Tuesday 11 July 2017

📮👩🏻‍🏫 *સુનીલ ગાવસ્કર* 👩🏻‍🏫📮

👩🏻‍🌾👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👩🏻‍🌾

🦋🍫 *૧૦ જુલાઇ જન્મદિન* 🍫🦋
📮👩🏻‍🏫 *સુનીલ ગાવસ્કર* 👩🏻‍🏫📮
               
💭➖ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ સફળ સુકાની સુનીલ ગાવસ્કરનો જન્મ તા. ૧૦/૭/૧૯૪૯ના રોજ મુંબઈમાં થયો હતો.

💭➖ પ્રાથમિક શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણ મુંબઈમાં પ્રાપ્ત કર્યું.

💭➖બચપણથી જ ક્રિકેટ રમવાનો શોખ હતો.

💭➖ક્રિકેટ રમવાની શરૂઆત શાળાજીવન દરમ્યાન શરૂ કરી હતી.

💭➖કોલેજ અભ્યાસ દરમ્યાન પોતાના સંગીન રમતને કારણે રણજી ટ્રોફીમાં સ્થાન મેળવ્યું.

💭➖ મુંબઈ યુનિવર્સિટીમાં અંગ્રેજી સાહિત્ય સાથે એમ.એ,ની ડીગ્રી મેળવી હતી.

💭➖ નિર્લાન સિન્થેટીક એન્ડ કેમિકલ કંપનીમાં નોકરી કરી.

💭➖સુનીલ ગાવસ્કરની ટેસ્ટ કારકીર્દીની શરૂઆત ઈ.સ.૧૯૭૦-૭૧માં વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસથી થઇ હતી.

💭➖પોતાની પ્રથમ ટેસ્ટ મેચ શ્રેણીમાં કુલ આઠ દાવમાં બે વખત અણનમ રહી તેમણે ચાર સદી સાથે કુલ ૭૭૪ રન કરી વિક્રમ નોંધાવ્યો હતો.

💭➖તેઓ ઓપનીગ બેટ્સમેન તરીકે રમતા હતા.

💭➖ ઈ.સ. ૧૯૮૬-૮૭ માં તેમણે નિવૃત્તિ સ્વીકારી.

💭➖આ સમયગાળા દરમ્યાન પ્રથમ કક્ષાની ૧૨૫ ટેસ્ટ મેચો રમી કુલ ૩૪ સદી સાથે ચાર બેવડી સદી બનાવી કુલ ૧૦૧૨૨ રનનો જંગી જુમલો નોંધાવ્યો હતો.

💭➖તેમણે ભારતીય ટીમના સુકાની તરીકે કુલ ૪૭ મેચોનું નેતૃત્વ કર્યું જેમાં નવ મેચોમાં જીત,આઠમાં પરાજય અને ત્રીસ મેચો ડ્રો કરી હતી.

💭➖ભારતીય ટીમમાં ઓપનીંગ બેટ્સમેન તરીકે વિશ્વના અગ્રણી પ્રારંભિક બેટ્સમેનમાં ગૌરવભર્યું સ્થાન મેળવ્યું હતું.

💭➖સુનીલ ગાવસ્કરને ઈ.સ. ૧૯૭૭માં અર્જુન એવોર્ડ અને ઈ.સ. ૧૯૭૯માં *પદ્મ ભૂષણ’* ના ખિતાબથી સન્માનિત કરવામાં આવ્યા છે.

💭➖ અત્યારે તેઓ ક્રિકેટ કોમેન્ટરી ઉપરાંત વિશેષજ્ઞ તરીકે સેવાઓ આપી રહ્યા છે.

💭➖ તેમણે અનેક પુસ્તકો પણ લખ્યા છે. જેમાં *‘ સની ડેઝ’, ‘ આઇડોલ્સ ‘ , ‘ વન ડે વન્ડર્સ ‘* જેવા ઉત્તમ પુસ્તકો આપ્યા છે.

💭➖ ઈ.સ.૧૯૮૦માં વિઝડનના વિશ્વ શ્રેષ્ઠ ગણાતા પાંચ ખેલાડીઓમાં તેમનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

🎙 *સમીર પટેલ* 🎙
💥🎓 *જ્ઞાન કી દુનિયા* 🎓💥

No comments:

Post a Comment