હાડકું ભાંગી ગયું. મસ્તક પર લાઠીનો પ્રહાર થવાથી એ બેહોશ થઈ ગયા. એક અઠવાડિયા સુધી હોસ્પિટલમાં સારવાર લેવી પડી.

💥➖આ ઘટનાને પગલે જીવરામ જોષી ક્રાંતિકારી તરીકે ઓળખાવા લાગ્યા. અંગ્રેજ પોલીસ એમની શોધમાં લાગી ગઈ.

💥➖જીવરામ જોષી પોલીસની આંખમાં ધૂળ નાખીને કાશીથી બિહાર અને બિહારથી ગુજરાત આવ્યા.

💥➖ગુજરાતમાં આવીને એમની કાયાપલટ થઈ ગઈ.

💥➖ક્રાંતિકારી મટીને બાળસાહિત્યકાર બની ગયા. અમર બાળપાત્રો સર્જ્યાં.

💥➖આજે જીવરામ જોષી આપણી વચ્ચે સદેહે નથી, પરંતુ *મિયાં ફુસકી અને અડુકિયો દડુકિયો* જેવા પાત્રોના સ્વરૂપે એ હંમેશાં જીવંત રહેશે.

📮✍🏻 *સમીર પટેલ*
📡👩🏻‍🏫 *જ્ઞાન કી દુનિયા* 👩🏻‍🏫📡

No comments:

Post a Comment