Tuesday 11 July 2017

🦋 *બંધારણનો અર્થ* 🦋

🦋 *બંધારણનો અર્થ* 🦋

📑🦋 *જ્ઞાન કી દુનિયા* 🦋📑

👉🏿 દરેક સ્વતંત્ર રાષ્ટ્રને તેનું પોતાનું બંધારણ હોય છે. બંધારણએ દેશનો મૂળભૂત દસ્તાવેજ છે. સામાન્ય રીતે લેખિત દસ્તાવેજના સ્વરૂપમાં હોય છે. જે અનુસાર સરકાર દેશનો વહીવટ કરે છે. બંધારણ દેશના કાયદાઓ કરતા ચડિયાતું છે. સરકાર દ્વારા અમલમાં મુકાતો દરેક કાયદો બંધારણ સાથે સુસંગત હોવો જોઈએ. બંધારણમાં જણાવ્યા પ્રમાણે જ દેશનો વહીવટ થવો જોઈએ.

💥➖ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે ૧૯૩૫માં, બંધારણ સભા રચવાની સૌ પ્રથમ માંગણી કરી.

💥➖બંધારણ સભાની પ્રથમ બેઠક ડીસેમ્બર ૯, ૧૯૪૬ નાં રોજ મળી હતી.

💥➖૨૯ ઓગસ્ટ ૧૯૪૭ના રોજ બંધારણ ઘડવાની સમિતિ રચવામાં આવી.

💥➖બંધારણ સભાના કાર્યકારી અધ્યક્ષ ડૉ.સચ્ચિદાનંદ સિંહા બન્યા.

💥➖બંધારણની ખરડા સમિતિનાં અધ્યક્ષ ડૉ. બી.આર.આંબેડકર હતા.

💥➖જયારે બંધારણ સભાના પ્રમુખ ડૉ.રાજેન્દ્ર પ્રસાદ હતા.

💥➖બંધારણ ઘડવાનું કાર્ય ૨૬ નવેમ્બર, ૧૯૪૯ નાં રોજ પૂર્ણ થયું.

💥➖૨૬ જાન્યુઆરી, ૧૯૫૦ નાં રોજ ભારતનું બંધારણ અમલમાં આવ્યું હતું.

💥➖બંધારણ સભાના ૩૮૯ સભ્યો હતા.

💥➖બંધારણ પૂર્ણ કરતા ૨ વર્ષ ૧૧ મહિના અને ૧૮ દિવસ લાગ્યા હતા.

💥➖જયારે રૂ/- ૬૪ લાખ બંધારણ ઘડવાનો ખર્ચ થયો હતો.

💥➖બંધારણ ઘડવાનો સૌ પ્રથમ વિચાર સર.એમ.એન.રોય ને આવ્યો હતો.

💥➖બંધારણનું આમુખ જવાહારલાલ નહેરુએ તૈયાર કર્યું હતું.

💥➖જયારે આમુખનો વિચાર અમેરિકાના બંધારણમાંથી લેવામાં આવ્યા હતો. 

♈ *જ્ઞાન કી દુનિયા* ♈

No comments:

Post a Comment