Tuesday 11 July 2017

📚 *કટોકટી અંગેની જોગવાઈઓ* 📚

📚 *કટોકટી અંગેની જોગવાઈઓ* 📚

👉🏿 બંધારણમાં ત્રણ પ્રકારની કટોકટી અંગેની જોગવાઈ છે.

〰 રાષ્ટ્રીય કટોકટી(અનું.- ૩૫૨)

〰 બંધારણીય કટોકટી(રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન) (અનું.- ૩૫૬)

〰  નાણાકીય કટોકટી(અનું.- ૩૬૦)

👇🏿🌻👇🏿🌻👇🏿🌻👇🏿🌻👇🏿

👆🏿🌻👆🏿🌻👆🏿🌻👆🏿🌻👆🏿

*📚 રાષ્ટ્રીય કટોકટી (અનું.-૩૫૨) 📚*

👉🏿 યુધ્ધ, બાહ્ય આક્રમણ તથા દેશમાં સશત્ર વિદ્રોહની પરિસ્થિતિમાં મંત્રીમંડળ લેખિત ભલામણથી રાષ્ટ્રીય કતિકિત જાહેર કરી શકાય છે.

👉🏿 રાષ્ટ્રીય કટોકટી વખતે રાજ્ય સરકાર કેન્દ્રીય કારોબારીના પૂર્ણ નિયંત્રણમાં આવી જાય છે.

👉🏿 રાષ્ટ્રપતિ દ્વારા જાહેર કરાયેલી રાષ્ટ્રીય કટોકટી ૧ મહિના સુધી રહી સકે છે. જો આ દરમિયાન સાંસદ (૨/૩ બહુમતીથી) મંજૂરી આપે તો ૬ મહિના સુધી અમલી રહી શકે ઉપરાંત સંસદ તેને પુનઃ ૬ મહિના સુધી વધારી શકે છે.

👉🏿 લોકસભા સામાન્ય બહુમતીથી કટોકટી પરત લેવાનો પ્રસ્તાવ પ્રસાર કરે તો રાષ્ટ્રપતિ કટોકટી પરત લે છે.

👉🏿 ૪૨મો બંધારણીય સુધારો(૧૯૭૬)ની જોગવાઇ પ્રમાણે રાષ્ટ્રપતિ સંપૂર્ણ ભારત અથવા નિશ્ચિત ભાગ માં કટોકટી લગાવી શકે છે.

👉🏿 અનુચ્છેદ- ૨૦,૨૧ સિવાયના મૂળભૂત અધિકારો રાષ્ટ્રીય કટોકટી વખતે સ્થગિત રાખી શકાય છે. પરંતુ અનુચ્છેદ -૧૯નો અધિકાર સશત્ર વિદ્રોહ માટે જાહેર થયેલી રાષ્ટ્રીય કટોકટી વખતે સ્થગિત રાખી શકાતો નથી.

*⚓રોહિત.....*

👇🏿🌻👇🏿🌻👇🏿🌻👇🏿🌻👇

👆🏿🌻👆🏿🌻👆🏿🌻👆🏿🌻👆🏿

*📚 નાણાકીય કટોકટી 📚*
*( અનુચ્છેદ- ૩૬૦)*

👉🏿 રાષ્ટ્રપતિને એવું લાગે કે દેશમાં નાણાકીય સ્થિરતા તથા શાખ સામે ખતરો ઊભો થાય ત્યારે તે નાણાકીય કટોકટી લગાવી શકે છે. કટોકટી લગાવ્યા પછી બે મહિના માં તેને સંસદના બંને ગૃહોની સ્વીકૃતિ લેવી ફરજિયાત છે.

👉🏿 નાણાકીય કટોકટીની મર્યાદા અંગે કોઈ જોગવાઈ નથી પરંતુ રાષ્ટ્રપતિ ગમે ત્યારે પરત લઈ શકે છે.

*⚓રોહિત.....*

*📚 We can do anything* 📚

👆🏿🌻👆🏿🌻👆🏿🌻👆🏿🌻👆🏿

*📚 રાજ્યમાં બંધારણીય કટોકટી*
*(અનુચ્છેદ -૩૫૬) 📚*

👉🏿 રાજ્યમાં બંધારણીય જોગવાઈઓનું પાલન ન કરે અથવા કેન્દ્રીય કારોબારીના નિર્દેશોની સતત અવમાનના કરે ત્યારે રાજ્યપાલની ભલામણથી રાષ્ટ્રપતિ રાજ્યમાં બંધારણીય કટોકટી જાહેર કરીને રાષ્ટ્રપતિ શાસન લગાવે છે. જે મુજબ કેન્દ્ર રાજ્યનો વહીવટ ચલાવે છે.

👉🏿 આ કટોકટીનો સમયગાળો બે મહિનાનો છે તથા સંસદ ૬ મહિના માટે અનુમતી આપી શકે છે જેને ૩ વર્ષ સુધી દર ૬મહિને વધારી શકાય છે. ઉપરાંત આ કરતા વધારે સમય માટે બંધારણીય સુધારો પસાર કરવો પડે છે.

👉🏿 સૌપ્રથમ રાષ્ટ્રપતિ શાસન *પંજાબ*માં લાગુ થયું હતું.

*⚓રોહિત.....*

👇🏿🌻👇🏿🌻👇🏿🌻👇🏿🌻👇🏿

No comments:

Post a Comment